કીર્તન મુક્તાવલી
શ્રીજી અને સહુ સંતો રે મળી કરજો મારી સહાય
૧-૪૨: કવિ માવદાન
Category: પ્રાર્થના
શ્રીજી અને સહુ સંતો રે, મળી કરજો મારી સહાય;
હું છું તમારે શરણે રે, પુરુષોત્તમ લાગું પાય... ꠶ટેક
હું અનંત ભવમાં ભટક્યો, આવીને આરે અટક્યો;
ખરી રીતે રાખી ખટકો, છોગાળા કરજો છૂટકો રે... પુ꠶ ૧
નથી ગયો હું ગંગા કાશી, તેણે અંતર નથી ઉદાસી;
નથી અક્ષરધામનિવાસી, મેં ઓળખિયા અવિનાશી રે... પુ꠶ ૨
મને મળ્યા સહજાનંદ સ્વામી, ભાંગી જન્મોજનમની ખમી;
નારાયણ છો બહુનામી, ઉગારો અંતર્યામી રે... પુ꠶ ૩
પ્રભુ પૂરણ પ્રજાળી પાપો, સ્થિર અક્ષરધામે સ્થાપો;
કહે ’માવદાન’ દુઃખ કાપો, અમને અક્ષય સુખ આપો રે... પુ꠶ ૪
Shrīji ane sahu santo re Maḷī karjo mārī sahāy
1-42: Kavi Maavdaan
Category: Prarthana
Shrīji ane sahu santo re,
Maḷī karjo mārī sahāy;
Hu chhu tamāre sharaṇe re,
Purushottam lāgu pāy...
Hu anant bhavmā bhaṭkyo,
Āvīne āre aṭakyo;
Khari rīte rākhi khaṭko,
Chhogāḷā karjo chhuṭko re... Pu 1
Nathī gayo hu Gangā Kāshī,
Teṇe antar nathī udāsī;
Nakkī Akshardhāmnivāsī,
Me oḷkhiyā Avināshī re... Pu 2
Mane maḷyā Sahajānand Swāmī,
Bhāngī janmojanamnī khāmī;
Nārāyaṇ chho bahunāmī,
Ugāro antaryāmī re... Pu 3
Prabhu pūraṇ prajāḷī pāpo,
Sthir Akshardhāme sthāpo;
Kahe ’Māvdān’ dukh kāpo,
Amne akshay sukh āpo re... Pu 4