પ્રકરણ - ૭૧: વરતાલમાં જન્માષ્ટમી ઉત્સવ પ્રસંગે

ચોપાઇ એવે સમે અત્તર એક લાવ્યો, અલબેલાને ચર્ચવા આવ્યો;
તે તો લઈ લીધું હરિ હાથે, ચર્ચી સંતની નાસિકા નાથે. ૧૩
ચર્ચી નાસિકા ને બોલ્યા નાથ, તમે સાંભળજ્યો સહુ સાથ;
બીજા ભેખ થાશે ધૂડ્યધાણી, રહેશે તમારા મુખનું પાણી. ૧૪
એમ કહીને બેઠા આસન, સુણી સંત થયા છે મગન;
પછી સંતે કર્યાં ગુણગાન, તેને સુણી રિઝ્યા ભગવાન. ૧૫
કરી પૂજા ને જોડ્યા છે હાથ, જન ગાય છે જય જય ગાથ;
પછી રચ્યો છે હિંડોળો સાર, વાલો ઝૂલે છે વન મોઝાર. ૨૧
શોભે શ્યામળિયો ભીને વાન, વાલો ત્રોડે છે તાળીનું તાન;
કરે કરનાં લટકાં કાજુ, જોઈ જનતણું મન રાજુ. ૨૨
પછી ઊભા થયા અલબેલ, સ્થંભ ગ્રહિને દીધી છે ઠેલ;
હાલે હિંડોળો ઝૂલે છે હરિ, જય જય રહ્યા જન કરી. ૨૩
કરાવ્યાતા હરિજને થાળ, તે તો જમ્યા સંત ને દયાળ;
જમી બેઠા મુનિ બહુ મળી, સારી શોભે છે સંતમંડળી. ૩૦
પછી નાથ કહે સંત શૂરા, આમાં કોણ કઠણ વ્રતે પૂરા;
જેવા છે આ આતમાનંદ, એવા હો તે બોલો મુનિઇન્દ. ૩૧
પછી સંત ઉઠ્યા જોડી હાથ, જેમ કહો તેમ કરીએ નાથ;
કહો તો મટકું ન ભરિયે મીટે, કહો તો અન્ન ન જમિયે પેટે. ૩૨
કહો તો તજિયે છાદનનો સંગ, રહિયે હિમમાં ઉઘાડે અંગ;
કહો તો પીવું તજી દૈયે પાણી, રહીએ મૌન ન બોલિયે વાણી. ૩૩
કહો તો બેસીએ આસન વાળી, નવ જોયે આ દેહ સંભાળી;
એમ હિંમત છે મન માંય, તમે કહો તે કેમ ન થાય. ૩૪
એમ બોલ્યા જ્યારે મુનિજન, સુણી પ્રભુજી થયા પ્રસન્ન;
કહે નાથ સુણો સાધુ શૂર, એ તો અમને જણાય જરૂર. ૩૫
તમે બોલ્યા તે સર્વે સાચું, બીજા માંય પણ નથી કાચું;
એક એકથી અધિક છો તમે, એવું જાણ્યું છે જરૂર અમે. ૩૬
એક વાત કહું માનો તેહ, આપણે આતમા નહિ દેહ;
માનો ચૈતન્યરૂપ તમારું, દુઃખરૂપ દેહ તેહ ન્યારું. ૩૭

Selection

પ્રકરણ ૧: ગ્રંથલેખનના પ્રારંભમાં મહારાજની સહાય માગતા કહે છે પ્રકરણ ૨: સંતની સહાય માગતા વર્ણવેલ સંતમહિમા પ્રકરણ - ૩: ગ્રંથ લખવાનો ઉત્સાહ જણાવે છે પ્રકરણ - ૫: નરનારાયણ ૠષિનાં દર્શને ગયેલા ૠષિઓને પ્રથમ એકલા નરૠષિનાં દર્શન થાય છે ત્યારે ૠષિઓ કહે છે પ્રકરણ - ૧૩: રામાનંદસ્વામી ધર્મપિતાને કુસંગનો સૂક્ષ્મભેદ સમજાવે છે પ્રકરણ - ૪૧: રામાનંદસ્વામીને મુક્તાનંદસ્વામી નીલકંઠવર્ણીનો મહિમા પત્રમાં જણાવે છે પ્રકરણ - ૪૨: નીલકંઠવર્ણી સ્વવૃત્તાંત રામાનંદસ્વામીને પત્રમાં જણાવે છે પ્રકરણ - ૪૬: ગાદી સ્વીકારવાની ના પાડતા વર્ણી રામાનંદસ્વામીને ભયસ્થાન જણાવે છે પ્રકરણ - ૪૮: રામાનંદસ્વામીના ધામમાં ગયા બાદ પ્રથમ ધર્મસભામાં મહારાજે કરેલ વાત પ્રકરણ - ૪૯: સમાધિપ્રકરણ અંગે મુક્તાનંદસ્વામીની દ્વિધા પ્રકરણ - ૫૧: પરમહંસોને બાવાવેરાગી અતિ ત્રાસ આપતા તે પ્રસંગે પ્રકરણ - ૫૩: પાંચસો પરમહંસ બનાવ્યા પછી શ્રીહરિએ આપેલો ઉપદેશ પ્રકરણ - ૬૧: જેતલપુર યજ્ઞમાં મહારાજે જણાવેલ યજ્ઞનું રહસ્ય પ્રકરણ - ૬૪: સારંગપુરમાં પુષ્પદોલોત્સવે રંગે રમ્યા બાદ પ્રકરણ - ૬૮: ગઢડામાં સંતો સાથે જ્ઞાન ગોષ્ઠિ પ્રકરણ - ૭૧: વરતાલમાં જન્માષ્ટમી ઉત્સવ પ્રસંગે પ્રકરણ - ૭૬: જેતલપુરમાં રાત્રે એકાદશીમાં કરેલ વાત પ્રકરણ - ૭૭: નિષ્કુળાનંદ સ્વામીએ કહેલ લીલાનો મહિમા પ્રકરણ - ૭૯: વરતાલમાં કાર્તિક સુદ એકાદશીના સમૈયાની સભામાં કરેલ વાત પ્રકરણ - ૮૪: સંતો સાથે ગોષ્ઠિ પ્રકરણ - ૮૬: ગઢડામાં સંતોને વિદાય શીખ પ્રકરણ - ૯૭: સંતોને સંઘમાં સાથે રહેવાની વાત કરતા કહે છે પ્રકરણ - ૯૮: વરતાલમાં સંતોને કરેલ વાતનો સાર પ્રકરણ - ૧૦૨: ગ્રંથ લખતા વૃદ્ધાવસ્થામાં નિષ્કુળાનંદ સ્વામીને વિશેષ નહિ લખાય તેમ જણાતા અંતરના ઉદ્‌ગાર સરી પડે છે પ્રકરણ - ૧૦૪: મહારાજે પોતાના ભગવાનપણામાં કરેલી શંકા પ્રકરણ - ૧૦૫: પોતાના અનુભવની વાત કરતાં સંતોએ મહારાજનું સર્વોપરીપણું જણાવ્યું પ્રકરણ - ૧૦૭: નિર્લોભી વર્તમાન પ્રકરણ - ૧૧૦: નિર્માની વર્તમાન પ્રકરણ - ૧૬૪: ગ્રંથ સમાપ્તિમાં વર્ણવેલ પ્રગટનો મહિમા
loading