કીર્તન મુક્તાવલી
એવા ધામની આગળ બીજાં શી ગણતીમાં ગણાય રે
૧-૧૦૮૭: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ચોસઠપદી
પદ - ૫૬
એવા ધામની આગળ બીજાં, શી ગણતીમાં ગણાય રે;
મા’પ્રલયકાળના અગ્નિમાં સીજાં, હંમેશ જેહ હણાય રે... ૧
પ્રકૃતિ પુરુષ પ્રલયમાં આવે, ભવ બ્રહ્મા ન રહે કોય રે;
ચૌદ લોક ધામ રે’વા ન પાવે, સર્વે સંહાર હોય રે... ૨
જેમ કડાયામાં કણ ઊછળે છે, ઊંચા નીચા અગ્નિ જ્વાળે રે;
તેમ જ તનધારી બળે છે, સ્વર્ગ મૃત્યુ ને પાતાળે રે... ૩
માટે સુખ નથી કિયાં માને, પ્રભુજીના પદ પખી રે;
નિષ્કુળાનંદ કે’ ભૂલે છે શાને, લે વાત આવી તું લખી રે... ૪
Evā Dhāmnī āgaḷ bījā shī gaṇtīmā ganāy re
1-1087: Sadguru Nishkulanand Swami
Category: Chosath Padi
Pad 56
Evā Dhāmnī āgaḷ bījā, shī gaṇtīmā ganāy re;
Ma’pralaykāḷnā agnimā sījā, hammesh jeh haṇāy re. 1
Prakrūtī purush pralaymā āve, Bhav Brahmā na rahe koy re;
Chaud lok dhām re’vā na pāve, sarve samhār hoy re. 2
Jem kaḍāyāmā kaṇ uchhaḷe chhe, ūnchā nīchā agni jvāḷe re;
Tem ja tandhārī baḷe chhe, swarg mrutyu ne pātāḷe re. 3
Māṭe sukh nathī kiyā māne, Prabhujīnā pad pakhī re;
Nishkuḷānand ke’ bhule chhe shāne, le vāt āvī tu lakhī re. 4