॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

236

स्वामिवार्ताः पठेन्नित्यं तथैव वचनामृतम्।

गुणातीतगुरूणां च चरितं भावतः पठेत्॥ २३६॥

GUJ

વચનામૃત, સ્વામીની વાતો તથા ગુણાતીત ગુરુઓનાં જીવનચરિત્રો નિત્યે ભાવથી વાંચવાં. (૨૩૬)

ENG

One should daily read the Vachanamrut, Swamini Vato and the jivancharitras of the Gunatit gurus with adoration. (236)

237

उपदेशाश्चरित्राणि स्वामिनारायणप्रभोः।

गुणातीतगुरूणां च सत्सङ्गिनां हि जीवनम्॥ २३७॥

GUJ

સ્વામિનારાયણ ભગવાન તથા ગુણાતીત ગુરુઓનાં ઉપદેશો અને ચરિત્રો સત્સંગીઓનું જીવન છે. તેથી સત્સંગીએ તેનું શાંત ચિત્તે શ્રવણ, મનન તથા નિદિધ્યાસન મહિમાએ સહિત, શ્રદ્ધાપૂર્વક તથા ભક્તિથી રોજ કરવું. (૨૩૭-ર૩૮)

ENG

The teachings and actions of Swaminarayan Bhagwan and the Gunatit gurus are the very life of satsangis. Therefore, satsangis should, with a calm mind, listen to, contemplate on and repeatedly recall them daily with mahimā, faith and devotion. (237–238)

238

अतस्तच्छ्रवणं कुर्याद् मननं निदिध्यासनम्।

महिम्ना श्रद्धया भक्त्या प्रत्यहं शान्तचेतसा॥ २३८॥

GUJ

સ્વામિનારાયણ ભગવાન તથા ગુણાતીત ગુરુઓનાં ઉપદેશો અને ચરિત્રો સત્સંગીઓનું જીવન છે. તેથી સત્સંગીએ તેનું શાંત ચિત્તે શ્રવણ, મનન તથા નિદિધ્યાસન મહિમાએ સહિત, શ્રદ્ધાપૂર્વક તથા ભક્તિથી રોજ કરવું. (૨૩૭-ર૩૮)

ENG

The teachings and actions of Swaminarayan Bhagwan and the Gunatit gurus are the very life of satsangis. Therefore, satsangis should, with a calm mind, listen to, contemplate on and repeatedly recall them daily with mahimā, faith and devotion. (237–238)

239

सांप्रदायिकसिद्धान्त-बाधकरं हि यद् वचः।

पठ्यं श्रव्यं न मन्तव्यं संशयोत्पादकं च यत्॥ २३९॥

GUJ

સંપ્રદાયના સિદ્ધાંતોમાં બાધ કરે તથા સંશય ઉત્પન્ન કરે તેવાં વચનો વાંચવાં, સાંભળવાં કે માનવાં નહીં. (૨૩૯)

ENG

One should not read, listen to or believe words that go against the Sampraday’s principles or raise doubts. (239)

240

स्वामिनारायणे भक्तिं परां दृढयितुं हृदि।

गुरुहरेः समादेशाच्चातुर्मास्ये व्रतं चरेत्॥ २४०॥

GUJ

સ્વામિનારાયણ ભગવાનને વિષે હૃદયમાં પરાભક્તિ દૃઢ કરવા ગુરુહરિના આદેશથી ચાતુર્માસમાં વ્રત કરવું. (૨૪૦)

ENG

To reinforce profound devotion towards Swaminarayan Bhagwan in one’s heart, one should observe vows during Chāturmās according to the guru’s instructions. (240)