॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

176

मिलित्वा भोजनं कार्यं गृहस्थैः स्वगृहे मुदा।

अतिथिर्हि यथाशक्ति संभाव्य आगतो गृहम्॥१७६॥

ગૃહસ્થોએ પોતાના ઘરમાં ભેગા મળી આનંદે ભોજન કરવું અને ઘરે પધારેલા અતિથિની પોતાની શક્તિ પ્રમાણે સંભાવના કરવી. (૧૭૬)

Householders should joyously eat meals together at home and provide hospitality to guests according to their means. (176)

177

मरणादिप्रसङ्गेषु कथाभजनकीर्तनम्।

कार्यं विशेषतः स्मार्यो ह्यक्षरपुरुषोत्तमः॥१७७॥

મરણ આદિ પ્રસંગોમાં વિશેષ ભજન-કીર્તન કરવું, કથા કરવી, અક્ષરપુરુષોત્તમ મહારાજનું સ્મરણ કરવું. (૧૭૭)

In the event of a death or other sad occasions, one should perform additional acts of devotion, sing kirtans, engage in discourses and remember Akshar-Purushottam Maharaj. (177)

178

पुत्रीपुत्रात्मिका स्वस्य संस्कार्या संततिः सदा।

सत्सङ्गदिव्यसिद्धान्तैः सदाचारैश्च सद्‌गुणैः॥१७८॥

દીકરી કે દીકરા એવાં પોતાનાં સંતાનોને સત્સંગના દિવ્ય સિદ્ધાંતો, સારાં આચરણો અને સદ્‌ગુણો વડે સદા સંસ્કાર આપવા. (૧૭૮)

One should always impart sanskārs to one’s sons and daughters by teaching them the divine principles of satsang, good conduct and virtues. (178)

179

सत्सङ्गशास्त्रपाठाद्यैर्गर्भस्थामेव संततिम्।

संस्कुर्यात् पूरयेन् निष्ठाम् अक्षरपुरुषोत्तमे॥१७९॥

સંતાન જ્યારે ગર્ભમાં હોય ત્યારથી જ તેને સત્સંગ સંબંધી શાસ્ત્રોનું વાંચન વગેરે કરીને સંસ્કાર આપવા અને અક્ષરપુરુષોત્તમ મહારાજને વિષે નિષ્ઠા પૂરવી. (૧૭૯)

From when a child is in the womb, one should instill sanskārs and conviction in Akshar-Purushottam Maharaj by reading the sacred texts of satsang and through other [noble] acts. (179)

180

कुदृष्ट्या पुरुषैर्नैव स्त्रियो दृश्याः कदाचन।

एवमेव कुदृष्ट्या च स्त्रीभिर्दृश्या न पूरुषाः॥१८०॥

પુરુષો ક્યારેય કુદૃષ્ટિએ કરીને સ્ત્રીઓને ન જુએ. તે જ રીતે સ્ત્રીઓ પણ કુદૃષ્ટિએ કરીને પુરુષોને ન જુએ. (૧૮૦)

Men should never look at women with a wrong intent. In the same manner, women should also never look at men with a wrong intent. (180)

SHLOKAS

Type: Keywords Exact phrase