કીર્તન મુક્તાવલી

રૂડી રાંધી મેં રસિયાજી ખાંતે ખીચડી રે

૧-૧૬૩: સદ્‍ગુરુ દયાનંદ સ્વામી

Category: થાળ

રાગ: દેશ

 રૂડી રાંધી મેં રસિયાજી ખાંતે ખીચડી રે... ꠶ટેક

ચોખા દાળ જતન કરી જોઈ, નિર્મળ નીરે ધીરે ધોઈ;

 મધુરે મધુરે તાપે માખણ શી ચડી રે... રૂડી꠶ ૧

ઘી ઘણું જમો અલબેલા, અથાણાં પાપડ રંગ છેલા;

 ચોંપેશું ચોળાની કાજુ કરી વડી રે... રૂડી꠶ ૨

દૂધ કઢીને દહીં જમાવી, લલિત લવિંગે શું છમકાવી;

 ભૂધરને જમવાને કાજે કરી કઢી રે... રૂડી꠶

દયાનંદ કહે દિલમાં ધારી, પ્રસાદી આપો હિતકારી;

 મોહનવરને હાથે મુજને મોજ મળી રે... રૂડી꠶ ૪

Rūḍī rāndhī me Rasiyājī khānte khīchaḍī re

1-163: Sadguru Dayanand Swami

Category: Thal

Raag(s): Desh

Rūḍī rāndhī me Rasiyājī khānte khīchḍī re...

Chokhā dāḷ jatan karī joī,

Nīrmaḷ nīre dhīre dhoī;

 Madhure madhure tāpe mākhaṇ shī chaḍī re... rūḍī 1

Ghee ghaṇu jamo Albelā,

Athāṇā pāpaḍ rang chhelā;

 Chopeshu choḷānī kāju karī vaḍī re... rūḍī 2

Dūdh kaḍhīne dahī jamāvī,

Lalit lavinge shu chhamkāvī;

 Bhūdharne jamvāne kāje karī kaḍhī re... rūḍī 3

Dayānand kahe dilmā dhārī,

Prasādī āpo hitkārī;

 Mohanvarne hāthe mujne moj maḷi re... rūḍī 4

loading