☰ prakar

પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૫

 

દોહા

ભક્તિ ધર્મને ભુવને, થયા પ્રકટ પૂરણ બ્રહ્મ ।

આપ ઇચ્છાએ આવિયા, જેને નેતિ કહે નિગમ ॥૧॥

સુંદર દેશ સરવારમાં, છપૈયા છબીનું ધામ ।

તિયાં પ્રભુજી પ્રગટ્યા, પુરુષોત્તમ પૂરણકામ ॥૨॥

સંવત અઢાર સાડત્રીશના, ચૈત્ર શુદિ નવમીને દિન ।

તે દિન જીવન જનમ્યા, ભક્તભયહારી ભગવન ॥૩॥

વસંત ઋતુ વિરોધી સંવત્સર, ઊત્તરાયણ અર્ક1 અનુપ ।

શુક્લ પક્ષ પુષ્ય નક્ષત્રે, સોમવાર તે સુખરૂપ ॥૪॥

ચોપાઈ

વૃશ્ચિકલગ્ન ને કૌલવકરણ રે, યોગ શુક્રમાં દુઃખ હરણ રે ।

દશ ઘડી રૂડી રાત્ય જાતાં રે, સુખ સેજમાં સુતાં’તાં માતા રે ॥૫॥

તે સમે પ્રગટ્યા મહારાજ રે, કરવા અનેક જીવનાં કાજ રે ।

વ્યોમે2 વિબુધ3 વાજા બજાવી રે, કરે દર્શન વિમાન લાવી રે ॥૬॥

સુરવનિતા ગાય વધાઈ રે, અતિ મોદ ભરી મનમાંઈ રે ।

મંદ સુગંધ શીતળ વાય રે, વાયુ સુંદર જન સુખદાય રે ॥૭॥

સ્વર્ગ શોભી રહ્યું છે અપાર રે, થાય જય જય શબ્દ ઉચ્ચાર રે ।

કરે પુષ્પ વૃષ્ટિ પુરંદર4 રે, વર્ષે સુગંધી સુમન5 સુંદર રે ॥૮॥

તાંડવ નૃત્યે ત્રોડે શિવ તાન રે, ગાયે ગાંધર્વ અપ્સરા ગાન રે ।

થયા નિર્ધૂમ6 યજ્ઞ હુતાશન7 રે, હવાં નિર્મળ જનનાં મન રે ॥૯॥

એમ અમર પામ્યા આનંદ રે, તેમ ભૂમિ મગન જનવૃંદ રે ।

ગાય ઘરઘર મંગળ વધાઈ રે, હરષ ભરી માનિની8 મનમાંઈ રે ॥૧૦॥

રહ્યો ચૌદિશે આનંદ છાઈ રે, પ્રભુ પધારિયા ભૂમિમાંઈ રે ।

કરવા કોટિ કોટિનાં કલ્યાણ રે, પોતે પધાર્યા પરમ સુજાણ રે ॥૧૧॥

માત તાત પામ્યાં છે આનંદ રે, જોઈ પુત્ર તે પૂરણ ચંદ રે ।

મનોહર મૂર્તિ મરમાળી રે, થાયે મન મગન જન ભાળી રે ॥૧૨॥

જે જે જુવે છે નયણાં ભરીને રે, તેનાં મન ચિત્ત લે છે હરીને રે ।

મુખ મૃગાંકસમ9 સુખ દેણ રે, શોભે કર ચરણ ચારુ10 નેણ રે ॥૧૩॥

અંગોઅંગ શોભા છે અનુપ રે, નખશિખ છબી સુખરૂપ રે ।

જોઈ સફળ કરે જન જન્મ રે, એવી રૂપાળી મૂર્તિ છે રમ્ય રે ॥૧૪॥

જુવે હેતે જે જન હુલસી11 રે, તેના અંતરમાં જાયે વસી રે ।

પછી વિસાર્યા પણ ન વિસરે રે, સુતાં બેઠાં સદાયે સાંભરે રે ॥૧૫॥

એવી મૂર્તિ આજ અલૌકિક રે, ધરી બહુની ટાળવા બીક રે ।

સહુ ભક્તજનને સુખ દેવા રે, આપે અક્ષરપતિ થયા એવા રે ॥૧૬॥

દિન દિન પ્રત્યે જો દયાળ રે, વધે નિત્ય ચંદ્ર જેમ બાળ રે ।

મુખહાસે જુક્ત છે હમેશ રે, બહુ શોભે છે બાલુડે વેષ રે ॥૧૭॥

રુવે નહિ રાજી રહે ઘણું રે, તેણે મન હરે છે સહુતણું રે ।

સુખમય મૂર્તિ મહારાજ રે, આવ્યા સૌને સુખ દેવા કાજ રે ॥૧૮॥

મોટે ભાગ્યે આવ્યા ભગવાન રે, દેવા સૌ જનને અભેદાન12 રે ।

જેમ આવ્યા છે ધામથી ધારી રે, તેમ તારશે નર ને નારી રે ॥૧૯॥

સહુ જનને કરવા છે સુખી રે, નથી રાખવા કોઈને દુઃખી રે ।

સહુ જીવની લેવી છે સંભાળ રે, એહ અર્થે આવ્યા છે દયાળ રે ॥૨૦॥

 

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે પંચમઃ પ્રકારઃ ॥૫॥

Purushottam Prakash

Prakar - 5

Dohā

Bhakti dharmane bhuvane, thayā pragata purana brahma.

Āpa ichhāe āviyā, jene neti kahe nigama.. 1

Shriji Maharaj was born to Dharma and Bhakti. He manifested because of his own will. The Vedas and other scriptures proclaim him as infinite... 1

Sundara desha saravāramā, Chhapaiyā chhabinu dhāma.

Tiyā prabhuji pragatyā, Purushottama puranakāma… 2

A beautiful region in northern India, in a village named Chhapaiya, Purushottam Bhagwan Swaminarayan manifested there... 2

Samvata adhāra sāratrishanā, Chaitra shudi navamine dina.

Te dina jivana janamyā, bhakta-bhaya-hāri bhagavāna… 3

Samvat year 1837, the ninth day of the month of Chaitra, Shriji Maharaj, the one who removes fear from devotees’ hearts, incarnated... 3

Vasanta rutu virodhi sanvatsara, uttarāyana arka anupa.

Shukla paksha pushya nakshatre, somavāra te sukharupa… 4

The season was spring coming after winter, sun was travelling north in the horizon, and an auspicious period… the moon was showing its bright side, during the Pushya constellation, and the day of Monday which is blissful… 4

Chopāi

Vrushchika-lagna ne kaulava-karana re, yoga shukramā dukha harana re.

Dasha ghadi rudi rātya jātā re, sukha sejamā sutātā mātā re… 5

Moon cycle was scorpion, Kaulav Karan, connection in that time removes all sadness.

The time had gone 10 past 10 when Bhaktimata was sleeping peacefully... 5

Te same pragatyā Mahārāja re, karavā aneka jivanā kāja re.

Vyome vibuddha vājā vajāvi re, kare darshana vimāna lāvi re... 6

This was the time Maharaj was born for the welfare of countless jivas. All the deities in the sky bought their divine transports for the darshan of Maharaj... 6

Suravanitā gāya vadhāi re, ati moda bhari manamāi re.

Manda sugandha shitala vāya re, vāyu sundara jana sukhadāya re… 7

The celestial maidens started singing and dancing with joy. The fragrant wind is blowing calmly and the environment is very calm... 7

Svarga shobhi rahyu chhe apāra re, thāya jaya jaya shabda uchchāra re.

Kare pushpa vrushti purandara re, varshe sugandhi sumana sundara re... 8

The svarga looks beautiful and everyone is singing the glory of Maharaj joyfully. The deities are showering fragrant flowers on Maharaj... 8

Tāndava nrutye trode Shiva tāna re, gāye gāndharva apsarā gāna re.

Thayā nirdhuma yagna hutāshana re, havā nirmala jananā mana re… 9

Shiva dances his tandava dance, the celestials sing songs in joy. The yagna sacrifices became free of smoke, and the devotees’ mind became pure… 9

Ema amara pāmyā ānanda re, tema bhumi magana janavrunda re.

Gāya ghara-ghara mangala vadhāi re, harasha bhari mānini manamāi re… 10

Just as the deities were extremely joyful, people on the earth also became happy. Singing songs in every house, all the ladies experienced joy... 10

Rahyo chaudishe ānanda chhāi re, prabhu padhāriyā bhumimāi re.

Karavā koti kotinā kalyāna re, pote padhāryā parama sujāna re… 11

Maharaj has come on earth, so happiness spread across all directions. He came on the earth for the liberation of infinite jivas... 11

Māta tāta pāmyā chhe ānanda re, joi putra te purana chanda re.

Manohara murti maramāli re, thāye mana magana jana bhāri re… 12

Dharmadev and Bhaktimata are very happy upon seeing their son. By looking at this divine form everyone is very happy... 12

Je je juve chhe nayanā bharine re, tenā mana chitta le chhe harine re.

Mukha mrugānka-sama sukha dena re, shobhe kara charana chāru nena re… 13

Whoever looks at him extensively, their heart and mind become mesmerized. His face is blissful, and his hands, feet, and eyes are beautiful… 13

Ango-anga shobhā chhe anupa re, nakha shikha chhabi sukharupa re.

Joi safala kare jana janma re, evi rupāli murti chhe ramya re… 14

Every part of his form looks amazingly beautiful, from head to toe. Just by looking at him, one’s birth is fulfilled; that is how beautiful his murti is... 14

Juve hete je jana hulasi re, tenā antaramā jāye vasi re.

Pachhi visāryā pana na visare re, sutā bethā sadāye sāmbhare re… 15

Whoever looks his form gleefully, then his form becomes lodged in their hearts forever. Even if they want to forget his form, it cannot be forgotten. They see his form while sleeping and sitting (in all activities)... 15

Evi murti āja alaukika re, dhari bahuni tālavā bika re.

Sahu bhakta-janane sukha devā re, āpe Aksharapati thayā evā re… 16

Such is the extraordinary form that he assumed to rid the fears of his devotees. To give happiness to every devotee, you came in this form… 16

Dina dina pratye jo dayāla re, vadhe nitya chandra jema bāla re.

Mukhahāse jukta chhe hamesha re, shobhe chhe bahu bālude vesha re… 17

Day by day, he grows like the moon (waxes). His face is always happily smiling, just like that of a happy child… 17

Ruve nahi rāji rahe ghanu re, tene mana hare chhe sahutanu re.

Sukhamaya murti Mahārāja re, āvyā saune sukha devā kāja re… 18

He does not cry much and is always happy; hence everyone is attracted to Him. Such is the blissful form of Lord, he has come down on earth to give happiness to everyone... 18

Mote bhāgye āvyā bhagavāna re, devā sau janane abhedāna re.

Jema āvyā chhe dhāmathi dhāri re, tema tārashe nara ne nāri re… 19

It is our great fortune that Maharaj came on the earth to give us the donation of fearless (abhay-dan). Just as he came from his abode, he will liberate every male and female... 19

Sahu janane karavā chhe sukhi re, nathi rākhavā koine dukhi re.

Sahu jivani levi chhe sambhāla re, eha arthe āvyā chhe dayāla re… 20

He wants to make everyone happy; but in no way he wants to keep anyone miserable. He wants to take care of everyone; that is the purpose of his coming to the earth... 20

 

Iti Shri Sahajānanda Swami charana kamala sevaka Nishkulananda Muni virchite Purushottama-Prakāsha madhye panchamah prakārah... 5

× પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬