કીર્તન મુક્તાવલી

બાળ સનેહી રે મોહન મુજને ગમતા

૧-૭૭૪: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: લીલાનાં પદો

પદ - ૧

 બાળ સનેહી રે, મોહન મુજને ગમતા... ꠶ટેક

મથુરા જઈ મોંઘા થઈ બેઠા, પે’લા તો ભેળા ભમતા... બાળ꠶ ૧

આજ તો અમને દર્શન દુર્લભ, જોડે બેસીને જમતા... બાળ꠶ ૨

બાઈ અણતેડ્યા વાંસે આવીને, રસિયો રંગભર રમતા... બાળ꠶ ૩

જે કહેતા તે કામ જ કરતા, નટવર રહેતા નમતા... બાળ꠶ ૪

બાળ જોગી જેવો વેશ જણાવી, દેહ પ્રાણને દમતા... બાળ꠶ ૫

મુક્તાનંદ મોહનની લીલા, રાખતા શીલ ને શમતા... બાળ꠶ ૬

Bāḷ sanehī re Mohan mujne gamtā

1-774: Sadguru Muktanand Swami

Category: Leelana Pad

Pad - 1

  Bāḷ sanehī re, Mohan mujne gamtā...

Mathurā jaī mongha thaī beṭhā, pe’lā to bheḷā bhamtā... bāl 1

Āj to amne darshan durlabh, joḍe besīne jamtā... bāl 2

Bāī aṇteḍyā vāse āvīne, rasiyo rangbhar ramtā... bāl 3

Je kahetā te kām ja kartā, Naṭvar rahetā namtā... bāl 4

Bāl jogī jevo vesh jaṇāvī, deh prāṇne damtā... bāl 5

Muktānand Mohannī līlā, rākhtā shīl ne shamtā... bāl 6

loading