ગુજરાતીમાં વેબ પેજ રચવાનું માર્ગદર્શન

ગુજરાતીમાં આ વેબ પેજ વાંચવા માટે અહિયાં ક્લિક કરો.

ગુજરાતી લખાણથી વેજ પેજ બનાવવાની ઇચ્છા હોય તો આ વેબ પેજમાં બધી માહિતી મળશે. ગુજરાતી વેબ પેજ રચવું સહેલું છે પણ આપણને યુનિકોડ ફોન્ટ્સ વતી ગુજરાતી ટાઈપ કરતાં શીખવું પડશે.

ગુજરાતીમાં વેબ પેજ રચવા માટે જરૂરિયાતો

  • ટેક્ષ્ટ એડિટર: જેમ HTML વેબ પેજ રચવા માટે ટેક્ષ્ટ એડિટર જોઈએ, તેમ જ ગુજરાતીમાં વેબ પેજ રચવા માટે પણ ટેક્ષ્ટ એડિટર જોઈએ. આથી વિશેષ સોફ્ટવેરની જરૂરિયાત નથી. માઈક્રોસોફ્ટ વીન્ડોઝ નોટપૅડ વાપરી શકાય છે. પરંતુ વધારે સુલભ કોડીંગ કરવા માટે Notepad2 અથવા Notepad++ વાપરશો તો ખ્યાલ આવશે આ બે ટેક્ષ્ટ એડિટર્સ અતી ઉપયોગી છે.
  • ગુજરાતી ભાશા આધાર: ગુજરાતી ભાશા આધાર વીન્ડોઝમાં અથવા લીનક્ષમાં આવશ્યક છે તો જ ટેક્ષ્ટ એડિટરમાં ગુજરાતી ટાઈપ કરી શકશો.

પગલું ૧ : UTF-8 ફોર્મૅટમાં ફાઈલ સંઘરો

પહેલાં એક નવું દસ્તાવેજ (document) ખોલો અને પછી UTF-8 એનકોડીંગમાં સંઘરો (Save). નીચેની છબીમાં બતાવ્યું છે વીન્ડોઝ નોટપૅડમાં, 'Notepad2'માં, અને 'Notepad++'માં કેવી UTF-8 એનકોડીંગમાં સંઘરવું.

Windows Notepad      Notepad2
Notepad++

'Notepad++'માં UTF-8 without BOM પસંદ કરવું.

પગલું ૨ : વેબ પેજનું મથાડું (Header) UTF-8 માટે તૈયાર કરો

નીચેની લીટી આપના <head> વિભાગમાં (section) ઉમેરો :

<head>
<meta http-equiv="Content-Type" content="text/html; charset=utf-8" />
....
</head>

આ લીટી ઉમેરવાની છે અને બીજી આપની લીટીઓ હશે તે રહેવા દેવાની. આ લીટી ઉમેરવાથી આપના મુલાકાતીઓનું વેબ બ્રાઉસરને ખબર પડશે કે આપના વેબ પેજમાં યુનિકોડ અક્ષરો છે..

પગલું ૩ : વેબ પેજ રચો

આટલું કરવાથી હવે આપ વેબ પેજ રચી શકો. નીચે થોડો HTML કોડ બતાવ્યો છે જેમાં ગુજરાતી લખાણ છે અને 'Notepad2'માં કેવું દેખાય તે પણ છબીમાં બતાવ્યું છે. જો આપે નોન-યુનિકોડ ગુજરાતી ફોન્ટ વાપર્યો હોત તો ટેક્ષ્ટ એડિટરમાં ગુજરાતી ના વાંચી શકત. કેવલ યુનિકોડ ફોન્ટ વાપરો તો જ બેઉં અંગ્રેજી અને ગુજરાતી વાંચી શકો.

....
<section id="content">
<h1>શ્રુતિ ફોન્ટ શું છે અને તે કેવી રીતે વાપરવો ?</h1>
<p><a href="Shruti-Font.php">Click here to read this page in English.</a></p>
<p>જો આપે માઈક્રોસોફ્ટ વર્ડમાં શ્રુતિ (Shruti) ફોન્ટ પસંદ કર્યો હશે અને ટાઈપ કર્યું હશે ત્યારે ગુજરાતીને બદલે અંગ્રેજી ટાઈપ થયું હશે અથવા ફોન્ટ બદલાઈ ગયો હશે; તો આપને પ્રશ્ન થયો હશે કે ગુજરાતી કેમ ટાઈપ નથી થતું ? શ્રુતિ ફોન્ટ ગુજરાતી માટે છે તો પણ ગુજરાતીને બદલે અંગ્રેજી કેમ લખાય છે ? કારણ કે શ્રુતિ ફોન્ટ યુનિકોડ ફોન્ટ છે જેનામાં અંગ્રેજી અને ગુજરાતી બેઉં ભાશાના અક્ષરો છે. એટલે વીન્ડોઝ કે લીનક્ષમાં ગુજરાતી લખવું હોય તો લેન્ગવેજ બારમાં ભાશા બદલવી પડે તો જ ગુજરાતી લખાય. આ વેબ પેજમાં યુનિકોડ ફોન્ટ શું છે અને તે વતી ટાઈપ કરવા શું જોઈએ તે સમજાવવામાં આવ્યું છે.</p>
....
Gujarati in Notepad2

ANSI એનકોડીંગ વતી ગુજરાતી વેબ પેજ રચવું

ઉપરનાં પગલાં હતાં, જેમાં UTF-8 એનકોડીંગથી વેબ પેજ બનાવ્યું હતું, તે સરળ અને સહેલાં હતાં. ANSI એનકોડીંગ વતી પણ વેબ પેજ રચી શકાય છે, પરંતુ આ પદ્ધતી માટે ગુજરાતીના યુનિકોડ કોડ્સ જાણવા પડશે. આ ઉપરાંત ટેક્ષ્ટ એડીટરમાં સુધારા-વધારા કરવા જટિલ છે કારણ કે યુનિકોડ કોડને ફેરફાર કરવો પડે. કેવલ વેબ બ્રાઉસરમાં જ ગુજરાતી દેખાશે.

ANSI એનકોડીંગ વાપરવાનો એક ફાયદો છે - ગુજરાતી ભાશા આધારની જરૂર નથી કારણ કે ગુજરાતીના યુનિકોડ કોડ ટાઈપ કરવાના છે જે અંગ્રેજીમાં ટાઈપ કરવાના છે. પણ UTF-8 એનકોડીંગના ફાયદા આગળ આ નાનો ફાયદો છે.

નીચે થોડોક HTML કોડ બતાવ્યો છે જેમાં યુનિકોડ કોડ વતી ગુજરાતી લખ્યું છે અને છબીઓમાં 'Notepad2'માં કેવું દેખાય અને વેબ બ્રાઉસરમાં કેવું દેખાય તે પણ બતાવ્યું છે.

<table>
<caption>Table 1: Common Conjuncts and their Components</caption>
<tbody>
<tr><td>Components</td><td>Conjunct</td><td>English</td><td>Components</td><td>Conjunct</td><td>English</td></tr>
<tr><td>&#2724; + &#2736;</td><td>&#2724;&#2765;&#2736;</td><td>tra</td><td>&#2726; + &#2736;</td><td>&#2726;&#2765;&#2736;</td><td>dra</td></tr>
</tbody>
</table>
Gujarati in Notepad2 Gujarati in browser