॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

91

पुरुषोत्तममूर्त्या तद्-मध्यखण्डे यथाविधि।

सहितं स्थाप्यते मूर्तिरक्षरस्याऽपि ब्रह्मणः॥ ९१॥

GUJ

તે આજ્ઞાને અનુસરીને સર્વનું કલ્યાણ થાય તે હેતુથી દિવ્ય મંદિરોનું નિર્માણ ભક્તિભાવથી કરવામાં આવે છે અને તેના મધ્યખંડમાં પુરુષોત્તમ ભગવાનની મૂર્તિની સાથે અક્ષરબ્રહ્મની મૂર્તિ પણ વિધિવત્ સ્થાપવામાં આવે છે. (૯૦-૯૧)

ENG

To fulfill this ordinance and to grant moksha all, divine mandirs are devoutly constructed and the murti of Aksharbrahman is also ceremoniously consecrated with Purushottam Bhagwan in the central shrines [of these mandirs]. (90–91)

92

एवमेव गृहाद्येषु कृतेषु मन्दिरेष्वपि।

मध्ये प्रस्थाप्यते नित्यं साऽक्षरः पुरुषोत्तमः॥ ९२॥

GUJ

એ જ રીતે ઘર આદિ સ્થળોને વિષે કરેલ મંદિરોમાં પણ મધ્યમાં હંમેશાં અક્ષરબ્રહ્મ સહિત પુરુષોત્તમ ભગવાનને પ્રસ્થાપિત કરવામાં આવે છે. (૯૨)

ENG

Similarly, Aksharbrahman and Purushottam Bhagwan are also always consecrated in the central shrines of mandirs in homes and other places. (92)

93

प्रातः सायं यथाकालं सर्वसत्सङ्गिभिर्जनैः।

निकटं मन्दिरं गम्यं भक्त्या दर्शाय प्रत्यहम्॥ ९३॥

GUJ

સર્વે સત્સંગીઓએ સવારે, સાંજે અથવા પોતાના અનુકૂળ સમયે પ્રતિદિન ભક્તિએ કરીને સમીપે આવેલ મંદિરે દર્શને જવું. (૯૩)

ENG

Daily, in the morning, evening or at another convenient time, all satsangis should devoutly go to a nearby mandir for darshan. (93)

94

यथा स्वधर्मरक्षा स्यात् तथैव वस्त्रधारणम्।

सत्सङ्गिनरनारीभिः करणीयं हि सर्वदा॥ ९४॥

GUJ

સર્વે સત્સંગી નર-નારીઓએ સદાય જે રીતે પોતાના ધર્મની રક્ષા થાય તે જ રીતે વસ્ત્રો ધારવાં. (૯૪)

ENG

All satsangi men and women should always dress in a manner that safeguards their dharma. (94)

95

सत्सङ्गदृढतार्थं हि सभार्थमन्तिके स्थितम्।

गन्तव्यं प्रतिसप्ताहं मन्दिरं वाऽपि मण्डलम्॥ ९५॥

GUJ

સત્સંગની દૃઢતા માટે દર અઠવાડિયે સમીપ આવેલ મંદિરમાં કે મંડળમાં સભા ભરવા જવું. (૯૫)

ENG

To strengthen one’s satsang, one should attend the weekly assemblies held at a nearby mandir or center. (95)