॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

76

भोज्यं नैव न पेयं वा विना पूजां जलादिकम्।

प्रवासगमने चाऽपि पूजां नैव परित्यजेत्॥ ७६॥

GUJ

પૂજા કર્યા વિના જમવું નહીં ને પાણી વગેરે પણ ન પીવું. પ્રવાસે ગયા હોઈએ તો પણ પૂજાનો ત્યાગ ન કરવો. (૭૬)

ENG

One should not eat food or even drink water or other liquids without performing puja. One should not give up one’s puja even during outings. (76)

77

वार्धक्येन च रोगाद्यैरन्याऽऽपद्धेतुना तथा।

पूजार्थम् असमर्थश्चेत् तदाऽन्यैः कारयेत् स ताम्॥ ७७॥

GUJ

વૃદ્ધાવસ્થા, રોગાદિ તથા અન્ય આપત્તિને લીધે પોતે પૂજા કરવા અસમર્થ હોય તેણે અન્ય પાસે તે પૂજા કરાવવી. (૭૭)

ENG

If one is incapable of doing puja because of old age, illness or other difficulties, one should have one’s puja performed by another. (77)

78

स्वीयपूजा स्वतन्त्रा तु सर्वै रक्ष्या गृहे पृथक्।

जन्मनो दिवसादेव पूजा ग्राह्या स्वसंततेः॥ ७८॥

GUJ

ઘરમાં પ્રત્યેક સત્સંગીએ પોતાની સ્વતંત્ર પૂજા રાખવી. વળી પુત્ર કે પુત્રીનો જન્મ થાય તે દિવસથી જ સંતાન માટે પૂજા લઈ લેવી. (૭૮)

ENG

Every satsangi in a household should keep their own separate puja. Moreover, one should acquire a puja for a child on the same day that he or she is born. (78)

79

भक्तिप्रार्थनसत्सङ्गहेतुना प्रतिवासरम्।

सुन्दरं मन्दिरं स्थाप्यं सर्वैः सत्सङ्गिभिर्गृहे॥ ७९॥

GUJ

નિત્ય પ્રત્યે ભક્તિ, પ્રાર્થના તથા સત્સંગ માટે સર્વે સત્સંગીઓએ ઘરમાં સુંદર મંદિર સ્થાપવું. તેમાં ભક્તિભાવે વિધિવત્ અક્ષર-પુરુષોત્તમ તથા પરંપરામાં આવેલ ગુણાતીત ગુરુઓ પધરાવવા. (૭૯-૮૦)

ENG

All satsangis should place a beautiful mandir within their homes where they can daily offer devotion, pray and practice satsang. Within the mandir, one should devoutly and ceremonially consecrate the murtis of Akshar-Purushottam and the Gunatit gurus of the tradition. (79–80)

80

प्रस्थाप्यौ विधिवत् तस्मिन्नक्षरपुरुषोत्तमौ।

गुरवश्च गुणातीता भक्त्या परम्परागताः॥ ८०॥