કીર્તન મુક્તાવલી

જય જય યોગીજી જય સ્વામી શ્રીજી

૧-૯૮૭: અજાણ્ય

Category: યોગીજી મહારાજનાં પદો

જય જય યોગીજી જય સ્વામી શ્રીજી,

બોલાવે બાલુડા આજ યોગીરાજ મૂકો અબોલડા... ꠶ટેક

 હૈયાના ભાવ તમે જો જો યોગીજી,

 છેડ્યા છે અંતરના સાજ... યોગીરાજ꠶ ૧

વાણી તમારી બાપા લાગે છે પ્યારી,

 બોલો હવે તો દઈને તાળી;

 કરશો ના અમને નારાજ... યોગીરાજ꠶ ૨

મનડું મૂંઝાય છે ને જીવ ગભરાય છે,

 હૈયાનો સાગર હવે છલકાય છે;

 તૂટી આ પલકોની પાજ... યોગીરાજ꠶ ૩

બાપા દોડે છે જોઈ રોતા બાળને,

 કેમ સહન કરી શકે આંસુડાની ધારને;

 સૂણી અમારો અવાજ... યોગીરાજ꠶ ૪

તમારે અનેક છે ને અમારે તું એક છે,

 તમ દર્શનની લીધી અમે ટેક છે;

 છોડી છે દુનિયાની લાજ... યોગીરાજ꠶ ૫

બાળ હઠ લઈને બાળ ઊભો છે દ્વારે,

 યોગીજી વિના બીજું કોણ ઉગારે;

 થઈ જાશું અમે તારાજ... યોગીરાજ꠶ ૬

સોંપી છે તમને જીવનની નાવડી,

 ખોળે લઈ લેજો ઝાલીને બાવડી;

 આશા પૂરી કરજો આજ... યોગીરાજ꠶ ૭

‘ઘનશ્યામ’ને હેતે હૈયામાં ચાંપજો,

 અવિચળ ભક્તિ અંતરમાં સ્થાપજો;

 દયાળુ યોગી મહારાજ... યોગીરાજ꠶ ૮

Jay jay Yogījī jay Swāmī Shrījī

1-987: unknown

Category: Yogiji Maharajna Pad

Jay jay Yogījī jay Swāmī Shrījī,

 Bolāve bāluḍā āj Yogīrāj muko abolḍā

Haiyānā bhāv tame jo jo Yogījī,

 Chheḍyā chhe antarnā sāj... Yogīrāj 1

Vāṇī tamārī Bāpā lāge chhe pyārī,

Bolo have to daīne tāḷī;

 Karsho nā amne nārāj... Yogīrāj 2

Manḍu mūnjhāy chhe ne jīva gabharāy chhe,

Haiyāno sāgar have chhalkāy chhe;

 Tūṭī ā palkonī pāj... Yogīrāj 3

Bāpā doḍe chhe joī rotā bāḷne

Kem sahan karī shake āsuḍānī dhārne;

 Sūṇī amāro avāj..Yogīrāj 4

Tamāre anek chhe ne amāre tu ek chhe,

Tam darshannī līdhī ame ṭek chhe

 Chhoḍī chhe duniyānī lāj... Yogīrāj 5

Bāḷ hath laīne bāḷ ūbho chhe dvāre,

Yogījī vinā bīju koṇ ugāre;

 Thaī jāshu ame tārāj... Yogīrāj 6

Sopī chhe tamne jīvannī nāvḍī,

Khoḷe laī lejo jhālīne bāvḍī;

 Āshā pūri karjo āj... Yogīrāj 7

‘Ghanshyām’ne hete haiyāmā chāpjo,

Avichaḷ bhakti antarmā sthāpjo

 Dayāḷu Yogī Mahārāj... Yogīrāj 8

loading