॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
॥ સત્સંગદીક્ષા ॥
गुर्वाश्रयविरोधी यो वैदिकशास्त्रखण्डकः।
भक्तिमार्गविरोधी स्यात् तस्य सङ्गं न चाऽऽचरेत्॥ २२१॥
જે મનુષ્ય ગુરુશરણાગતિનો વિરોધ કરતો હોય, વૈદિક શાસ્ત્રોનું ખંડન કરતો હોય, ભક્તિમાર્ગનો વિરોધ કરતો હોય તેનો સંગ ન કરવો. (૨૨૧)
One should not associate with those who oppose taking refuge in a guru, Vedic texts or the path of bhakti. (221)
बुद्धिमानपि लोके स्याद् व्यावहारिककर्मसु।
न सेव्यो भक्तिहीनश्चेच्छास्त्रपारङ्गतोऽपि वा॥ २२२॥
કોઈ મનુષ્ય લોકમાં વ્યાવહારિક કાર્યોમાં બુદ્ધિવાળો હોય અથવા શાસ્ત્રોમાં પારંગત પણ હોય, તેમ છતાં પણ જો તે ભક્તિએ રહિત હોય તો તેનો સંગ ન કરવો. (૨૨૨)
One should avoid the company of a person who is devoid of devotion, even if such a person is intelligent in worldly activities or learned in the shastras. (222)
श्रद्धामेव तिरस्कृत्य ह्याध्यात्मिकेषु केवलम्।
पुरस्करोति यस्तर्कं तत्सङ्गमाचरेन्नहि॥ २२३॥
આધ્યાત્મિક વિષયોમાં શ્રદ્ધાનો જ તિરસ્કાર કરી જે મનુષ્ય કેવળ તર્કને જ આગળ કરતો હોય તેનો સંગ ન કરવો. (૨૨૩)
One should not associate with those who ridicule faith in spiritual matters and promote logic alone. (223)
सत्सङ्गेऽपि कुसङ्गो यो ज्ञेयः सोऽपि मुमुक्षुभिः।
तत्सङ्गश्च न कर्तव्यो हरिभक्तैः कदाचन॥ २२४॥
મુમુક્ષુ હરિભક્તોએ સત્સંગમાં રહેલ કુસંગને પણ જાણવો અને ક્યારેય તેનો સંગ ન કરવો. (૨૨૪)
Mumukshu devotees should also recognize kusang within satsang and should never associate with it. (224)
हरौ गुरौ च प्रत्यक्षे मनुष्यभावदर्शनः।
शिथिलो नियमे यश्च न तस्य सङ्गमाचरेत्॥ २२५॥
જે મનુષ્ય પ્રત્યક્ષ ભગવાનમાં અને ગુરુમાં મનુષ્યભાવ જોતો હોય અને નિયમ પાળવામાં શિથિલ હોય તેનો સંગ ન કરવો. (૨૨૫)
One should avoid the company of those who are lax in observing niyams or see human traits in the manifest form of Bhagwan or the guru. (225)
Ghanshyam
Mahant
Pramukh
Yogi
Shastriji/Gunatit