કીર્તન મુક્તાવલી
ભક્તિ કરતાં છૂટે મારો પ્રાણ યોગી એવું માગું રે
૧-૯૮૩: અજાણ્ય
Category: યોગીજી મહારાજનાં પદો
ભક્તિ કરતાં છૂટે મારો પ્રાણ, યોગી એવું માગું રે,
રહે જનમોજનમ તારો સાથ, યોગી એવું માગું રે ꠶ ટેક
તારું મુખડું મનોહર જોયા કરું, રાતદા’ડો ભજન તારું બોલ્યા કરું;
રહે અંત સમય તારું ધ્યાન... યોગી એવું માગું રે ꠶ ૧
મારી આશા નિરાશા કરશો નહીં, મારા અવગુણ હૈયામાં ધરશો નહીં;
શ્વાસોચ્છ્વાસે રટું તારું નામ... યોગી એવું માગું રે ꠶ ૨
મારાં પાપ ને તાપ તેં બાળી દીધાં, પ્રગટ પ્રભુની સેવામાં જોડી દીધાં;
આપો અક્ષરધામનું સુખ... યોગી એવું માગું રે ꠶ ૩
Bhakti kartā chhuṭe māro prāṇ Yogī evu māgu re
1-983: unknown
Category: Yogiji Maharajna Pad
Bhakti kartā chhuṭe māro prāṇ, Yogī evu māgu re,
Rahe janamojanam tāro sāth, Yogī evu māgu re...
Tāru mukhḍu manohar joyā karu,
rātda’ḍo bhajan tāru bolyā karu;
Rahe ant samay tāru dhyān... Yogī evu māgu re 1
Mārī āshā nirāshā karsho nahī,
mārā avguṇ haiyāmā dharsho nahi;
Shvasochchhvāse raṭu tāru nām... Yogī evu māgu re 2
Mārā pāp ne tāp te bāḷī dīdhā,
pragaṭ Prabhunī sevāmā joḍī dīdhā;
Āpo Akshardhāmnu sukh... Yogī evu māgu re 3