કીર્તન મુક્તાવલી
પ્રીત પૂરવની તમારી સુંદર વર શામળિયા
૧-૬૬૪: શંકરદાસ
Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો
પ્રીત પૂરવની તમારી સુંદર વર શામળિયા
છૂટે ન મારી ને તારી સુંદરવર શામળિયા... ꠶ટેક
પ્રેમબંધનથી મુજને બાંધી, હૈયે વસ્યા ગિરધારી... ꠶ ૧
જાદુભર્યાં એ નયનો નિહાળી, ઘેલી બની છે વ્રજનારી... ꠶ ૨
સગપણ મારું સાંવરિયાથી, સાંવરી સૂરત પર વારી... ꠶ ૩
તુજ વિણ વ્હાલા ઘડી નવ ગોઠે, જોગન બની પ્રભુ તારી... ꠶ ૪
‘શંકર’ પાગલ પ્રેમમાં તારા, ચિત્ત લીધું છે મારું ચોરી... ꠶ ૫
Prīt pūravnī tamārī sundar var Shāmaḷiyā
1-664: Shankardas
Category: Prapti ne Mahimana Pad
Prīt pūravnī tamārī sundar var Shāmaḷiyā
Chhuṭe na mārī ne tārī sundarvar Shāmaḷiyā...
Prembandhanthī mujne bāndhī, haiye vasyā Girdhārī... 1
Jādubharyā e nayano nihāḷī, ghelī banī chhe Vrajnārī... 2
Sagpaṇ mārū sāvariyāthī, sāvarī sūrat par vārī... 3
Tuj viṇ vahālā ghaḍī nav goṭhe, jogan banī Prabhu tārī... 4
‘Shankar’ pāgal premmā tārā, chitt līdhu chhe māru chorī... 5