॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

36

यागादिके च कर्तव्ये सिद्धान्तं सांप्रदायिकम्।

अनुसृत्य हि कर्तव्यं हिंसारहितमेव तत्॥ ३६॥

GUJ

યાગાદિ કરવાના થાય ત્યારે સંપ્રદાયના સિદ્ધાંતને અનુસરીને હિંસારહિત જ કરવા. (૩૬)

ENG

When yagnas are held, they should only be conducted without harming any beings and according to the Sampraday’s principles. (36)

37

मत्वाऽपि यज्ञशेषं च वाऽपि देवनिवेदितम्।

मांसं कदापि भक्ष्यं न सत्सङ्गमाश्रितैर्जनैः॥ ३७॥

GUJ

યજ્ઞનો શેષ ગણીને કે પછી દેવતાના નૈવેદ્ય રૂપે પણ સત્સંગીઓએ ક્યારેય માંસ ન જ ખાવું. (૩૭)

ENG

Satsangis should never eat meat, even if it is considered to be the remnant of a yagna or sanctified by the deities. (37)

38

कस्याऽपि ताडनं नैव करणीयं कदाचन।

अपशब्दाऽपमानादि-सूक्ष्महिंसाऽपि नैव च॥ ३८॥

GUJ

કોઈનું તાડન ક્યારેય ન કરવું. અપશબ્દો કહેવા, અપમાન કરવું ઇત્યાદિ કોઈપણ પ્રકારે સૂક્ષ્મ હિંસા પણ ન કરવી. (૩૮)

ENG

One should never strike another person. One should not swear, insult or commit other forms of subtle harm or injury. (38)

39

सत्ता-कीर्ति-धन-द्रव्य-स्त्री-पुरुषादिकाऽऽप्तये।

मानेर्ष्याक्रोधतश्चाऽपि हिंसां नैव समाचरेत्॥ ३९॥

GUJ

ધન, સત્તા, કીર્તિ, સ્ત્રી, પુરુષ ઇત્યાદિની પ્રાપ્તિને અર્થે તથા માન, ઈર્ષ્યા કે ક્રોધે કરીને પણ હિંસા ન કરવી. (૩૯)

ENG

One should not commit violence to attain wealth, power, prestige or [to fulfil one’s desire] for a man or woman or anything else. Also, one should also not commit violence out of ego, jealousy or anger. (39)

40

मनसा वचसा वाऽपि कर्मणा हिंसने कृते।

तत्स्थितो दुःख्यते नूनं स्वामिनारायणो हरिः॥ ४०॥

GUJ

મને કરીને, વચને કરીને કે કર્મે કરીને હિંસા કરવાથી તેનામાં રહેલા સ્વામિનારાયણ ભગવાન દુઃખાય છે. (૪૦)

ENG

Inflicting mental, verbal or physical violence pains Swaminarayan Bhagwan, who resides within that person. (40)