ADecrease text size   AIncrease text size   

॥ સ્વામીની વાતો ॥

200 Swamini Vato

૧૦૧. વ્યાવહારિક માણસની ને સત્સંગીની ક્રિયા સરખી છે, પણ સત્સંગી ભગવાનના કહેવાણા તેથી મોક્ષ થાય છે. (૫/૭૭)

101. The activities of a worldly man and a satsangi are the same. But satsangis are said to belong to God, so they attain moksha.

૧૦૨. જેને ભગવાન ભજવા હોય તેનાથી બધાયની મરજી રાખી શકાય નહીં, તેનાથી તો ભગવાનની મરજી સચવાય. (૫/૫૯)

102. One who wants to worship God cannot please everybody. He can only fulfill the wishes of God.

૧૦૩. પાંચ ગુણે યુક્ત એવા સંત ન મળે તો એક એક ગુણ શીખવો ને પાંચે ગુણ એકને વિષે હોય એવા સંત મળે એટલે પૂરણ થયું. (૫/૨૦૦)

103. If a sadhu with all five virtues is not attained, then learn one virtue at a time from different sadhus. And if one attains a Sadhu with all five virtues, then there is an end to all endeavours.

૧૦૪. કોઈ ભગવાન સંભારે તેની સેવા મારે કરાવવી, તેનાં લૂગડાં મારે ધોવરાવવાં ને તેને મારે બેઠાં બેઠાં ખાવા દેવું છે. (૧/૨૭૬)

104. If someone remembers God, then I will arrange for his service, have his clothes washed and give him food at home.

૧૦૫. સેવા તો પોતાની શ્રદ્ધા પ્રમાણે થાય તે કરવી, પણ અસેવા તો ન જ કરવી. તે અસેવા તે શું જે, અવગુણ લેવો. (૨/૧૩૨)

105. Serve according to one’s own faith, but never do disservice. What is that disservice? To perceive faults in others.

૧૦૬. મંદવાડ આવે તેમાં જે કાયર થઈ જાય તેણે કરીને દુઃખ તો મટે નહિ ને તેમાં જે હિંમત રાખતા તે મહારાજને ગમતું. (૨/૫૨)

106. In illness, one who becomes cowardly is not relieved of misery. And Maharaj liked those who kept courage at such times.

૧૦૭. ‘વાંદરું વૈકુંઠમાં રહે નહિ’ એમ કહે છે, તે સારુ આપણે ભગવાન પાસે રહેવાય એવા સ્વભાવ કરવા; તે આંહીં કરવા કાં શ્વેતદ્વીપમાં જઈને કરવા (૧/૮૯)

107. It is said, “Monkeys cannot stay in Vaikunth.” Therefore, we should cultivate our nature in such a way that we can stay with God. This should be done here or after going to Shvetdwip.

૧૦૮. વિષય લોપી નાખતા હોય તેને મોટાને રાજી કર્યાનો શો ઉપાય? પ્રશ્નનો ઉત્તર એ જે, મોટાની અનુવૃત્તિ ને તે જે કહે તે કરવું એ જ છે. (૧/૧૧૦)

108. How can one who is overpowered by the material pleasures please the great Sadhu? The answer is to follow and obey the will of the great.

૧૦૯. જો માર માર કરતો કોઈ આવતો હોય તો એમ સમજવું જે, ‘મારા સ્વામીનું જ કર્યું સર્વે થાય છે, પણ તે વિના કોઈનું હલાવ્યું પાનડું પણ હલતું નથી.’ (૧/૮૮)

109. If someone comes charging at us with the intent of beating us, we should understand that everything happens according to my Swami’s wishes; however, without his will, no one can stir a leaf.

૧૧૦. બદરિકાશ્રમ ને શ્વેતદ્વીપના મુક્તને ત્યાગ-વૈરાગ્યનું બળ છે, ને ગોલોકના ને વૈકુંઠના મુક્તને પ્રેમ મુખ્ય છે, ને અક્ષરધામના મુક્ત બ્રહ્મરૂપ છે. (૧/૪૮)

110. The muktas of Badrikashram and Shwetdwip have the strength of detachment; the muktas of Golok and Vaikunth have the strength of affection. However, the muktas of Akshardham are brahmarup.

૧૧૧. આવા ને આવા અક્ષરધામમાંથી આવ્યા છે, એવો પરભાવ અખંડ જણાય તો અહો! અહો! સરખું રહે; પણ જેવા સાધુ છે એવા ઓળખાતા નથી. (૧/૨૨૨)

111. The Sadhu has come here from Akshardham. If such glory is understood continuously, one experiences great joy. But this Sadhu is not understood as he is.

૧૧૨. જીવનો મોક્ષ કરવા મનુષ્ય જેવા થયા છીએ. ને તમારે પ્રારબ્ધ તો ભોગવવું પડશે ને સંગ એવો રંગ લાગશે. (૫/૬૫)

112. We have assumed the human body to liberate the jivas. However, you all will have to accept your prārabdha [fate] and will acquire qualities as according to your company.

૧૧૩. ગામ ઓળિયામાં વાત કરી જે, ‘આ સાધુ ઓળખાણા એ મોટી વાત છે, આ સાધુ ઓળખાય તેવા નથી, આ તો પરદેશી સાધુ છે, ને ઓળખાણા એ તો આશ્ચર્ય જેવું છે.’ (૪/૭૦)

113. In the village of Oliya (Alaiya), Swami said, “That this Sadhu has been properly recognized is a great thing, since this Sadhu is not easily recognizable. This Sadhu is from a higher realm (Akshardham). That he has been recognized is like a miracle.”

૧૧૪. આવા સાધુ ખાસડાં મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય ને બીજા મશરૂના ગાદલામાં સુવાડી મૂકે તો પણ નર્કમાં નાખે એમ સમજવું. (૧/૫૭)

114. Such a Sadhu may hit devotees with boots, but will still take them to Akshardham. Others may give devotees comfortable beds to sleep on but will send them to hell.

૧૧૫. ભગવાન જીવના ગુના સામું જોતા નથી. તે કોઈ જીવ ભગવાનની સ્તુતિ કરીને એમ બોલે જે, ‘હું ગુનેગાર છું.’ તો તેના ગુના ભગવાન માફ કરે છે. (૧/૭૭)

115. God does not look at the faults of the jivas. If a jiva prays to God and says, “I am at fault,” then God forgives him of his faults.

૧૧૬. દેહ, ઇન્દ્રિયું માયિક છે ને પદાર્થ પણ માયિક છે, તેથી સજાતિપણું થયું; તે તેમાં ચોંટે, પૂર્વનો સંસ્કાર હોય તે ન ચોંટે. (૫/૪૯)

116. The body and senses are material, like the material objects of this world. As they belong to the same category they attract each other. One who has good impressions from previous births is not attached to material objects.

૧૧૭. અક્ષરધામના જેવું સુખ આંહીં વર્તે છે, તેમાં પણ કેટલાક દુખિયા છે. તેમાં દેહનું દુઃખ થોડું ને મનનું દુઃખ ઝાઝું છે. (૧/૯૯)

117. The bliss of Akshardham prevails here, yet still, some are miserable. Misery due to the body is a minor cause and misery due to the mind is a major cause.

૧૧૮. સત્ત્વગુણમાં એમ વિચાર કરવો જે, આ સાધુથી જ મારો મોક્ષ થાય તેમ છે માટે ગમે તેટલું દુઃખ થાય તો પણ તેનો સંગ મૂકવો નહિ. (૫/૧૧૬)

118. When sattvagun prevails think, “My moksha is possible by this Sadhu only. So, however, much misery is encountered, still I do not want to leave his company.”

૧૧૯. મોટા સાધુનો અવગુણ નહિ હોય ને કાંઈ દોષ હશે તો તેની ભગવાનને ફિકર છે, પણ મોટા સાધુનો અવગુણ હશે તેનું તો પાપ વજ્રલેપ થાશે. (૪/૮૫)

119. If one does not perceive faults in the great Sadhu but himself has faults, then God will worry about them for him. But if one perceives faults in the great Sadhu, then his sin becomes cast in iron and cannot be redeemed.

૧૨૦. મોટા સાથે જીવ જોડે ત્યારે દોષ ટળી જાય છે ને તેના ગુણ આવે છે, તેમાં દ્રષ્ટાંત જેમ કાચને સૂર્ય સામો રાખે છે તેમાંથી દેવતા થાય છે. (૪/૧૦૭)

120. When the jiva attaches itself to the great Sadhu, then all faults are overcome and his virtues are imbibed. To illustrate: it is like when a magnifying glass is kept in front of the sun, fire is produced from it.

૧૨૧. ચિંતામણિ કાંઈ રૂપાળી ન હોય, તેમ ભગવાન ને સાધુ પણ મનુષ્ય જેવા જ હોય પણ એ દિવ્ય છે ને કલ્યાણકારી છે. ને મનુષ્યનું દેહ ચિંતામણિ છે. (૧/૮૭)

121. The chintāmani is not necessarily beautiful to look at. Similarly, God and his holy Sadhu may look like humans but they are divine and give moksha. And this human body is rare, like a chintāmani.

૧૨૨. બાજરો ખાવો ને પ્રભુ ભજવા, બીજું કાંઈ કરવું નથી ને રોટલા તો ભગવાનને દેવા છે, સાધુને દેવા છે, તે દેશે, દેશે ને દેશે. (૧/૧૨૬)

122. Eat simple food and worship God. There is no need to do anything else. And God and his Sadhu want to give us food, so they will certainly give it.

૧૨૩. આ વાતું તો જાદુ છે તે સાંભળે તે ગાંડો થાય. તે ગાંડો તે શું જે, જગત ખોટું થઈ જાય, પછી તેને ડાહ્યો કોણ કહે? (૧/૧૩૬)

123. These talks are magic – one who listens becomes mad! Mad in what sense? The world ceases to exist and is understood as perishable, then who will call one wise?

૧૨૪. એક જણ એક મંદિરમાં પાંચસેં રૂપિયા મૂકીને ચાલ્યા ગયા પણ એટલા રૂપિયા બેઠાં બેઠાં ખાઈને સાધુનો સમાગમ કર્યો હોત તો બહુ સમાસ થાત. (૨/૨૫)

124. One person donated Rs. 500 to a mandir and then left. But with that money if he had remained at the mandir (to gain spiritual knowledge), ate using that money, and associated with sadhus, then he would have gained much more benefit.

૧૨૫. પૂર્વનો સંસ્કાર હોય પણ ઊતરતો સંગ મળે તો સંસ્કાર ટળી જાય ને સો જન્મે સારો થવાનો હોય તેને રૂડો સંગ મળે તો તરત સારો થઈ જાય. (૫/૩૯)

125. If one has performed good deeds in past births, but encounters bad company, then the good impressions are destroyed. And one destined to become good only after a hundred births immediately becomes good, if he attains the good company of a Satpurush.

૧૨૬. આપણામાં ક્રિયાએ કરીને કે પદાર્થે કરીને કે હવેલિયુંએ કરીને મોટપ ન સમજવી ને આપણામાં તો ધર્માદિકે કરીને મોટપ છે. (૨/૧૪૨)

126. Do not understand greatness to be due to activities or worldly possessions or buildings; for us, greatness is due to observance of dharma, etc.

૧૨૭. આપણે જાણીએ છીએ જે, આપણને ભગવાનમાં હેત છે પણ આપણા કરતાં તો આપણા ઉપર ભગવાનને ને સાધુને ઝાઝું હેત છે. (૧/૧૯૬)

127. We believe that we have love for God, but God and his holy Sadhu have even more love for us.

૧૨૮. મોટાનો મત એ છે જે, અનેક પ્રકારે દેહદમન કરવું અને ટાઢ, તડકો, ભૂખ, તરસ તેનું સહન કરવું પણ કેવળ દેહનું જતન તો કરવું નહિ. (૧/૬૭)

128. The great Sadhu believes that the body should be tested in many ways and cold, heat, hunger, thirst should be tolerated. But the body should not merely be pampered.

૧૨૯. ભગવાન અને મોટા સાધુને આશરે કરીને તો વાદળ જેવાં દુઃખ આવવાનાં હોય તે પણ ટળી જાય ને સાધને કરીને તો કૂટી કૂટીને મરી જાય તો પણ ન ટળે. (૧/૧૧૪)

129. By seeking refuge in God and his Sadhu, even intense miseries that are to befall on one are averted. However, even if one exhausts oneself through endeavours, they are still not averted.

૧૩૦. આ જીવ બધાય સારા છે, પણ અખંડ ચિંતવન નથી થાતું તેનું કારણ એ છે જે, અભ્યાસ કર્યો નથી, પણ અભ્યાસે થાય. (૫/૩૫)

130. All jivas are good, but continual focus on God does not remain because it has not been practiced. But with practice it is possible.

૧૩૧. સત્સંગ શબ્દનો અર્થ મોટા સાધુનો સંગ એ સત્સંગ અને જેણે મોટા સાધુને વશ કર્યા તેને ભગવાન વશ થઈ રહ્યા. (૪/૧૬)

131. The meaning of the word satsang is ‘the association of the great Sadhu’. Also, one who has pleased the great Sadhu, has also pleased God.

૧૩૨. મોટાને સેવ્યા હોય ને તેના ગુણ આવ્યા હોય તેને દેશકાળ ન લાગે, તે કેની પેઠે? તો જેમ સૂર્યની આગળ અંધારું ભેળું થઈને જાય, પણ ત્યાં રહેવા પામે નહિ. (૧/૬)

132. If one has served the great Sadhu and acquired his virtues then adverse circumstances will have no effect on one. This is like the darkness which disappears in the presence of the Sun, but is unable to exist there.

૧૩૩. ભગવાનમાં ને સાધુમાં હેત રહેશે તો તેના ઉપર સૌ હેત કરશે ને એથી પ્રતિકૂળ રહેશે તેને તો સૌ પ્રતિકૂળ થાશે, એ વાત સમજી રાખવી, એમાં તો કાંઈ સંશય નથી. (૧/૧૨૮)

133. If one has love for God and his Sadhu, then one will be loved by everyone. But if one is against them, then all will turn against one. Remember this talk, there is no doubt in it.

૧૩૪. નિરંજનાનંદ સ્વામી પાસે બેસે તો અંતર ટાઢું થઈ જાય, તેમ એવા મોટા સાધુ પાસે બેસે તો સુખ આવે. તે કેને સુખ આવે? તે જેને તેમાં હેત હોય તેને આવે. (૧/૬૮)

134. By sitting with Niranjananand Swami, one experiences total peace within. Thus, sitting with such great sadhus gives happiness. Who experiences this happiness? One who has affection for him

૧૩૫. કોટિ જન્મે કસર ટળવાની હોય તે આજ ટળી જાય ને બ્રહ્મરૂપ કરી મૂકે, જો ખરેખરા સાધુ મળે ને તે કહે તેમ કરે તો. (૧/૧૧૯)

135. If a true God-realized Sadhu is attained and one does as he says then the failings that would have taken tens of millions of births to overcome are overcome today and one becomes brahmarup.

૧૩૬. સત્સંગ, એકાંતિકપણું ને ભગવાનની મૂર્તિ એ ત્રણ વાનાં દુર્લભ છે, તે આપણને મળ્યાં છે, માટે ગરીબ થઈને બીજાને માન આપીને સાચવી રાખવાં (૫/૮૩)

136. Satsang, the God-realized state and the murti of God – all three are rare. But we have attained them. Therefore, be humble, honour others and preserve them.

૧૩૭. જેમ જેમ વાત સાંભળે તેમ તેમ અંતઃકરણ શુદ્ધ થાય છે, ને જેમ જેમ અંતઃકરણ શુદ્ધ થાય તેમ તેમ વાત સમજાય ને સુખ પણ થાય. (૨/૧૦૮)

137. As one listens to the spiritual talks of the great Sadhu, one’s inner faculties are purified. And as one’s inner faculties are purified, the talks are understood and one experiences happiness.

૧૩૮. કોટિ તપ કરીને, કોટિ જપ કરીને, કોટી વ્રત કરીને, કોટિ દાન કરીને ને કોટિ યજ્ઞ કરીને પણ જે ભગવાનને ને સાધુને પામવા હતા તે આજ આપણને મળ્યા છે. (૧/૨૯૪)

138. That God and Sadhu we wanted to attain through endless austerities, chanting the name of God tens of millions of times, observances, donations and sacrifices, we have attained today.

૧૩૯. શુદ્ધ થાવાને તપ ને અનુવૃત્તિ બે સાધન છે. તેમાં અનુવૃત્તિ છે તે અધિક છે; તે કરતાં આત્મા ને પરમાત્મા બે જ રાખવા છે. (૫/૩૦૭)

139. To become spiritually pure there are two means: austerities and intuitively following the wishes of God. Of them, intuitively following the wishes is better. And better than that is to keep (focus on) only the two – ātmā and Paramatma.

૧૪૦. આ લોકમાં દેશકાળ તો લાગે ને ઓછું વર્તાય કે વધુ વર્તાય પણ રુચિ સારી રાખવી, અંતે રુચિ સહાય કરે છે. (૧/૨૫૪)

140. Time and place certainly do have an impact in this world. So, whether people sometimes observe more and sometimes less (is of little consequence), but have pure intentions. In the end, good intentions will help you.

૧૪૧. લાભનો પાર નથી ને આમાંથી ધક્કો લાગે તો ખોટનો પણ પાર નથી. બહુ જ મોટો લાભ થયો છે, માટે કહેવાય તેવો નથી. (૪/૪૩)

141. There is no limit to the gain from the company of this Sadhu and if drawn away from him, there is no limit to the loss. This is an extremely big gain, such that it cannot be described.

૧૪૨. સત્સંગમાં અનેક વાતું સમજવાની છે; તેમાં મુખ્ય ઉપાસના, બાકી ધર્મ રાખવો ને વચનામૃત આદિક શાસ્ત્રનો અભ્યાસ રાખવો. (૨/૧૬૪)

142. There are many things to understand in the spiritual fellowship. Of these, the main is upāsanā. Additionally, observe dharma and study the Vachanamrut and other scriptures.

૧૪૩. જ્યાંથી અચાનક ઉચાળા ભરવા તે ઠેકાણે ઉદ્યમ કરે છે ને જ્યાંથી કોટિ કલ્પે પણ ઉચાળા ન ભરવા તેને અર્થે ઉદ્યમ નહિ! એ જ અજ્ઞાન છે. (૨/૧૦૦)

143. From where we have to leave [this materialistic world], we put full efforts; whilst we put no effort for where we will never have to leave in millions of years [i. e. Akshardham]. That is ignorance.

૧૪૪. મુમુક્ષુને તો નિરંતર હોંકારા કરનારા જોઈએ. તે હોય તો પ્રભુ ભજાય, નીકર તો જેમ વાડામાંથી વાઘ બકરું ઉપાડી જાય એમ થાય. (૨/૩૭)

144. Spiritual aspirants constantly need someone to keep them alert. Only then are they able to worship God. Otherwise, it’s like a tiger in the form of māyā capturing a goat (a jiva) from a pen.

૧૪૫. સર્વ કરતાં ભજન કરવું તે અધિક છે ને તે કરતાં સ્મૃતિ રાખવી તે અધિક છે ને તે કરતાં ધ્યાન કરવું તે અધિક છે ને તે કરતાં પોતાના આત્માને વિષે ભગવાનને ધારવા તે અધિક છે. (૧/૨૦૦)

145. Above all, to offer worship is better; and compared to that to keep on remembering (God and his holy Sadhu) is better; and compared to that to do meditation is better; and compared to that to behold God within one’s ātmā is better.

૧૪૬. ભગવાનને નિર્દોષ સમજ્યાથી મોક્ષ થઈ રહ્યો છે. ને દોષ ટાળવાનો અભ્યાસ કરે તો ટળી જાય, નીકર દેહ રહે ત્યાં સુધી દુઃખ રહે, ને દોષ જણાય છે તે સર્વે તત્ત્વના દોષ છે. (૧/૨૩૨)

146. By understanding God to be free from all blemishes, moksha is attained. And by studious effort, faults can be overcome, otherwise as long as one lives, misery will remain. And the faults that exist are all due to the elements.

૧૪૭. જેવા શબ્દ સાંભળે તેવો જીવ થઈ જાય છે. માટે બળિયા ભગવાનના ભક્ત હોય તેના શબ્દ સાંભળીએ તો જીવમાં બળ આવે, પણ નપુંસકને સંગે બળ પમાય નહિ. (૧/૧૭૭)

147. The jiva becomes like the words it hears. So, if the jiva hears the words of a powerful devotee of God, then it becomes strong. But it does not become strong by the company of an impotent person.

૧૪૮. રૂપવાન સ્ત્રી, ઝાઝું દ્રવ્ય ને સારી મેડી મળી તે સત્સંગીને પણ માયાનું બંધન થયું. કેમ જે, એમાંથી જીવ નીકળે નહિ. માટે એ તો જેવું તેવું સાધારણ મળે તે સારું છે. (૧/૧૧)

148. Even a satsangi who gets a beautiful wife, plentiful wealth and a good house is said to be in the grip of māyā. Since, a jiva cannot escape from there. Thus, it is good if such things are attained sparingly.

૧૪૯. મહારાજે અમને વર આપ્યો છે જે, હજાર જન્મે કરીને કામ કરવાનું હશે તે તમારું કામ એક જન્મે કરીને કરી આપશું. (૪/૩)

149. Maharaj promised me a boon, “Your work which would require a thousand births will be done by me for you in one birth.”

૧૫૦. શરદઋતુમાં આકાશ નિર્મળ જોઈને બોલ્યા જે, ‘આવું અંતઃકરણ થાય ત્યારે જીવ સુખિયો થાય, તેમ સત્સંગ કરતાં કરતાં થાય છે.’ (૧/૬૬)

150. Seeing the clear, peaceful sky in the autumn season, Swami said, “If the inner faculties become pure like this, the jiva experiences bliss. This happens gradually while doing satsang.”


Vat Selection

loading