કીર્તન મુક્તાવલી

અભિનંદન અભિનંદન જન્મ દિવસના અભિનંદન

૨-૧૩૬: અજાણ્ય

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

અભિનંદન અભિનંદન,

 જન્મ દિવસના અભિનંદન... ꠶ટેક

શત શત કોટિ કોટિ હો વંદન,

 પ્રમુખ ગુરુહરિ અભિવંદન... ꠶ ૧

જુગ જુગ જીવો હે જગવંદન,

 ભક્તજનોના સુખનંદન,

જય જયકારી ભવભયહારી,

 ભક્તજનોના દુઃખભંજન... ꠶ ૨

કૃપા કરી અમ આંગણ આવ્યા,

 ભક્તજનોના મનરંજન,

તમે અમારા અમે તમારા,

 ધન્ય ધન્ય છે અમ જીવન... ꠶ ૩

પૂર્ણપુરુષની પ્રાપ્તિ આજે,

 આપ મળ્યે મળ્યા પુરુષોત્તમ,

સ્વસ્થ પ્રફુલ્લ રહો નિરામય,

 વિનવે સ્વામી સબ ભક્તન... ꠶ ૪

Abhinandan abhinandan janma divasnā abhinandan

2-136: unknown

Category: Pramukh Swami Maharajna Pad

Abhinandan abhinandan,

 Janma divasnā abhinandan

Shat shat koṭi koṭi ho vandan,

 Pramukh guruhari abhivandan... 1

Jug jug jīvo he jagvandan,

 Bhaktajanonā sukhnandan;

Jay jaykārī bhavbhayhārī,

 Bhaktajanonā dukhbhanjan... 2

Krupā karī am āngaṇ āvyā,

 Bhaktajanonā manranjan;

Tame amārā ame tamārā,

 Dhanya dhanya chhe am jīvan... 3

Pūrṇapurushnī prāpti āje,

 Āp maḷye maḷyā Purushottam;

Svasth prafūll raho nirāmay,

 Vinave Swāmī sab bhaktan... 4

loading