કીર્તન મુક્તાવલી

અક્ષરધામથી મહા એકાંતિક અવનિ ઉપર આવ્યા

૧-૯૩૮: રસિકદાસ

Category: શાસ્ત્રીજી મહારાજનાં પદો

રાગ: ભૈરવી

અક્ષરધામથી મહા એકાંતિક અવનિ ઉપર આવ્યા;

પાપી જીવોનું ભલું કરવાના, હૈયે કોડ જગાવ્યા;

એવા શાસ્ત્રીજી મહારાજને, અમારા લાખો વંદન હો... ꠶ટેક

જન્મમરણનું દુઃખ અતિ મોટું, જીવથી સહન નવ થાયે;

દુઃખને વામી સુખ અર્પે છે, પ્રગટ ગુરુહરિ આજે... એવા꠶ ૧

શુદ્ધ ઉપાસના સર્વોપરી નિષ્ઠા, પ્રગટાવી ગુરુરાજે;

એકાંતિક ધર્મની વૃદ્ધિ કરવા, વિચરી રહ્યા છે આજે... એવા꠶ ૨

ગગનચુંબી રૂડાં મંદિરો બંધાવ્યાં, શોભા કહી નવ જાયે;

ધામ અને ધામી પધરાવ્યા, મધ્ય મંદિરની માંયે... એવા꠶ ૩

ગામો ગામ ફરીને સ્વામી, થાક્યા પાક્યા આવે;

ભાવિક ભક્તો ભેગા થઈને, સેવા કરજો ભાવે... એવા꠶ ૪

સુખિયો દુઃખિયો જે કોઈ ભક્ત, પ્રેમે સેવા કરશે;

તાપ ત્રિવિધના પળમાં ટળશે, અક્ષરધામે જાશે... એવા꠶ ૫

સ્વામીને હૃદયે શ્રીજી બિરાજે, નેત્રમાં રહીને જુએ;

અમૃતવાણી મુખે ઉચ્ચરે, જનનાં દુઃખ સૌ ટાળે... એવા꠶ ૬

સ્વામીના સંતો મહા એકાંતિક, બ્રહ્મરસના એ ભોગી;

આ બ્રહ્માંડમાં એક જ એ છે, જીવન મુક્ત ગુરુજી... એવા꠶ ૭

વૃદ્ધ છતાં પણ દિનરાત વિચરે, ભક્તોના કલ્યાણ કાજે;

જુગો જુગ જીવો સ્વામી અમારા, યાચે રસિક શ્રીજી પાસે... એવા꠶ ૮

Akshardhāmthī mahā ekāntik avnī upar āvyā

1-938: Rasikdas

Category: Shastriji Maharajna Pad

Raag(s): Bhairavi

Akshardhāmthī mahā ekāntik,

 avnī upar āvyā;

Pāpī jīvonu bhalu karvānā,

 haiye koḍ jagāvyā;

Evā Shāstrījī Mahārājne,

 amārā lākho vandan ho...

Janmamaraṇnu dukh ati moṭu,

 jīvathī sahan nav thāye;

Dukhne vāmī sukh arpe chhe,

 pragaṭ guruhari āje... evā 1

Shuddh upāsanā sarvoparī nīshṭhā,

 pragaṭāvī gururāje;

Ekāntik dharmani vruddhī karvā,

 vicharī rahyā chho āje... evā 2

Gaganchumbi rūḍā mandiro bandhāvyā,

 shobhā kahī nav jāye;

Dhām ane Dhāmī padhrāvyā,

 madhya mandirnī māye... evā 3

Gāmo gām farīne Swāmī,

 thākyā pākyā āve;

Bhāvik bhakto bhegā thaīne,

 sevā karjo bhāve... evā 4

Sukhiyo dukhiyo je koī bhakta,

 preme sevā karshe;

Tāp trividhnā paḷmā ṭaḷshe,

 Akshardhāme jāshe... evā 5

Swāmīne hradaye Shrījī birāje,

 netramā rahīne juve;

Amrutvāṇī mukhe uchchare,

 jannā dukh sau ṭāḷe... evā 6

Swāmīnā santo mahā ekāntik,

 Brahmarasnā e bhogī;

Ā brahmānḍmā ek ja e chhe,

 jīvan mukta gurujī... evā 7

Vruddh chhatā paṇ dinrāt vichare,

 bhaktonā kalyāṇ kāje;

Jugo jug jīvo Swāmī amārā,

 yāche Rasik Shrījī pāse... evā 8

loading