॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

136

ब्रह्मगुणसमावाप्त्यै परब्रह्माऽनुभूतये।

ब्रह्मगुरोः प्रसङ्गानां कर्तव्यं मननं सदा॥ १३६॥

GUJ

અક્ષરબ્રહ્મ ગુરુના ગુણો આત્મસાત્ કરવા માટે તથા પરબ્રહ્મની અનુભૂતિ માટે અક્ષરબ્રહ્મ ગુરુના પ્રસંગોનું સદાય મનન કરવું. (૧૩૬)

ENG

To imbibe the virtues of the Aksharbrahman guru and to experience Parabrahman, one should always reflect on the incidents of the Aksharbrahman guru. (136)

137

मनसा कर्मणा वाचा सेव्यो गुरुहरिः सदा।

कर्तव्या तत्र प्रत्यक्षनारायणस्वरूपधीः॥ १३७॥

GUJ

મન-કર્મ-વચને ગુરુહરિનું સદા સેવન કરવું અને તેમને વિષે પ્રત્યક્ષ નારાયણસ્વરૂપની ભાવના કરવી. (૧૩૭)

ENG

One should associate with one’s guruhari through thought, word and deed and should realize him as ‘Narayanswarup’ – the manifest form of Narayan [Parabrahman]. (137)

138

शृणुयान्न वदेन्नाऽपि वार्तां हीनां बलेन च।

बलपूर्णां सदा कुर्याद् वार्तां सत्सङ्गमास्थितः॥ १३८॥

GUJ

સત્સંગીએ ક્યારેય બળરહિત વાત સાંભળવી નહીં અને કરવી પણ નહીં. હંમેશાં બળ ભરેલી વાતો કરવી. (૧૩૮)

ENG

A satsangi should never listen to or speak discouraging words. One should always speak encouraging words. (138)

139

वार्ता कार्या महिम्नो हि ब्रह्मपरमब्रह्मणोः।

तत्सम्बन्धवतां चाऽपि सस्नेहमादरात् सदा॥ १३९॥

GUJ

પ્રેમે કરીને તથા આદર થકી બ્રહ્મ અને પરબ્રહ્મના મહિમાની તથા તેમના સંબંધવાળાના મહિમાની વાતો નિરંતર કરવી. (૧૩૯)

ENG

With affection and reverence, one should continuously speak of the glory of Brahman and Parabrahman and the greatness of those who are associated with them. (139)

140

सत्सङ्गिषु सुहृद्भावो दिव्यभावस्तथैव च।

अक्षरब्रह्मभावश्च विधातव्यो मुमुक्षुणा॥ १४०॥

GUJ

મુમુક્ષુએ સત્સંગીઓને વિષે સુહૃદ્‌ભાવ, દિવ્યભાવ તથા બ્રહ્મભાવ રાખવા. (૧૪૦)

ENG

Mumukshus should keep suhradbhāv, divyabhāv and brahmabhāv toward satsangis. (140)