Vachanamrut

ટીપણી

૧. નોંધ: શ્રીજીમહારાજના સમયના મોટા સાધુઓએ વચનામૃતનાં જે નામ પાડેલાં છે, તે હવે દરેક વચનામૃત ઉપર આપવામાં આવશે. (ગઢડા પ્રથમ ૧ - ૧)
૨. વાસુદેવનારાયણની સંધ્યા-આરતી પછી. (ગઢડા પ્રથમ ૧ - ૨)
૩. ભગવાનની પ્રસન્નતાના કારણભૂત સ્વધર્મ, તપ આદિક ઉપાય. (ગઢડા પ્રથમ ૧ - ૩)
૪. યથાર્થ. (ગઢડા પ્રથમ ૧ - ૪)
૫. સ્ત્રી, પુત્ર ધનાદિક. (ગઢડા પ્રથમ ૧ - ૫)
૬. માયાથી દેહાદિકમાં અહંમમતા થાય છે, તેથી સ્ત્રીઆદિક પદાર્થનો સંકલ્પ થાય છે. તે અંતરાયરૂપ થવાથી અખંડ ધ્યાન થતું નથી. (ગઢડા પ્રથમ ૧ - ૬)
૭. ધર્મ એટલે શ્રીહરિના પિતાશ્રી, તેમનું કુળ એટલે ધર્મકુળ અર્થાત્ શ્રીજીમહારાજ; માટે શ્રીજીમહારાજને આશ્રીત એટલે ધર્મકુળને આશ્રીત. 'ધર્મકુળ' શબ્દથી રામપ્રતાપભાઈ તથા ઇચ્છારામભાઈના વંશજોને કહેવામાં આવે છે, પરંતુ આ વચનામૃત લખાયું ત્યારે અર્થાત્ ૧૮૭૬માં તેઓ આવ્યા જ ન હતા. સંવત ૧૮૭૭માં બંને ભાઈઓ લોયામાં શ્રીજીમહારાજને મળે છે, તેમ શ્રીહરિચરિત્રામૃતસાગરમાં પૂર : ૨૪, તરંગ : ૩૯-૫૫માં વર્ણન છે. તેથી અહીં 'ધર્મકુળ એટલે શ્રીજીમહારાજ,' તેવો અર્થ યોગ્ય છે. વળી, 'ધર્મકુળને આશ્રીત' એવો શબ્દ અહીં છે. આશ્રય તો રામપ્રતાપભાઈ તથા ઇચ્છારામભાઈના વંશજો તથા સંતો-હરિભક્તો તમામ સ્વામિનારાયણ ભગવાનનો જ કરે છે. તેથી પણ અહીં 'ધર્મકુળ' શબ્દથી શ્રીજીમહારાજ જ અભિપ્રેમ છે. (ગઢડા પ્રથમ ૧ - ૭)
૮. સાકાર, અક્ષરબ્રહ્મ. (ગઢડા પ્રથમ ૧ - ૮)
૯. સત્ શબ્દથી કહેલા ભગવાન, સત્પુરુષ, સદ્ધર્મ અને સચ્છાસ્ત્ર - આ ચારનો યથાયોગ્ય સંગ. (ગઢડા પ્રથમ ૧ - ૯)
૧૦. માહાત્મ્યજ્ઞાનમાં વિરોધી કામ-ક્રોધ-લોભાદિક. (ગઢડા પ્રથમ ૧ - ૧૦)
૧૧. આ તો અવિવેકી છે, એકદેશી જ્ઞાનવાળા છે, દીર્ઘદર્શી નથી, વ્યવહારને જાણતા નથી, કેવળ વાર્તા કરવામાં ચતુર છે ઇત્યાદિક. (ગઢડા પ્રથમ ૧ - ૧૧)
૧૨. પ્રાયશ્ચિત્ત વગેરે. (ગઢડા પ્રથમ ૧ - ૧૨)
૧૩. સાધુરૂપ તીર્થક્ષેત્રે. (ગઢડા પ્રથમ ૧ - ૧૩)
૧૪. સ્કંદપુરાણ ૨/૫/૧૭; વરાહપુરાણ ૧૬૩/૪૯, ૧૭૪/૫૩માં પણ થોડા પાઠ-ભેદથી આ શ્લોક છે. (ગઢડા પ્રથમ ૧ - ૧૪)
૧૫. ત્રણ પ્રકારના વૈરાગ્યવાળા પુરુષોનાં લક્ષણો કહેવા દ્વારાએ ત્રણ પ્રકારના વૈરાગ્યનાં લક્ષણ કહેલાં જાણવાં. (ગઢડા પ્રથમ ૨ - ૧૫)
૧૬. નિરંતર - ત્રણ અવસ્થામાં. (ગઢડા પ્રથમ ૩ - ૧૬)
૧૭. પોતાને સમાન બીજા કોઈનો ઉદય સહન ન થાય તે. (ગઢડા પ્રથમ ૪ - ૧૭)
૧૮. એક મન્વંતર = ૩૦,૮૫,૭૧,૪૨૮ વર્ષ. તેથી સાત મન્વંતર = ૨,૧૫,૯૯,૯૯,૯૯૬ (બે અબજ, પંદર કરોડ, નવાણું લાખ, નવાણું હજાર, નવસો છન્નુ) વર્ષ. (ગઢડા પ્રથમ ૪ - ૧૮)
૧૯. લિંગમહાપુરાણ, ઉત્તર ભાગ : ૨-૩ અધ્યાયમાં થોડા ફેરફાર સાથે આ પ્રસંગ નોંધાયો છે. (ગઢડા પ્રથમ ૪ - ૧૯)
૨૦. અહીં રાધિકાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનના ધ્યાનના દ્રષ્ટાંતથી, પોતાના ઉત્તમ ભક્ત અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી તથા બ્રહ્મસ્વરૂપ સત્પુરુષે સહિત શ્રીજીમહારાજનું ધ્યાન કરવું તેવો ભાવાર્થ 'ખોરડા પર બીજ' એ ન્યાયથી મુખ્યપણે સંપ્રદાયમાં સમજાવાય છે. (ગઢડા પ્રથમ ૫ - ૨૦)
૨૧. પોતાની મૂર્તિનાં દર્શન આપવારૂપ. (ગઢડા પ્રથમ ૫ - ૨૧)
૨૨. સત્-અસતના જ્ઞાનવાળો. (ગઢડા પ્રથમ ૬ - ૨૨)
૨૩. વિદ્વાનોને પણ. (ગઢડા પ્રથમ ૭ - ૨૩)
૨૪. 'સ્થૂલાદિ દેહ તે જ હું છું,' એવા અનાદિ અજ્ઞાનથી ઉપજેલ અહંભાવપણે. (ગઢડા પ્રથમ ૭ - ૨૪)
૨૫. ચિદ્રૂપપણું, સ્વયંપ્રકાશપણું અને અછેદ્ય-અભેદ્યપણું વગેરે. (ગઢડા પ્રથમ ૭ - ૨૫)
૨૬. જ્ઞાનસત્તામાત્ર એટલે છ વિકારે રહિત. (ગઢડા પ્રથમ ૭ - ૨૬)
૨૭. અક્ષરધામમાં મૂર્તિમાન સેવકરૂપે તથા ધામરૂપે. (ગઢડા પ્રથમ ૭ - ૨૭)
૨૮. બ્રહ્મજ્યોતિ અર્થાત્ અક્ષરધામ. આ વાક્યનો અર્થ પરથારાની ટીપણી ક્રમાંક-૧ પરથી જાણવો. (ગઢડા પ્રથમ ૭ - ૨૮)
૨૯. પાંચેયનું પરસ્પર જુદાપણું. (ગઢડા પ્રથમ ૭ - ૨૯)
૩૦. નિત્ય છે, પરંતુ ઔપાદિક નથી. (ગઢડા પ્રથમ ૭ - ૩૦)
૩૧. આવી રીતે, અન્વય-વ્યતિરેકથી જીવ, ઈશ્વર વગેરે પાંચેય તત્ત્વોનાં નિરૂપણરૂપ અધ્યાત્મવાર્તાને બરાબર સમજવાથી બુદ્ધિમાં ભ્રમ થતો નથી, તે તાત્પર્ય છે. (ગઢડા પ્રથમ ૭ - ૩૧)
૩૨. રાગ-દ્વેષાદિ દોષે રહિત. (ગઢડા પ્રથમ ૮ - ૩૨)
૩૩. લોહીખંડ પેટબેસણું અર્થાત્ લોહી સાથે થતા અતિશય ઝાડા, અતિસાર. (ગઢડા પ્રથમ ૧૦ - ૩૩)
૩૪. સ્વરૂપ-સ્વભાવથી અત્યંત વિલક્ષણ. (ગઢડા પ્રથમ ૧૨ - ૩૪)
૩૫. જેનો ખંડ-ભાગ નથી, કે ખંડિત થતા નથી. (ગઢડા પ્રથમ ૧૨ - ૩૫)
૩૬. જેનો આદિ નથી અર્થાત્ ઉત્પત્તિ નથી. (ગઢડા પ્રથમ ૧૨ - ૩૬)
૩૭. જેનો અંત નથી અર્થાત્ નાશ નથી. (ગઢડા પ્રથમ ૧૨ - ૩૭)
૩૮. ત્રણ કાળમાં પણ જેના સ્વરૂપનો બાધ નથી. (ગઢડા પ્રથમ ૧૨ - ૩૮)
૩૯. પોતાને આધીન પ્રકાશવાળા. (ગઢડા પ્રથમ ૧૨ - ૩૯)
૪૦. અમાયિક શરીરવાળા. (ગઢડા પ્રથમ ૧૨ - ૪૦)
૪૧. માયા અને તેના કાર્યને જાણનારા. (ગઢડા પ્રથમ ૧૨ - ૪૧)
૪૨. સત્ત્વ, રજ, તમ એ ત્રણ ગુણો જેના સ્વરૂપમાં રહેલા છે. (ગઢડા પ્રથમ ૧૨ - ૪૨)
૪૩. સ્વયં જડ છે તથા પ્રલયકાળમાં જીવો અને ઈશ્વરરૂપ ચૈતન્યોને પોતાના ગર્ભમાં સમાવનાર હોવાથી ચિત છે, તેવી રીતે જડ-ચિત સ્વરૂપવાળી. (ગઢડા પ્રથમ ૧૨ - ૪૩)
૪૪. કારણ અવસ્થામાં પૃથિવી, જળ વગેરે વિશેષે રહિત. (ગઢડા પ્રથમ ૧૨ - ૪૪)
૪૫. સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણનું સરખાપણું ધરાવતી. (ગઢડા પ્રથમ ૧૨ - ૪૫)
૪૬. ત્રણે ગુણોનું અસમાનપણું. (ગઢડા પ્રથમ ૧૨ - ૪૬)
૪૭. રજ-તમથી અભિભૂત નહિ થયેલો, માટે શુદ્ધ એવો સત્ત્વગુણ તે જેમાં મુખ્ય છે. (ગઢડા પ્રથમ ૧૨ - ૪૭)
૪૮. સાત્ત્વિક, રાજસ અને તામસ. (ગઢડા પ્રથમ ૧૨ - ૪૮)
૪૯. સહાયકપણે. (ગઢડા પ્રથમ ૧૨ - ૪૯)
૫૦. પાંચ મહાભૂતના કારણરૂપ શબ્દાદિક પાંચ તન્માત્રાનાં. (ગઢડા પ્રથમ ૧૨ - ૫૦)
૫૧. વાચક. (ગઢડા પ્રથમ ૧૨ - ૫૧)
૫૨. અસાધારણ ગુણ. (ગઢડા પ્રથમ ૧૨ - ૫૨)
૫૩. લક્ષણ. (ગઢડા પ્રથમ ૧૨ - ૫૩)
૫૪. આશ્રયદાતા. (ગઢડા પ્રથમ ૧૨ - ૫૪)
૫૫. હોમવાનાં જવ, તલ, ડાંગર વગેરે દ્રવ્યોનું. (ગઢડા પ્રથમ ૧૨ - ૫૫)
૫૬. ઇન્દ્રિયોને કાર્યશક્તિ આપવાપણું. (ગઢડા પ્રથમ ૧૨ - ૫૬)
૫૭. અન્નના રસને જઠરાદિકમાં લઈ જવો, મળને બહાર કાઢવો, લોહીનું પરિભ્રમણ વગેરે. (ગઢડા પ્રથમ ૧૨ - ૫૭)
૫૮. હરવું, ફરવું, બોલવું, હસવું, રડવું, ખાવું, પીવું વગેરે. (ગઢડા પ્રથમ ૧૨ - ૫૮)
૫૯. 'પ્રધાનપુરુષ' શબ્દમાં 'પ્રધાનપુરુષો' એમ બહુવચન સમજવું. (ગઢડા પ્રથમ ૧૨ - ૫૯)
૬૦. જેને સૂક્ષ્મ ભૂત કહે છે, તે દ્વારા એ પાંચ સ્થૂળ ભૂત ઉત્પન્ન થાય છે. (ગઢડા પ્રથમ ૧૨ - ૬૦)
૬૧. વૈરાજપુરુષની આયુષ્યના પ્રથમ અર્ધા ભાગને પરાર્ધ કહે છે. તે પરાર્ધનો પ્રથમ દિવસ અથવા પ્રથમ કલ્પ એટલે બ્રાહ્મકલ્પ. (ભાગવત : ૩/૧૧/૩૩-૩૪) (ગઢડા પ્રથમ ૧૩ - ૬૧)
૬૨. ઉપર કહેલ વૈરાજપુરુષના પ્રથમ પરાર્ધનો છેલ્લો દિવસ અથવા છેલ્લો કલ્પ એટલે પાદ્મકલ્પ. (ભાગવત : ૩/૧૧/૩૫) (ગઢડા પ્રથમ ૧૩ - ૬૨)
૬૩. પૃથ્વીને ભેદીને બહાર નીકળનારા દેહ : વૃક્ષ, લતા આદિક. (ગઢડા પ્રથમ ૧૩ - ૬૩)
૬૪. ઓરથી ઢંકાયેલ જન્મ પામે તેવા દેહ : મનુષ્ય, પશુ આદિક. (ગઢડા પ્રથમ ૧૩ - ૬૪)
૬૫. મળ, કીચડ તેમજ પરસેવામાંથી પેદા થનાર દેહ : માંકડ, ચાંચડ આદિક. (ગઢડા પ્રથમ ૧૩ - ૬૫)
૬૬. ઈંડાંમાંથી ઉત્પન્ન થનાર દેહ : પક્ષી, સર્પ આદિક. (ગઢડા પ્રથમ ૧૩ - ૬૬)
૬૭. જુઓ પરિશિષ્ટ : ૫, પૃ. ૬૮૩. (ગઢડા પ્રથમ ૧૪ - ૬૭)
૬૮. હિરણ્યકેશીયશાખાશ્રુતિ; આ શાખા હાલ ઉપલબ્ધ નથી. (ગઢડા પ્રથમ ૧૪ - ૬૮)
૬૯. તેમને ધરાવ્યા વિના પ્રથમથી. (ગઢડા પ્રથમ ૧૪ - ૬૯)
૭૦. ભાવાર્થ : અનેક જન્મનાં પુણ્યકર્મો વડે સિદ્ધ થાય ત્યારે તેને છેલ્લા જન્મરૂપ પરાગતિ પ્રાપ્ત થાય છે, અર્થાત્ પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થાય છે. (ગીતા : ૬/૪૫) (ગઢડા પ્રથમ ૧૫ - ૭૦)
૭૧. કાળાદિકથી પરિણામ નહિ પામનારા આત્મા-પરમાત્મા તથા કાળાદિકથી પરિણામ પામનારાં માયા અને તેનાં કાર્યને યથાર્થ જાણવારૂપ વિવેક. (ગઢડા પ્રથમ ૧૬ - ૭૧)
૭૨. મનુષ્યરૂપ એવા પણ. (ગઢડા પ્રથમ ૧૬ - ૭૨)
૭૩. બ્રહ્મરૂપે. (ગઢડા પ્રથમ ૧૬ - ૭૩)
૭૪. અશુભ દેશાદિક આઠ. (ગઢડા પ્રથમ ૧૬ - ૭૪)
૭૫. એકાંતિક ધર્મમાં પુષ્ટિ થાય તેવો. (ગઢડા પ્રથમ ૧૬ - ૭૫)
૭૬. શ્રીમદ્‌‎ભાગવતની. (ગઢડા પ્રથમ ૧૭ - ૭૬)
૭૭. ગૃહસ્થાશ્રમી હોવા છતાં કાયમ બ્રહ્મચર્ય પાળી સત્સંગમાં સેવા આપતા ભક્તો. (ગઢડા પ્રથમ ૧૭ - ૭૭)
૭૮. ગૃહસ્થાશ્રમી સ્ત્રી-પુરુષ ભક્તો. (ગઢડા પ્રથમ ૧૭ - ૭૮)
૭૯. ગૃહસ્થના તથા ત્યાગીના શિક્ષાપત્રી વગેરેમાં કહેલ ભક્તિના પોષક નિયમ-ધર્મો. (ગઢડા પ્રથમ ૧૭ - ૭૯)
૮૦. છ દર્શનો : (૧) સાંખ્ય, (૨) યોગ, (૩) ન્યાય, (૪) વૈશેષિક, (૫) પૂર્વમીમાંસા, (૬) વેદાંત. (ગઢડા પ્રથમ ૧૮ - ૮૦)
૮૧. (૧) બ્રહ્મ, (૨) પદ્મ, (૩) વિષ્ણુ, (૪) શિવ, (૫) ભાગવત, (૬) અગ્નિ, (૭) નારદીય, (૮) માર્કંડેય, (૯) ભવિષ્ય, (૧૦) બ્રહ્મવૈવર્ત, (૧૧) લિંગ, (૧૨) વરાહ, (૧૩) સ્કંદ, (૧૪) વામન, (૧૫) કૂર્મ, (૧૬) મત્સ્ય, (૧૭) ગરુડ, (૧૮) બ્રહ્માંડ. (ગઢડા પ્રથમ ૧૮ - ૮૧)
૮૨. મહાભારત, રામાયણ વગેરે. (ગઢડા પ્રથમ ૧૮ - ૮૨)
૮૩. સુવર્ણના અલંકારાદિક અનેક રમણીય વસ્તુઓનો યોગ; મુશ્કેલી. (ગઢડા પ્રથમ ૧૮ - ૮૩)
૮૪. મોક્ષ-ઉપયોગી સાધનાના અનુસંધાનથી મુમુક્ષુને વિચલિત કરનાર, અંતરાય, ક્લેશ. (ગઢડા પ્રથમ ૧૮ - ૮૪)
૮૫. શુભ અથવા અશુભ. (ગઢડા પ્રથમ ૧૮ - ૮૫)
૮૬. એક જાતનું કેફી પીણું. (ગઢડા પ્રથમ ૧૮ - ૮૬)
૮૭. ધર્મનિષ્ઠ ભક્તજન. (ગઢડા પ્રથમ ૧૮ - ૮૭)
૮૮. નિર્વિકાર એવું પણ. (ગઢડા પ્રથમ ૧૮ - ૮૮)
૮૯. અશુદ્ધ, વિકારી. (ગઢડા પ્રથમ ૧૮ - ૮૯)
૯૦. દુરાચારી પણ. (ગઢડા પ્રથમ ૧૮ - ૯૦)
૯૧. કામ, ક્રોધ વગેરેની વાસનાથી દૂષિત એવું પણ. (ગઢડા પ્રથમ ૧૮ - ૯૧)
૯૨. શુદ્ધ. (ગઢડા પ્રથમ ૧૮ - ૯૨)
૯૩. સંસ્કૃત : वाल्मीक; વાત, પિત્ત અને કફ આ ત્રણેય દોષોથી ઉત્પન્ન થતો રોગ. આ રોગ થતાં હાથ-પગની આંગળીઓ, તળિયાં તથા હાથ અને છાતીના સાંધામાં નાના રાફડા (કીડી અથવા ઊધઈના ઉપસાવેલ દર) જેવો ભાગ ઊપસે છે. જે અત્યંત ઝીણી ઝીણી ફોડકીઓથી ઊપસે છે અને અત્યંત બળતરા થાય છે. તે પાકી જતાં તેટલો ભાગ શસ્ત્રથી કાપવો પડે છે. પછી રૂઝ લાવવા ખારું પાણી અથવા અગ્નિનો (ડામનો) ઉપયોગ કરાય છે. – અષ્ટાંગહૃદય, ઉત્તરસ્થાન, અધ્યાય : ૩૧/૧૯-૨૦; ૩૨/૧૦. (ગઢડા પ્રથમ ૧૮ - ૯૩)
૯૪. તપસ્વી નરનારાયણ દેવની જેમ શ્રીજીમહારાજને પણ તપ વિશેષ પ્રિય હોવાથી, નરનારાયણ દેવ પોતાને પ્રિય છે તેમ જણાવવા માટે પોતાના હૃદયમાં નરનારાયણ પ્રગટ બિરાજે છે તેવા શબ્દો કહે છે. વસ્તુતઃ નરનારાયણ ઈશ્વર છે જ્યારે શ્રીહરિ પરમેશ્વર છે. (ગઢડા પ્રથમ ૧૮ - ૯૪)
૯૫. ત્રણ કાળમાં પણ માયાના સંબંધે રહિત. (ગઢડા પ્રથમ ૧૮ - ૯૫)
૯૬. તે તે વિષયોના પ્રસંગમાં. (ગઢડા પ્રથમ ૧૮ - ૯૬)
૯૭. અહીં 'ધોળાં અને પીળાં પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા' તેમ લખ્યું છે, પરંતુ તે વખતના સંતો પાસેથી સાંભળ્યા મુજબ આ ગુચ્છની વચ્ચે એક મોટું પીળું પુષ્પ અને ફરતે સફેદ પુષ્પની હાર્ય હતી. (સેતુમાલા ટીકા). (ગઢડા પ્રથમ ૨૦ - ૯૭)
૯૮. ભગવાનના ધામના માર્ગને અર્ચિમાર્ગ કહે છે; તેને દેવયાન અને બ્રહ્મપથ શબ્દથી પણ કહે છે. તે માર્ગમાં પ્રથમ અર્ચિ અર્થાત્ તેજ આવે છે. તેથી તેનું અર્ચિમાર્ગ એવું નામ પડ્યું છે. અર્ચિમાર્ગે ગયેલાઓ આ સંસારમાં પાછા આવતા નથી. આ માર્ગનું વર્ણન છાંદોગ્યોપનિષદ : ૫/૧૦/૧-૨, બ્રહ્મસૂત્ર : ૪/૩/૧ તથા ગીતા : ૮/૨૪માં કર્યું છે. (ગઢડા પ્રથમ ૨૧ - ૯૮)
૯૯. દિવ્ય કરચરણાદિક અવયવયુક્ત મૂર્તિમાન તથા ભગવાનને રહેવાનું સ્થાન. (ગઢડા પ્રથમ ૨૧ - ૯૯)
૧૦૦. અનંત કોટિ બ્રહ્માંડમાં વ્યાપક ચિદાકાશરૂપ, તથા સાકાર હોવા છતાં અતિશય વિશાળતાને લીધે નિરાકાર જેવું જણાનાર ધામ-સ્થાનરૂપ. (ગઢડા પ્રથમ ૨૧ - ૧૦૦)
૧૦૧. દિવ્ય કરચરણાદિક-અવયવયુક્ત સેવકરૂપ. (ગઢડા પ્રથમ ૨૧ - ૧૦૧)
૧૦૨. સ્થાનરૂપ. (ગઢડા પ્રથમ ૨૧ - ૧૦૨)
૧૦૩. દિવ્ય કરચરણાદિક-અવયવયુક્ત સેવકરૂપ. (ગઢડા પ્રથમ ૨૧ - ૧૦૩)
૧૦૪. સમાન અનેક ગુણોને અર્થાત્ અક્ષરબ્રહ્મની જેમ પરબ્રહ્મની અતિશય પ્રેમે કરીને નિરંતર સેવા કરવાની યોગ્યતાને. (ગઢડા પ્રથમ ૨૧ - ૧૦૪)
૧૦૫. ભાગવત : ૮/૧૨. (ગઢડા પ્રથમ ૨૩ - ૧૦૫)
૧૦૬. ભાગવત : ૩/૧૨. (ગઢડા પ્રથમ ૨૩ - ૧૦૬)
૧૦૭. દેવીભાગવત : ૬/૨૭; તુલસીકૃત રામચરિતમાનસ, બાલકાંડ : ૧૨૩-૧૩૩; શિવમહાપુરાણ : ૨/૩; લિંગપુરાણ, ઉત્તરાર્ધ : ૫. (ગઢડા પ્રથમ ૨૩ - ૧૦૭)
૧૦૮. વાલ્મીકિ રામાયણ; બાલકાંડ : ૪૭-૪૮, ઉત્તરકાંડ : ૩૦. (ગઢડા પ્રથમ ૨૩ - ૧૦૮)
૧૦૯. ભાગવત : ૯/૧૪. (ગઢડા પ્રથમ ૨૩ - ૧૦૯)
૧૧૦. ભાગવત : ૧૦/૩૩/૨૭-૪૦. (ગઢડા પ્રથમ ૨૩ - ૧૧૦)
૧૧૧. અહીં 'જ્ઞાન' શબ્દથી બ્રહ્મસ્વરૂપ સત્પુરુષ જાણવા. કારણ કે પ્રકૃતિપુરુષથી પર પરમાત્મા પછી મોક્ષના સાધનરૂપ તે અક્ષરબ્રહ્મ જ છે. તેમના સમાગમે કરીને બ્રાહ્મીસ્થિતિ થાય છે. જેને કારણે પોતાના આત્મામાં કેવળ પરમાત્મા જ રહે છે. (ગઢડા પ્રથમ ૨૪ - ૧૧૧)
૧૧૨. આ સ્થિતિને 'જ્ઞાનપ્રલય' શબ્દથી પણ કહે છે. ભાગવત : ૧૨/૪/૩૪; અગ્નિપુરાણ : ૩૬૯/૧. (ગઢડા પ્રથમ ૨૪ - ૧૧૨)
૧૧૩. અહીં 'પ્રણવનો નાદ' આવો શબ્દ હોવાનો સંભવ છે. કારણ કે હરિવાક્ય સુધાસિન્ધુમાં 'પ્રણવધ્વનિ' શબ્દ વાપર્યો છે. વળી 'પ્રણવ ને નાદ,' આ વાક્યમાં કોનો નાદ ? તે પ્રશ્નનો ઉત્તર મળતો નથી. 'પ્રણવનો નાદ' આ શબ્દનો અર્થ 'ભગવાનના સર્વોપરી મહિમાનું અનુભવયુક્ત જ્ઞાન' તેવો પરંપરાથી થાય છે. (ગઢડા પ્રથમ ૨૪ - ૧૧૩)
૧૧૪. શરીરમાં રહેલાં આવાં સ્થાનોના નિરૂપણ માટે જુઓ પરથારો, ટીપણી-૧૪. (ગઢડા પ્રથમ ૨૫ - ૧૧૪)
૧૧૫. પોતાના કલ્યાણમાંથી પડવારૂપ. (ગઢડા પ્રથમ ૨૬ - ૧૧૫)
૧૧૬. ધીરજ રાખવી, સહન કરવું. (ગઢડા પ્રથમ ૨૭ - ૧૧૬)
૧૧૭. પૂર્વજન્મમાં ભેળું કરેલું અને આ દેહની ઉત્પત્તિનું કારણભૂત એવું પ્રારબ્ધકર્મ આ પ્રકરણમાં 'સંસ્કાર' શબ્દથી કહેલું જાણવું. (ગઢડા પ્રથમ ૨૯ - ૧૧૭)
૧૧૮. ભગવાનને પ્રારબ્ધકર્મનો સંબંધ નથી છતાં પણ મનુષ્યરૂપને અનુસરવાથી એવી રીતે કહે છે. (ગઢડા પ્રથમ ૨૯ - ૧૧૮)
૧૧૯. જમીનનો લાંબો પટ; નદીના તળના વિસ્તાર માટે 'પાટ' શબ્દનો ઉપયોગ પણ થાય છે. (ગઢડા પ્રથમ ૨૯ - ૧૧૯)
૧૨૦. ભાગવત : ૧૦/૪૫. (ગઢડા પ્રથમ ૨૯ - ૧૨૦)
૧૨૧. ભાગવત : ૪/૯. (ગઢડા પ્રથમ ૨૯ - ૧૨૧)
૧૨૨. માયિક વિષય સંબંધી સંકલ્પો. (ગઢડા પ્રથમ ૩૦ - ૧૨૨)
૧૨૩. વાસનાનો પાશ. (ગઢડા પ્રથમ ૩૦ - ૧૨૩)
૧૨૪. ફરી ક્યારેય ઘાટ ઊભો ન થાય તેવી રીતે. (ગઢડા પ્રથમ ૩૦ - ૧૨૪)
૧૨૫. પોતાનાં મન, વાણી, ક્રિયાથી કોઈને દુઃખ ન થાય તે રીતે એકાંતમાં અંતર્વૃત્તિ કરીને. (ગઢડા પ્રથમ ૩૧ - ૧૨૫)
૧૨૬. ભગવાન અથવા ભક્તની સેવા માટે જ બીજા કોઈ ભગવદ્‌ભક્તને. (ગઢડા પ્રથમ ૩૧ - ૧૨૬)
૧૨૭. કોઈને ભગવાન અથવા તેમના ભક્તની સેવામાં પ્રેરવા નિમિત્તે કઠણ વચન કહેવારૂપ દૂષણ. (ગઢડા પ્રથમ ૩૧ - ૧૨૭)
૧૨૮. સ્વતંત્રપણે પ્રગટ થયેલ દિવ્યરૂપ એવા ભગવાનમાં પણ માયિકભાવ કલ્પવારૂપ. (ગઢડા પ્રથમ ૩૧ - ૧૨૮)
૧૨૯. વ્યવહારિક દ્રષ્ટિએ નાનપ-મોટપ. (ગઢડા પ્રથમ ૩૧ - ૧૨૯)
૧૩૦. વચનામૃત વગેરે સાંપ્રદાયિક ગ્રંથોના અધ્યયન પરથી એમ જણાય છે કે – અનાદિ અર્થાત્ માયાથી હંમેશાં પર અક્ષર અને પુરુષોત્તમ બે જ તત્ત્વો છે. બીજા તમામ જીવો-ઈશ્વરો ભગવાનનાં ભજનથી જ મુક્તિ પામે છે. તેથી અહીં નારદ-સનકાદિક માટે વાપરેલ ‘અનાદિ મુક્ત’ શબ્દ મહિમાની દ્રષ્ટિએ પ્રયોજ્યો છે તેમ સમજવું. (ગઢડા પ્રથમ ૩૨ - ૧૩૦)
૧૩૧. તુચ્છ, નાશવંત, ક્ષણિક, લૌકિક, માયિક. (ગઢડા પ્રથમ ૩૨ - ૧૩૧)
૧૩૨. એમ જાણીને ઉચ્ચ સ્વરથી ભગવાનના નામનું ઉચ્ચારણ કરવું. (ગઢડા પ્રથમ ૩૨ - ૧૩૨)
૧૩૩. ચંચળ સ્વભાવવાળું છે. (ગઢડા પ્રથમ ૩૨ - ૧૩૩)
૧૩૪. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આદિક. (ગઢડા પ્રથમ ૩૩ - ૧૩૪)
૧૩૫. અનન્ય શરણાગતિ. 'હે પ્રભુ ! હું આપના અપરાધમાત્રના સ્થાનરૂપ છું અર્થાત્ મેં આપના અનંત અપરાધ કર્યા છે. હું અનન્યગતિ છું અર્થાત્ આ અપરાધોમાંથી છૂટવા માટે મારી પાસે આપની કૃપા સિવાય કોઈ ઉપાય નથી. વળી, અકિંચન છું અર્થાત્ આપને પ્રસન્ન કરવા માટે પણ મારી પાસે કોઈ સાધન નથી. માટે હે પ્રભુ ! મારા અભીષ્ટમાં ઉપાયભૂત થાઓ અર્થાત્ આપ જ મારું પરમ શ્રેય કરો.' (ગઢડા પ્રથમ ૩૩ - ૧૩૫)
૧૩૬. આશરો તો એક જ છે પરંતુ ત્રણ પ્રકારથી થાય છે, માટે 'આશરામાં ત્રણ ભેદ છે' એમ કહ્યું છે. (ગઢડા પ્રથમ ૩૩ - ૧૩૬)
૧૩૭. સચ્છાસ્ત્ર અને સત્પુરુષનાં વચનમાં પ્રહ્‌લાદ, વજીબા વગેરેની જેમ કેવળ દ્રઢ વિશ્વાસથી. (ગઢડા પ્રથમ ૩૩ - ૧૩૭)
૧૩૮. વ્રજવાસીઓની જેમ. (ગઢડા પ્રથમ ૩૩ - ૧૩૮)
૧૩૯. નારદ-સનકાદિકની જેમ. (ગઢડા પ્રથમ ૩૩ - ૧૩૯)
૧૪૦. સગુણપણું : જ્ઞાન, આનંદ વગેરે ગુણોથી યુક્તપણું. (ગઢડા પ્રથમ ૩૩ - ૧૪૦)
૧૪૧. સર્વદા માયિકગુણે રહિતપણું. (ગઢડા પ્રથમ ૩૩ - ૧૪૧)
૧૪૨. વચનામૃત ગઢડા પ્રથમ ૭માં કહ્યું છે. (ગઢડા પ્રથમ ૩૩ - ૧૪૨)
૧૪૩. વચનામૃત કારિયાણી ૫માં તથા ગીતામાં "બહૂનિ મે વ્યતીતાનિ" આ શ્લોકને આરંભીને "જન્મ કર્મ ચ મે દિવ્યમ્" આ શ્લોક પર્યંત પાંચ શ્લોક (ગીતા : ૪/૫-૯)માં કહેલી. (ગઢડા પ્રથમ ૩૩ - ૧૪૩)
૧૪૪. "યસ્યાક્ષરં શરીરમ્" (સુબાલોપનિષદ : ૭); "યસ્યાત્મા શરીરમ્" (બૃહદારણ્યકોપનિષદ, માધ્યન્દિનપાઠ : ૩/૭/૩૦); "યસ્ય પૃથિવી શરીરમ્" (બૃહદારણ્યકોપનિષદ : ૩/૭/૩); "સર્વં ખલ્વિદં બ્રહ્મ" (છાન્દોગ્યોપનિષદ : ૩/૧૪/૧); "ઇદં હિ વિશ્વં ભગવાન્" (ભાગવત : ૧/૫/૨૦) ઇત્યાદિક શ્રુતિ-સ્મૃતિમાં કહ્યા અનુસાર જડ-ચૈતન્ય સર્વ જગત ભગવાનનું શરીર છે, તેમાં પોતે ભગવાન તેના આત્મા(ધારક, નિયંતા અને સ્વામી)પણે રહ્યા છે, તેથી અક્ષરાદિરૂપે પોતે જ વર્તે છે એમ કહે છે. (ગઢડા પ્રથમ ૩૩ - ૧૪૪)
૧૪૫. સ્વરૂપ, સ્વભાવ, ગુણ, વિભૂતિ અને અવતારો વગેરેથી શ્રેષ્ઠ. (ગઢડા પ્રથમ ૩૩ - ૧૪૫)
૧૪૬. રમકડાંને ચાવી આપે તેમ. (ગઢડા પ્રથમ ૩૪ - ૧૪૬)
૧૪૭. શાસ્ત્ર તથા વ્યવહારની. (ગઢડા પ્રથમ ૩૫ - ૧૪૭)
૧૪૮. ભગવાન અથવા ભક્તના અવગુણથી. (ગઢડા પ્રથમ ૩૫ - ૧૪૮)
૧૪૯. તે વખતના સમાજમાં શૈવ-વૈષ્ણવ સંઘર્ષ ચાલતો હતો. તેથી શિવજીના ભક્તો વિષ્ણુ સાથે વેરભાવ રાખતા. તેવી સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને શ્રીજીમહારાજે આ વાક્ય કહ્યું છે. (ગઢડા પ્રથમ ૩૫ - ૧૪૯)
૧૫૦. તીવ્ર-વૈરાગ્યપૂર્વક આત્મજ્ઞાને રહિત. (ગઢડા પ્રથમ ૩૭ - ૧૫૦)
૧૫૧. સાકાર. (ગઢડા પ્રથમ ૩૭ - ૧૫૧)
૧૫૨. સાકાર. (ગઢડા પ્રથમ ૩૭ - ૧૫૨)
૧૫૩. સાકાર જ. (ગઢડા પ્રથમ ૩૭ - ૧૫૩)
૧૫૪. શુષ્ક જ્ઞાનીએ કરેલા. (ગઢડા પ્રથમ ૩૭ - ૧૫૪)
૧૫૫. લૌકિક દ્રષ્ટિએ વ્યવહારકુશળ ન હોય તેવો. (ગઢડા પ્રથમ ૩૭ - ૧૫૫)
૧૫૬. યમરાજા વગેરેનો. (ગઢડા પ્રથમ ૩૭ - ૧૫૬)
૧૫૭. અક્ષરબ્રહ્મમય દિવ્ય-શરીરયુક્ત. (ગઢડા પ્રથમ ૩૭ - ૧૫૭)
૧૫૮. યંત્રયુગ પહેલાં ફૂલમાંથી અત્તર બનાવવા માટે એક થર ફૂલનો અને તેના પર એક થર તલનો, આમ ઘણા થર બનાવીને થોડા દિવસ દબાવીને રાખતા, જેથી ફૂલની સુગંધ તલમાં આવી જાય. તેવી રીતે મનમાં ભગવાનનાં ચરિત્રોના સુગંધનો પાશ બેસારવો. (ગઢડા પ્રથમ ૩૮ - ૧૫૮)
૧૫૯. ભાગવત : ૫/૫-૯. (ગઢડા પ્રથમ ૩૮ - ૧૫૯)
૧૬૦. મહાભારત, શાંતિપર્વ : ૧૨/૨૧૨-૨૧૯. (ગઢડા પ્રથમ ૩૮ - ૧૬૦)
૧૬૧. પતિવ્રતા. (ગઢડા પ્રથમ ૩૮ - ૧૬૧)
૧૬૨. ગમતી વસ્તુનો લાભ નહિ, અને ઊલટો ન ગમતી વસ્તુની પ્રાપ્તિ. (ગઢડા પ્રથમ ૩૮ - ૧૬૨)
૧૬૩. મહાભારત, શાંતિપર્વ : ૩૧૬/૪૦, ૩૧૮/૪૪. આ સ્થળે ધર્માદિનો સ્વરૂપથી ત્યાગ કહ્યો નથી, પરંતુ ભગવાનના ધ્યાનમાં અંતરાય કરનારા ધર્મ વગેરેના સંકલ્પોનો ત્યાગ કહ્યો છે અથવા ફળનો ત્યાગ કહ્યો છે. (ગઢડા પ્રથમ ૩૮ - ૧૬૩)
૧૬૪. મહાભારત, શાંતિપર્વ : ૧૨/૧૭/૧૮, ૧૭૧/૫૬, ૨૬૮/૪. (ગઢડા પ્રથમ ૩૮ - ૧૬૪)
૧૬૫. દેહ, ઇન્દ્રિયો, મન, પ્રાણ અને બુદ્ધિ આદિકનો જાણનારો, નિશ્ચય કરનારો, જોનારો, સાંભળનારો, બોલનારો, સ્વાદ લેનારો, સૂંઘનારો, મનન કરનારો જે જણાય છે તે જીવાત્મા છે. તે જ પોતાનું સ્વરૂપ છે એમ. (ગઢડા પ્રથમ ૩૮ - ૧૬૫)
૧૬૬. પરબ્રહ્મને નિરાકાર અને નિર્ગુણપણે પ્રતિપાદન કરનારો શુષ્ક જ્ઞાની. (ગઢડા પ્રથમ ૩૯ - ૧૬૬)
૧૬૭. છીપમાં ચાંદીની જેમ કલ્પિત. (ગઢડા પ્રથમ ૩૯ - ૧૬૭)
૧૬૮. યોગદર્શન સંપ્રજ્ઞાત તથા અસંપ્રજ્ઞાત સમાધિનું નિરૂપણ (યોગસૂત્ર : ૧/૧૭-૧૮માં) કર્યું છે. સંપ્રજ્ઞાત સમાધિમાં અવિદ્યા-સંકલ્પ વગેરે હોવાથી સબીજ કહેવાય છે અને અસંપ્રજ્ઞાત સમાધિમાં અવિદ્યાનો લેશમાત્ર ન હોવાથી તેને નિર્બીજ સમાધિ કહી છે. અદ્વૈત વેદાંતમાં આ બંનેને અનુક્રમે સવિકલ્પ-નિર્વિકલ્પ સંજ્ઞાથી કહી છે. (જુઓ વિદ્યારણ્ય સ્વામીકૃત પંચદશી, ધ્યાનદીપ : ૧૨૬-૧૨૯ તથા તેની રામકૃષ્ણ વ્યાખ્યા).
શ્રીજીમહારાજે આ બંને સમાધિઓને સાંપ્રદાયિક પરિભાષામાં ખૂબ જ સરળતાથી નિરૂપી છે. જેમાં સવિકલ્પમાં ઉપાસ્ય-ઉપાસક બંનેની શુદ્ધિ નથી, જ્યારે નિર્વિકલ્પ સમાધિમાં ઉપાસક પણ ગુણાતીત એવા અક્ષરબ્રહ્મના સાધર્મ્યને પામ્યો છે અને ઉપાસ્ય માયિક ગુણરહિત પુરુષોત્તમ છે.
(ગઢડા પ્રથમ ૪૦ - ૧૬૮)
૧૬૯. કોઈ સ્થળે 'ભક્તિ' અને 'ઉપાસના' એ બંને શબ્દો પર્યાયવાચી છે એટલે બંનેનો એક જ અર્થ છે. કોઈ સ્થળે તો તે બંને શબ્દનો સામાન્યપણે અર્થભેદ બતાવ્યો છે, તો વસ્તુતઃ શું ભેદ છે એટલો પૂછવાનો આશય છે. (ગઢડા પ્રથમ ૪૦ - ૧૬૯)
૧૭૦. અર્થ : ગુણગાન સાંભળવાં, શ્લોક-કીર્તનો ગાવાં, સ્મૃતિ કરવી, ચરણની સેવા અર્થાત્ નીચી ટેલ કરવી, અર્ચના-પૂજા કરવી, અષ્ટાંગ અથવા પંચાંગ પ્રણામ કરવા, દાસભાવે ભગવાનની આજ્ઞા પાળવી, મિત્રભાવે નિષ્કપટપણે વર્તવું, સર્વસ્વ સમર્પણ કરવું; આ નવ પ્રકારની ભક્તિ છે. (ભાગવત : ૭/૫/૨૩) (ગઢડા પ્રથમ ૪૦ - ૧૭૦)
૧૭૧. "તદૈક્ષત બહુ સ્યાં પ્રજાયેય" આ પ્રમાણે છાન્દોગ્યોપનિષદ : ૬/૨/૩ તથા તૈત્તિરીયોપનિષદ : ૨/૬માં હાલ પાઠ મળે છે. શ્રીજીમહારાજના સમયની કોઈ પ્રતમાં "એકોઽહં બહુ સ્યાં પ્રજાયેય" આ પાઠ હશે, તેમ નૃસિંહાનંદ સ્વામીએ કહેલ મંત્રના સંદર્ભથી જણાય છે. (ગઢડા પ્રથમ ૪૧ - ૧૭૧)
૧૭૨. પરિણામ પામીને. (ગઢડા પ્રથમ ૪૧ - ૧૭૨)
૧૭૩. ભાગવત : ૧૦/૮૭/૧૯. (ગઢડા પ્રથમ ૪૧ - ૧૭૩)
૧૭૪. સર્વવ્યાપક પુરુષોત્તમ ભગવાનનો સદાય તમામ વસ્તુમાં પ્રથમથી જ પ્રવેશ છે, નવો નથી, તો આ સ્થળે કહેલો પ્રવેશ, સૃષ્ટિ સમયમાં વિશિષ્ટ શક્તિએ યુક્ત અનુપ્રવેશ જાણવો, જેથી પ્રત્યેક વસ્તુમાં પરમાત્માની પુષ્કળ પ્રતીતિ જણાય. "તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત્" (તૈત્તિરીયોપનિષદ : ૨/૬; જગત રચીને તેમાં અનુપ્રવેશ કર્યો) એમ શ્રુતિમાં કહ્યું છે. (ગઢડા પ્રથમ ૪૧ - ૧૭૪)
૧૭૫. હવે શરૂ થતાં વાક્યોનો અર્થ એમ છે જે, ભગવાન જેવા અક્ષરબ્રહ્મ દ્વારા સામર્થ્ય બતાવે છે તેવું પ્રકૃતિપુરુષાદિક દ્વારા સામર્થ્ય નથી બતાવતા. તેમ ક્રમશઃ પશુ-પક્ષી સુધી સમજવું. ભગવાન બધે સમાનપણે રહ્યા હોવા છતાં પાત્રના તારતમ્ય પ્રમાણે ભગવાન દર્શાય છે. જેમ સૂર્યનાં કિરણોનો પ્રકાશ ધૂળનાં ઢેફાં પર, પાણીમાં, કાચ પર સમાન દેખાતો નથી. તેમાં સૂર્યનાં કિરણો કારણભૂત નથી પણ પાત્રોનું તારતમ્ય કારણભૂત છે. (ગઢડા પ્રથમ ૪૧ - ૧૭૫)
૧૭૬. "અગ્નિર્યથૈકો ભુવનં પ્રવિષ્ટો" (કઠોપનિષદ : ૨/૨/૯) ઇત્યાદિક શ્રુતિઓમાં આ અર્થ નિરૂપણ કર્યો છે. (ગઢડા પ્રથમ ૪૧ - ૧૭૬)
૧૭૭. વસ્તુતાએ તારતમ્યપણું નથી. (ગઢડા પ્રથમ ૪૧ - ૧૭૭)
૧૭૮. માટે ભગવાન "સર્વરૂપે થાય છે" એમ વેદાદિક કહે છે. "સર્વં સમાપ્નોષિ તતોઽસિ સર્વઃ" (સર્વમાં વ્યાપીને રહ્યા છો માટે તમો સર્વરૂપ છો) એમ ગીતા (૧૧/૪૦)માં પણ કહ્યું છે. (ગઢડા પ્રથમ ૪૧ - ૧૭૮)
૧૭૯. અસત્યરૂપ હોવાથી પાળવા યોગ્ય નથી. (ગઢડા પ્રથમ ૪૨ - ૧૭૯)
૧૮૦. ગેયં ગીતાનામ-સહસ્રમ્ । ધ્યેયં શ્રીપતિરૂપમજસ્રમ્ । નેયં સજ્જનસંગે ચિત્તમ્ । 'ચર્પટપંજરિકાસ્તોત્ર-૧૩', 'યતિધર્મનિર્ણય : પૃ. ૨૪૧', 'સંન્યાસધર્મપદ્ધતિ : પૃ. ૩૩-૩૪' તથા 'સાધનપંચકમ્'ના શ્લોકોમાં અમુક વચનો મળે છે. (ગઢડા પ્રથમ ૪૨ - ૧૮૦)
૧૮૧. ચર્પટપંજરિકાસ્તોત્ર-૧૩ (ગઢડા પ્રથમ ૪૨ - ૧૮૧)
૧૮૨. ભાગવત : ૫/૭-૧૨. (ગઢડા પ્રથમ ૪૨ - ૧૮૨)
૧૮૩. "મત્કામા રમણં જારમસ્વરૂપવિદોઽબલાઃ । બ્રહ્મ માં પરમં પ્રાપુઃ સંગાચ્છતસહસ્રશઃ ॥" અર્થ : મારી જ કામના કરનારી, મારી સાથે જારભાવથી રમણ કરનારી, મારા સ્વરૂપને જેમ છે તેમ ન જાણનારી પણ ગોપીઓ, મારી સાથેના હેતથી પરમ બ્રહ્મ એવો જે હું, તે મને પામિયો. (ભાગવત : ૧૧/૧૨/૧૩). આ ભાગવતના શ્લોકને અનુસારે ગોપીઓ, ગોલોકધામમાં ભગવાન શ્રીકૃષ્ણને પામી હતી તેમ અર્થ સમજવો. (ગઢડા પ્રથમ ૪૨ - ૧૮૩)
૧૮૪. અર્થ : મારી સેવા કરવાથી પ્રાપ્ત થતી એવી સાલોક્યાદિ ચાર પ્રકારની મુક્તિને મારી સેવાથી જ પૂર્ણ એવા નિષ્કામ ભક્તો ઇચ્છતા નથી, તો કાળે કરીને જેનો નાશ છે એવા ઇન્દ્રાદિ દેવતાઓનાં ઐશ્વર્યને ન ઇચ્છે એમાં શું કહેવું ? (ભાગવત : ૯/૪/૬૭). (ગઢડા પ્રથમ ૪૩ - ૧૮૪)
૧૮૫. અર્થ : મારી સેવા વિના ભક્તે ઇચ્છા ન કરી હોય છતાં મેં આપેલી સાલોક્યાદિ મુક્તિને પણ નિર્ગુણ ભક્તિવાળા ભક્તો ગ્રહણ કરતા નથી, તો સાંસારિક ફળને ન ગ્રહણ કરે તેમાં શું કહેવું ? (ભાગવત : ૩/૨૯/૧૩). વસ્તુતાએ આત્યંતિક મુક્તિમાં આવા ચાર ભેદો છે જ નહીં. શ્રીજીમહારાજે આત્યંતિક મુક્તિનું લક્ષણ વારંવાર સમજાવ્યું છે કે –
     * "તત્ર બ્રહ્માત્મના કૃષ્ણસેવા મુક્તિશ્ચ ગમ્યતામ્" (શિક્ષાપત્રી : ૧૨૧)
     * "એ અક્ષરધામને પામ્યો જે ભક્ત, તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે અને ભાગવાનની અખંડ સેવામાં રહે છે." (વચ. ગ. પ્ર. ૨૧)
     * "અક્ષરબ્રહ્મના સાધર્મ્યપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિષે જ નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિવાળો કહીએ." (વચ. ગ. પ્ર. ૪૦)
આ બધાં વચનો દ્વારા અક્ષરબ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી તેને જ શ્રીજીમહારાજે મુક્તિ તરીકે સ્વીકારી છે. આ પ્રકારની ભક્તિ જેમાં ન હોય તેને મુક્તિ શબ્દથી કહેતા હોય તો પણ તે આત્યંતિક મુક્તિ ન જ કહેવાય. તેથી ભક્ત ન ઇચ્છે તે સ્વાભાવિક છે. વળી, આ પ્રકારે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની સેવા કોઈ પણ પ્રકારના નામથી શાસ્ત્રમાં મુક્તિ તરીકે જણાવી હોય તે શ્રીજીમહારાજને માન્ય છે. તેનાં નામ જુદાં જુદાં હોવા છતાં તે વસ્તુતઃ એક જ છે. તમામ નામો બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સેવારૂપ મુક્તિનાં પર્યાય જ બની જાય છે.
શ્રીજીમહારાજે આ પ્રકારની મુક્તિને પામેલ મુક્તને વિવિધ સંજ્ઞા પણ આપી છે. જેમ કે, નિર્વિકલ્પ સમાધિવાળો (વચ. ગ. પ્ર. ૩૯, ૪૦), ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો (વચ. લો. ૧૨), જ્ઞાનની સ્થિતિવાળો (વચ. ગ. પ્ર. ૨૪), સિદ્ધદશાવાળો (વચ. કા. ૭), બ્રહ્મરૂપ (વચ. લો. ૭), આત્મસત્તાવાળો (વચ. ગ. મ. ૫૧), બ્રહ્મસ્થિતિ પામેલ આત્મદર્શી સાધુ (વચ. ગ. મ. ૬૫), આત્મનિષ્ઠાની અતિ ઉત્તમ દશા (વચ. ગ. મ. ૬૨) વગેરે.
(ગઢડા પ્રથમ ૪૩ - ૧૮૫)
૧૮૬. અર્થ : અર્ચિરાદિ માર્ગે જવાનો આરંભ થયા પછી યોગમાયાનો સ્વામી એવો હું તે મારી પ્રસિદ્ધ એવી વિભૂતિ (બ્રહ્માના લોક પર્યંતની સંપત્તિ) તથા ભક્તિ-યોગથી પ્રાપ્ત થતું અણિમાદિ આઠ પ્રકારનું ઐશ્વર્ય તથા મંગળરૂપ એવી ભાગવતીશ્રી (વૈકુંઠાદિ દિવ્યલોકમાં રહેલી સંપત્તિ)ને મારા નિષ્કામ ભક્તો ઇચ્છતા નથી, તો પણ સર્વથી પર એવો જે હું તે મારા ધામમાં તેને તેઓ પામે છે. 'ભાગવતીશ્રી' આ પદ દ્રષ્ટાંત માટે છે. એટલે ભાગવતીશ્રીને ઇચ્છતા નથી, તો માયા-વિભૂત્યાદિકને ન ઇચ્છે એમાં કહેવું જ શું ? (ભાગવત : ૩/૨૫/૩૭). (ગઢડા પ્રથમ ૪૩ - ૧૮૬)
૧૮૭. લક્ષણ. (ગઢડા પ્રથમ ૪૪ - ૧૮૭)
૧૮૮. પ્રીતિપૂર્વક. (ગઢડા પ્રથમ ૪૪ - ૧૮૮)
૧૮૯. વિષમ દેશકાળ વગેરેના યોગે. (ગઢડા પ્રથમ ૪૪ - ૧૮૯)
૧૯૦. અચેતન દેહ અને ચેતન આત્માનો યથાર્થ વિવેક થવાથી અહં-મમતા ટળે છે. એટલે સત્પુરુષના પ્રસંગથી દેહ અને આત્માનું સ્વરૂપ પૃથક્ પૃથક્ સમજાયા પછી ચિદ્રૂપ આત્મામાં અહંતા દ્રઢ થાય છે, તેથી દેહમાં આત્માપણાનું અભિમાન નાશ થાય છે. અભિમાન નાશ થવાથી સ્ત્રી, પુત્ર અને ધનાદિક દૈહિક પદાર્થોમાં જે મમતા તેનો નાશ થાય છે. પછી સર્વે અહં-મમતાના ઘાટનો તત્કાળ લય થાય છે. આટલો સાક્ષાત્ ઉત્તર છે. તે વાત સરળતાથી સમજાય તે માટે દ્રષ્ટાંત આપીને સમજાવે છે. (ગઢડા પ્રથમ ૪૪ - ૧૯૦)
૧૯૧. દેહ અને આત્મા બંને તદ્દન જુદા છે તે સમજાવવા માટે લૌકિક દ્રષ્ટાંત આપે છે. (ગઢડા પ્રથમ ૪૪ - ૧૯૧)
૧૯૨. ડગલો તે હું છું અને. (ગઢડા પ્રથમ ૪૪ - ૧૯૨)
૧૯૩. 'અપાણિપાદો જવનો ગ્રહીતા પશ્યત્યચક્ષુઃ સ શૃણોત્યકર્ણઃ' (શ્વેતાશ્વતરોપનિષદ : ૩/૧૯); 'નિષ્કલં નિષ્ક્રિયં શાન્તમ્' (શ્વેતાશ્વતરોપનિષદ : ૬/૧૯); 'અચ્છાયમશરીરમલોહિતં...' (પ્રશ્નોપનિષદ : ૪/૧૦) ઇત્યાદિ. (ગઢડા પ્રથમ ૪૫ - ૧૯૩)
૧૯૪. 'ય એષોઽન્તરાદિત્યે હિરણ્મયઃ પુરુષો દ્રશ્યતે હિરણ્યશ્મશ્રુર્હિરણ્યકેશ... તસ્ય યથા કપ્યાસં પુંડરીકમેવમક્ષિણી ॥' (છાન્દોગ્યોપનિષદ : ૧/૬/૬-૭); 'તસ્ય હૈતસ્ય પુરુષસ્ય રૂપં યથા મહારજનં વાસો' (બૃહદારણ્યકોપનિષદ : ૨/૩/૬); 'યદા પશ્યઃ પશ્યતે રુક્મવર્ણં કર્તારમીશમ્' (મુંડકોપનિષદ : ૩/૧/૩) ઇત્યાદિ શ્રુતિઓથી. (ગઢડા પ્રથમ ૪૫ - ૧૯૪)
૧૯૫. અહીં પોતાના તેજને પણ બ્રહ્મ કહ્યું છે તે યૌગિક અર્થ સમજવો, પરંતુ અહીં ધામરૂપ અથવા સેવકરૂપ અક્ષરબ્રહ્મને કહેનારો રૂઢ અર્થ નથી. (ગઢડા પ્રથમ ૪૫ - ૧૯૫)
૧૯૬. "સ ઈક્ષત" (ઐતરેયોપનિષદ : ૧/૩); "તદૈક્ષત" (છાંદોગ્યોપનિષદ : ૬/૨/૩); "સ ઐક્ષત" (બૃહદારણ્યકોપનિષદ : ૧/૨/૫) આ પ્રકારની શ્રુતિઓ પ્રાપ્ત થાય છે. (ગઢડા પ્રથમ ૪૫ - ૧૯૬)
૧૯૭. જળના આધાર દેવરૂપે. (ગઢડા પ્રથમ ૪૫ - ૧૯૭)
૧૯૮. "અપાણિપાદો જવનો ગ્રહીતા પશ્યત્યચક્ષુઃ સ શ્રુણોત્યકર્ણઃ । સર્વાત્માનં સર્વગતં વિભુત્વાત્ ॥" (શ્વેતાશ્વતરોપનિષદ : ૩/૧૯,૨૧) વગેરે. (ગઢડા પ્રથમ ૪૫ - ૧૯૮)
૧૯૯. રાજકોટપુર નિવાસી. (ગઢડા પ્રથમ ૪૬ - ૧૯૯)
૨૦૦. આકાશ બે પ્રકારનો છે - એક ભૌતિકાકાશ અને બીજો મહાકાશ. મહાકાશને યોગીઓ ચિદાકાશ કહે છે. અહીં ચિદાકાશનું સ્વરૂપ નિરૂપીને ચિદાકાશ સમાધિમાં લીન થતો નથી, પરંતુ ભૈતિક આકાશનો સંકોચરૂપી લય થાય છે તેમ ઉત્તર આપે છે. (ગઢડા પ્રથમ ૪૬ - ૨૦૦)
૨૦૧. 'પૃથ્વી આદિક ચાર ભૂત દેખાતાં નથી, એકલો આકાશ જ દેખાય છે' - આ વાક્ય દ્વારા અહીં ભૌતિક આકાશનું નિરૂપણ કરે છે તેવું લાગે, પરંતુ આગળનાં વાક્યો તપાસતાં અહીં ચિદાકાશનું જ નિરૂપણ થઈ રહ્યું છે. તેથી 'પૃથ્વી આદિક ચાર ભૂત' શબ્દમાં ભૌતિક આકાશનો પણ સમાવેશ સમજવો. (ગઢડા પ્રથમ ૪૬ - ૨૦૧)
૨૦૨. વચ. ગ. પ્ર. ૨૧માં કહ્યા મુજબ અક્ષરબ્રહ્મના અમૂર્તરૂપનું નિરૂપણ સમજવું. (ગઢડા પ્રથમ ૪૬ - ૨૦૨)
૨૦૩. તમોગુણમાંથી ઉત્પન્ન થયો છે માટે અથવા શ્યામલ વર્ણ છે માટે. (ગઢડા પ્રથમ ૪૬ - ૨૦૩)
૨૦૪. કુંડપંથ - વામમાર્ગનો એક પેટા ભેદ; તેના અનુયાયીઓ કુંડામાં ખાય છે. (ગઢડા પ્રથમ ૪૮ - ૨૦૪)
૨૦૫. બ્રહ્મચર્યવ્રતરૂપ. (ગઢડા પ્રથમ ૪૮ - ૨૦૫)
૨૦૬. બીજાં તપ, વ્રત, જપાદિક સાધન નથી. (ગઢડા પ્રથમ ૪૯ - ૨૦૬)
૨૦૭. વિશેષ જાણકારી માટે જુઓ : પરથારો, ટીપણી-૧૪. (ગઢડા પ્રથમ ૪૯ - ૨૦૭)
૨૦૮. કુશ એટલે દર્ભ, દર્ભનો અગ્રભાગ અણીદાર અને સૂક્ષ્મ હોય છે. જેની બુદ્ધિ આવી હોય તેને બ્રહ્મ અર્થાત્ પરમાત્માની પ્રાપ્તિ થાય છે એમ "દ્રશ્યતે ત્વગ્ર્યયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ ।" કઠોપનિષદ : ૧/૩/૧૨) ઇત્યાદિ શ્રુતિ-સ્મૃતિઓ કહે છે. (ગઢડા પ્રથમ ૫૦ - ૨૦૮)
૨૦૯. ગીતા : ૨/૬૯. (ગઢડા પ્રથમ ૫૦ - ૨૦૯)
૨૧૦. જેમ લોભી ધનમાં જોડાય, કામી મનગમતી સ્ત્રીમાં જોડાય ત્યારે બીજું બધું જ ભૂલીને તે રૂપ થઈ જાય છે; તેવી રીતે પુરુષોત્તમમાં જ એકાકારપણે જોડાયેલ. (ગઢડા પ્રથમ ૫૧ - ૨૧૦)
૨૧૧. મોક્ષધર્મની. (ગઢડા પ્રથમ ૫૨ - ૨૧૧)
૨૧૨. ઉપનિષદો, મહાભારત, ગીતા, કપિલગીતા વગેરેમાં નિરૂપાયેલ પ્રાચીન સાંખ્ય. (ગઢડા પ્રથમ ૫૨ - ૨૧૨)
૨૧૩. મહાભારત, શાંતિપર્વ : ૨૯૩/૪૨-૪૫. (ગઢડા પ્રથમ ૫૨ - ૨૧૩)
૨૧૪. યોગસૂત્ર : ૧/૨૪-૨૭; ભાગવત : ૩/૨૮. (ગઢડા પ્રથમ ૫૨ - ૨૧૪)
૨૧૫. બ્રહ્મસૂત્ર : ૧/૧/૨,૨૨; ૧/૩/૮; ૧/૨/૨૧; ૨/૧/૨૨ ઇત્યાદિકમાં સમન્વય પામેલ ઉપનિષદની શ્રુતિઓ. (ગઢડા પ્રથમ ૫૨ - ૨૧૫)
૨૧૬. સાત્વતસંહિતા : ૧/૨૫-૨૭ વગેરે. (ગઢડા પ્રથમ ૫૨ - ૨૧૬)
૨૧૭. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનો જેમાં સમાવેશ થાય છે તેવો એકાંતિક ધર્મ. (ગઢડા પ્રથમ ૫૪ - ૨૧૭)
૨૧૮. ભાગવત : ૩/૨૫/૨૦. (ગઢડા પ્રથમ ૫૪ - ૨૧૮)
૨૧૯. આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ । તેષાં જ્ઞાની નિત્યયુક્ત એકભક્તિર્વિશિષ્યતે ॥ અર્થ: અધિકારથી પડી ગયેલો અને ફરી પામવાને ઇચ્છે તે આર્ત, આત્મસ્વરૂપને જાણવાને ઇચ્છે તે જિજ્ઞાસુ, ઐશ્વર્ય પામવાને ઇચ્છે તે અર્થાર્થી, પોતાના આત્માને ત્રિગુણાત્મક માયાથી જુદો બ્રહ્મરૂપ માનીને ભગવાનને પામવાની ઇચ્છા કરનાર જ્ઞાની. આ ચારેયમાં જ્ઞાની પોતાના આત્માને બ્રહ્મસ્વરૂપ માની નિરંતર પરમાત્મામાં જોડાયેલ છે અને એકમાત્ર પરમાત્માની ભક્તિની જ ઇચ્છા રાખે છે, તેથી અધિક છે. (ગીતા : ૭/૧૬-૧૭). (ગઢડા પ્રથમ ૫૬ - ૨૧૯)
૨૨૦. ભગવાનના માહાત્મ્યજ્ઞાનથી ઉપાસનાનું બળ વૃદ્ધિ પામે છે. ઉપાસનાનું બળ વધવાથી પોતાના આત્માને બ્રહ્મરૂપ માનવારૂપ આત્મનિષ્ઠા પરિપક્વ થાય છે. તેમ થવાથી દેહનું સમગ્ર દુઃખ દૂર થાય છે. આત્મા અને દેહનો સ્પષ્ટ વિવેક (બ્રહ્મ સાથેની એકતા) તથા તેના કારણરૂપ ઉપાસના, આ બંને ન હોવાથી જ ભક્ત દુઃખી થાય છે તે તાત્પર્યનું નિરૂપણ કરે છે. (ગઢડા પ્રથમ ૫૬ - ૨૨૦)
૨૨૧. ઉત્પત્ત્યાદિકને જાણનારા. (ગઢડા પ્રથમ ૫૬ - ૨૨૧)
૨૨૨. અનાત્મા અર્થાત્ આત્માથી જુદા દેહ વગેરે નાશવંત પદાર્થો. (ગઢડા પ્રથમ ૫૬ - ૨૨૨)
૨૨૩. સ્નેહ બે પ્રકારનો છે - એક તો ભગવાનના માહાત્મ્યજ્ઞાનથી થનારો અને એક સાહજિક (સ્ત્રી-પુત્રાદિકમાં જેમ સ્વાભાવિક દ્રઢ સ્નેહ થાય છે તેમ ભગવાનમાં સ્નેહ થાય તે). તેમાં પ્રથમ સાહજિક સ્નેહ કહે છે. (ગઢડા પ્રથમ ૫૭ - ૨૨૩)
૨૨૪. પ્રતિદિન વૃદ્ધિ પામીને, સુદ્રઢ થઈને, ભગવાનનાં મનુષ્યચરિત્રને જોઈને પણ ક્યારેય ઓછું નહિ થનારું હેત આવું વિશિષ્ટ હોવાથી જ સાહજિક હેતની અપેક્ષાએ ઉત્તમ છે. (ગઢડા પ્રથમ ૫૭ - ૨૨૪)
૨૨૫. સ્વતંત્રપણે. (ગઢડા પ્રથમ ૫૯ - ૨૨૫)
૨૨૬. સ્વતંત્રકર્તા. (ગઢડા પ્રથમ ૫૯ - ૨૨૬)
૨૨૭. સમુદ્ર ઉલ્લંઘન કરવાનું. (ગઢડા પ્રથમ ૫૯ - ૨૨૭)
૨૨૮. જાંબવાનના. જાંબવાને હનુમાનજીને તેમનું બળ જણાવ્યું; તે વાત વાલ્મીકિ રામાયણ, કિષ્કિન્ધાકાંડ, સર્ગ : ૬૫માં છે. (ગઢડા પ્રથમ ૫૯ - ૨૨૮)
૨૨૯. ભગવાને પ્રલંબાસુરને હણવાની સામર્થીરૂપ બળદેવજીનું બળ જણાવ્યું તેનું વર્ણન વિષ્ણુપુરાણ : ૫/૯/૩૪ તથા હરિવંશ, વિષ્ણુપર્વ : ૫૮/૫૦-૫૧માં મળે છે. (ગઢડા પ્રથમ ૫૯ - ૨૨૯)
૨૩૦. કોઈક ભક્તના જણાવ્યા વિના. (ગઢડા પ્રથમ ૫૯ - ૨૩૦)
૨૩૧. બ્રહ્માજીના લોકમાં. (ગઢડા પ્રથમ ૬૦ - ૨૩૧)
૨૩૨. તેણે યુક્ત એવી જે ઉપાસના. (ગઢડા પ્રથમ ૬૧ - ૨૩૨)
૨૩૩. ઉપાસના તથા બ્રાહ્મીસ્થિતિ રહિત કેવળ. (ગઢડા પ્રથમ ૬૧ - ૨૩૩)
૨૩૪. ભાગવત : ૮/૧૮-૨૩. (ગઢડા પ્રથમ ૬૧ - ૨૩૪)
૨૩૫. ભાગવત : ૧/૧૬/૨૬-૨૮. ૧. સત્યમ્ - સર્વ જીવપ્રાણીમાત્રનું હિત કરવું, સત્ય બોલવું. ૨. શૌચમ્ - પવિત્રતા, નિર્દોષપણું. ૩. દયા - અન્યનાં દુઃખો દૂર કરવાની વૃત્તિ. ૪. ક્ષાન્તિઃ - અપરાધીઓના અપરાધ સહન કરવા. ૫. ત્યાગઃ - યાચકો પ્રત્યે ઉદારતા અથવા પરમાત્માને આત્મસમર્પણ. ૬. સંતોષઃ - સદાય ક્લેશે રહિતપણું. ૭. આર્જવમ્ - મન, વાણી અને શરીરનું એકરૂપપણું. એટલે જેવું મનમાં તેવું જ વાણીમાં અને તેવી જ ક્રિયા કરવી; અર્થાત્ સરળતા. ૮. શમઃ - મનનો સંયમ. ૯. દમઃ - આંખ વગેરે બાહ્ય ઇન્દ્રિયો પર સંયમ. ૧૦. તપઃ - શરીર તથા મનને ક્લેશ થાય તેવાં વ્રતાદિ કરવાં. ૧૧. સામ્યમ્ - શત્રુ-મિત્ર પ્રત્યે સમાન ભાવ. ૧૨. તિતિક્ષા - સુખ-દુઃખ જેવાં દ્વન્દ્વોથી પરાભવ નહિ પામવાપણું, સહનશક્તિ. ૧૩. ઉપરતિઃ - અધિક લાભ તથા પ્રાપ્તિ પ્રત્યે ઉદાસીનતા. ૧૪. શ્રુતમ્ - સર્વ શાસ્ત્રાર્થનું યથાર્થ જાણવાપણું. ૧૫. જ્ઞાનમ્ - આશ્રિતોના અનિષ્ટની નિવૃત્તિ અને ઈષ્ટની પ્રાપ્તિ કરી આપવામાં ઉપયોગી જ્ઞાન અથવા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ તથા પરબ્રહ્મની અનુભવપૂર્ણ જાણકારી. ૧૬. વિરક્તિઃ - વૈરાગ્ય, વિષયમાં નિઃસ્પૃહપણું અથવા વિષયોથી ચિત્તનું આકર્ષણ ન થવાપણું. ૧૭. ઐશ્વર્યમ્ - સર્વ જીવપ્રાણીનું નિયંતાપણું. ૧૮. શૌર્યમ્ - શૂરવીરપણું. ૧૯. તેજઃ - પ્રભાવ, એટલે કોઈથી પણ પરાભવ ન પામવાપણું. ૨૦. બલમ્ - કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. ૨૧. સ્મૃતિઃ - પોતાનામાં અનન્યભાવે પ્રેમથી જોડાયેલ ભક્તોના અપરાધોને ન જોતા તેમને ક્ષણમાત્ર ન ભૂલે. તેમના ગુણોનું સ્મરણ કરે. ૨૨. સ્વાતંત્ર્યમ્ - અન્યની અપેક્ષાથી રહિતપણું. ૨૩. કૌશલમ્ - નિપુણપણું. ૨૪. કાન્તિઃ - આધ્યાત્મિક તેજ. ૨૫. ધૈર્યમ્ - સર્વદા અવ્યાકુળતા. ૨૬. માર્દવમ્ - ચિત્તની કોમળતા અથવા ક્રૂરતાએ રહિતપણું. ૨૭. પ્રાગલ્ભ્યમ્ - પીઢતા, જ્ઞાનની ગંભીરતા. ૨૮. પ્રશ્રયઃ - વિનયશીલતા, જ્ઞાન-ગરીબાઈ. ૨૯. શીલમ્ - સદાચાર. ૩૦. સહઃ - પ્રાણનું નિયમન-સામર્થ્ય. ૩૧. ઓજઃ - બ્રહ્મચર્યથી પ્રાપ્ત કરેલ દિવ્ય કાંતિ. ૩૨. બલમ્ - કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. ૩૩. ભગઃ - જ્ઞાનાદિ ગુણોની અધિકતા. ૩૪. ગાંભીર્યમ્ - જ્ઞાનનું ઊંડાણ, આછકલાપણાથી રહિત અથવા અભિપ્રાય ન જાણી શકાય તે. ૩૫. સ્થૈર્યમ્ - ક્રોધ થવાનાં નિમિત્ત સતે પણ વિકાર ન થાય તે અથવા ચંચળતાનો અભાવ. ૩૬. આસ્તિક્યમ્ - શાસ્ત્રાર્થમાં વિશ્વાસ અથવા ભગવાન સદાકર્તા, સાકાર, સર્વોપરી અને પ્રગટ છે તેવી દ્રઢ શ્રદ્ધા. ૩૭. કીર્તિઃ - યશ. ૩૮. માનઃ - પૂજાની યોગ્યતા. ૩૯. અનહંકૃતિઃ - અહંકારનો અભાવ, નિર્માનીપણું. (ગઢડા પ્રથમ ૬૨ - ૨૩૫)
૨૩૬. કેવા સંતમાં ભગવાનના ગુણો આવે છે અને કેવી રીતે આવે છે ? એ બે પ્રશ્નો છે, તેમાં પ્રથમ પ્રશ્નનો ઉત્તર આપે છે. (ગઢડા પ્રથમ ૬૨ - ૨૩૬)
૨૩૭. કુટિલ યુક્તિજાળથી ગૂંથાયેલાં, માટે મોહ થાય તેવાં અસચ્છાસ્ત્ર. (ગઢડા પ્રથમ ૬૨ - ૨૩૭)
૨૩૮. શુષ્કવેદાંતી વગેરેની. (ગઢડા પ્રથમ ૬૨ - ૨૩૮)
૨૩૯. 'આ પરમેશ્વર કહેવાય છે પણ બીજાથી ભય કેમ પામે છે ?' વગેરે શંકાઓ. (ગઢડા પ્રથમ ૬૨ - ૨૩૯)
૨૪૦. બીજા પ્રશ્નનો ઉત્તર આપે છે. (ગઢડા પ્રથમ ૬૨ - ૨૪૦)
૨૪૧. દૈવી અને આસુરી એ બે પ્રકારના જીવો છે, તેમના ગુણો તથા દોષો ગીતા (અધ્યાય-૧૬)માં પૃથક્ પૃથક્ કહ્યા છે. તે બંને જીવો ભગવાનના સંબંધને પામીને પણ સ્વાભાવિક પોતાના ગુણો તથા દોષોનો ત્યાગ કરી શકતા નથી. તેમાં દૈવી જીવો ભગવાનના સંબંધથી તેમના સત્યાદિ ગુણોને પામે છે જ અને આસુરી જીવો તો ભગવાનના સંબંધથી તેમના ગુણોને નથી જ પામતા. દૈવી જીવોમાં પણ જો કોઈક કદાચિત્ પ્રમાદથી અથવા જાણી જોઈને ગુણીયલ ગરીબ પ્રકૃતિનાં ભક્તજનનું અપમાન કરે તો તે દૈવી જીવ પણ અસુરની પેઠે ગુણહીન થઈને દોષયુક્ત થાય અને તેનામાં ભગવાનના ગુણો આવે નહિ તે ભાવાર્થ છે, તેને દ્રષ્ટાંત કહેવાપૂર્વક વિવેચન કરીને કહે છે. (ગઢડા પ્રથમ ૬૨ - ૨૪૧)
૨૪૨. અસલ શબ્દ વત્સનાભ - એક જાતનો ઓષધોપયોગી ઝેરી છોડ; તેનો આકાર વાછરડાની નાભી જેવો હોવાથી તેનું નામ 'વત્સનાભ' પડ્યું છે. તે દવા માટે વૈદ્યકમાં વપરાય છે. (ગઢડા પ્રથમ ૬૨ - ૨૪૨)
૨૪૩. ફરીથી પણ પ્રકારાન્તરથી મોટ્યપ કહે છે. (ગઢડા પ્રથમ ૬૩ - ૨૪૩)
૨૪૪. જે જે થકી મોટો હોય તે તે થકી સૂક્ષ્મ હોય અને કારણ પણ હોય. આ નિયમ પ્રમાણે અપેક્ષાકૃત કારણરૂપ, અહીં દર્શાવેલ તમામ તત્ત્વોમાં સૂક્ષ્મતા તથા મહત્તા બંને ગુણ રહેલા છે. સૂક્ષ્મતા તથા મહત્તા બંને ગુણ જેમાં હોય તેને કંઈક અંશે મૂર્ત પદાર્થ કહી શકાય. આ હેતુથી આકાશ વગેરે કાર્ય-કારણભૂત તત્ત્વોને પણ મૂર્તિમાન કહ્યાં છે. (ગઢડા પ્રથમ ૬૩ - ૨૪૪)
૨૪૫. 'ઝીણાં મચ્છર હોય તેને મધ્યે કીડી હોય તે મોટી દેખાય' – અહીં દર્શાવેલાં આવાં દ્રષ્ટાંત દ્વારા ગોલોકાદિક ધામોથી અક્ષરધામ અતિશય વિશાળ, સર્વોપરી અને સર્વશ્રેષ્ઠ ધામ છે – તેમ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાત (સ્વામીની વાતો : ૩/૨૩)માં સમજાવ્યું છે. (ગઢડા પ્રથમ ૬૩ - ૨૪૫)
૨૪૬. આ સ્થળે મૂળપુરુષને 'બ્રહ્મ' શબ્દથી કહ્યા છે. (ગઢડા પ્રથમ ૬૩ - ૨૪૬)
૨૪૭. "યસ્યાત્મા શરીરમ્" (બૃહદારણ્યકોપનિષદ, માધ્યન્દિન પાઠ : ૩/૭/૩૦); "યસ્યાક્ષરં શરીરમ્" (સુબાલોપનિષદ : ૭). (ગઢડા પ્રથમ ૬૪ - ૨૪૭)
૨૪૮. "શીર્યતે તચ્છરીરમ્" આ પ્રકારની વ્યાખ્યા પ્રમાણે શરીરને પરિણામી અને નાશવંત કહ્યું છે. માટે આત્મા તથા અક્ષરને પરમાત્માનું શરીર કહ્યું છે તે શી રીતે સંભવે ? કારણ કે આત્મા અને અક્ષર તો નિર્વિકારી, અપરિણામી અને નિત્ય છે. આવો પ્રશ્નનો આશય છે. (ગઢડા પ્રથમ ૬૪ - ૨૪૮)
૨૪૯. "શીર્યતે તચ્છરીરમ્" આ પ્રકારનો અર્થ અહીં 'શરીર' શબ્દનો કર્યો નથી. દર્શન-શાસ્ત્રોમાં ઘણા શબ્દોના પારિભાષિક અર્થાત્ વિશિષ્ટ અર્થો પણ કરવામાં આવે છે. તે જ રીતે અહીં ઉપનિષદોમાં નોંધાયેલ 'શરીર' શબ્દનો પારિભાષિક અર્થ વ્યાપ્યપણું, આધીનપણું તથા અસમર્થપણું કર્યો છે, તે આશયથી જણાવે છે કે - (ગઢડા પ્રથમ ૬૪ - ૨૪૯)
૨૫૦. પૃથિવ્યાદિક. (ગઢડા પ્રથમ ૬૪ - ૨૫૦)
૨૫૧. પૃથિવ્યાદિકરૂપે. (ગઢડા પ્રથમ ૬૪ - ૨૫૧)
૨૫૨. જીવાત્માના. (ગઢડા પ્રથમ ૬૪ - ૨૫૨)
૨૫૩. કરચરણાદિક-અવયવરહિત જીવાત્માના. (ગઢડા પ્રથમ ૬૪ - ૨૫૩)
૨૫૪. કરચરણાદિક-અવયવરહિત હોવાથી અરૂપ. (ગઢડા પ્રથમ ૬૪ - ૨૫૪)
૨૫૫. માયાના ગુણથી પરાભવ ન થવો વગેરે સામર્થ્ય. (ગઢડા પ્રથમ ૬૪ - ૨૫૫)
૨૫૬. બ્રહ્મમય તનું. "બ્રાહ્મીં સંવિશતે તનુમ્ ।" (મહાભારત, શાંતિપર્વ : ૧૮૯/૧૯) "ગુણાપાયે બ્રહ્મશરીરમેતિ ।" (મહાભારત, શાંતિપર્વ : ૧૯૯/૨૭) બ્રહ્મમય (દિવ્ય) તનુમાં પ્રવેશ કરે છે અર્થાત્ પામે છે, એમ કહ્યું છે. (ગઢડા પ્રથમ ૬૪ - ૨૫૬)
૨૫૭. દેહને અંતે. (ગઢડા પ્રથમ ૬૪ - ૨૫૭)
૨૫૮. સુષુપ્તિને તુલ્ય અક્ષરબ્રહ્મતેજમાં. (ગઢડા પ્રથમ ૬૪ - ૨૫૮)
૨૫૯. તો ભગવાનની સેવાનું સુખ ન પામે તેમાં શું કહેવું ? (ગઢડા પ્રથમ ૬૪ - ૨૫૯)
૨૬૦. સૃષ્ટિ સમયે આકાશની ઉત્પત્તિ થાય છે અને પ્રલય સમયે લય થાય છે તેનો આ સ્થળે પ્રસંગ નથી, પરંતુ શરીરમાં જે આકાશની ઉત્પત્તિ અને લયનો વ્યવહાર થાય છે તેનો પ્રસંગ છે. તે વ્યવહાર પણ વાસ્તવિક નથી, ઔપાધિક છે, આટલો અભિપ્રાય છે. (ગઢડા પ્રથમ ૬૫ - ૨૬૦)
૨૬૧. નિત્ય તત્ત્વોમાં ત્રણ ભેદ છે : (૧) કૂટસ્થ નિત્ય, (૨) પ્રવાહ નિત્ય, (૩) પરિણામી નિત્ય. (૧) જે ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળમાં પરિણામને જ ન પામે તેને કૂટસ્થ કહેવાય છે. જેવા કે આત્મા, અક્ષરબ્રહ્મ, પરમાત્મા. (૨) ગામમાં રહેતી પ્રજા બદલાતી રહે તેમ છતાં તે ગામને બસો વરસ, પાંચસો વરસ જૂનું કહેવાય, કારણ કે પ્રજાનો પ્રવાહ ચાલુ જ હોય છે. જેમ દેશની સ્વતંત્રતાના સમયથી રાષ્ટ્રપતિનું સ્થાન છે, તેમાં રાષ્ટ્રપતિ બદલાતા રહે, છતાં તેના સ્થાનની ઉંમર દેશની સ્વતંત્રતા જેટલી જ કહેવાય. તેવી રીતે પુરુષની નિત્યતા સમજવી. બ્રહ્માંડોની મહાઉત્પત્તિ વેળાએ પુરુષ બદલાય, તેમ છતાં પુરુષ નામથી ચાલ્યું આવતું એક ઉત્પત્તિનું કારણભૂત સ્થાન તેને નિત્ય કહેવાય છે. (૩) પરિણામ બદલાતું રહે છતાં તત્ત્વ તેનું તે રહે. જેમ સુવર્ણ તેનું તે રહે પણ તેનાં કુંડલ, વીંટી, હાર વગેરે બને; તેવી રીતે માયાની પરિણામી નિત્યતા જાણવી. પ્રસ્તુત સંદર્ભમાં પ્રકૃતિ, પુરુષ નિત્ય છે તેમ આકાશની નિત્યતા કહી છે. તે ફક્ત નિત્યત્વ ધર્મને લીધે જ જાણવી. પરંતુ પ્રકૃતિ, પુરુષ તેમ જ ચિદાકાશ ત્રણેય તત્ત્વોની નિત્યતામાં ભેદ છે. ચિદાકાશ કૂટસ્થ નિત્ય છે. જ્યારે પ્રકૃતિ તથા પુરુષ ક્રમશઃ પરિણામી નિત્ય અને પ્રવાહ નિત્ય છે. (ગઢડા પ્રથમ ૬૫ - ૨૬૧)
૨૬૨. તે ગઢડા પ્રથમ પ્રકરણના ૪૬મા વચનામૃતમાં કહ્યું છે. (ગઢડા પ્રથમ ૬૫ - ૨૬૨)
૨૬૩. અને જે બ્રહ્માંડ છે તે વૈરાજપુરુષનો દેહ છે, તેનું વર્ણન ભાગવત (૨/૧/૨૬-૩૯)માં "પાતાલમેતસ્ય હિ પાદમૂલમ્" ઇત્યાદિ શ્લોકથી કર્યું છે. (ગઢડા પ્રથમ ૬૫ - ૨૬૩)
૨૬૪. વૈરાજપુરુષનાં ઇન્દ્રિયો સાથે. (ગઢડા પ્રથમ ૬૫ - ૨૬૪)
૨૬૫. તે નાડી ભગવાનના ધામના માર્ગરૂપ છે. "તયોર્ધ્વમાયન્નમૃતત્વમેતિ" (કઠોપનિષદ : ૨/૩/૧૬) એમ શ્રુતિમાં કહ્યું છે. (ગઢડા પ્રથમ ૬૫ - ૨૬૫)
૨૬૬. સમાધિમાં ત્રણ અવસ્થાનો લય થાય છે, તેમાં. (ગઢડા પ્રથમ ૬૫ - ૨૬૬)
૨૬૭. એકાગ્રતા, તન્મયપણું. (ગઢડા પ્રથમ ૬૫ - ૨૬૭)
૨૬૮. કર્મફળનું ભોગસ્થાન. (ગઢડા પ્રથમ ૬૫ - ૨૬૮)
૨૬૯. તે શક્તિઓ સર્વ જીવોના ગુણકર્માનુસારે જીવમાં રહેલી જ્ઞાનાદિ શક્તિઓને પ્રેરે છે, માટે ભગવાનમાં વિષમતા નથી. (ગઢડા પ્રથમ ૬૫ - ૨૬૯)
૨૭૦. ભાગવત : ૪/૩૦/૨૪; ૭/૯/૪૮. (ગઢડા પ્રથમ ૬૬ - ૨૭૦)
૨૭૧. નિર્ગુણાદિક શબ્દના અર્થમાં. (ગઢડા પ્રથમ ૬૬ - ૨૭૧)
૨૭૨. 'અરૂપ' શ્વેતાશ્વતરોપનિષદ : ૩/૧૦, 'જ્યોતિષાં જ્યોતિઃ' બૃહદારણ્યકોપનિષદ : ૪/૪/૧૬, 'નિર્ગુણઃ' શ્વેતાશ્વતરોપનિષદ : ૬૧/૧, 'વ્યાપકઃ' કઠોપનિષદ ૬/૮. (ગઢડા પ્રથમ ૬૬ - ૨૭૨)
૨૭૩. અહીં 'બ્રહ્મ' શબ્દથી, ભૂમાપુરુષના લોક તરીકે ભાગવત (૧૦/૮૯/૫૩-૫૮)માં કહ્યો છે તે સમજવો. આ લોકને માયાથી પર જણાવ્યો છે, તે પણ અન્ય દેવલોકની અપેક્ષાએ માયાથી પર સમજવો. (ગઢડા પ્રથમ ૬૬ - ૨૭૩)
૨૭૪. 'યસ્ય દેવે પરા ભક્તિર્યથા દેવે તથા ગુરૌ । તસ્યૈતે કથિતા હ્યર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ ॥' 'જેવી દેવમાં પરાભક્તિ છે તેવી ગુરુમાં થાય તો તેને સર્વ અર્થો સિદ્ધ થાય છે.' (શ્વેતાશ્વતરોપનિષદ : ૬/૨૩). (ગઢડા પ્રથમ ૬૭ - ૨૭૪)
૨૭૫. કરેલા ઉત્તરમાં જે ન્યૂનતા છે તેને પૂર્ણ કરે છે. (ગઢડા પ્રથમ ૬૭ - ૨૭૫)
૨૭૬. પશ્ચાત્તાપ, હૃદયની બળતરા, પસ્તાવો, સંતાપ. (ગઢડા પ્રથમ ૬૭ - ૨૭૬)
૨૭૭. યોગનિદ્રા. (ગઢડા પ્રથમ ૬૮ - ૨૭૭)
૨૭૮. 'પુત્રેતિ તન્મયતયા તરવોઽભિનેદુઃ ।' આ શ્લોકથી ભાગવત (૧/૨/૨)માં કહ્યું છે. આ જ આશયના શ્લોકો દેવીભાગવત (૧/૧૯)માં પણ છે. (ગઢડા પ્રથમ ૬૮ - ૨૭૮)
૨૭૯. 'શૈલી દારુમયી લૌહી લેપ્યા લેખ્યા ચ સૈકતી । મણિમયી મનોમયી પ્રતિમાઽષ્ટવિધાઃ સ્મૃતાઃ ॥' (ભાગવત : ૧૧/૨૭/૧૨). પાષાણની, કાષ્ઠની, ધાતુની, ચિત્રપ્રતિમા, છાપ અથવા ઉલ્લેખિત કરેલી-ઉપાડની, રેતીની અથવા કાચની, મણિની બનાવેલ, મનની કલ્પનારૂપ - આ આઠ પ્રકારની પ્રતિમા કહી છે. (ગઢડા પ્રથમ ૬૮ - ૨૭૯)
૨૮૦. મત્સ્યપુરાણ, અ. ૧૪૨; મહાભારત, શાંતિપર્વ : ૩૨૨; સ્કન્દપુરાણ, વાસુદેવમાહાત્મ્ય : ૬/૩૭-૪૦. (ગઢડા પ્રથમ ૬૯ - ૨૮૦)
૨૮૧. મન જ્ઞાન મેળવવા માટેનું સાધન છે. તેથી જ્યાં સુધી જીવને આ લોકનું, પંચવિષયનું અથવા કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત થયું નથી, ત્યાં સુધી મનનો સંબંધ છૂટવાનો જ નથી. જેમ આંબલીનો કચૂકો અને તેની છાલ જોડાયેલાં છે, તેમ મન અને જીવ જોડાયેલાં છે. તો વિષયના ભોગરૂપ જ્ઞાનપ્રાપ્તિના સમયે જ એક હા પાડે અને એક ના પાડે છે, આ પ્રકારનું મન તથા જીવાત્માનું જુદાપણું સંભવતું નથી. તેથી નિત્યાનંદ સ્વામીના ઉત્તરને અયોગ્ય જાણી પોતે શ્રીહરી ઉત્તર કરે છે. (ગઢડા પ્રથમ ૭૦ - ૨૮૧)
૨૮૨. “આ તારો પિતા નથી, આ તારી માતા નથી, આ તારું ઘર નથી, આ તારું ધન નથી, તું તો બ્રહ્મરૂપ આત્મા છું અને ભગવાનનો દાસ છું;” વગેરે વાર્તા. (ગઢડા પ્રથમ ૭૦ - ૨૮૨)
૨૮૩. ગીતા : ૧૮/૭૮. (ગઢડા પ્રથમ ૭૦ - ૨૮૩)
૨૮૪. બહારના સંત જે જે પ્રકારે પ્રસન્ન થાય તેમ કરવું, તે જ અંતરના સંતનું પોષણ કહ્યું છે. (ગઢડા પ્રથમ ૭૦ - ૨૮૪)
૨૮૫. કુસંગથી છેટે રહેતાં અને સંતસમાગમ કરતાં પણ કોઈ કામનાથી કરેલો ભગવાનનો નિશ્ચય, તે કામના સિદ્ધ ન થાય તો સમૂળો નાશ થઈ જાય છે. માટે, "પોતાના મોક્ષ માટે જ નિશ્ચય કરવો," એમ હેતુ બતાવ્યો નથી, તેથી પ્રશ્નનો ઉત્તર યથાર્થ ન થયો એમ જાણીને શ્રીહરિ પોતે જ તે પ્રશ્નનો ઉત્તર કહે છે. પોતાના મોક્ષ માટે જ કરેલો નિશ્ચય નિત્યાનંદ મુનિએ કહેલા સાધનથી સ્થિર થાય છે, કોઈ કામનાને ઉદ્દેશીને કરેલો નિશ્ચય તો સ્થિર થતો નથી; આટલો ઉત્તરનો આશય છે. (ગઢડા પ્રથમ ૭૦ - ૨૮૫)
૨૮૬. પૃથ્વી, જળ વગેરે ભૂતો તેમજ આંખ, કાન વગેરે ઇન્દ્રિયો. (ગઢડા પ્રથમ ૭૧ - ૨૮૬)
૨૮૭. દિવ્યરૂપ. (ગઢડા પ્રથમ ૭૧ - ૨૮૭)
૨૮૮. દિવ્ય. "ન ભૂતસૃષ્ટિસંસ્થાનં દેહોઽસ્ય પરમાત્મનઃ ।" [મહાભારત (કુંભકોણમ્ આવૃત્તિ) : ૧૨/૨૦૬/૬૦]; "પ્રકૃતિં સ્વામધિષ્ઠાય ।" (ગીતા : ૪/૬); "યત્ર ત્રિસર્ગો મૃષા ।" (ભાગવત : ૧/૧/૧) ઇત્યાદિ વચનોથી પરમાત્માના શરીરને અપ્રાકૃત, દિવ્ય, અલૌકિક પ્રતિપાદન કર્યું છે. (ગઢડા પ્રથમ ૭૧ - ૨૮૮)
૨૮૯. અહીં ધામરૂપ અક્ષરનો ઉલ્લેખ સમજવો. વચનામૃત ગ. પ્ર. ૬૩ પ્રમાણે તેનું સ્વરૂપ નજરમાં ન આવે તેવું મોટું હોવાથી તેને અહીં નિરાકાર કહ્યું છે. (ગઢડા પ્રથમ ૭૧ - ૨૮૯)
૨૯૦. અહીં દર્શાવેલ અક્ષરધામ એ શ્રીજીમહારાજની સાથે પૃથ્વી પર પધારેલ સદ્‌ગુરુ ગુણાતીતાનંદ સ્વામી જ છે, જેમની પોતાને રહેવાના અક્ષરધામ તરીકેની ઓળખાણ પ્રસંગોપાત્ત શ્રીજીમહારાજે સ્વમુખે ઘણી વાર સત્સંગમાં કરી છે. સમગ્ર સંપ્રદાયમાં વચનામૃતનાં રહસ્યના જાણનાર તરીકે પ્રસિદ્ધિને પામ્યા છે. (ગઢડા પ્રથમ ૭૧ - ૨૯૦)
૨૯૧. અક્ષરધામ સહિત ભગવાનનું સ્વરૂપ પૃથ્વી ઉપર વિરાજમાન છે અર્થાત્, અક્ષર કહેતાં ગુણાતીતાનંદ સ્વામી સહિત પુરુષોત્તમ કહેતાં શ્રીજીમહારાજ પૃથ્વી પર સદા પ્રગટ છે. આ રીતનું જ્ઞાન ગુરુપરંપરા દ્વારા પ્રાપ્ત કરી, બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અક્ષરે સહિત પુરુષોત્તમની અર્થાત્ ગુણાતીતાનંદ સ્વામી તથા સહજાનંદ સ્વામીની યુગલ મૂર્તિ પધરાવીને આ જ્ઞાનને મૂર્તિમાન કર્યું છે. (ગઢડા પ્રથમ ૭૧ - ૨૯૧)
૨૯૨. "દુર્બલાઁસ્તાત બુધ્યેથા નિત્યમેવાવિમાનિતાન્ ।" (મહાભારત, શાંતિપર્વ : ૯૨/૧૪-૧૫) ઇત્યાદિ વચનો દ્વારા. (ગઢડા પ્રથમ ૭૨ - ૨૯૨)
૨૯૩. ધર્મિષ્ઠ માતાપિતા અને સાસરિયાં ન હોવાથી ધર્મપાલન માટે શરણે આવેલી. (ગઢડા પ્રથમ ૭૨ - ૨૯૩)
૨૯૪. 'આ પુરુષ ધર્મમાંથી મને નહિ પાડે,' એમ જાણીને તેની સહાયતાથી નિશ્ચિંત થઈને તેમાં વિશ્વાસ મૂકનારી, જેનો પતિ પરદેશમાં ગયેલો છે એવી સ્ત્રી. (ગઢડા પ્રથમ ૭૨ - ૨૯૪)
૨૯૫. ભાગવત : ૧૦/૩૩/૨૭-૨૯. (ગઢડા પ્રથમ ૭૨ - ૨૯૫)
૨૯૬. નિશ્ચયમાં કાચ્યપ હોવાથી. (ગઢડા પ્રથમ ૭૨ - ૨૯૬)
૨૯૭. તે અન્નરસથી ઉત્પન્ન થાય છે. (ગઢડા પ્રથમ ૭૩ - ૨૯૭)
૨૯૮. "આત્મન્યવરુદ્ધસૌરતઃ ।" (ભાગવત : ૧૦/૩૩/૨૬). (ગઢડા પ્રથમ ૭૩ - ૨૯૮)
૨૯૯. ભાગવત : ૮/૧૨/૩૨. (ગઢડા પ્રથમ ૭૩ - ૨૯૯)
૩૦૦. ભાગવત : ૧૦/૬૧/૧-૨. (ગઢડા પ્રથમ ૭૩ - ૩૦૦)
૩૦૧. ભાગવત : ૩/૩૧/૩૭. (ગઢડા પ્રથમ ૭૩ - ૩૦૧)
૩૦૨. ગોપાલોત્તરતાપિની ઉપનિષદ. (ગઢડા પ્રથમ ૭૩ - ૩૦૨)
૩૦૩. નાભિ સુધી જળમાં ઊભા રહીને ગુદા દ્વારા જળનું આકર્ષણ કરીને બસ્તિને (નાભિથી નીચલા પ્રદેશને) ધોઈ નાંખીને જળનો ત્યાગ કરે, એટલે ગુદાથી આકર્ષણ કરેલા જળને ગુદાથી જ બહાર કાઢે. તે એક બસ્તિનો પ્રકાર કહ્યો છે. લિંગથી જળને આકર્ષણ કરીને ફરીથી લિંગથી જ બહાર કાઢે અથવા ગુદાથી બહાર કાઢે, તે બીજો બસ્તિનો પ્રકાર કહ્યો છે. (ગઢડા પ્રથમ ૭૩ - ૩૦૩)
૩૦૪. પ્રથમ મુખથી જળપાન કરીને ફરીથી તે જળને મુખથી જ વમન કરવું તે ગજકરણી ક્રિયા કહી છે, તેને જ કુંજરક્રિયા કહેવાય છે. (ગઢડા પ્રથમ ૭૩ - ૩૦૪)
૩૦૫. અર્થાત્ મૂલબંધાસન. આ આસનમાં બંને પગનાં તળિયાંને ભેગાં કરી જનનેંદ્રિય અને ગુદાની વચ્ચે આવે તે રીતે નીચે આંગળીઓ અને ઉપર પાની રહે તેમ બેસવું. ધીમે રહીને શરીરને આગળ નમાવતાં બંને પગની એડી ઉપર બેસવું, જેથી પાનીઓ આગળ રહેશે. ત્યાર પછી પાછળ રહેલા બંને પગના અંગૂઠાઓ વિપરીત હાથે પકડવા અર્થાત્ ડાબા પગનો અંગૂઠો જમણા હાથે અને જમણા પગનો અંગૂઠો ડાબા હાથે પકડવો. (હઠયોગપ્રદીપિકા : ૪/૨૯-૩૦). (ગઢડા પ્રથમ ૭૩ - ૩૦૫)
૩૦૬. એકોત્તર શબ્દથી એકોત્તર શત ૧૦૧ અથવા એકોત્તર વિંશતિ ૨૧ કહેવાનો અભિપ્રાય છે. દસ પૂર્વનાં અને દસ પછીનાં અને એક પોતે એમ મળીને એકવીસ કુળનો ઉદ્ધાર થાય છે, એમ પ્રહ્‌લાદના મિષે ભગવાન નૃસિંહે શ્રીમદ્‌ભાગવત (૭/૧૦/૧૮)માં કહ્યું છે. પિતાનાં ૨૪, માતાનાં ૨૦, પત્નીનાં ૧૬, બહેનનાં ૧૨, દિકરીનાં ૧૧, ફોઈનાં ૧૦, માસીનાં ૮ એમ સાત ગોત્રનાં મળીને એકસો અને એક કુળનો ઉદ્ધાર થાય છે એમ પણ નિર્ણયસિંધુ (૩/૨, પૃ. ૨૬૭)માં વાયુપુરાણના શ્લોકનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે. ઉપર લખેલાં માતા-પિતા વગેરેનાં કુળમાં અર્ધાં પૂર્વનાં અને અર્ધાં પછીનાં જાણવાં. (ગઢડા પ્રથમ ૭૫ - ૩૦૬)
૩૦૭. કુળ (ગઢડા પ્રથમ ૭૫ - ૩૦૭)
૩૦૮. ભાગવત : ૩/૩૩. (ગઢડા પ્રથમ ૭૫ - ૩૦૮)
૩૦૯. ભાગવત : ૯/૬. (ગઢડા પ્રથમ ૭૫ - ૩૦૯)
૩૧૦. ઓથ્ય - આશ્રય, બળ. (ગઢડા પ્રથમ ૭૭ - ૩૧૦)
૩૧૧. જુઓ વચનામૃત ગ. પ્ર. ૬૨, ટીપણી-૨૩૫. [ભાગવત : ૧/૧૬/૨૬-૨૮. ૧. સત્યમ્ - સર્વ જીવપ્રાણીમાત્રનું હિત કરવું, સત્ય બોલવું. ૨. શૌચમ્ - પવિત્રતા, નિર્દોષપણું. ૩. દયા - અન્યનાં દુઃખો દૂર કરવાની વૃત્તિ. ૪. ક્ષાન્તિઃ - અપરાધીઓના અપરાધ સહન કરવા. ૫. ત્યાગઃ - યાચકો પ્રત્યે ઉદારતા અથવા પરમાત્માને આત્મસમર્પણ. ૬. સંતોષઃ - સદાય ક્લેશે રહિતપણું. ૭. આર્જવમ્ - મન, વાણી અને શરીરનું એકરૂપપણું. એટલે જેવું મનમાં તેવું જ વાણીમાં અને તેવી જ ક્રિયા કરવી; અર્થાત્ સરળતા. ૮. શમઃ - મનનો સંયમ. ૯. દમઃ - આંખ વગેરે બાહ્ય ઇન્દ્રિયો પર સંયમ. ૧૦. તપઃ - શરીર તથા મનને ક્લેશ થાય તેવાં વ્રતાદિ કરવાં. ૧૧. સામ્યમ્ - શત્રુ-મિત્ર પ્રત્યે સમાન ભાવ. ૧૨. તિતિક્ષા - સુખ-દુઃખ જેવાં દ્વન્દ્વોથી પરાભવ નહિ પામવાપણું, સહનશક્તિ. ૧૩. ઉપરતિઃ - અધિક લાભ તથા પ્રાપ્તિ પ્રત્યે ઉદાસીનતા. ૧૪. શ્રુતમ્ - સર્વ શાસ્ત્રાર્થનું યથાર્થ જાણવાપણું. ૧૫. જ્ઞાનમ્ - આશ્રિતોના અનિષ્ટની નિવૃત્તિ અને ઈષ્ટની પ્રાપ્તિ કરી આપવામાં ઉપયોગી જ્ઞાન અથવા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ તથા પરબ્રહ્મની અનુભવપૂર્ણ જાણકારી. ૧૬. વિરક્તિઃ - વૈરાગ્ય, વિષયમાં નિઃસ્પૃહપણું અથવા વિષયોથી ચિત્તનું આકર્ષણ ન થવાપણું. ૧૭. ઐશ્વર્યમ્ - સર્વ જીવપ્રાણીનું નિયંતાપણું. ૧૮. શૌર્યમ્ - શૂરવીરપણું. ૧૯. તેજઃ - પ્રભાવ, એટલે કોઈથી પણ પરાભવ ન પામવાપણું. ૨૦. બલમ્ - કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. ૨૧. સ્મૃતિઃ - પોતાનામાં અનન્યભાવે પ્રેમથી જોડાયેલ ભક્તોના અપરાધોને ન જોતા તેમને ક્ષણમાત્ર ન ભૂલે. તેમના ગુણોનું સ્મરણ કરે. ૨૨. સ્વાતંત્ર્યમ્ - અન્યની અપેક્ષાથી રહિતપણું. ૨૩. કૌશલમ્ - નિપુણપણું. ૨૪. કાન્તિઃ - આધ્યાત્મિક તેજ. ૨૫. ધૈર્યમ્ - સર્વદા અવ્યાકુળતા. ૨૬. માર્દવમ્ - ચિત્તની કોમળતા અથવા ક્રૂરતાએ રહિતપણું. ૨૭. પ્રાગલ્ભ્યમ્ - પીઢતા, જ્ઞાનની ગંભીરતા. ૨૮. પ્રશ્રયઃ - વિનયશીલતા, જ્ઞાન-ગરીબાઈ. ૨૯. શીલમ્ - સદાચાર. ૩૦. સહઃ - પ્રાણનું નિયમન-સામર્થ્ય. ૩૧. ઓજઃ - બ્રહ્મચર્યથી પ્રાપ્ત કરેલ દિવ્ય કાંતિ. ૩૨. બલમ્ - કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. ૩૩. ભગઃ - જ્ઞાનાદિ ગુણોની અધિકતા. ૩૪. ગાંભીર્યમ્ - જ્ઞાનનું ઊંડાણ, આછકલાપણાથી રહિત અથવા અભિપ્રાય ન જાણી શકાય તે. ૩૫. સ્થૈર્યમ્ - ક્રોધ થવાનાં નિમિત્ત સતે પણ વિકાર ન થાય તે અથવા ચંચળતાનો અભાવ. ૩૬. આસ્તિક્યમ્ - શાસ્ત્રાર્થમાં વિશ્વાસ અથવા ભગવાન સદાકર્તા, સાકાર, સર્વોપરી અને પ્રગટ છે તેવી દ્રઢ શ્રદ્ધા. ૩૭. કીર્તિઃ - યશ. ૩૮. માનઃ - પૂજાની યોગ્યતા. ૩૯. અનહંકૃતિઃ - અહંકારનો અભાવ, નિર્માનીપણું.] (ગઢડા પ્રથમ ૭૭ - ૩૧૧)
૩૧૨. ૧. કૃપાલુ - સ્વાર્થની અપેક્ષા વિના પારકું દુઃખ સહન ન થાય તે અથવા પરદુઃખ ટાળવાની ઇચ્છાવાળો. ૨. સર્વદેહિનામ્ અકૃતદ્રોહ - સર્વદેહીઓમાં મિત્રાદિભાવ છે માટે કોઈનો પણ દ્રોહ નહિ કરનાર. ૩. તિતિક્ષુ - દ્વન્દ્વને સહન કરનાર. ૪. સત્યસાર - સત્યને જ એક બળ માનનાર. ૫. અનવદ્યાત્મા - દ્વેષ-અસૂયા આદિ દોષથી રહિત મનવાળો. ૬. સમ - સર્વમાં સમદ્રષ્ટિવાળો. ૭. સર્વોપકારક - સર્વને ઉપકાર જ કરનાર. ૮. કામૈરહતધી - વિષય-ભોગથી બુદ્ધિમાં ક્ષોભ નહિ પામનાર. ૯. દાન્ત - ઇન્દ્રિયોનું દમન કરનાર. ૧૦. મૃદુ - મૃદુ ચિત્તવાળો. ૧૧. શુચિ - બાહ્ય અને આન્તર શુદ્ધિવાળો, તેમાં સ્નાન વગેરેથી થતી બાહ્ય શુદ્ધિ અને ભગવાનનાં ચિંતનથી થતી આન્તર શુદ્ધિ કહી છે. ૧૨. અકિંચન - અન્ય પ્રયોજને રહિત. ૧૩. અનીહ - લૌકિક વ્યાપારે રહિત કોઈ પણ પ્રકારની ઇચ્છાએ રહિત. ૧૪. મિતભુક્ - મિતાહાર કરનાર. ૧૫. શાન્ત - અંતઃકરણ જેનું નિયમમાં છે. ૧૬. સ્થિર - સ્થિરચિત્તવાળો. ૧૭. મચ્છરણ - હું જ શરણ (રક્ષિતા અને પ્રાપ્તિનો ઉપાય) જેને છે. ૧૮. મુનિ - શુભાશ્રયનું મનન કરનાર. ૧૯. અપ્રમત્ત - સાવધાન. ૨૦. ગભીરાત્મા - જેનો અભિપ્રાય જાણી શકાય નહિ તે. ૨૧. ધૃતિમાન્ - આપત્કાળમાં ધૈર્યવાળો. ૨૨. જિતષડ્ગુણ - ભૂખ, તરસ, શોક, મોહ, જરા, મૃત્યુ એ છ દ્વંદ્વોને જીતનાર. ૨૩. અમાની - પોતાના દેહના સત્કારની અભિલાષા નહિ રાખનાર. ૨૪. માનદ - બીજાઓને માન આપનાર. ૨૫. કલ્પ - હિતોપદેશ કરવામાં સમર્થ. ૨૬. મૈત્ર - કોઈને નહિ ઠગનારો. ૨૭. કારુણિક - કરુણાથી જ પ્રવર્તનારો, પણ સ્વાર્થ કે લોભથી નહિ. ૨૮. કવિ - જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ - આ પાંચ તત્ત્વોને યથાર્થ જાણનાર. ૨૯. આજ્ઞાયૈવં ગુણાન્ દોષાન્ મયાદિષ્ટાનપિ સ્વકાન્ । ધર્માન્ સન્ત્યજ્ય યઃ સર્વાન્ મામ્ ભજેત - મેં વેદ દ્વારા ઉપદેશ કરેલા ગુણદોષોને જાણીને, પોતાના સર્વ ધર્મોનો ફળ દ્વારા ત્યાગ કરીને, મને સર્વભાવથી ભજનાર. ૩૦. જ્ઞાત્વા જ્ઞાત્વાઽથ યે વૈ માં યાવાન્ યશ્ચાસ્મિ યાદ્રશઃ ॥ ભજન્ત્યનન્યભાવેન - હું જેવા સ્વરૂપવાળો છું, જેવા સ્વભાવવાળો છું અને જેટલી વિભૂતિવાળો છું, તેવી રીતે જાણી જાણીને એટલે વારંવાર વિચાર કરીને અનન્યભાવથી મારી ભક્તિ કરનાર. એવી રીતે સાધુનાં ત્રીસ લક્ષણ કહ્યાં છે. (શ્રીમદ્‎‍ભાગવત : ૧૧/૧૧/૨૯-૩૩). (ગઢડા પ્રથમ ૭૭ - ૩૧૨)
૩૧૩. તેનાં બે કારણ છે : એક કાળ અને બીજી અવસ્થા. તે બંને શુભ અને અશુભ છે. તેમાં શુભ કાળ અને શુભ અવસ્થા અંત સમયે વર્તે તો મૃત્યુ શોભે છે અને અશુભ વર્તે તો શોભે નહિ. મૃત્યુ પછીની ગતિમાં તો શુભ-અશુભ કાળ અને અવસ્થા કારણ નથી, તેમાં તો પોતાનું ધર્માચરણ કારણ છે, આટલો વિશેષ અર્થ છે તેને વિસ્તારથી સ્પષ્ટપણે કહે છે. (ગઢડા પ્રથમ ૭૭ - ૩૧૩)
૩૧૪. તત્ત્વાર્થસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, ગણધરગાથા વગેરે શાસ્ત્રોમાં. (ગઢડા પ્રથમ ૭૮ - ૩૧૪)
૩૧૫. માહાત્મ્યજ્ઞાનપૂર્વક. (ગઢડા પ્રથમ ૭૮ - ૩૧૫)
૩૧૬. પૂર્વજન્મમાં સંપાદન કરેલી પ્રેમપૂર્વક નવધા ભક્તિરૂપી ભાવના. (ગઢડા પ્રથમ ૭૮ - ૩૧૬)
૩૧૭. ૧. કૃપાલુ - સ્વાર્થની અપેક્ષા વિના પારકું દુઃખ સહન ન થાય તે અથવા પરદુઃખ ટાળવાની ઇચ્છાવાળો. ૨. સર્વદેહિનામ્ અકૃતદ્રોહ - સર્વદેહીઓમાં મિત્રાદિભાવ છે માટે કોઈનો પણ દ્રોહ નહિ કરનાર. ૩. તિતિક્ષુ - દ્વન્દ્વને સહન કરનાર. ૪. સત્યસાર - સત્યને જ એક બળ માનનાર. ૫. અનવદ્યાત્મા - દ્વેષ-અસૂયા આદિ દોષથી રહિત મનવાળો. ૬. સમ - સર્વમાં સમદ્રષ્ટિવાળો. ૭. સર્વોપકારક - સર્વને ઉપકાર જ કરનાર. ૮. કામૈરહતધી - વિષય-ભોગથી બુદ્ધિમાં ક્ષોભ નહિ પામનાર. ૯. દાન્ત - ઇન્દ્રિયોનું દમન કરનાર. ૧૦. મૃદુ - મૃદુ ચિત્તવાળો. ૧૧. શુચિ - બાહ્ય અને આન્તર શુદ્ધિવાળો, તેમાં સ્નાન વગેરેથી થતી બાહ્ય શુદ્ધિ અને ભગવાનનાં ચિંતનથી થતી આન્તર શુદ્ધિ કહી છે. ૧૨. અકિંચન - અન્ય પ્રયોજને રહિત. ૧૩. અનીહ - લૌકિક વ્યાપારે રહિત કોઈ પણ પ્રકારની ઇચ્છાએ રહિત. ૧૪. મિતભુક્ - મિતાહાર કરનાર. ૧૫. શાન્ત - અંતઃકરણ જેનું નિયમમાં છે. ૧૬. સ્થિર - સ્થિરચિત્તવાળો. ૧૭. મચ્છરણ - હું જ શરણ (રક્ષિતા અને પ્રાપ્તિનો ઉપાય) જેને છે. ૧૮. મુનિ - શુભાશ્રયનું મનન કરનાર. ૧૯. અપ્રમત્ત - સાવધાન. ૨૦. ગભીરાત્મા - જેનો અભિપ્રાય જાણી શકાય નહિ તે. ૨૧. ધૃતિમાન્ - આપત્કાળમાં ધૈર્યવાળો. ૨૨. જિતષડ્ગુણ - ભૂખ, તરસ, શોક, મોહ, જરા, મૃત્યુ એ છ દ્વંદ્વોને જીતનાર. ૨૩. અમાની - પોતાના દેહના સત્કારની અભિલાષા નહિ રાખનાર. ૨૪. માનદ - બીજાઓને માન આપનાર. ૨૫. કલ્પ - હિતોપદેશ કરવામાં સમર્થ. ૨૬. મૈત્ર - કોઈને નહિ ઠગનારો. ૨૭. કારુણિક - કરુણાથી જ પ્રવર્તનારો, પણ સ્વાર્થ કે લોભથી નહિ. ૨૮. કવિ - જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ - આ પાંચ તત્ત્વોને યથાર્થ જાણનાર. ૨૯. આજ્ઞાયૈવં ગુણાન્ દોષાન્ મયાદિષ્ટાનપિ સ્વકાન્ । ધર્માન્ સન્ત્યજ્ય યઃ સર્વાન્ મામ્ ભજેત - મેં વેદ દ્વારા ઉપદેશ કરેલા ગુણદોષોને જાણીને, પોતાના સર્વ ધર્મોનો ફળ દ્વારા ત્યાગ કરીને, મને સર્વભાવથી ભજનાર. ૩૦. જ્ઞાત્વા જ્ઞાત્વાઽથ યે વૈ માં યાવાન્ યશ્ચાસ્મિ યાદ્રશઃ ॥ ભજન્ત્યનન્યભાવેન - હું જેવા સ્વરૂપવાળો છું, જેવા સ્વભાવવાળો છું અને જેટલી વિભૂતિવાળો છું, તેવી રીતે જાણી જાણીને એટલે વારંવાર વિચાર કરીને અનન્યભાવથી મારી ભક્તિ કરનાર. એવી રીતે સાધુનાં ત્રીસ લક્ષણ કહ્યાં છે. (શ્રીમદ્‎‍ભાગવત : ૧૧/૧૧/૨૯-૩૩). (ગઢડા પ્રથમ ૭૮ - ૩૧૭)
૩૧૮. નિર્વિકલ્પ સમાધિનું નિરૂપણ વચનામૃત ગ. પ્ર. ૪૦ તથા તેની ટીપણીમાંથી જાણવું. (ગઢડા પ્રથમ ૭૮ - ૩૧૮)
૩૧૯. મણિરત્નમાલા : ૧૧. (સારંગપુર ૧ - ૧)
૩૨૦. સ્વધર્મનું પણ ઉપલક્ષણ જાણવું. (સારંગપુર ૧ - ૨)
૩૨૧. જેનામાં આત્મનિષ્ઠા આવે છે તેનામાં વૈરાગ્ય પણ સહજે જ આવી જાય છે અને જેને માહાત્મ્યજ્ઞાન સિદ્ધ થાય છે તેનામાં સ્વધર્મ અને પ્રીતિ પણ આવી જાય છે; માટે તમે કહેલાં વૈરાગ્યાદિ ત્રણ સાધનની અપેક્ષાએ આત્મનિષ્ઠા અને માહાત્મ્યજ્ઞાન તે જ વિષયની નિવૃત્તિ થવામાં અતિ ઉત્કૃષ્ટ સાધન છે. (સારંગપુર ૧ - ૩)
૩૨૨. "એતે વૈ નિરયાસ્તાત સ્થાનસ્ય પરમાત્મનઃ" (મહાભારત, શાંતિપર્વ : ૧૯૧/૬) આ શ્લોકથી કહ્યું છે. (સારંગપુર ૧ - ૪)
૩૨૩. આત્મનિષ્ઠા અને માહાત્મ્યજ્ઞાન વગરનો સ્વધર્મ પણ શોભે નહિ એમ પણ જાણી લેવું. (સારંગપુર ૧ - ૫)
૩૨૪. પ્રત્યક્ષ. (સારંગપુર ૨ - ૬)
૩૨૫. પોતપોતાના હેતુની સિદ્ધિ ન થતાં. (સારંગપુર ૨ - ૭)
૩૨૬. ભગવાનના સત્ય-શૌચાદિક જે ગુણ તેનાં દર્શન કરીને. (સારંગપુર ૨ - ૮)
૩૨૭. વ્યવહારક્રિયામાં કુશળતા વગેરે લૌકિક. (સારંગપુર ૨ - ૯)
૩૨૮. સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિક અલૌકિક. (સારંગપુર ૨ - ૧૦)
૩૨૯. તેવા ગુણ તો વિમુખમાં પણ હોય છે, પણ ભગવાનમાં તેમને સ્નેહ હોતો જ નથી; માટે તે ગુણો ભગવત્સ્નેહમાં કારણ નથી. (સારંગપુર ૨ - ૧૧)
૩૩૦. ભગવાન અને તેમના એકાંતિક સાધુઓએ નિષેધ કરેલાં હિંસા, ચોરી આદિક કર્મ ક્યારેય પણ દેહથી કરવાં નહિ અને. (સારંગપુર ૨ - ૧૨)
૩૩૧. ભગવાનનાં દર્શન, શ્રવણ, ધ્યાન અને પૂજા આદિકમાં એકાગ્રપણું (બીજા સંકલ્પનો ત્યાગ કરવાથી અવ્યાકુળપણું) તે મનનો ગુણ કહ્યો છે તેમાં. (સારંગપુર ૨ - ૧૩)
૩૩૨. એવી રીતે શ્રવણ, પૂજન અને ધ્યાનાદિકમાં પણ મનનું એકાગ્રપણું કરવું; કેમ કે મનની એકાગ્રતા વિના શ્રવણ, પૂજન, ધ્યાનાદિક વિધિથી કર્યું હોય પણ શાસ્ત્રોક્ત ફળ આપનારું થતું નથી. (સારંગપુર ૨ - ૧૪)
૩૩૩. વચન, દેહ અને મનના ગુણે કરીને. (સારંગપુર ૨ - ૧૫)
૩૩૪. છ ઘડી દિવસ બાકી હતો ત્યારે. (સારંગપુર ૩ - ૧૬)
૩૩૫. આ અર્થ ભાગવત (૩/૨/૮)માં "દુર્ભગો બત લોકોઽયં યદવો નિતરામપિ । યે સંવસન્તો ન વિદુર્હરિં મીના ઇવોડુપમ્ ॥" આ શ્લોકથી કહ્યો છે. (સારંગપુર ૩ - ૧૭)
૩૩૬. ભાગવત : ૧૧/૩૦/૧. (સારંગપુર ૩ - ૧૮)
૩૩૭. આ અર્થ "આત્મા વા અરે દ્રષ્ટવ્યઃ શ્રોતવ્યો મન્તવ્યો નિદિધ્યાસિતવ્યઃ ।" (બૃહદારણ્યકોપનિષદ : ૨/૪/૫ તથા ૪/૫/૬) આ શ્રુતિમાં કહ્યો છે. દર્શન શબ્દથી સાક્ષાત્કાર કહ્યો છે. (સારંગપુર ૩ - ૧૯)
૩૩૮. આ યોગાનંદ મુનિનો સંશય છે. (સારંગપુર ૪ - ૨૦)
૩૩૯. તેની તો ભગવાન રક્ષા કરે છે. (સારંગપુર ૪ - ૨૧)
૩૪૦. જુઓ સંદર્ભ : વચનામૃત સા. ૧, ટીપણી-૪: "એતે વૈ નિરયાસ્તાત સ્થાનસ્ય પરમાત્મનઃ" (મહાભારત, શાંતિપર્વ : ૧૯૧/૬) આ શ્લોકથી કહ્યું છે.] (સારંગપુર ૪ - ૨૨)
૩૪૧. બંધન; જીવ તથા ઈશ્વરમાં રહેલ અજ્ઞાનજન્ય મલિનતા. (સારંગપુર ૫ - ૨૩)
૩૪૨. ભાગવત : ૧૦/૨૯/૩૬. થોડાક શબ્દભેદ સાથે આ ભાવનાં ગોપીઓનાં વચનો આ સંદર્ભ ક્રમાંકમાં પ્રાપ્ત થાય છે. (સારંગપુર ૫ - ૨૪)
૩૪૩. અહીં જણાવેલ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણ અવસ્થાઓ ક્રમશઃ સત્ત્વગુણ, રજોગુણ તથા તમોગુણના કાર્યરૂપ છે. જ્યારે તે ત્રણેય ગુણો એક એક અવસ્થામાં વર્તતા હોય, ત્યારે જીવમાં તે એક જ અવસ્થા વર્તતી હોય છે. પરંતુ જ્યારે ગુણોનું પરસ્પર મિશ્રણ થતાં, અવસ્થાઓ પણ એકબીજાની અંદર મિશ્રણ પામે છે; તેવું કહેવાનો અહીં આશય છે. તેનો પ્રારંભ જાગ્રત અવસ્થાના વર્ણનથી કરે છે. (સારંગપુર ૬ - ૨૫)
૩૪૪. સત્ત્વગુણના કાર્યરૂપ. (સારંગપુર ૬ - ૨૬)
૩૪૫. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણ દેહના અભિમાનથી જીવનાં વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ આ ત્રણ નામ પડ્યાં છે; તે વાસ્તવિક નથી, ઉપાધિથી છે; તે જણાવવા અહીં વિશ્વાભિમાની શબ્દ વાપરે છે. (સારંગપુર ૬ - ૨૭)
૩૪૬. રજોગુણપ્રધાન. (સારંગપુર ૬ - ૨૮)
૩૪૭. તમોગુણપ્રધાન. (સારંગપુર ૬ - ૨૯)
૩૪૮. રજોગુણના કાર્યરૂપ. (સારંગપુર ૬ - ૩૦)
૩૪૯. વિનાશી અને અસ્થિર એવા શબ્દાદિ વિષયોનો મનમાં ભોગ. (સારંગપુર ૬ - ૩૧)
૩૫૦. સત્ત્વગુણપ્રધાન. (સારંગપુર ૬ - ૩૨)
૩૫૧. પ્રિય, અપ્રિય તેવા વિવેકે રહિત. (સારંગપુર ૬ - ૩૩)
૩૫૨. તમોગુણપ્રધાન. (સારંગપુર ૬ - ૩૪)
૩૫૩. તમોગુણના કાર્યરૂપ. (સારંગપુર ૬ - ૩૫)
૩૫૪. જીવનું વિષયોને જાણવાપણું. (સારંગપુર ૬ - ૩૬)
૩૫૫. જીવનું અહંવૃત્તિથી વિષયો માટે કર્મનું કરવાપણું. (સારંગપુર ૬ - ૩૭)
૩૫૬. સગુણબ્રહ્મરૂપ પ્રધાનપુરુષ. (સારંગપુર ૬ - ૩૮)
૩૫૭. કર્મનો કર્તા જે જીવ તેવી વૃત્તિનું. (સારંગપુર ૬ - ૩૯)
૩૫૮. રજોગુણપ્રધાન. (સારંગપુર ૬ - ૪૦)
૩૫૯. પ્રથમ સુષુપ્તિ અવસ્થામાં અનુભવેલા સગુણબ્રહ્મ સંબંધી આનંદમાં. (સારંગપુર ૬ - ૪૧)
૩૬૦. સત્ત્વગુણપ્રધાન. (સારંગપુર ૬ - ૪૨)
૩૬૧. ત્રણ અવસ્થાથી પર. (સારંગપુર ૬ - ૪૩)
૩૬૨. માંડુક્યોપનિષદ : ૧૨ વગેરે. (સારંગપુર ૬ - ૪૪)
૩૬૩. બૃહદારણ્યકોપનિષદ : ૩/૭/૩-૨૩ વગેરે. (સારંગપુર ૬ - ૪૫)
૩૬૪. બૃહદારણ્યકોપનિષદ : ૩/૭/૨૩ વગેરે. (સારંગપુર ૬ - ૪૬)
૩૬૫. કેનોપનિષદ : ૧/૪-૮ વગેરે. (સારંગપુર ૬ - ૪૭)
૩૬૬. શ્વેતાશ્વતરોપનિષદ : ૩/૭ વગેરે. (સારંગપુર ૬ - ૪૮)
૩૬૭. અહીં અંતર્યામી, બ્રહ્મ, પરબ્રહ્મ વગેરે શબ્દોથી ત્રણ અવસ્થાથી પર ચતુર્થ તત્ત્વનું નિરૂપણ કર્યું છે. તેમાં ચતુર્થ અર્થાત્ તુર્યાવસ્થાના અધિષ્ઠાતા તરીકે અલગ અલગ ઉપનિષદોમાં જે સ્વરૂપનું જે નામથી વર્ણન કર્યું છે તે શ્રીજીમહારાજ જણાવે છે પરંતુ બ્રહ્મ તથા પરબ્રહ્મને એક તત્ત્વ તરીકે જણાવતા નથી. (સારંગપુર ૬ - ૪૯)
૩૬૮. તે જીવના અને વૈરાજના દેહમાં રહી છે. (સારંગપુર ૬ - ૫૦)
૩૬૯. ભાગવત : ૧૧/૧૨/૧૭. (સારંગપુર ૬ - ૫૧)
૩૭૦. "સહસ્રદળ કમળના નિવાસરૂપ વૈરાજપુરુષના મસ્તકમાં આવેલ બ્રહ્મરંધ્રમાં" - એવો વાક્યાર્થ સમજવો. (સારંગપુર ૬ - ૫૨)
૩૭૧. અક્ષરબ્રહ્મ દ્વારા પ્રકટ કરેલો. (સારંગપુર ૬ - ૫૩)
૩૭૨. જેને વ્યાકરણ દર્શનમાં ‘સ્ફોટ’ કહે છે. (સારંગપુર ૬ - ૫૪)
૩૭૩. હૃદય પર્યંત. (સારંગપુર ૬ - ૫૫)
૩૭૪. અર્ધમાત્રાના કારણરૂપ. (સારંગપુર ૬ - ૫૬)
૩૭૫. નાભિ આદિક ચાર સ્થાનમાં પરા આદિક ચાર વાણીમાંથી અનુક્રમે અર્ધમાત્રા, મકાર, ઉકાર અને અકાર આટલા વર્ણ ઉત્પન્ન થાય છે. (સારંગપુર ૬ - ૫૭)
૩૭૬. નારદપંચરાત્ર, સંકર્ષણસંહિતા : ૨/૧/૪૮. (સારંગપુર ૬ - ૫૮)
૩૭૭. જીવનાં પણ નાભિ, હૃદય, કંઠ અને મુખમાં ભગવાનની ઇચ્છાથી જ ચાર પ્રકારની વાણી ઉદ્‎ભવે છે. તેમાં શરીરની અંદરના ત્રણ પ્રકારના વાણીના ભેદ તો જ્ઞાનીઓને પણ દુર્બોધ છે. મનુષ્ય તો કેવળ વૈખરી નામના ચોથા ભેદને જ જાણે છે. જીવની વૈખરી વાણીમાં જ વાણીના ચાર ભેદ મેં નિશ્ચય કરેલા છે તે સ્પષ્ટપણે કહું છું. (સારંગપુર ૬ - ૫૯)
૩૭૮. સંધ્યા આરતી પછી. (સારંગપુર ૭ - ૬૦)
૩૭૯. "નૈમિશેઽનિમિષક્ષેત્રે ।" (ભાગવત : ૧/૧/૪). આ શ્લોકની શ્રીધરી ટીકામાં 'નૈમિષારણ્ય' શબ્દનો અર્થ કરવામાં વાયુપુરાણ (૨/૭)ની આખ્યાયિકા લખી છે તેમાં. (સારંગપુર ૭ - ૬૧)
૩૮૦. શબ્દ વગેરે વિષયોમાં ઇન્દ્રિયોની પ્રવૃત્તિ વિરામ પામી જાય. (સારંગપુર ૭ - ૬૨)
૩૮૧. જેમ ચક્રની ધારા કુંઠિત થાય ત્યારે તે ચક્ર ભ્રમણ કરી શકે નહિ, તેમ જ્યારે વિષયોમાંથી ઇન્દ્રિયો પાછી વળે ત્યારે મન વિષયોમાં ભ્રમણ કરે નહિ. જેમ બાણ ફળાએ રહિત થાય તો લક્ષને વીંધવા માટે સમર્થ થાય નહિ, તેમ જ મન પણ જ્યારે ઇન્દ્રિયોની સહાયતાએ રહિત થાય ત્યારે વિષય ગ્રહણ કરવા સમર્થ થાય નહિ; આવી સ્થિતિ બ્રહ્મસ્વરૂપ સંતના યોગે કરીને પ્રાપ્ત થાય છે, આટલો તાત્પર્યાર્થ છે. (સારંગપુર ૭ - ૬૩)
૩૮૨. જેમ બહાર યુગ પ્રવર્તે છે તેમ. (સારંગપુર ૯ - ૬૪)
૩૮૩. પુરુષના હૃદયમાં રહેલા સત્ત્વાદિક. (સારંગપુર ૯ - ૬૫)
૩૮૪. જ્યારે સત્ત્વગુણના કાર્યરૂપ જ્ઞાન-તપ વગેરેમાં રુચિ ઉત્પન્ન થાય ત્યારે મારા હૃદયમાં સત્યયુગ પ્રવર્ત્યો છે તેમ જાણવું. રજોગુણના કાર્યરૂપ ધર્મ તથા ઇચ્છાપૂર્તિ થાય તેવાં કાર્યોમાં જ્યારે રુચિ ઉત્પન્ન થાય ત્યારે મારા હૃદયમાં ત્રેતાયુગ પ્રવર્ત્યો છે એમ જાણવું. જ્યારે રજોગુણ અને તમોગુણના કાર્યરૂપ ધર્મ તથા ઇચ્છાપૂર્તિ થાય તેવાં કાર્યોમાં અને લોભાદિકમાં રુચિ ઉત્પન્ન થાય ત્યારે મારા હૃદયમાં દ્વાપરયુગ પ્રવર્ત્યો છે એમ જાણવું. તમોગુણના કાર્યરૂપ અસત્ય, હિંસા, નિદ્રા આદિકમાં જ્યારે રુચિ ઉત્પન્ન થાય, ત્યારે મારા હૃદયમાં કળિયુગ પ્રવર્ત્યો છે એમ જાણવું. તે ભાગવત (૧૨/૩/૨૬-૩૦)માં "સત્ત્વં રજસ્તમ ઇતિ" આ શ્લોકને આરંભીને "યદા માયાનૃતં તન્દ્રા" ઇત્યાદિક પાંચ શ્લોકથી નિરૂપણ કર્યું છે. આટલો તાત્પર્ય છે. (સારંગપુર ૯ - ૬૬)
૩૮૫. અને કેવા ગુણવાળાએ કેવી ભક્તિ કરવાની હોય તે પણ કહો ? (સારંગપુર ૯ - ૬૭)
૩૮૬. ભાગવત : ૬/૧-૨. (સારંગપુર ૯ - ૬૮)
૩૮૭. પરંતુ મંદિર, મઠ અથવા સંપ્રદાય વગેરેને 'સ્થાન' શબ્દથી ન જાણવા, એટલું મહારાજનું તાત્પર્ય છે. (સારંગપુર ૯ - ૬૯)
૩૮૮. અંતર્દ્રષ્ટિવાળાની અપેક્ષાએ બાહ્યદ્રષ્ટિ ઓછી લાભદાયક છે તેવો 'મિથ્યા' શબ્દનો અર્થ જાણવો. (સારંગપુર ૧૦ - ૭૦)
૩૮૯. વધારે ઉપયોગી છે. (સારંગપુર ૧૦ - ૭૧)
૩૯૦. અંતર્દ્રષ્ટિથી પોતાની સમીપે ભગવાનનાં ધામ જોવાનો પ્રકાર કહે છે. (સારંગપુર ૧૦ - ૭૨)
૩૯૧. જ્યાં પ્રગટ ભગવાન વિરાજમાન છે ત્યાં જ તેમનું અક્ષરધામ અને મુક્તો છે. (સારંગપુર ૧૦ - ૭૩)
૩૯૨. ડાંગર. (સારંગપુર ૧૧ - ૭૪)
૩૯૩. મુંડકોપનિષદ : ૩/૧/૩. (સારંગપુર ૧૧ - ૭૫)
૩૯૪. જુઓ વચનામૃત સા. ૧, ટીપણી-૪ : ["એતે વૈ નિરયાસ્તાત સ્થાનસ્ય પરમાત્મનઃ" (મહાભારત, શાંતિપર્વ : ૧૯૧/૬) આ શ્લોકથી કહ્યું છે.] (સારંગપુર ૧૧ - ૭૬)
૩૯૫. ગીતા : ૬/૪૫. (સારંગપુર ૧૧ - ૭૭)
૩૯૬. આત્મનિષ્ઠાથી વૈરાગ્ય અને નિશ્ચયથી ભક્તિ એ બે પણ જાણી લેવાં. (સારંગપુર ૧૨ - ૭૮)
૩૯૭. દેહ અને વિષયો દુઃખરૂપ છે, બંધનકર્તા છે, નાશવંત છે, એવો. (સારંગપુર ૧૨ - ૭૯)
૩૯૮. આત્મા સદા સુખરૂપ છે, સર્વદોષે રહિત છે, અવિનાશી છે, એવો. (સારંગપુર ૧૨ - ૮૦)
૩૯૯. "યદ્‌ગત્વા ન નિવર્તન્તે ।" (ગીતા : ૧૫/૬); "સર્ગેઽપિ નોપજાયન્તે પ્રલયે ન વ્યથન્તિ ચ ।" (ગીતા : ૧૪/૨); "મામુપેત્ય તુ કૌન્તેય પુનર્જન્મ ન વિદ્યતે ।" (ગીતા : ૮/૧૬) ઇત્યાદિક વચનથી. (સારંગપુર ૧૪ - ૮૧)
૪૦૦. ભાગવત : ૭/૧/૩૨. (સારંગપુર ૧૪ - ૮૨)
૪૦૧. બ્રહ્મવૈવર્તપુરાણ, શ્રીકૃષ્ણજન્મખંડ, પૂર્વાર્ધ : ૩/૯૭-૧૧૩. (સારંગપુર ૧૪ - ૮૩)
૪૦૨. ભાગવત : ૭/૧/૪૬. (સારંગપુર ૧૪ - ૮૪)
૪૦૩. મહાભારત, ઉદ્યોગપર્વ : ૪૨/૪ શ્લોકમાં આ ભાવનાં વોક્યો છે. (સારંગપુર ૧૪ - ૮૫)
૪૦૪. પ્રમાદ અને મોહની નિવૃત્તિ અનાયાસથી થતી હોય તો ભલે, અથવા તે બંને ભગવાનના ભક્તમાં રહીને પણ ભગવાનના મહિમાની આગળ અતિ રાંક એવા તે બંને શો અનર્થ કરી શકવાના છે ? કાંઈ પણ નહિ. આટલો તાત્પર્યાર્થ છે. (સારંગપુર ૧૪ - ૮૬)
૪૦૫. સંકલ્પાત્મક સંભોગ. (સારંગપુર ૧૪ - ૮૭)
૪૦૬. "ક્ષણં યુગશતમિવ યાસાં યેન વિનાઽભવત્ ।" આ વચનથી ભગવાનમાં ગોપીઓનો પ્રેમ વર્ણવ્યો છે. (ભાગવત : ૧૦/૧૯/૧૬). (સારંગપુર ૧૫ - ૮૮)
૪૦૭. ભાગવત : ૧૦/૪૭/૨૭-૨૮. (સારંગપુર ૧૫ - ૮૯)
૪૦૮. ભાગવત : ૧૦/૨૦-૩૩. આ અધ્યાયોમાં આ ત્રણેય ભાવનાં વચનો પ્રાપ્ત થાય છે. (સારંગપુર ૧૫ - ૯૦)
૪૦૯. ભાગવત : ૧૦/૮૭/૬. (સારંગપુર ૧૬ - ૯૧)
૪૧૦. ભાગવત : ૫/૧૯/૯. (સારંગપુર ૧૬ - ૯૨)
૪૧૧. ઉપરનું વાક્ય વાંચતાં પ્રકૃતિપુરુષ અને અક્ષરમુક્તમાં અનળપક્ષી તથા ગરુડના દ્રષ્ટાંતે સ્થિતિભેદ જણાવ્યો હોય તેમ લાગે છે. પરંતુ વચનામૃત ગ. પ્ર. ૧૨, વચ. ગ. મ. ૩૧માં પ્રકૃતિ સાથે જોડાનાર પુરુષને અક્ષરમુક્ત જ કહ્યો છે. તેથી અહીં જણાતા વિરોધનું સમાધાન એ રીતે કરવું કે પ્રકૃતિ સાથે જોડાનાર પુરુષ પ્રવૃત્તિ કરનાર છે અને અક્ષરમુક્ત નિવૃત્તિપરક છે. આટલો ભેદ કહી શકાય. બંનેની સ્થિતિસુખ વગેરે તો સમાન જ છે. (સારંગપુર ૧૭ - ૯૩)
૪૧૨. અહીં મુક્તોનો ભેદ દર્શાવ્યા તે અક્ષરમુક્તોના નથી. અક્ષરધામમાં રહેલ તમામ મુક્તો બ્રહ્મસાધર્મ્ય પામીને સમાનપણે ભગવાનનો પરમ આનંદ માણે છે. પરંતુ ઉપાસનાના ભેદે કરી અન્ય ગોલોક, વૈકુંઠ વગેરે ધમોમાં ગયેલ મુક્તોના ભેદો છે. શ્રીજીમહારાજને જે અવતાર જેવા જાણ્યા હોય તે તે ધામમાં જનાર મુક્તોના ભેદ છે. (સારંગપુર ૧૭ - ૯૪)
૪૧૩. સર્વ જ્ઞાનનું. (કારિયાણી ૧ - ૧)
૪૧૪. एककालावच्छिन्न; એક જ સમયે, એકસાથે. (કારિયાણી ૧ - ૨)
૪૧૫. અહીં જીવને જ્ઞાનશક્તિ વડે ઇન્દ્રિયો-અંતઃકરણ વગેરે સંપૂર્ણ શરીરમાં વ્યાપક કહ્યો છે પરંતુ વસ્તુતઃ તે અણુવત્સૂક્ષ્મ છે, પણ અદ્વૈતીની માફક આકાશ જેવો વ્યાપક નથી. (કારિયાણી ૧ - ૩)
૪૧૬. ભાગવત : ૫/૬/૭-૮. (કારિયાણી ૧ - ૪)
૪૧૭. ઇન્દ્રિયો-અંતઃકરણ અને જીવ એ ત્રણેમાં ઉત્તરોત્તર જીવમાં નિશ્ચયની શ્રેષ્ઠતા અહીં જણાવેલ દ્રષ્ટાંતો દ્વારા સ્વતઃ સિદ્ધ છે, જેમાં મનુષ્યભાવ-દિવ્યભાવ એક થઈ જાય છે. ભગવાનમાં શુભાશુભ ક્રિયાથી લઈને ગુણાતીત સ્થિતિ સુધીની તારતમ્યતા જણાય છતાં સંશય ન થાય તે ત્રણે પ્રકારના નિશ્ચયનું હાર્દ છે. (કારિયાણી ૧ - ૫)
૪૧૮. તામસ કર્મના ફળરૂપ ભોગને ભોગવાવે છે. (કારિયાણી ૧ - ૬)
૪૧૯. રાજસ કર્મના ફળરૂપ સ્વપ્નભોગને ભોગવાવે છે. (કારિયાણી ૧ - ૭)
૪૨૦. સાત્ત્વિક કર્મના ફળરૂપ ભોગને ભોગવાવે છે. (કારિયાણી ૧ - ૮)
૪૨૧. જાગ્રત-સ્વપ્નમાં દેહેન્દ્રિયાદિભાવે સહિતપણે. (કારિયાણી ૧ - ૯)
૪૨૨. સુષુપ્તિમાં દેહેન્દ્રિયાદિભાવે રહિતપણે. (કારિયાણી ૧ - ૧૦)
૪૨૩. પોતપોતાના કાર્ય માટે શક્તિમાન કર્યાં છે. (કારિયાણી ૧ - ૧૧)
૪૨૪. ભાગવત : ૧૦/૮૭/૨. (કારિયાણી ૧ - ૧૨)
૪૨૫. "સર્વે જનો મને જાણો અને જુઓ," આવો ભગવાનનો સંકલ્પ હોવાથી માયિક દેહેન્દ્રિયાદિ ભાવવાળા પણ પ્રત્યક્ષ ભગવાનને જાણે અને જુએ જ; આટલો તાત્પર્યાર્થ છે. (કારિયાણી ૧ - ૧૩)
૪૨૬. અર્થ : મને સહિત વાણી જે પરમાત્માને નહિ પામીને પાછી વળે છે અર્થાત્ પરમાત્મા મન-વાણીને અગોચર છે. (તૈત્તિરીયોપનિષદ, આનંદવલ્લી : ૪) (કારિયાણી ૧ - ૧૪)
૪૨૭. સ્થિતિ કાળમાં (કારિયાણી ૧ - ૧૫)
૪૨૮. સૂક્ષ્મતાને. (કારિયાણી ૧ - ૧૬)
૪૨૯. પરમેશ્વરની અપેક્ષાએ વાણી વગેરે ઇન્દ્રિયો અતિ સ્થૂળ છે, માટે તેના વિષયમાં ભગવાન આવે નહિ; એટલો તાત્પર્યાર્થ છે. (કારિયાણી ૧ - ૧૭)
૪૩૦. મુંડકોપનિષદ : ૩/૧/૩; ગીતા : ૪/૧૦. (કારિયાણી ૧ - ૧૮)
૪૩૧. આત્માને જ પરમાત્મા માનનાર, ભક્તિરહિત. (કારિયાણી ૧ - ૧૯)
૪૩૨. વચનામૃત ગ. પ્ર. ૬૪માં નિરૂપેલ બ્રહ્મસુષુપ્તિને. (કારિયાણી ૧ - ૨૦)
૪૩૩. જૈન દર્શનમાં જીવ, અજીવ વગેરે સાત તત્ત્વો સ્વીકારેલ છે. તેમાં અજીવ તત્ત્વની અંતર્ગત પુદ્‎‍ગલનો સમાવેશ થાય છે. આ પુદ્‍ગલ રૂપવાન અર્થાત્ મૂર્તિમાન છે. પુદ્‎‍ગલોની વર્ગણા જ કર્મરૂપે બની જીવને બંધન કરે છે. આમ, પુદ્‍‎ગલ મૂર્તિમાન હોવાથી કર્મને પણ મૂર્તિમાન કહ્યું છે. (તત્ત્વસમાસસૂત્ર : ૧/૪; ૫/૧,૪; ૮/૨). (કારિયાણી ૨ - ૨૧)
૪૩૪. શિવપુરાણ, રુદ્રસંહિતા, કુમારખંડ ‌‌: ૨૦. (કારિયાણી ૩ - ૨૨)
૪૩૫. જીવના અંતર્યામી પરમાત્માનું. (કારિયાણી ૪ - ૨૩)
૪૩૬. જ્ઞાનશક્તિએ કરીને જીવ નખશિખા પર્યંત વ્યાપક એવી બુદ્ધિમાં પણ વ્યાપીને રહ્યો છે. બુદ્ધિ માયાનું કાર્ય હોવાથી જડ છે, તેમાં સ્વતઃ જાણપણું શક્ય નથી. જીવની જ્ઞાનશક્તિ વડે જ બુદ્ધિ કાર્ય કરવા સમર્થ થાય છે. તેથી બુદ્ધિમાં જીવ દ્વારા જ જાણપણું મળે છે. તેથી "જીવના જાણપણાને કહેવાથી બુદ્ધિનું જાણપણું કહેવાય છે." તેવી જ રીતે પરમાત્મા પણ જીવમાં વ્યાપીને રહ્યા છે અને સાક્ષી પરમાત્માની કાર્યશક્તિથી જ જીવ જાણવું, જોવું, સાંભળવું વગેરે બૌદ્ધિક ક્રિયાઓ કરવા સમર્થ થાય છે. તેથી સાક્ષી જે પરમાત્મા તેમના જાણપણાને કહેવાથી જીવનું જાણપણું કહેવાયું તેવો અહીં આશય છે. (કારિયાણી ૪ - ૨૪)
૪૩૭. મુખ્ય. (કારિયાણી ૫ - ૨૫)
૪૩૮. ઈર્ષ્યા શબ્દ અને મત્સર શબ્દ ઘણે સ્થળે એક જ અર્થમાં વપરાય છે. જ્યાં બંને શબ્દો પૃથક્ હોય ત્યાં "પોતાને સમાન અન્યનો ઉત્કર્ષ ન સહન કરી શકાય" તે ઈર્ષ્યા અને "પોતાને સમાન કે અસમાન તમામનો ઉત્કર્ષ ન સહન કરી શકાય" તે મત્સર, એવો સહજ અર્થભેદ સમજવો. (કારિયાણી ૬ - ૨૬)
૪૩૯. ભાગવત : ૧/૧/૨. (કારિયાણી ૬ - ૨૭)
૪૪૦. અક્ષરધામ; વચનામૃત ગ. પ્ર. ૧૨માં જણાવ્યા પ્રમાણે અક્ષરધામ અતિશય તેજસ્વી હોવાથી અહીં 'તેજ' શબ્દથી જણાવ્યું છે. પરંતુ જ્યાં જ્યાં તેજને વિષે ભગવાનની મૂર્તિનું વર્ણન હોય ત્યાં સર્વત્ર તે તેજને અક્ષરધામ જ સમજવું. હરિવાક્યસુધાસિંધુ તથા સેતુમાલા ટીકામાં બધે જ તેજવાચક શબ્દોથી અક્ષરધામ જ સમજાવ્યું છે. (કારિયાણી ૭ - ૨૮)
૪૪૧. શ્વેતાશ્વતરોપનિષદ : ૬/૧૧ તથા અન્ય શ્રુતિઓ. (કારિયાણી ૭ - ૨૯)
૪૪૨. 'સગુણ' અને 'નિર્ગુણ' આ બંને શબ્દો 'ગુણે સહિત' અને 'ગુણે રહિત' આ બંને અર્થોથી જુદા અર્થમાં શ્રીજીમહારાજ અહીં નિરૂપે છે. જેનો થોડો અંશ "અણોરણીયાન્ મહતો મહીયાન્" (કઠોપનિષદ : ૧/૨/૨૦)માં કહ્યો છે. (કારિયાણી ૮ - ૩૦)
૪૪૩. ધારક, નિયન્તા અને શેષી. (કારિયાણી ૮ - ૩૧)
૪૪૪. ભાગવત : ૧૦/૮૯. (કારિયાણી ૮ - ૩૨)
૪૪૫. ભાગવત : ૧૦/૮/૩૭-૩૮. (કારિયાણી ૮ - ૩૩)
૪૪૬. ગીતા : અધ્યાય ૧૧/૫-૩૦. (કારિયાણી ૮ - ૩૪)
૪૪૭. ભાગવત : ૮/૨૦. (કારિયાણી ૮ - ૩૫)
૪૪૮. ભાગવત : ૧૦/૪૭/૬૧. (કારિયાણી ૯ - ૩૬)
૪૪૯. ભાગવત : ૧૦/૧૫/૫-૮. (કારિયાણી ૯ - ૩૭)
૪૫૦. ભાગવત : ૧૦/૧૪/૩૦. (કારિયાણી ૯ - ૩૮)
૪૫૧. અહીં 'પ્રકૃતિપુરુષ' શબ્દમાં પ્રકૃતિ શબ્દથી નિમ્ન પ્રકૃતિ અર્થાત્ પ્રધાનપ્રકૃતિ સમજીને સમગ્ર શબ્દનો અર્થ પ્રધાનપુરુષ સમજવો. (કારિયાણી ૧૦ - ૩૯)
૪૫૨. અહીં 'બ્રહ્મ' શબ્દથી અક્ષરબ્રહ્માત્મક મુક્ત અથવા પ્રકૃતિપુરુષ સમજવા. વચનામૃત ગ. મ. ૩૧માં તેને બ્રહ્મ કહ્યા છે. (કારિયાણી ૧૦ - ૪૦)
૪૫૩. યદ્યપિ આત્યંતિક કલ્યાણના હેતુરૂપ પોતાનો સિદ્ધાંત કહ્યો છે છતાં પણ કલ્યાણને માટે તેથી પણ કોઈક સરળ ઉપાય કહેશે એવા અભિપ્રાયથી પ્રશ્ન પૂછે છે. (કારિયાણી ૧૦ - ૪૧)
૪૫૪. પૂર્વે કહેલ. (કારિયાણી ૧૦ - ૪૨)
૪૫૫. ભાગવત : ૧૦/૩૯/૧૯-૩૫. (કારિયાણી ૧૧ - ૪૩)
૪૫૬. ભાગવત : ૧૦/૮૨. (કારિયાણી ૧૧ - ૪૪)
૪૫૭. આત્મા અને સંસારના સ્વરૂપના વિવેકનો વિચાર. (લોયા ૧ - ૧)
૪૫૮. જન્મ-મરણના પ્રવાહરૂપ સંસારનો. (લોયા ૨ - ૨)
૪૫૯. માયા-પ્રકૃતિ જડ તત્ત્વ છે. તેને વચનામૃત ગ. પ્ર. ૧૨માં નિર્વિશેષ કહી છે. તેથી પ્રલયાવસ્થામાં તે સ્ત્રી આકારે હોઈ શકે નહીં. પરંતુ નારીજાતિ વાચક શબ્દથી કહેવાય છે તથા પ્રજાતુલ્ય પ્રધાનપુરુષના કારણરૂપ છે, તેથી તેને સ્ત્રી આકારે કહી છે. (લોયા ૨ - ૩)
૪૬૦. સંધ્યા આરતી કર્યા પછી. (લોયા ૩ - ૪)
૪૬૧. ભાગવત : ૭/૯/૧૫ તથા ૭/૧૦/૭-૮. (લોયા ૩ - ૫)
૪૬૨. આ બ્રહ્માંડમાં જેમ ભગવાન પોતાના અનન્ય ભક્તોને દર્શનાદિ આપીને સુખ આપવા માટે મનુષ્યાકારે પ્રકટ થાય છે, તેમ અનેક બ્રહ્માંડમાં પણ ભગવાન પ્રકટ થાય છે કે નહિ ? આટલો પ્રશ્નનો આશય છે. તેનો "અનેક બ્રહ્માંડમાં પોતાના અનન્ય ભક્તોને દર્શનાદિકનું સુખ આપવા માટે કૃપા કરીને સ્વેચ્છાથી આ બ્રહ્માંડની પેઠે જ પ્રકટ થાય છે." આવા અભિપ્રાયથી ઉત્તર આપે છે. (લોયા ૪ - ૬)
૪૬૩. ભાગવત : ૧/૨/૨; દેવીભાગવત : ૧/૧૯; મહાભારત, શાંતિપર્વ : ૩૨૦/૨૩. પ્રસ્તુત સંદર્ભોમાં શુકદેવજીએ વૃક્ષમાં રહીને ઉત્તર આપ્યો તેને મળતું વર્ણન પ્રાપ્ત થાય છે. (લોયા ૪ - ૭)
૪૬૪. ભાગવત : ૪/૨૦/૩૨, ૪/૭/૪૪, ૯/૨૧/૧૭. (લોયા ૪ - ૮)
૪૬૫. ભાગવત : ૪/૭/૩૦, ૩/૩૧/૩૭, ૬/૧૯/૧૧. (લોયા ૪ - ૯)
૪૬૬. દંભ, માન, મદ કે શરમથી. (લોયા ૫ - ૧૦)
૪૬૭. પોતે કપટી હોય પણ ઉપરથી સાધુવેશ ધારીને, પોતે બુદ્ધિમાન છે માટે દંભથી જ ઉપરથી સદાચરણને બતાવતો હોય, તે બુદ્ધિશાળી પુરુષોએ 'આ કપટી છે' એમ શી રીતે ઓળખી શકાય ? એટલો પૂછવાનો અભિપ્રાય છે. (લોયા ૫ - ૧૧)
૪૬૮. માનભંગ. (લોયા ૫ - ૧૨)
૪૬૯. શોક, ક્રોધ વગેરે દ્વારા. (લોયા ૫ - ૧૩)
૪૭૦. ન બની શકે તેવું કઠણ. (લોયા ૬ - ૧૪)
૪૭૧. આળ-પંપાળ. (લોયા ૬ - ૧૫)
૪૭૨. ભાગવત : ૧/૭/૩૫-૪૦. (લોયા ૬ - ૧૬)
૪૭૩. ૧૮મી સદીના પૂર્વાર્ધમાં થયેલ વૈષ્ણવ કવિ. તેઓ ખેડા જિલ્લાના ખડાલ ગામના હતા. પિતા નરસિંહદાસ અવટંક મહેતા. ખડાલના દરબારથી નારાજ થઈ નજીકના તોરણા ગામમાં વસવાટ કરેલો. તેઓ ડાકોર રણછોડરાયના ભક્ત હતા. તેઓ ૧૦૫ વરસ જીવેલા. આ કવિનાં મોટા ભાગનાં કીર્તનો પ્રેમલક્ષણા ભક્તિનાં છે. ભાગવતના ઘણા પ્રસંગોને તેમણે કાવ્યાત્મક આલેખ્યા છે. (વિશેષ વિગત માટે જુઓ : ગુજરાતી સાહિત્યકોશ, ખંડ-૧, પૃ. ૩૩૬-૩૩૭.) (લોયા ૬ - ૧૭)
૪૭૪. અર્થ: જ્ઞાન વિના મુક્તિ ન થાય. આ શ્રુતિ 'હિરણ્યકેશીયશાખા'ની છે તેમ 'સેતુમાલા ટીકા'માં નોંધાયું છે. આ શાખા હાલ ઉપલબ્ધ નથી. (લોયા ૭ - ૧૮)
૪૭૫. અર્થ: પરમાત્માને જાણીને જ સંસારને ઉલ્લંઘન કરે છે, મુક્તિ માટે જ્ઞાન સિવાય બીજો માર્ગ નથી. (શ્વેતાશ્વતરોપનિષદ : ૩/૮; યજુર્વેદ : ૩૧/૧૮.) (લોયા ૭ - ૧૯)
૪૭૬. સ્વધર્મ, તપ, યોગ વગેરે. (લોયા ૭ - ૨૦)
૪૭૭. અભિપ્રાય એટલો જ છે કે, ભગવાન પૃથ્વી પર પ્રગટ હોય ત્યારે તો નેત્ર વગેરે ઇન્દ્રિયોના જાણ્યામાં આવે છે, પણ જ્યારે પ્રગટ ન હોય ત્યારે તો યોગીને ધ્યાન અને સમાધિથી કેવળ હૃદયમાં જ દેખાય છે. (લોયા ૭ - ૨૧)
૪૭૮. અર્થ : પૂર્વ શ્લોકમાં કહેલા સ્વભાવથી જીવ-ઈશ્વરોને હું અતીત છું એટલે તેના દોષોનો સ્પર્શ મને નથી અને અક્ષરબ્રહ્મ થકી કહેલ હેતુઓથી અતિશય ઉત્કૃષ્ટ છું. (ગીતા : ૧૫/૧૮). (લોયા ૭ - ૨૨)
૪૭૯. અર્થ : આ જડચિદાત્મક સમગ્ર જગતને મારા એક અંશથી ધારણ કરીને રહ્યો છું. (ગીતા : ૧૦/૪૨). (લોયા ૭ - ૨૩)
૪૮૦. અર્થ : હે અર્જુન ! મારા સિવાય કોઈ પણ પર નથી. જેમ દોરામાં મોતીઓ ગૂંથાયેલા છે, તેમ આ જડ-ચેતન સમગ્ર જગત મારે વિષે આશ્રિત છે. (ગીતા : ૭/૭). (લોયા ૭ - ૨૪)
૪૮૧. અર્થ : હે પાર્થ ! મારાં અનેક પ્રકારનાં તથા અનેક વર્ણ અને આકૃતિવાળાં સેંકડો અને હજારો દિવ્ય રૂપો તું જો. (ગીતા : ૧૧/૫). (લોયા ૭ - ૨૫)
૪૮૨. કેવળ સાધને કરીને બ્રહ્મસ્વરૂપ થઈ શકાતું નથી, તેવું મ. ૧૪, મ. ૩૦, ૩૧ વગેરે વચનામૃતોમાં સ્પષ્ટપણે જણાવ્યું છે. તેમ છતાં "લોકમાં સાધને કરીને 'બ્રહ્મસ્વરૂપ' તરીકે પ્રસિદ્ધિને પામેલ હોય" તેવો અર્થ અહીં લેવો. વચનામૃત ગ. અં. ૩માં અશ્વત્થામાનું દ્રષ્ટાંત આવા બ્રહ્મસ્વરૂપ વ્યક્તિ માટે અપાયું છે. અહીં હવે આ પ્રકારના બ્રહ્મસ્વરૂપને પણ ભગવાનના યથાર્થ જ્ઞાન વગર જ્ઞાની ન જ કહેવાય તે અંગે ભાર આપતાં કહે છે. (લોયા ૭ - ૨૬)
૪૮૩. અર્થ : નૈષ્કર્મ્ય જે આત્માના યથાર્થ ઉપાસનારૂપ જ્ઞાન તે યદ્યપિ નિરંજન એટલે રાગ-દ્વેષાદિરૂપ માયાથી રહિત છે, પણ જો ભગવાનની ભક્તિએ રહિત છે તો તે અત્યંત શોભતું નથી. અર્થાત્ ભક્તિયોગ વિનાનો કેવળ જ્ઞાનયોગ શોભતો નથી. (ભાગવત : ૧/૫/૧૨). (લોયા ૭ - ૨૭)
૪૮૪. અર્થ : મુમુક્ષુએ કરવા યોગ્ય કર્મમાં જાણવું રહ્યું છે તથા વિકર્મ જે અનેક પ્રકારનાં વૈદિક કામ્યકર્મ તેમાં પણ જાણવાનું રહ્યું છે તથા અકર્મ જે જ્ઞાન તેમાં પણ જાણવાનું રહ્યું છે. એવી રીતે કર્મની ગતિ ગહન છે એટલે તેનું તત્ત્વ ન જાણી શકાય તેવું છે. (ગીતા : ૪/૧૭). (લોયા ૭ - ૨૮)
૪૮૫. અહીં પ્રત્યક્ષ ભગવાનના બ્રહ્મરૂપ ભક્તોને સ્પષ્ટપણે શ્વેતદ્વીપવાસી વાસુદેવ નારાયણના ભક્તોથી જુદા કહી શ્રીજીમહારાજ તથા વાસુદેવ નારાયણનો ભેદ દર્શાવ્યો છે. (લોયા ૭ - ૨૯)
૪૮૬. અર્થ : જે બ્રહ્મરૂપ થયો છે અને પ્રસન્ન મન છે એટલે ક્લેશ કર્માદિક દોષથી જેનું મન કલુષિત નથી અને કોઈનો પણ શોક કરતો નથી, તેમ કોઈ પદાર્થને ઇચ્છતો નથી, સર્વ ભૂતોમાં સમભાવથી રહેતો, કશાની આકાંક્ષા નહીં કરનારો, તે પુરુષ મારે વિષે પરાભક્તિને પામે છે - અર્થાત્ જેને આત્માનો 'બ્રહ્મરૂપે' સાક્ષાત્ અનુભવ થયો હોય તેને જ પરાભક્તિમાં અધિકાર પ્રાપ્ત થાય છે. (ગીતા : ૧૮/૫૪). (લોયા ૭ - ૩૦)
૪૮૭. જેની ભક્તિ કરવાની કહી છે એવા જે પરબ્રહ્મ પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ તે જ બે પ્રકૃતિના આધાર છે. તે ગીતામાં કહ્યું છે જે - (લોયા ૭ - ૩૧)
૪૮૮. અર્થ : પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન આદિ ઇન્દ્રિયો, મહત્તત્ત્વ અને અહંકાર આ આઠ પ્રકારે જગતની પ્રકૃતિ પરિણામ પામી છે તે પ્રકૃતિ મારી છે એમ જાણ, અર્થાત્ હું અચેતન પ્રકૃતિથી વિલક્ષણ છું. (ગીતા : ૭/૪). (લોયા ૭ - ૩૨)
૪૮૯. અર્થ : આ મારી અપરા (અપ્રધાનભૂતા) પ્રકૃતિ છે. આ અચેતન પ્રકૃતિથી વિલક્ષણ આકારવાળી, પરા (પ્રધાનભૂતા) અને ચેતનરૂપ એવી પ્રકૃતિ છે તે મારી છે એમ જાણ. જે ચેતન પ્રકૃતિએ આ અચેતન સમગ્ર જગત ધારણ કરેલું છે, અર્થાત્ હું ચેતન પ્રકૃતિથી વિલક્ષણ છું. (ગીતા : ૭/૫). આ પરા પ્રકૃતિ વચનામૃત ગ. મ. ૬૬ના વચનામૃતમાં બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નના શ્રીજીમહારાજે કરેલા ઉત્તરના સંદર્ભ પ્રમાણે અક્ષરબ્રહ્મ છે. (લોયા ૭ - ૩૩)
૪૯૦. ધારક, વ્યાપકપણે કરીને. (લોયા ૭ - ૩૪)
૪૯૧. ધારક, વ્યાપકપણે કરીને. (લોયા ૭ - ૩૫)
૪૯૨. તેમ છતાં આકાશ પોતાના સામર્થ્યથી નિર્લેપ છે. (લોયા ૭ - ૩૬)
૪૯૩. જો કે આકાશમાં સંકોચ-વિકાસ વસ્તુતાએ નથી છતાં પણ પોતે પૃથિવ્યાદિક ભૂતોમાં વ્યાપીને રહ્યો છે તેથી તે ભૂતોમાં થતા સંકોચ-વિકાસનો પરંપરાએ આકાશમાં ઉપચારમાત્ર થાય છે, તેમ નિર્વિકારી પરમાત્માના સ્વરૂપમાં સાક્ષાત્ સંકોચ-વિકાસ નથી પરંતુ પોતાના શરીરરૂપ જડ અને ચેતન બે પ્રકૃતિમાં અંતર્યામીપણે પોતે વ્યાપીને રહ્યા છે તેથી બે પ્રકૃતિમાં થતા સંકોચ-વિકાસનો શરીરી પરમાત્મામાં પરંપરાએ ઉપચારમાત્ર થાય છે, આવો ભાવાર્થ સમજવો. (લોયા ૭ - ૩૭)
૪૯૪. છતાં પણ ભગવાન નિર્લેપ છે એટલે જડ-ચેતન પ્રકૃતિના દોષોનો તેમને સ્પર્શ નથી. (લોયા ૭ - ૩૮)
૪૯૫. અર્થ : સર્વ જનોના આત્માપણે સર્વમાં અંતઃપ્રવેશ કરીને સર્વને શિક્ષણ કરનારા - નિયમન કરનારા છે. (તૈત્તિરીયારણ્યક : ૩/૧૧ તથા ચિત્યુપનિષદ : ૧૧/૧). (લોયા ૭ - ૩૯)
૪૯૬. અર્થ : જે પરમાત્માનું અક્ષર શરીર છે... આ સર્વ ભૂતોના અંતરાત્મા અપહતપાપ્મા (નિર્દોષ) દિવ્ય દેવ એક નારાયણ છે. (સુબાલોપનિષદ : ૭). (લોયા ૭ - ૪૦)
૪૯૭. અર્થ : જે પરમાત્માનું જીવાત્મા શરીર છે, જે પરમાત્મા જીવાત્મામાં અંતઃપ્રવેશ કરીને નિયમન કરે છે, આ તારા અંતર્યામી અમૃત આત્મા છે અર્થાત્ ઉપાધિ રહિત અમૃતમય પરમાત્મા છે. (બૃહદારણ્યકોપનિષદ, માધ્યન્દિનપાઠ : ૩/૭/૩૦). (લોયા ૭ - ૪૧)
૪૯૮. "યસ્યાત્મા શરીરમ્" - આ શ્રુતિના જેવો જ આ શ્રુતિનો અર્થ છે. અહીં ફક્ત આત્માને બદલે પૃથ્વી શબ્દ વપરાયો છે એટલો ફેર છે. (લોયા ૭ - ૪૨)
૪૯૯. આ અર્થ તૈત્તિરીયોપનિષદ (ભૃગુવલ્લી : ૨-૬)માં "અન્નં બ્રહ્મેતિ વ્યજાનાત્", "પ્રાણો બ્રહ્મેતિ વ્યજાનાત્", "માનો બ્રહ્મેતિ વ્યજાનાત્", "વિજ્ઞાનં બ્રહ્મેતિ વ્યજાનાત્", "આનન્દો બ્રહ્મેતિ વ્યજાનાત્" ઇત્યાદિથી નિરૂપણ કર્યો છે. (લોયા ૭ - ૪૩)
૫૦૦. તે જ્ઞાન મુક્તિમાં હેતુ છે, બીજાં સાધનો તો મુક્તિના હેતુભૂત જ્ઞાનનાં અંગ છે. તે સાધનો મુક્તિ પ્રત્યે સ્વતંત્રપણે કારણો નથી. જેને એવું જ્ઞાન હોય અને તે પ્રમાણે ભગવાનનો સાક્ષાત્કાર હોય તે ભક્તો પરિપૂર્ણ જ્ઞાની છે; તેમને કાંઈ પણ અપૂર્ણપણું નથી. (લોયા ૭ - ૪૪)
૫૦૧. ભગવાનના સ્વરૂપનું ઉપર કહેલ જ્ઞાન. (લોયા ૭ - ૪૫)
૫૦૨. કેમ કે ક્યારેક સંશય થવાનો સંભવ રહે છે. (લોયા ૭ - ૪૬)
૫૦૩. આ શ્લોકનો અર્થ વચનામૃત ગ. પ્ર. ૫૬ની ટીપણી-૨૧૯માં દર્શાવ્યો છે: [આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ । તેષાં જ્ઞાની નિત્યયુક્ત એકભક્તિર્વિશિષ્યતે ॥ અર્થ: અધિકારથી પડી ગયેલો અને ફરી પામવાને ઇચ્છે તે આર્ત, આત્મસ્વરૂપને જાણવાને ઇચ્છે તે જિજ્ઞાસુ, ઐશ્વર્ય પામવાને ઇચ્છે તે અર્થાર્થી, પોતાના આત્માને ત્રિગુણાત્મક માયાથી જુદો બ્રહ્મરૂપ માનીને ભગવાનને પામવાની ઇચ્છા કરનાર જ્ઞાની. આ ચારેયમાં જ્ઞાની પોતાના આત્માને બ્રહ્મસ્વરૂપ માની નિરંતર પરમાત્મામાં જોડાયેલ છે અને એકમાત્ર પરમાત્માની ભક્તિની જ ઇચ્છા રાખે છે, તેથી અધિક છે. (ગીતા : ૭/૧૬-૧૭).] (લોયા ૭ - ૪૭)
૫૦૪. અર્થ : હું બ્રહ્મ છું. (બૃહદારણ્યકોપનિષદ : ૧/૪/૧૦). (લોયા ૭ - ૪૮)
૫૦૫. તરંગ; એટલે મારામાં અને પરમાત્મામાં ભેદ નથી. (લોયા ૭ - ૪૯)
૫૦૬. ભગવાન અને તેમના અવતારને ખંડન કરનારા છે, માટે પરબ્રહ્મ પરમાત્માને જાણે કોદાળાથી ખોદનારા. (લોયા ૭ - ૫૦)
૫૦૭. અભિપ્રાય એટલો છે કે પોતાની અંદર રહેલા પર્વત જેવા મોટા અનેક દોષોને સરસવ જેટલા નાના એક દોષની જેમ નગણ્ય માને છે અને તેથી જ તેને ત્યાગ કરવા માટે ઇચ્છતો નથી. જ્યારે સામે પક્ષે સંતમાં રહેલ અનેક પર્વત તુલ્ય મોટા ગુણોને પણ દેખતો નથી અને તેનામાં એક નાના સરખા દોષને પણ મોટો કરી અવગુણ લે છે, તે તેની મૂર્ખાઈ છે. (લોયા ૮ - ૫૧)
૫૦૮. 'હું આત્મા છું' એવી બુદ્ધિથી પોતાને. (લોયા ૮ - ૫૨)
૫૦૯. બ્રહ્મરૂપ. (લોયા ૮ - ૫૩)
૫૧૦. સ્ત્રી, પુરુષ, દેવ, મનુષ્ય વગેરે આકારે રહિત. (લોયા ૮ - ૫૪)
૫૧૧. એવી રીતે બીજી ઇન્દ્રિયોમાં પણ ત્રણ પ્રકારનો વેગ જાણી લેવો. (લોયા ૧૦ - ૫૫)
૫૧૨. બાળપણ વગેરે અવસ્થાના ભેદે સહિત. (લોયા ૧૦ - ૫૬)
૫૧૩. નેત્ર દ્વારા સ્ત્રીનું રૂપ, અવસ્થા વગેરેની વિગત બરોબર જણાય છે, માટે તીવ્રવેગ હોય એમ તો જણાય છે; પરંતુ તીવ્રવેગનું કાર્ય જે ક્ષોભ તે થતો નથી. માટે ત્રણ વેગમાંથી ક્યો વેગ હશે ? એમ સંશય થવાથી આ પ્રશ્ન પૂછ્યો છે. (લોયા ૧૦ - ૫૭)
૫૧૪. આ વેગ તીવ્ર છે એમ જાણવું, પણ તે વેગ સદોષ છે, માટે તેના કાર્યરૂપ મનના ક્ષોભમાં તીવ્રતા નથી. વેગમાં જે પ્રકારે દોષનો પ્રવેશ થાય છે તે પ્રકાર એવી રીતે છે - (લોયા ૧૦ - ૫૮)
૫૧૫. મહાભારત, શાંતિપર્વ : ૨૧૨-૨૧૯. (લોયા ૧૦ - ૫૯)
૫૧૬. ચિદાકાશસ્વરૂપ અક્ષરબ્રહ્મ. (લોયા ૧૦ - ૬૦)
૫૧૭. ધામસ્વરૂપ અથવા મૂર્તિમાન અક્ષરબ્રહ્મ. (લોયા ૧૦ - ૬૧)
૫૧૮. અર્થ : બ્રહ્માદિ દેવો પણ તમારા મહિમાના પારને પામતા નથી, કેમ કે અપાર છે. વધારે શું કહીએ ? તમે પણ તમારા મહિમાના અંતને પામતા નથી. (ભાગવત : ૧૦/૮૭/૪૧). (લોયા ૧૦ - ૬૨)
૫૧૯. અર્થ : જે ભક્ત લોકમાં શાસ્ત્રની દ્રષ્ટિએ અતિશય અજ્ઞાની છે, એટલે શાસ્ત્રનું જ્ઞાન નથી પણ કેવળ ભગવાન અને તેમના ભક્તના વચનમાં દ્રઢ વિશ્વાસથી તેમના કહેવા પ્રમાણે ભગવાનને ભજે છે; અને જે બુદ્ધિથી પર(આત્મા-પરમાત્માના સ્વરૂપ)ને પામ્યો છે, એટલે શ્રુતિ-સ્મૃતિના અર્થને જાણીને સાક્ષાત્ ભગવાનની એકાંતિક ઉપાસનાથી આત્મા-પરમાત્માના યથાર્થ જ્ઞાનને પામ્યો છે; તે બંને પરમ સુખ પામે છે, એટલે ભગવાનની સેવારૂપ મુક્તિને પામે છે. અને જે અંતરિત જન (જ્ઞાની કે વિશ્વાસી નહિ તેવો) છે તે તો ક્લેશને પામે છે, એટલે ભગવાનનું સુખ નહિ પામતાં બીજા લોકમાં દુઃખરૂપ ફળને પામે છે. (ભાગવત : ૩/૭/૧૭). (લોયા ૧૦ - ૬૩)
૫૨૦. અર્થ : કાન, આંખ વગેરે ઇન્દ્રિયોના આહારરૂપ સાંભળવું, જોવું વગેરે ક્રિયાઓને બંધ કરી દેતાં, શબ્દ-રૂપ વગેરે વિષયો આત્મા સુધી પહોંચી શકતા નથી, પરંતુ જે તે વિષયો પ્રત્યેની આસક્તિ વિષયના દૂર થવાથી ટળી જતી નથી; વિષયો પ્રત્યેની આસક્તિ અથવા સૂક્ષ્મ રાગ તો પરમાત્માનો સાક્ષાત્કાર થાય તો જ ટળે છે. (ગીતા : ૨/૫૯). (લોયા ૧૦ - ૬૪)
૫૨૧. અર્થ : જે સત્ત્વગુણ છે તે પરબ્રહ્મનું દર્શન કરાવનારો છે. (ભાગવત : ૧/૨/૨૪). (લોયા ૧૦ - ૬૫)
૫૨૨. 'મોક્ષબંધકરી' આવો ભાગવતમાં પાઠ છે. અર્થ : હે ઉદ્ધવ ! વિદ્યા અને અવિદ્યા તે મારા શરીરભૂત છે અને મારી માયા(સંકલ્પ)થી સૌથી પ્રથમ નિર્માણ થઈ છે. તેમાં વિદ્યાશક્તિ મોક્ષ કરનારી છે અને અવિદ્યાશક્તિ બંધન કરનારી છે. (ભાગવત : ૧૧/૧૧/૩). (લોયા ૧૦ - ૬૬)
૫૨૩. રામચરિતમાનસ, બાલકાંડ : ૯૪/૫ (પૃ. ૯૧). પાઠમાં થોડો ફેરફાર છે. (લોયા ૧૧ - ૬૭)
૫૨૪. અહીં સવિકલ્પ-નિર્વિકલ્પ શબ્દમાં આવતો વિકલ્પ શબ્દ સંશય વગેરે અજ્ઞાનના અર્થમાં વપરાયો નથી, પરંતુ ઉપાસ્ય એવા ભગવાનના સ્વરૂપમાં માયિક દોષે યુક્ત બુદ્ધિવાળાને સવિકલ્પ કહ્યો છે અને માયિક બુદ્ધિની ન્યૂનતા પ્રમાણે ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ ભેદો જણાવ્યા છે. અને માયિક દોષે રહીતને નિર્વિકલ્પ કહ્યો છે. નિર્વિકલ્પમાં નિશ્ચયની અધિકતા પ્રમાણે ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ ભેદ જણાવ્યા છે. કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળાને નૈમિત્તિક પ્રલયમાં દસ લોક નાશ ન થાય ત્યાં સુધી નિશ્ચય રહે પણ નૈમિત્તિક પ્રલયમાં તેનો નિશ્ચય ડગી જાય. મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો શ્વેતદ્વીપાદિ ધામની સ્થિતિ સુધી અર્થાત્ પ્રાકૃત પ્રલય સુધી નિશ્ચયમાં સ્થિરતા રહે; ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો આત્યંતિક પ્રલયમાં પણ નિર્વિકાર રહે, તેનો નિશ્ચય ક્યારેય ડગે નહીં. આવો ભેદ 'સેતુમાલા ટીકા'માં દર્શાવ્યો છે. (લોયા ૧૨ - ૬૮)
૫૨૫. ભાગવત : ૧૦/૩૩/૨૭-૩૦. (લોયા ૧૨ - ૬૯)
૫૨૬. ભાગવત : ૩/૧૨/૨૮. (લોયા ૧૩ - ૭૦)
૫૨૭. ભાગવત : ૮/૧૨. (લોયા ૧૩ - ૭૧)
૫૨૮. અર્થ : બ્રહ્માએ સર્જેલા મરીચ્યાદિક, તેમણે સર્જેલા કશ્યપાદિક, તેમણે સર્જેલા દેવ-મનુષ્યાદિક તે સર્વેમાં એક નારાયણ ઋષિ સિવાય ક્યો પુરુષ સ્ત્રીરૂપી માયામાં મોહ ન પામે ? સૌનું મન આકર્ષણ પામે જ. (ભાગવત : ૩/૩૧/૩૭). (લોયા ૧૩ - ૭૨)
૫૨૯. અર્થ : જેમ ભગવાનના ભક્તનું ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન, ભક્તના દેહમાં રહેલા સતત પરિણામાદિક દોષથી અને જીવમાં રહેલા અવિદ્યાદિ દોષથી લેપાતું નથી, તેમ પરમેશ્વર માયા-પ્રકૃતિ અને જીવવર્ગમાં વ્યાપીને રહ્યા છે, છતાં પણ પ્રકૃતિના સત્ત્વાદિ ગુણથી અને જીવના અવિદ્યા, અસ્મિતા, રાગદ્વેષાદિ દોષથી લેપાતા નથી. આટલું જ પરમેશ્વરનું પરમેશ્વરપણું છે. અર્થાત્ ભક્તનું ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન દેહ અને આત્માના દોષથી લેપાતું નથી, તો જડ અને ચેતનમાં અંતર્યામીપણે રહેલા ભગવાન જડ અને ચેતન પ્રકૃતિના દોષથી ન લેપાય તેમાં કહેવું જ શું ? (ભાગવત : ૧/૧૧/૩૮). (લોયા ૧૩ - ૭૩)
૫૩૦. અર્થ : મારી આ ગુણમયી દૈવી માયા દુસ્તર છે, પરંતુ જેઓ મારું જ શરણ લે છે તેઓ આ માયાને તરી જાય છે. (ગીતા : ૭/૧૪). (લોયા ૧૩ - ૭૪)
૫૩૧. અર્થ : મારા સમાન રૂપ વગેરે ગુણોને પામેલા. (ગીતા : ૧૪/૨). (લોયા ૧૩ - ૭૫)
૫૩૨. ભાગવત : ૪/૧૭/૨૨-૨૭. (લોયા ૧૩ - ૭૬)
૫૩૩. અર્થ : "હે નિત્ય પરમાત્મા ! આપ અપરિમિત અને સર્વવ્યાપક છો. જો અસંખ્ય જીવો પણ આપની જેમ અપરિમેય અને સર્વવ્યાપક બની જાય તો આપની સમાન થઈ જાય. તો પછી કોણ નિયામક ? અને કોણ નિયમ્ય ? તે નિયમ તો ત્યારે જ સ્થિર રહે, જ્યારે આપ જ નિયામક હો. નહીં તો શાશ્વત નિયમનો લોપ થઈ જાય." આમ ભાવાર્થ સમજવો. (ભાગવત : ૧૦/૮૭/૩૦). (લોયા ૧૩ - ૭૭)
૫૩૪. છાંદોગ્યોપનિષદ : ૬/૨/૧; ત્રિપાદ્‌વિભૂતિ મહાનારાયણોપનિષદ : પૃ. ૩૧૩; પૈંગલોપનિષદ-૧. (લોયા ૧૩ - ૭૮)
૫૩૫. જીવાત્મા એ જ પરમાત્મા છે એવું જ્ઞાન. (લોયા ૧૪ - ૭૯)
૫૩૬. રામાનુજાચાર્ય ભગવાનના ધામ તરીકે વૈકુંઠને ગણે છે. તેથી જ તેમણે વૈકુંઠગદ્ય ગ્રંથમાં વૈકુંઠમાં રહેલ ઉપાસ્યસ્વરૂપ પરમાત્મા લક્ષ્મીનારાયણની પ્રાર્થના કરી છે. આ વચનામૃતમાં શ્રીજીમહારાજ રામાનુજાચાર્યના મતમાં 'અક્ષરધામ' શબ્દ વાપરે છે તે સાર્વજનિક (સાધારણ રીતે) પ્રતિપાદ્ય પરમપદના અર્થમાં સમજવું, પરંતુ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણના ધામરૂપે સમજવું નહિ. (લોયા ૧૪ - ૮૦)
૫૩૭. 'ભક્તિહંસ' (પૃ. ૧) ગ્રંથમાં ઉપાસનાથી પણ ભક્તિની અધિકતા વલ્લભાચાર્યના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીએ દર્શાવી છે. (લોયા ૧૪ - ૮૧)
૫૩૮. અર્થ : મન અતિ ચંચળ હોવાથી તેની સાથે કદી મિત્રતા ન કરવી, ને તેનો વિશ્વાસ પણ ન કરવો કે 'મન મારે વશ થયું છે.' જેણે જેણે મનનો વિશ્વાસ કર્યો છે એવા મહાસમર્થ યોગીઓનાં તપ અને ઐશ્વર્ય નાશ પામ્યાં છે. મન વ્યભિચારિણી સ્ત્રી જેવું છે, વ્યભિચારિણી સ્ત્રી જારપુરુષ દ્વારા પોતાના પતિનું મૃત્યુ કરાવે છે; તેમ મનનો વિશ્વાસ કરનાર યોગીને પોતાનું મન કામ-ક્રોધાદિ શત્રુઓ દ્વારા મોક્ષમાર્ગથી ભ્રષ્ટ કરે છે. (ભાગવત : ૫/૬/૩-૪). (લોયા ૧૪ - ૮૨)
૫૩૯. કેમ કે તેમનામાં સત્પુરુષના ક્ષમાદિક ગુણ છે. (લોયા ૧૪ - ૮૩)
૫૪૦. આ ફકરામાં શ્રીહરિ પ્રથમ જીવનું વ્યાપકપણું નિરૂપે છે. હૃદયપ્રદેશમાં રહેલો, અણુ જેવો સૂક્ષ્મ જીવાત્મા સમગ્ર શરીરમાં જ્ઞાનશક્તિથી ત્રણ પ્રકારે વ્યાપીને રહે છે. અધ્યાત્મ : ઇન્દ્રિયો વગેરે દ્વારા, અધિભૂત : ઇન્દ્રિયોનાં બહાર દેખાતા સ્થૂળ સ્થાનો, અધિદૈવ : ઇન્દ્રિયોના દેવતા સૂર્ય વગેરે દ્વારા. આમ, જીવનું વ્યાપકપણું નિરૂપી, ભોક્તાપણું નિરૂપતાં ઇન્દ્રિયો અને દેવતા દ્વારા જ તે ભોગ ભોગવે છે પણ સ્વતંત્ર નહીં તેમ જણાવે છે. આ અર્થ "આત્મેન્દ્રિયમનોયુક્તં ભોક્તેત્યાહુર્મનીષિણઃ" (કઠોપનિષદ : ૧/૩/૪) આ શ્રુતિમાં વર્ણવ્યો છે. (લોયા ૧૫ - ૮૪)
૫૪૧. જીવ પોતાની જ્ઞાનશક્તિ વડે ઇન્દ્રિયો વગેરેમાં વ્યાપક છે, પરંતુ અંતઃકરણમાં જેટલો જ્ઞાનશક્તિનો પ્રકાશ છે તેટલો ઇન્દ્રિયોમાં નથી. તેનું કારણ જ્ઞાનશક્તિ જ ઓછાવત્તાપણે વ્યાપે છે તેમ નથી, પરંતુ ઇન્દ્રિયો તથા અંતઃકરણરૂપ પાત્રના સામર્થ્યમાં ઓછાવત્તાપણાને લીધે પ્રકાશરૂપ જ્ઞાનમાં ઓછાવત્તાપણું જણાય છે. તે સમજાવવા માટે સૂર્યનું દ્રષ્ટાંત આપે છે. (લોયા ૧૫ - ૮૫)
૫૪૨. માટે આત્માની જ્ઞાનશક્તિમાં ઓછા-અધિકપણું જાણવું નહીં, કેમ કે જ્ઞાનશક્તિ તો બધે સમાનપણે છે. (લોયા ૧૫ - ૮૬)
૫૪૩. છાંદોગ્યોપનિષદ : ૧/૭/૫. (લોયા ૧૫ - ૮૭)
૫૪૪. કરચરણાદિક અવયવરહિત. (લોયા ૧૫ - ૮૮)
૫૪૫. નિરાકાર. (લોયા ૧૫ - ૮૯)
૫૪૬. અક્ષરબ્રહ્મમય શરીર. (લોયા ૧૫ - ૯૦)
૫૪૭. મહાભારત, શાંતિપર્વ : ૨૯૩/૪૨-૪૫. (લોયા ૧૫ - ૯૧)
૫૪૮. શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, સમાધાન અને શ્રદ્ધા - આ છ ગુણો. (મહાભારત, શાંતિપર્વ : ૨૯૦). આ અધ્યાયમાં સાંખ્યમાર્ગમાં પાળવાના નિયમોમાં શમ, દમ, વગેરેનું ક્રમ વગર નિરૂપણ છે. સાધારણ રીતે અહીં દર્શાવેલ 'ષટ્‌સંપત્તિ' શબ્દ અદ્વૈત વેદાંતમાં વધારે પ્રસિદ્ધ છે. (લોયા ૧૫ - ૯૨)
૫૪૯. મહાભારત, શાંતિપર્વ : ૩૧૬/૪૦, ૩૧૮/૪૪. (લોયા ૧૫ - ૯૩)
૫૫૦. યોગસૂત્ર : ૧/૨૪-૨૭; મહાભારત, શાંતિપર્વ : ૩૦૬/૭૫-૭૭. (લોયા ૧૫ - ૯૪)
૫૫૧. મહાભારત, શાંતિપર્વ : ૩૦૪/૨૨/૨૫. (લોયા ૧૫ - ૯૫)
૫૫૨. માટે મૂળમાંથી વાસનાનો ઉચ્છેદ કરવા ઇચ્છતા ભક્તજને સ્વધર્માદિક ચારેય સાધન અતિ દ્રઢપણે સાધવાં. (લોયા ૧૬ - ૯૬)
૫૫૩. અર્થ : મારા ભયથી વાયુ વાય છે, મારા ભયથી સૂર્ય તપે છે. (ભાગવત : ૩/૨૫/૪૨). (લોયા ૧૬ - ૯૭)
૫૫૪. ભાગવત : ૧૦/૪૭/૬૧. (લોયા ૧૬ - ૯૮)
૫૫૫. 'ગોસ્વામી તુલસીદાસજી કી નામનિષ્ઠા' પૃ. ૨૪૯, 'ભગવન્નામ મહિમા તથા પ્રાર્થના,' કલ્યાણ-અંક, વર્ષ : ૩૯, ગીતાપ્રેસ, ગોરખપુર તથા 'તુલસીદાસ અને કબીરની સાખીઓ,' પૃ. ૩, મહાદેવ રામચંદ્ર જાગુષ્ટે બુકસેલર, સને ૧૯૦૯ : આ બંને ગ્રંથોમાં આ ભાવની સાખી થોડા શબ્દભેદ સાથે મળે છે. (લોયા ૧૬ - ૯૯)
૫૫૬. ભાગવત : ૧૦/૪૭/૬૧. (લોયા ૧૭ - ૧૦૦)
૫૫૭. ભાગવત : ૧/૧૫/૩૪-૩૫. (લોયા ૧૮ - ૧૦૧)
૫૫૮. સ્કન્દપુરાણ, વૈષ્ણવ-ખંડ, બદરિકાશ્રમમાહાત્મ્ય : અધ્યાય-૪/૩૭-૫૨; પારાશર્ય-સંહિતા : ૬/૪૮-૪૯. (લોયા ૧૮ - ૧૦૨)
૫૫૯. ભાગવત : ૧૦/૩/૯. (લોયા ૧૮ - ૧૦૩)
૫૬૦. ભાગવત : ૧૦/૩૯/૪૬. (લોયા ૧૮ - ૧૦૪)
૫૬૧. ભાગવત : ૧૦/૬૦/૨૬. (લોયા ૧૮ - ૧૦૫)
૫૬૨. અર્થ : હે સહસ્રબાહો ! હે વિશ્વમૂર્તે ! તેના તે જ ચતુર્ભુજરૂપે તમે થાઓ. (ગીતા : ૧૧/૪૬). (લોયા ૧૮ - ૧૦૬)
૫૬૩. ભાગવત : ૩/૪/૭. (લોયા ૧૮ - ૧૦૭)
૫૬૪. અર્થ : પોતે કરેલા પાપકર્મથી મૂઢ એવા પુરુષો મારો પરમભાવ નહિ જાણીને સર્વભૂતોનો મહેશ્વર અને પરમ કરુણાથી મનુષ્યરૂપ થયેલ મારી અવજ્ઞા કરે છે એટલે મને પ્રાકૃત મનુષ્ય જેવો માનીને મારો તિરસ્કાર કરે છે. (ગીતા : ૯/૧૧). (લોયા ૧૮ - ૧૦૮)
૫૬૫. ભાગવત : ૧૦/૨૬/૧૫-૨૫. (લોયા ૧૮ - ૧૦૯)
૫૬૬. ભાગવત : ૧૦/૨૮/૧૪. અહીં ભાગવતમાં "દર્શયામાસ લોકં સ્વં ગોપાનાં તમસઃ પરમ્" આ પંક્તિ આવે છે. શ્રીજીમહારાજ આનો ભાવાર્થ કરતાં જણાવે છે કે 'અક્ષરધામ દેખાડ્યું.' શ્રીકૃષ્ણ ભગવાનનું ધામ વૈકુંઠ અથવા ક્ષીરસાગર છે તેવું ભાગવતના પૂર્વાપરના અનેક સંદર્ભો જોતાં સ્પષ્ટ જણાય છે. (ભાગવત : ૧૦/૧/૧૯, ૧૦/૨/૮, ૧૦/૮૮/૨૫, ૧૦/૮૯/૭ વગેરે). તેથી શ્રીજીમહારાજે 'અક્ષરધામ' શબ્દથી વૈકુંઠ અથવા ક્ષીરસાગર જણાવ્યું હોય તેમ યોગ્ય જણાય છે. તેમનો 'અક્ષરધામ' શબ્દ વાપરવાનો હેતુ તે દ્વારા પોતાના સ્વરૂપનો મહિમા પરોક્ષપણે કહેવાનો છે. (લોયા ૧૮ - ૧૧૦)
૫૬૭. શુકાનંદમુનિ પાસે. (પંચાળા ૨ - ૧)
૫૬૮. મહાભારત, શાંતિપર્વ, મોક્ષધર્મના અધ્યાયોમાં સાંખ્ય તથા યોગનું નિરૂપણ ખાસ કરીને ૨૮૯ અધ્યાયથી આરંભી ૩૦૬મા અધ્યાય સુધીમાં પ્રાપ્ત થાય છે. અહીં શ્રીજીમહારાજ સાંખ્ય-યોગના નિરૂપણમાં પ્રથમ ૩૦૬/૭૫-૭૭ શ્લોકોના સંદર્ભો ટાંકે છે અને પછી ૨૮૯/૩-૮ના સંદર્ભોનું નિરૂપણ કરે છે. આ વચનામૃતમાં લગભગ મોક્ષધર્મના આ અધ્યાયોમાંથી જ શબ્દશઃ અથવા ભાવાર્થ પ્રમાણેના સંદર્ભો ઉલ્લેખ્યા છે. વળી, તેમાં શ્રીજીમહારાજે પોતાના સિદ્ધાંતને ઉમેર્યો છે. (પંચાળા ૨ - ૨)
૫૬૯. કાળથી વિકાર પામનાર અથવા નાશ પામનાર ધામો; જેનું નિરૂપણ વચનામૃત ગ. મ. ૨૪માં સાંખ્યનિષ્ઠા તથા યોગનિષ્ઠાના સંદર્ભમાં શ્રીજીમહારાજે કર્યું છે. (પંચાળા ૨ - ૩)
૫૭૦. પૂર્વાપરનાં વાક્યો સાથે સમન્વય કરતાં અહીં 'વિષમપણું' આ પ્રકારનો શબ્દ હોવો જોઈએ. જો કે સંવત ૧૮૮૮, ૧૮૯૦ની હસ્તપ્રતથી આરંભી વર્તમાન સમય સુધીની કોઈ પણ પ્રતમાં આ પ્રકારે શબ્દ નથી. (પંચાળા ૨ - ૪)
૫૭૧. લોઢાના ગોળામાં અગ્નિ વ્યાપે છે તેમ તત્ત્વ સાથે એકરૂપપણાને. (પંચાળા ૨ - ૫)
૫૭૨. તત્ત્વોના પ્રકાશકપણે કરીને. (પંચાળા ૨ - ૬)
૫૭૩. વચનામૃત કા. ૧ની ટીપણી-૧૪માં આ શ્લોકનો અર્થ તથા સંદર્ભ ક્રમાંક દર્શાવ્યા છે: [અર્થ : મને સહિત વાણી જે પરમાત્માને નહિ પામીને પાછી વળે છે અર્થાત્ પરમાત્મા મન-વાણીને અગોચર છે. (તૈત્તિરીયોપનિષદ, આનંદવલ્લી : ૪)] (પંચાળા ૨ - ૭)
૫૭૪. મહાભારત, શાંતિપર્વ : ૨૮૯/૬-૮. (પંચાળા ૨ - ૮)
૫૭૫. વ્યાસાદિક મુનિઓએ. (પંચાળા ૨ - ૯)
૫૭૬. તાત્ત્વિક રીતે અક્ષરબ્રહ્મ તત્ત્વની નીચેની કક્ષાએ, જીવદશાની અપેક્ષાએ નજીક જણાતા. (પંચાળા ૨ - ૧૦)
૫૭૭. કેમ કે તેમાં ભગવાન પુરુષોત્તમ રહ્યા છે. (પંચાળા ૨ - ૧૧)
૫૭૮. અર્થ : આ સર્વ જગત બ્રહ્માત્મક છે. (છાંદોગ્યોપનિષદ : ૩/૧૪/૧). (પંચાળા ૨ - ૧૨)
૫૭૯. અર્થ : જગતમાં જે કાંઈ દેખાય છે તેમાં ભગવાનનો વાસ છે. તે વગર વિવિધ પદાર્થનું જાણે અસ્તિત્વ જ નથી. (બૃહદારણ્યકોપનિષદ : ૪/૪/૧૯). (પંચાળા ૨ - ૧૩)
૫૮૦. અર્થ : આ સમગ્ર વિશ્વ ભગવાનરૂપ છે, જો કે ભગવાન સ્વરૂપ-સ્વભાવે વિશ્વથી વિલક્ષણ છે, છતાં પણ ભગવાન થકી જગતની ઉત્પત્તિ (સ્થિતિ), પ્રલય થાય છે, માટે જગત ભગવાનરૂપ છે એમ કહેવાય છે. વસ્તુતાએ ભગવાન વિશ્વથી વિલક્ષણ છે. (ભાગવત : ૧/૫/૨૦). (પંચાળા ૨ - ૧૪)
૫૮૧. વચનામૃત લો. ૭ની ટીપણી-૩૦માં આ શ્લોકનો અર્થ તથા સંદર્ભ ક્રમાંક દર્શાવ્યા છે: [અર્થ : જે બ્રહ્મરૂપ થયો છે અને પ્રસન્ન મન છે એટલે ક્લેશ કર્માદિક દોષથી જેનું મન કલુષિત નથી અને કોઈનો પણ શોક કરતો નથી, તેમ કોઈ પદાર્થને ઇચ્છતો નથી, સર્વ ભૂતોમાં સમભાવથી રહેતો, કશાની આકાંક્ષા નહીં કરનારો, તે પુરુષ મારે વિષે પરાભક્તીને પામે છે - અર્થાત્ જેને આત્માનો 'બ્રહ્મરૂપે' સાક્ષાત્ અનુભવ થયો હોય તેને જ પરાભક્તિમાં અધિકાર પ્રાપ્ત થાય છે. (ગીતા : ૧૮/૫૪).] (પંચાળા ૨ - ૧૫)
૫૮૨. અર્થ : આત્મારામ અને રાગદ્વેષાદિરૂપ ગ્રંથિએ રહિત એવા મુનિઓ પણ ભગવાનની નિષ્કામ ભક્તિ કરે છે, કારણ કે ભગવાનમાં કારુણ્ય, સૌશીલ્ય, વાત્સલ્યાદિક ગુણો રહ્યા છે. (ભાગવત : ૧/૭/૧૦). (પંચાળા ૨ - ૧૬)
૫૮૩. અર્થ : શુકદેવજી કહે છે કે 'હું નિર્ગુણ બ્રહ્મમાં સ્થિતિ કરું છું, છતાં હે રાજર્ષિ ! ઉત્તમ કીર્તિવાળા ભગવાનની લીલા મારા મનને આકર્ષે છે અને તેથી જ આ ભાગવત આખ્યાન હું ભણ્યો છું.' (ભાગવત : ૨/૧/૯). (પંચાળા ૨ - ૧૭)
૫૮૪. અહીં આધુનિક યોગવાળા અર્થાત્ જે પદાર્થમાત્રને ધ્યાનનો વિષય સમજે છે તેની વાત જણાવે છે, તેઓના મતે મનને વશ કરવા માટે "યથાભિમતધ્યાનાદ્વા" (યોગસૂત્ર : ૧/૩૯) પ્રમાણે તમામ આકારોમાંથી ઇચ્છા પ્રમાણેના આકારનું ધ્યાન કરવું તેવો ભાવાર્થ થાય છે. આમ કરવા જતાં ભગવાનના આકાર અને અન્ય આકારો પણ સમાન થઈ જાય છે, એટલો આશય છે. (પંચાળા ૨ - ૧૮)
૫૮૫. આધુનિક સાંખ્ય દાર્શનિકો અર્થાત્ ઈશ્વરકૃષ્ણ, વિજ્ઞાનભિક્ષુ વગેરેને અનુસરનારાના મતે નિત્ય ઈશ્વર જ સ્વીકારાયેલ ન હોવાથી તમામ દેવતાઓનું ખંડન આવી જાય તે સ્વાભાવિક છે. તે સિવાય તીર્થ, વ્રત, યમ-નિયમ, બ્રહ્મચર્યાદિકનું ખંડન શાસ્ત્રોમાં તો નથી જ, પરંતુ શ્રીજીમહારાજના સમયમાં શાસ્ત્રના મિષે ખંડન કરનારા આ પ્રકારના દાર્શનિકો હશે તેનો અહીં કરેલ વર્ણન પરથી ખ્યાલ આવે છે. (પંચાળા ૨ - ૧૯)
૫૮૬. માન-ઈર્ષ્યાવાળો. (પંચાળા ૩ - ૨૦)
૫૮૭. જુઓ પરિશિષ્ટ : ૫, પૃ. ૬૮૫. (પંચાળા ૩ - ૨૧)
૫૮૮. ભગવાન સિવાય બીજામાં થતું સાંસારિક, ભૌતિક હેત. (પંચાળા ૩ - ૨૨)
૫૮૯. મહાભારત, હરિવંશ : ૬૪/૩૨-૩; વરાહપુરાણ : ૧૭૫; દેવીભાગવત : ૪/૧૭/૧૫-૧૬; સ્કંદપુરાણ, કાશીખંડ, પૂર્વાર્ધ-૪૮ તથા સ્કંદપુરાણ, નાગરખંડ-૨૧૩; હરિવંશ : ૯૨/૩૨-૩૩માં અહીં દર્શાવેલ આખ્યાનને મળતી કથા પ્રાપ્ત થાય છે. (પંચાળા ૩ - ૨૩)
૫૯૦. અર્થ : નિર્ગુણભાવને અર્થાત્ સત્ત્વાદિક ત્રણ ગુણોથી પર થયેલ મુનિઓ ભગવાનના ચરિત્રરૂપ ગુણોનું ગાન કરે છે. (ભાગવત : ૨/૧/૭). (પંચાળા ૩ - ૨૪)
૫૯૧. વચનામૃત પં. ૨ની ટીપણી-૧૭માં આ શ્લોકનો અર્થ તથા સંદર્ભ ક્રમાંક દર્શાવ્યા છે: [અર્થ : શુકદેવજી કહે છે કે 'હું નિર્ગુણ બ્રહ્મમાં સ્થિતિ કરું છું, છતાં હે રાજર્ષિ ! ઉત્તમ કીર્તિવાળા ભગવાનની લીલા મારા મનને આકર્ષે છે અને તેથી જ આ ભાગવત આખ્યાન હું ભણ્યો છું.' (ભાગવત : ૨/૧/૯).] (પંચાળા ૩ - ૨૫)
૫૯૨. અર્થ : આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની એ ચાર પ્રકારના ભક્તોમાં જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ છે; કેમ કે તે દ્રઢપણે મારામાં જ જોડાયેલો છે અને એક મારે વિષે જ ભક્તિવાળો છે, બીજા ત્રણ તેવા નથી. વળી, જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને મને તે જ્ઞાની અત્યંત પ્રિય છે. અન્ય ત્રણ પ્રકારના ભક્તો ઉદાર (મોટા) છે. જ્ઞાની તો મારો આત્મા જ છે એટલે મારા આત્માની જેમ તે મને પ્રિય છે એમ હું માનું છું. (ગીતા : ૭/૧૭-૧૮). (પંચાળા ૩ - ૨૬)
૫૯૩. જે નિશ્ચયમાં સંશય થાય છે, તે નિશ્ચય પાકો નથી એમ જાણવું. ભગવાનનાં દિવ્ય અને મનુષ્ય એવાં બે રૂપ છે, તે બંનેનું યથાર્થ જ્ઞાન થાય તો પછી ક્યારેય મનુષ્યભાવ ન આવે અને સંશયો નિવૃત્ત થાય છે. (પંચાળા ૪ - ૨૭)
૫૯૪. અને તેમનું ધામ. (પંચાળા ૪ - ૨૮)
૫૯૫. મહાભારત, આરણ્યક પર્વ, ઇન્દ્રલોકાભિગમન પર્વ : ૪૯. (પંચાળા ૪ - ૨૯)
૫૯૬. મહાભારત, ઉદ્યોગપર્વ : ૧૧. (પંચાળા ૪ - ૩૦)
૫૯૭. શ્રીમત્ શંકરદિગ્વિજય, સર્ગ : ૯-૧૦. (પંચાળા ૪ - ૩૧)
૫૯૮. અર્થ : હું વૈશ્વાનર (જઠરાગ્નિ) રૂપે થઈને સર્વ પ્રાણીઓના દેહમાં પ્રવેશ કરીને પ્રાણીઓએ જમેલા ચાર પ્રકારના (ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોષ્ય) અન્નને પ્રાણાપાનવૃત્તિના ભેદરૂપે થઈને પચાવું છું. (ગીતા : ૧૫/૧૪). (પંચાળા ૪ - ૩૨)
૫૯૯. મહાભારત, વનપર્વ : ૨૯૦-૨૯૧. (પંચાળા ૪ - ૩૩)
૬૦૦. ભાગવત : ૧૦/૫૬/૩. (પંચાળા ૪ - ૩૪)
૬૦૧. ભાગવત : ૧/૯/૩૭. (પંચાળા ૪ - ૩૫)
૬૦૨. વિશ્વરૂપ. (પંચાળા ૪ - ૩૬)
૬૦૩. અર્થ : હે જનાર્દન ! અતિ સૌમ્ય આ તમારા મનુષ્યરૂપનાં દર્શન કરીને હમણાં જ હું પ્રસન્નતા અને સ્વસ્થતાને પામ્યો છું. (ગીતા : ૧૧/૫૧). (પંચાળા ૪ - ૩૭)
૬૦૪. ભાગવત : ૧૦/૩/૯. (પંચાળા ૬ - ૩૮)
૬૦૫. ભાગવત : ૧૦/૮/૩૮-૪૨. (પંચાળા ૬ - ૩૯)
૬૦૬. ભાગવત : ૧૦/૩૯/૪૬. (પંચાળા ૬ - ૪૦)
૬૦૭. અર્થ : હે પાર્થ ! મારાં અનેક પ્રકારનાં તથા અનેક વર્ણ અને આકૃતિવાળાં સેંકડો અને હજારો દિવ્ય રૂપો તું જો. (ગીતા : ૧૧/૫). (પંચાળા ૬ - ૪૧)
૬૦૮. અર્થ : પૂર્વ શ્લોકમાં કહેલા સ્વભાવથી જીવ-ઈશ્વરોને હું અતીત છું એટલે તેના દોષોનો સ્પર્શ મને નથી અને અક્ષરબ્રહ્મ થકી કહેલ હેતુઓથી અતિશય ઉત્કૃષ્ટ છું. (ગીતા : ૧૫/૧૮). (પંચાળા ૬ - ૪૨)
૬૦૯. બ્રહ્મવૈવર્તપુરાણ, શ્રીકૃષ્ણજન્મખંડ, અધ્યાય : ૧-૪; ગર્ગસંહિતા : ૨-૩. (પંચાળા ૬ - ૪૩)
૬૧૦. ભાગવત : ૧૦/૮૯/૫૯. (પંચાળા ૬ - ૪૪)
૬૧૧. મહાભારત, વનપર્વ : ૧૩/૩૯-૪૦. (પંચાળા ૬ - ૪૫)
૬૧૨. ભાગવત : ૪/૧/૫૯; ૧૦/૮૯/૬૦. (પંચાળા ૬ - ૪૬)
૬૧૩. અહીં આવતો 'પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ' શબ્દ તે શ્રીજીમહારાજનો વાચક છે. શ્રીજીમહારાજે શ્રીકૃષ્ણના દ્રષ્ટાંતે પોતાનું સર્વાવતારિપણું અહીં નિરૂપ્યું છે તેમ પરંપરાથી સદ્‌ગુરુ સંતોના મુખેથી સાંભળીએ છીએ. આ વચનામૃતની 'સેતુમાલા ટીકા'માં પણ કહે છે : "સામ્પ્રતં સાધુપ્રમુખસ્વભક્તાન્ સ્મારયન્ ઉક્તવિધોઽક્ષરધામાધિપતિઃ સકલૈશ્વર્યાદિનિધિઃ શ્રીકૃષ્ણશબ્દોક્તઃ પુરુષોત્તમોઽહમસ્મીતિ તાન્ બોધયન્ સ્વસ્યૈવ ભક્તિમુપાદિદેશ ।" અર્થ : વર્તમાનકાળે સંતો-હરિભક્તોને શ્રીજીમહારાજ એ સ્મરણ કરાવે છે કે ઉપર કહ્યા મુજબ અક્ષરધામના અધિપતિ સકળ ઐશ્વર્યના ભંડાર અહીં શ્રીકૃષ્ણ શબ્દથી કહેલ પુરુષોત્તમ હું જ છું, તેમ જણાવીને પોતાની ભક્તિ ઉપદેશે છે. (પંચાળા ૬ - ૪૭)
૬૧૪. અર્થ : આ જગતની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલય જે પરબ્રહ્મ પરમાત્માથી થાય છે. (ભાગવત : ૧/૧/૧). (પંચાળા ૭ - ૪૮)
૬૧૫. ભાગવત : ૧/૧/૧. અહીં 'ધામ' શબ્દ ભગવાનના માહાત્મ્યજ્ઞાનપરક છે. માયાનો અંધકાર ભગવાનના માહાત્મ્યજ્ઞાનથી ટળે છે તેવો ભાવાર્થ શ્રીજીમહારાજ ઉપદેશે છે. 'ધામ' શબ્દથી સાધારણપણે અક્ષરધામ લેવાય છે. માયાના અજ્ઞાનને ટાળવાનું સામર્થ્ય તેમાં પણ છે. તેથી 'ધામ' શબ્દથી અક્ષરબ્રહ્મ પણ લઈ શકાય. (પંચાળા ૭ - ૪૯)
૬૧૬. ભાગવત : ૧/૩/૩૮. અર્થ : જે ભક્ત નિષ્કપટપણે, અંતરાયરહિત, અનુવૃત્તિથી ભગવાનને ભજે છે તે ભક્ત સર્વના આધાર, અપાર ઐશ્વર્યવાળા, પરમાત્માના પદ(ધામ)ને પામે છે. (પંચાળા ૭ - ૫૦)
૬૧૭. ભાગવત : ૧૧/૩૧/૨૦. (પંચાળા ૭ - ૫૧)
૬૧૮. અર્થ : પોતે કરેલા પાપકર્મથી મૂઢ એવા પુરુષો મારો પરમભાવ નહિ જાણીને સર્વભૂતોનો મહેશ્વર અને પરમ કરુણાથી મનુષ્યરૂપ થયેલ મારી અવજ્ઞા કરે છે એટલે મને પ્રાકૃત મનુષ્ય જેવો માનીને મારો તિરસ્કાર કરે છે. (ગીતા : ૯/૧૧). (પંચાળા ૭ - ૫૨)
૬૧૯. આ શ્રુતિનો અર્થ ફેરફાર તથા સંદર્ભ ક્રમાંક વચનામૃત ગ. પ્ર. ૪૫ની ટીપણી-૧૯૬માં છે. (પંચાળા ૭ - ૫૩)
૬૨૦. ભાગવત : ૩/૫/૨૬. પરમાત્માએ પુરુષરૂપે કરીને માયામાં વીર્ય ધારણ કર્યું. અહીં સ્ત્રી-પુરુષના મૈથુનીભાવનું રૂપક છે. વાસ્તવિકતામાં મહાઉત્પત્તિ સમયે સ્ત્રી-પુરુષના આકારો જ પ્રગટ થયા ન હોવાથી સંકલ્પરૂપ વીર્ય સમજવું. (પંચાળા ૭ - ૫૪)
૬૨૧. અને પોતાના અનુભવ પ્રમાણથી જ નિશ્ચિત પણ કર્યું છે. (ગઢડા મધ્ય ૧ - ૧)
૬૨૨. યોગનિદ્રા. (ગઢડા મધ્ય ૧ - ૨)
૬૨૩. નક્ષત્રોના આધારરૂપ શિશુમાર ચક્ર જોયું પછી. (ગઢડા મધ્ય ૧ - ૩)
૬૨૪. સૂર્યસિદ્ધાંત : ૧૨/૪૩,૭૪ અને સિદ્ધાંતશિરોમણિ, મધ્યમાધિકાર, કાલમાનાધ્યાય : ૧૩/૧૪. (ગઢડા મધ્ય ૧ - ૪)
૬૨૫. સમાધિમાં પ્રાપ્ત થતા ભગવાનના સુખનો ત્યાગ કરીને. (ગઢડા મધ્ય ૧ - ૫)
૬૨૬. અર્થ‌ : વિષયોનું ધ્યાન કરનારા પુરુષને વિષયમાં આસક્તિ વધે છે. તે આસક્તિમાંથી તે વિષય પ્રાપ્ત કરવાની પ્રબળ ઇચ્છારૂપ કામ ઉત્પન્ન થાય છે. આ પ્રબળ ઇચ્છા પૂર્ણ કરવાના પ્રયત્નમાં અવરોધ કરનાર વ્યક્તિ પ્રત્યે ક્રોધ ઉત્પન્ન થાય છે, અર્થાત્ કામ ક્રોધરૂપે પરિણમે છે. ક્રોધ વધતાં, કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કાર્યનો વિવેક નાશ થાય છે, અર્થાત્ મોહ ઉત્પન્ન થાય છે. તેથી ન કરવાનાં પાપકર્મ કરે છે. મોહ વધતાં ઇન્દ્રિયોના વિજય માટેની સાવધાનતા નાશ પામે છે, અર્થાત્ સ્મૃતિભ્રંશ થાય છે. સ્મૃતિભ્રંશ થવાથી અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેનું તમામ જ્ઞાન નાશ પામે છે અને જ્ઞાનરહિત અજ્ઞાની જીવાત્મા વારંવાર જન્મમરણરૂપ સંસારમાં પડે છે. મતલબ કે આત્માનો જ નાશ થાય છે. (ગીતા : ૨/૬૨-૬૩). (ગઢડા મધ્ય ૧ - ૬)
૬૨૭. ગીતા : ૧૪/૨૪. અર્થ‌ : જેને ધૂળનું ઢેફું, પથ્થર અને સુવર્ણ સમાન છે. (ગઢડા મધ્ય ૧ - ૭)
૬૨૮. અર્થ : આર્ત, જિજ્ઞસુ, અર્થાર્થી અને જ્ઞાની એ ચાર પ્રકારના ભક્તોમાં જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ છે; કેમ કે તે દ્રઢપણે મારામાં જ જોડાયેલો છે અને એક મારે વિષે જ ભક્તિવાળો છે, બીજા ત્રણ તેવા નથી. વળી, જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને મને તે જ્ઞાની અત્યંત પ્રિય છે. અન્ય ત્રણ પ્રકારના ભક્તો ઉદાર (મોટા) છે. જ્ઞાની તો મારો આત્મા જ છે એટલે મારા આત્માની જેમ તે મને પ્રિય છે એમ હું માનું છું. (ગીતા : ૭/૧૭-૧૮). (ગઢડા મધ્ય ૧ - ૮)
૬૨૯. ભાવાર્થ : અનેક જન્મનાં પુણ્યકર્મો વડે સિદ્ધ થાય ત્યારે તેને છેલ્લા જન્મરૂપ પરાગતિ પ્રાપ્ત થાય છે, અર્થાત્ પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થાય છે. (ગીતા : ૬/૪૫) (ગઢડા મધ્ય ૧ - ૯)
૬૩૦. સ્કંદપુરાણ ૨/૫/૧૭; વરાહપુરાણ ૧૬૩/૪૯, ૧૭૪/૫૨માં પણ થોડા પાઠ-ભેદથી આ શ્લોક છે. (ગઢડા મધ્ય ૩ - ૧૦)
૬૩૧. બેને મધ્યે કેનો ત્યાગ કરવો અને કેને રાખવું. (ગઢડા મધ્ય ૪ - ૧૧)
૬૩૨. તેમાં ધર્માદિક ચાર હેતુઓ છે, તેમાં ધર્મ મુખ્ય છે. તે ધર્મ ભગવાનને અતિ પ્રિય છે, કેમ કે ભગવાન ધર્મરક્ષણ માટે જ યુગયુગમાં પ્રકટ થાય છે અને ધર્મ-દ્રોહીઓનો નાશ કરે છે. ભગવાનને ધર્મ પ્રિય છે માટે મારે ધર્મમાં જ રહેવું. (ગઢડા મધ્ય ૪ - ૧૨)
૬૩૩. સદાય અતિ શુદ્ધ છે, સ્વતંત્ર છે તથા નિર્વિકાર છે અને. (ગઢડા મધ્ય ૪ - ૧૩)
૬૩૪. ભાગવત : ૩/૪/૩૧. (ગઢડા મધ્ય ૪ - ૧૪)
૬૩૫. સ્મૃતિઓ, ગૃહ્યસૂત્રો તથા અન્ય સદાચારપરક ગ્રંથો. (ગઢડા મધ્ય ૬ - ૧૫)
૬૩૬. પદ્મપુરાણ, ઉત્તરખંડ : ૩૯/૬૭-૧૦૫. (ગઢડા મધ્ય ૮ - ૧૬)
૬૩૭. જેમ પશુને આખો દિવસ ભૂખ્યું બાંધી રાખ્યું હોય તો તેને પરાધીનપણે અને અભાનપણે ઉપવાસ થઈ જાય છે, તેમ બીજા નિયમોને પાળ્યા વગર કેવળ ઉપવાસ કરવો તે પશુના ઉપવાસ જેવો ઢોરલાંઘણ કહેવાય, તે તાત્પર્ય છે. (ગઢડા મધ્ય ૮ - ૧૭)
૬૩૮. પદ્મપુરાણ, ઉત્તરખંડ : ૩૮. (ગઢડા મધ્ય ૮ - ૧૮)
૬૩૯. ગીતા : ૩/૧૦. (ગઢડા મધ્ય ૮ - ૧૯)
૬૪૦. ગીતા : ૪/૨૮, ૧૭/૧૧-૧૩. (ગઢડા મધ્ય ૮ - ૨૦)
૬૪૧. અહીં દર્શાવેલ યોગયજ્ઞથી સાધારણ રીતે યોગસાધન અથવા વ્રત-ઉપવાસ વગેરેને ટીકાકારોએ નિરૂપ્યાં છે. શ્રીજીમહારાજ બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મને દેખવારૂપ વિશિષ્ટ અર્થ જણાવે છે, જે અન્ય યજ્ઞોથી ઘણો વિશિષ્ટ તથા ઉત્તમ છે. (ગઢડા મધ્ય ૮ - ૨૧)
૬૪૨. ભાવાર્થ : અનેક જન્મનાં પુણ્યકર્મો વડે સિદ્ધ થાય ત્યારે તેને છેલ્લા જન્મરૂપ પરાગતિ પ્રાપ્ત થાય છે, અર્થાત્ પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થાય છે. (ગીતા : ૬/૪૫) (ગઢડા મધ્ય ૮ - ૨૨)
૬૪૩. ગીતા : ૧૫/૭. અંશ એટલે ભગવાનનો ભક્ત, બીજા આચાર્યોએ કરેલા આ શ્લોકના નિરૂપણથી અહીં શ્રીજીમહારાજે કરેલું નિરૂપણ વધારે શુદ્ધ, તર્કયુક્ત તથા નૂતન છે. (ગઢડા મધ્ય ૮ - ૨૩)
૬૪૪. આ પૂર્વે જ્ઞાનયજ્ઞ અર્થાત્ અંતર્દ્રષ્ટિ, યોગયજ્ઞ અર્થાત્ પોતાની ઇન્દ્રિયો અને અંતઃકરણને બ્રહ્માગ્નિમાં હોમવાં - આ રીતે બંને યજ્ઞોના અર્થો જુદા જુદા કર્યા છે. અહીં બંનેને એક જ જણાવે છે. વસ્તુતઃ યોગયજ્ઞરૂપ ઇન્દ્રિયો, અંતઃકરણનો બ્રહ્માગ્નિમાં હોમ પણ અંતર્દ્રષ્ટિ જ છે અને અંતર્દ્રષ્ટિરૂપ જ્ઞાનયજ્ઞ પણ ઇન્દ્રિયો, અંતઃકરણને બ્રહ્માગ્નિરૂપ સત્પુરુષમાં જોડવારૂપ યોગયજ્ઞ જ છે. બંને એક જ હોવાથી ફળદર્શનમાં અહીં જ્ઞાનયજ્ઞ જ જણાવે છે. (ગઢડા મધ્ય ૮ - ૨૪)
૬૪૫. નિરન્નમુક્ત જેવા થવાની ઇચ્છાને સવિકલ્પ સમાધિરૂપ વચનામૃત ગઢડા પ્રથમ ૪૦માં કહ્યું છે. તેથી અહીં ફક્ત તેની ઔપચારિકતા જાણવી. વસ્તુતઃ તો બ્રહ્મસ્વરૂપ સત્પુરુષમાં ઇન્દ્રિયો-અંતઃકરણને હોમીને અક્ષરબ્રહ્મના સાધર્મ્યને પામીને ભગવાનની ભક્તિ-સેવા કરવી તેને જ વચ. ગ. પ્ર. ૪૦, વચ. લો. ૧૨ વગેરેમાં ઉત્તમ લક્ષ્ય તરીકે સ્વીકાર્યું છે. તેથી અહીં તેને જ મુખ્ય સમજવું. (ગઢડા મધ્ય ૮ - ૨૫)
૬૪૬. આ વચનો દ્વારા શ્રીજીમહારાજનું સર્વોપરીપણું અર્થાત્ શ્રીજીમહારાજ બીજા અવતારોથી જુદા અને શ્રેષ્ઠ છે તે ખૂબ જ સ્પષ્ટ સમજાય છે. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી આ વચનામૃત વંચાવી ઘણી વાર સર્વોપરીપણું સમજાવતા હતા. (જુઓ સ્વામીની વાતો : ૩/૧૨). આવા વચનામૃતોનું રહસ્ય છતું કરતાં સર્વોપરીપણાની સ્પષ્ટતા કરતાં વળી તેઓ જણાવે છે કે 'અક્ષરાદિક સર્વ થકી પર અને અદ્વૈતમૂર્તિ (અનન્યમૂર્તિ) એવા જે પ્રગટ પુરુષોત્તમ તેને વિષે ને બીજા વિભૂતિ-અવતારને વિષે કેમ ભેદ છે ?' તો જેમ તીર ને તીરનો નાંખનારો તથા ચક્રવર્તી રાજા ને ખંડિયા રાજામાં ભેદ છે, ને જેમ સૂર્ય ને સૂર્યમંડળમાં ભેદ છે, ને જેમ ચંદ્રમા ને તારામાં ભેદ છે, તેમ આ પ્રગટ પુરુષોત્તમમાં અને બીજા રામકૃષ્ણાદિક અવતારમાં ભેદ છે. એવી રીતે આ પ્રગટ પુરુષોત્તમને સર્વોપરી જાણવા. (સ્વામીની વાતો : ૭/૧૫). આવું જ નિરૂપણ નિત્યાનંદ સ્વામી (વાત : ૧૪), વિધાત્રાનંદ સ્વામી (વાત : ૧૪) વગેરે સમકાલીન સંતોએ પણ કર્યું છે. (ગઢડા મધ્ય ૯ - ૨૬)
૬૪૭. ગીતા : ૧૮/૬૬. (ગઢડા મધ્ય ૯ - ૨૭)
૬૪૮. ભાગવત : ૧/૮-૯; મહાભારત, શાંતિપર્વ : ૧/૧૩-૧૭, ૩૮/૬-૭. (ગઢડા મધ્ય ૯ - ૨૮)
૬૪૯. ગીતા : ૨/૪૦. (ગઢડા મધ્ય ૯ - ૨૯)
૬૫૦. ભાગવતમાં નિરૂપેલા પ્રહ્‌લાદ, અંબરીષ, ધ્રુવ, અજામિલ વગેરેનાં આખ્યાનોમાં ભગવાનના આશ્રયના બળની જ વાત નોંધાઈ છે. પરીક્ષિત રાજાએ ભગવાનના ચરિત્રમાં શંકા કરી ત્યારે પણ, ધર્મથી અધિકપણે ભગવત્સ્વરૂપનો જ મહિમા જણાવ્યો છે. (ગઢડા મધ્ય ૯ - ૩૦)
૬૫૧. માણકી. (ગઢડા મધ્ય ૧૦ - ૩૧)
૬૫૨. ભાગવત : ૨/૯/૩૨-૩૫. આ ચાર શ્લોકમાંથી ભગવાનનું નિરાકારપણું ભક્તિહીનને જણાવાની શક્યતા છે. આ જ દ્વિતીય સ્કંધના ૧૦મા અધ્યાયમાં ૧-૨ શ્લોકમાં આશ્રયનું નિરૂપણ કરેલ છે. (ગઢડા મધ્ય ૧૦ - ૩૨)
૬૫૩. પોતાની પ્રવૃત્તિ કરવામાં સમર્થ થયા. (ભાગવત ૩/૬/૯-૧૦). (ગઢડા મધ્ય ૧૦ - ૩૩)
૬૫૪. ભાગવત : ૩/૨૬/૭૦-૭૧. (ગઢડા મધ્ય ૧૦ - ૩૪)
૬૫૫. તેના અંતર્યામીપણે. (ગઢડા મધ્ય ૧૦ - ૩૫)
૬૫૬. દિવ્યમૂર્તિથી તો. (ગઢડા મધ્ય ૧૦ - ૩૬)
૬૫૭. મહાભારત, આદિપર્વ : ૨૧૫-૨૧૬. (ગઢડા મધ્ય ૧૦ - ૩૭)
૬૫૮. અહીં 'બ્રહ્મ' શબ્દ વચનામૃત ગ. પ્ર. ૪૫ની જેમ ભગવાનની અંતર્યામી શક્તિરૂપ તેજનો વાચક છે, પણ અક્ષરધામ વાચક નથી. (ગઢડા મધ્ય ૧૦ - ૩૮)
૬૫૯. મહાભારત, મોક્ષધર્મના અધ્યાયોમાં સાંખ્યશાસ્ત્રનાં નિરૂપણમાં ૩૦૩/૧૩-૧૭ તથા ૨૯૪/૩૮-૪૦માં પરમાત્માનું નિર્ગુણ, નિર્વિકારીપણે વર્ણન છે, જે આ સ્થળે કરેલા વર્ણનની સમાન છે. (ગઢડા મધ્ય ૧૦ - ૩૯)
૬૬૦. ગોપીઓનો આ પ્રસંગ ગોપાલોત્તરતાપિની ઉપનિષદ : ૧માં પ્રાપ્ત થાય છે. (ગઢડા મધ્ય ૧૦ - ૪૦)
૬૬૧. મહાભારત : ૨૮૯/૩૯-૪૧; યોગસૂત્ર : ૧/૧ તથા ૧/૨૩. (ગઢડા મધ્ય ૧૦ - ૪૧)
૬૬૨. ભાગવત : ૮/૮/૨૩-૨૪. (ગઢડા મધ્ય ૧૦ - ૪૨)
૬૬૩. ગીતા : ૪/૯. (ગઢડા મધ્ય ૧૦ - ૪૩)
૬૬૪. ભાગવત : ૧૦/૩૦-૩૩. (ગઢડા મધ્ય ૧૦ - ૪૪)
૬૬૫. ભાવાર્થ‌ : જે ઘી ખાવાથી રોગ થાય છે, તે જ ઘી આયુર્વેદનાં ઓષધો સાથે, વૈદ્યના માર્ગદર્શન અનુસાર અનુપાનરૂપે લેવામાં આવે, તો તે ઘી રોગનો નાશ કરે છે. તેવી જ રીતે સાંસારિક ક્રિયાઓ મનુષ્યોનું અધઃપતન કરનાર છે, પરંતુ તે જ ક્રિયાઓ પરમાત્માની સેવામાં આવી જાય તો મોક્ષ આપનાર બને છે. (ભાગવત : ૧/૫/૩૩-૩૪) (ગઢડા મધ્ય ૧૧ - ૪૫)
૬૬૬. બંધન નહીં કરનારું. (ગઢડા મધ્ય ૧૧ - ૪૬)
૬૬૭. ગીતા : ૪/૧૮. (ગઢડા મધ્ય ૧૧ - ૪૭)
૬૬૮. અહીં દર્શાવેલ હૃદયાકાશમાં દેખાતું તેજ ભગવાનની મૂર્તિના તેજથી ભીન્ન અક્ષરબ્રહ્મરૂપ છે, 'હરિવાક્યસુધાસિંધુ' તથા 'સેતુમાલા ટીકા' એ બંને તેજને ખૂબ સ્પષ્ટપણે ભિન્ન દર્શાવ્યાં છે. વળી, આ સંદર્ભનાં વાક્યોને સૂક્ષ્મતાથી જોતાં પણ આ ભાવ સ્પષ્ટપણે નજરે પડે છે. અહીં શ્રીજીમહારાજ હૃદયાકાશને વિષે તેજનું નિરૂપણ કરી તે તેજને મધ્યે 'અતિ પ્રકાશમય' મૂર્તિ જણાવે છે. એમ બે તેજ સ્પષ્ટપણે ભિન્ન નિરૂપ્યાં છે. અને આગળ તે તેજ માટે કહે છે કે 'એ જે એકરસ તેજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ ને અક્ષરધામ કહીએ.' આવી રીતે અક્ષરબ્રહ્મવાચક તેજ શબ્દ દર્શાવ્યો છે. (ગઢડા મધ્ય ૧૩ - ૪૮)
૬૬૯. સમજૂતી માટે જુઓ : આગળની ટીપણી-૪૮. (ગઢડા મધ્ય ૧૩ - ૪૯)
૬૭૦. અર્થ‌ : જે ધામને પામીને ફરી જન્મ-મરણને પામતા નથી, જે ધામને સૂર્ય, ચંદ્ર અને અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી, તે મારું પરમ ધામ છે. (ગીતા : ૧૫/૬). (ગઢડા મધ્ય ૧૩ - ૫૦)
૬૭૧. 'સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિષે લીન થાય છે' આ સંદર્ભને સ્પષ્ટ સમજાવતાં ગોપાળાનંદ સ્વામી પુરુષોત્તમનિરૂપણ(૧/૧૭૨)માં જણાવે છે કે "ધર્મદેવ ને ભક્તિમાતા થકી છે જન્મ જેમનો, એવા શ્રીસ્વામિનારાયણ તે જ અક્ષરાતીત સર્વોપરી પુરુષોત્તમ છે. તેમાંથી સર્વ અવતાર પ્રગટ થાય છે ને પાછા તેમને વિષે લીન થાય છે. તે જેમ તારા ચંદ્રમાને વિષે લીન થાય છે ને જેમ ચંદ્રમા સૂર્યને વિષે લીન થાય છે, તેમ લીનતા છે; પણ જેમ જળમાં જળ મળે છે ને અગ્નિમાં અગ્નિ મળે છે, તેમ લીનતા નથી. ને અવતાર ને અવતારીમાં તો ઘણો ભેદ છે એમ જાણવું." (ગઢડા મધ્ય ૧૩ - ૫૧)
૬૭૨. ભાગવત : ૧૧/૩૧/૨૦. (ગઢડા મધ્ય ૧૩ - ૫૨)
૬૭૩. ભાગવત : ૫/૬/૮. (ગઢડા મધ્ય ૧૩ - ૫૩)
૬૭૪. અહીં 'ભગવાનનું સ્વરૂપ' તથા 'ભગવાનના સ્વરૂપની' આ બે શબ્દોને બદલે શ્રીજીમહારાજ 'અમારું સ્વરૂપ' તથા 'અમારા સ્વરૂપની' એમ બોલ્યા હતા, એવું ગુરુપરંપરા દ્વારા આપણને જાણવા મળે છે. (ગઢડા મધ્ય ૧૩ - ૫૪)
૬૭૫. ભાગવત : ૬/૧૧. (ગઢડા મધ્ય ૧૩ - ૫૫)
૬૭૬. ભાગવત : ૫/૧૨/૧૪-૧૫. (ગઢડા મધ્ય ૧૩ - ૫૬)
૬૭૭. અહીં 'તેજ' શબ્દથી 'સેતુમાલા ટીકા'માં આચાર્યશ્રી રઘુવીરજી મહારાજે અક્ષરબ્રહ્મ જણાવ્યું છે. (ગઢડા મધ્ય ૧૩ - ૫૭)
૬૭૮. સ્વરૂપનિષ્ઠા દ્રઢ રાખવાથી ધર્મનિષ્ઠા દ્રઢ થાય છે, કેમ કે. (ગઢડા મધ્ય ૧૬ - ૫૮)
૬૭૯. ભાગવત : ૧/૧૬/૨૬-૨૮. ૧. સત્યમ્ - સર્વ જીવપ્રાણીમાત્રનું હિત કરવું, સત્ય બોલવું. ૨. શૌચમ્ - પવિત્રતા, નિર્દોષપણું. ૩. દયા - અન્યનાં દુઃખો દૂર કરવાની વૃત્તિ. ૪. ક્ષાન્તિઃ - અપરાધીઓના અપરાધ સહન કરવા. ૫. ત્યાગઃ - યાચકો પ્રત્યે ઉદારતા અથવા પરમાત્માને આત્મસમર્પણ. ૬. સંતોષઃ - સદાય ક્લેશે રહિતપણું. ૭. આર્જવમ્ - મન, વાણી અને શરીરનું એકરૂપપણું. એટલે જેવું મનમાં તેવું જ વાણીમાં અને તેવી જ ક્રિયા કરવી; અર્થાત્ સરળતા. ૮. શમઃ - મનનો સંયમ. ૯. દમઃ - આંખ વગેરે બાહ્ય ઇન્દ્રિયો પર સંયમ. ૧૦. તપઃ - શરીર તથા મનને ક્લેશ થાય તેવાં વ્રતાદિ કરવાં. ૧૧. સામ્યમ્ - શત્રુ-મિત્ર પ્રત્યે સમાન ભાવ. ૧૨. તિતિક્ષા - સુખ-દુઃખ જેવાં દ્વન્દ્વોથી પરાભવ નહિ પામવાપણું, સહનશક્તિ. ૧૩. ઉપરતિઃ - અધિક લાભ તથા પ્રાપ્તિ પ્રત્યે ઉદાસીનતા. ૧૪. શ્રુતમ્ - સર્વ શાસ્ત્રાર્થનું યથાર્થ જાણવાપણું. ૧૫. જ્ઞાનમ્ - આશ્રિતોના અનિષ્ટની નિવૃત્તિ અને ઈષ્ટની પ્રાપ્તિ કરી આપવામાં ઉપયોગી જ્ઞાન અથવા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ તથા પરબ્રહ્મની અનુભવપૂર્ણ જાણકારી. ૧૬. વિરક્તિઃ - વૈરાગ્ય, વિષયમાં નિઃસ્પૃહપણું અથવા વિષયોથી ચિત્તનું આકર્ષણ ન થવાપણું. ૧૭. ઐશ્વર્યમ્ - સર્વ જીવપ્રાણીનું નિયંતાપણું. ૧૮. શૌર્યમ્ - શૂરવીરપણું. ૧૯. તેજઃ - પ્રભાવ, એટલે કોઈથી પણ પરાભવ ન પામવાપણું. ૨૦. બલમ્ - કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. ૨૧. સ્મૃતિઃ - પોતાનામાં અનન્યભાવે પ્રેમથી જોડાયેલ ભક્તોના અપરાધોને ન જોતા તેમને ક્ષણમાત્ર ન ભૂલે. તેમના ગુણોનું સ્મરણ કરે. ૨૨. સ્વાતંત્ર્યમ્ - અન્યની અપેક્ષાથી રહિતપણું. ૨૩. કૌશલમ્ - નિપુણપણું. ૨૪. કાન્તિઃ - આધ્યાત્મિક તેજ. ૨૫. ધૈર્યમ્ - સર્વદા અવ્યાકુળતા. ૨૬. માર્દવમ્ - ચિત્તની કોમળતા અથવા ક્રૂરતાએ રહિતપણું. ૨૭. પ્રાગલ્ભ્યમ્ - પીઢતા, જ્ઞાનની ગંભીરતા. ૨૮. પ્રશ્રયઃ - વિનયશીલતા, જ્ઞાન-ગરીબાઈ. ૨૯. શીલમ્ - સદાચાર. ૩૦. સહઃ - પ્રાણનું નિયમન-સામર્થ્ય. ૩૧. ઓજઃ - બ્રહ્મચર્યથી પ્રાપ્ત કરેલ દિવ્ય કાંતિ. ૩૨. બલમ્ - કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. ૩૩. ભગઃ - જ્ઞાનાદિ ગુણોની અધિકતા. ૩૪. ગાંભીર્યમ્ - જ્ઞાનનું ઊંડાણ, આછકલાપણાથી રહિત અથવા અભિપ્રાય ન જાણી શકાય તે. ૩૫. સ્થૈર્યમ્ - ક્રોધ થવાનાં નિમિત્ત સતે પણ વિકાર ન થાય તે અથવા ચંચળતાનો અભાવ. ૩૬. આસ્તિક્યમ્ - શાસ્ત્રાર્થમાં વિશ્વાસ અથવા ભગવાન સદાકર્તા, સાકાર, સર્વોપરી અને પ્રગટ છે તેવી દ્રઢ શ્રદ્ધા. ૩૭. કીર્તિઃ - યશ. ૩૮. માનઃ - પૂજાની યોગ્યતા. ૩૯. અનહંકૃતિઃ - અહંકારનો અભાવ, નિર્માનીપણું. (ગઢડા મધ્ય ૧૬ - ૫૯)
૬૮૦. ભાગવત : ૧/૧/૨૩. (ગઢડા મધ્ય ૧૬ - ૬૦)
૬૮૧. ગ. પ્ર. ૧૫ની ટીપણી-૭૦માં આ શ્લોકનો અર્થ તથા સંદર્ભ ક્રમાંક દર્શાવ્યા છે: [ભાવાર્થ : અનેક જન્મનાં પુણ્યકર્મો વડે સિદ્ધ થાય ત્યારે તેને છેલ્લા જન્મરૂપ પરાગતિ પ્રાપ્ત થાય છે, અર્થાત્ પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થાય છે. (ગીતા : ૬/૪૫)] (ગઢડા મધ્ય ૧૬ - ૬૧)
૬૮૨. ગીતા : ૪/૩૯. (ગઢડા મધ્ય ૧૬ - ૬૨)
૬૮૩. સાંખ્યશાસ્ત્રના આ સિદ્ધાંતના સંદર્ભો વચ. લો. ૧૫ તથા પં. ૨માં આપ્યા છે. (ગઢડા મધ્ય ૧૭ - ૬૩)
૬૮૪. શ્લોકનો અર્થ વચ. ગ. મ. ૯માં તથા સંદર્ભ ક્રમાંક તેની ટીપણી-૨૭માં દર્શાવ્યા છે: [ગીતા : ૧૮/૬૬. અર્થ : હે અર્જુન ! સર્વ ધર્મને તજીને તું એક મારા જ શરણને પામ્ય, તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ. તું કાંઈ શોક કરીશ મા.] (ગઢડા મધ્ય ૧૭ - ૬૪)
૬૮૫. ભાગવત : ૧૦/૩૩. (ગઢડા મધ્ય ૧૭ - ૬૫)
૬૮૬. ભાગવત : ૧૦/૪૮. (ગઢડા મધ્ય ૧૭ - ૬૬)
૬૮૭. ભાગવત : ૧૦/૪૭/૫૮-૬૩. (ગઢડા મધ્ય ૧૭ - ૬૭)
૬૮૮. અહીં દર્શાવેલ સ્થિતપ્રજ્ઞતા ગીતામાં કહેલ સ્થિતપ્રજ્ઞતાથી વિશિષ્ટ છે. અહીં શ્રીજીમહારાજ, ભગવાનનાં ચરિત્રોમાં મનની નિશ્ચલતાને સ્થિતપ્રજ્ઞતા જણાવે છે. (ગઢડા મધ્ય ૧૭ - ૬૮)
૬૮૯. ભગવાનની ભક્તિએ રહિત, માટે શુષ્ક. (ગઢડા મધ્ય ૧૮ - ૬૯)
૬૯૦. ત્રિષષ્ટિશલાકાપુરુષ : ૮, ૧૧. (ગઢડા મધ્ય ૧૮ - ૭૦)
૬૯૧. તત્ત્વાર્થસૂત્ર : ૧૦/૧-૩. (ગઢડા મધ્ય ૧૮ - ૭૧)
૬૯૨. સિદ્ધાન્તલેશસંગ્રહ, પ્રકરણ-૧, જીવેશ્વરસ્વરૂપવિચાર, પૃ. ૭૯-૧૨૧. (ગઢડા મધ્ય ૧૮ - ૭૨)
૬૯૩. માટે શુષ્કજ્ઞાનીનાં વચન ન સાંભળવાં. (ગઢડા મધ્ય ૧૯ - ૭૩)
૬૯૪. અને શુષ્ક વેદાંતી તથા તેમના ગ્રંથોનો પ્રસંગ સર્વ પ્રકારે ન કરવો. (ગઢડા મધ્ય ૧૯ - ૭૪)
૬૯૫. ત્રણે દેહરૂપ. (ગઢડા મધ્ય ૨૦ - ૭૫)
૬૯૬. ઇન્દ્રિયોની શક્તિ(આ દેહથી જ અન્ય લોકમાં ગમન, દૂરશ્રવણ, દૂરદર્શન વગેરે)નું અધિકપણું તે સમાધિનું ફળ માન્યું નથી. (ગઢડા મધ્ય ૨૦ - ૭૬)
૬૯૭. આ શ્લોકનો અર્થ વચ. ગ. પ્ર. ૫૦માં તથા સંદર્ભ ક્રમાંક તેની ટપણી-૨૦૯માં છે. (ગઢડા મધ્ય ૨૦ - ૭૭)
૬૯૮. જુઓ પરિશિષ્ટ : ૫, પૃ. ૬૮૭. (ગઢડા મધ્ય ૨૧ - ૭૮)
૬૯૯. ભાગવત : ૩/૧૨/૨૮. (ગઢડા મધ્ય ૨૧ - ૭૯)
૭૦૦. ભાગવત : ૮/૧૨. (ગઢડા મધ્ય ૨૧ - ૮૦)
૭૦૧. ભાગવત : ૯/૨૦/૩૬. (ગઢડા મધ્ય ૨૧ - ૮૧)
૭૦૨. મહાભારત, આદિપર્વ : ૫૭/૫૬-૬૭. (ગઢડા મધ્ય ૨૧ - ૮૨)
૭૦૩. બૃહદારણ્યકોપનિષદ(૪/૩/૧૦)માં કહ્યું છે કે "ન તત્ર રથા ન રથયોગા ન પન્થાનો ભવન્ત્યથ રથાન્ રથયોગાન્ પથઃ સૃજતે !" અર્થાત્ સ્વપ્નમાં રથો નથી, રથમાં જોડવાના અશ્વો નથી, જવાના માર્ગો નથી, પરંતુ સર્વશક્તિ પરમાત્મા રથ, રથના અશ્વ અને માર્ગને સૃજે છે, ઇત્યાદિ. (ગઢડા મધ્ય ૨૧ - ૮૩)
૭૦૪. દેશના પ્રસંગથી બીજાઓનું તે તે ક્રિયામાં પ્રધાનપણું કહે છે. (ગઢડા મધ્ય ૨૧ - ૮૪)
૭૦૫. ભાગવત : ૫/૨૩. (ગઢડા મધ્ય ૨૧ - ૮૫)
૭૦૬. ઉદાહરણ માટે. (ગઢડા મધ્ય ૨૨ - ૮૬)
૭૦૭. વાસુદેવમાહાત્મ્ય : ૨૦-૨૬. (ગઢડા મધ્ય ૨૨ - ૮૭)
૭૦૮. અહીં રાણીના દ્રષ્ટાંત વડે 'સાધુ' પદથી અક્ષરબ્રહ્મ સમજવા, પણ મુક્તો નહીં. અક્ષરધામના મુક્તોને વચ. લો. ૧૩માં રાજાના ચાકરની ઉપમા આપી છે. (ગઢડા મધ્ય ૨૨ - ૮૮)
૭૦૯. મન-અંતઃકરણ જડ હોવા છતાં ચૈતન્ય જીવાત્માના અતિ સામીપ્યને લીધે પ્રકાશિત થતું હોઈ 'કિરણ' શબ્દથી કહ્યું છે. જીવની ઇચ્છા વિરુદ્ધ મન સ્વતંત્રપણે કોઈ ક્રિયામાં પ્રવૃત્ત થવા અસમર્થ છે, એટલે તેને 'જીવ થકી જુદું નથી' એમ કહ્યું. વસ્તુતઃ જીવ અને મન તત્ત્વે કરીને જુદા છે. (ગઢડા મધ્ય ૨૩ - ૮૯)
૭૧૦. મહાભારત, શાંતિપર્વ : ૨૮૯/૩૦-૩૨. (ગઢડા મધ્ય ૨૪ - ૯૦)
૭૧૧. મહાભારત, શાંતિપર્વ : ૨૯૦/૨-૧૨. (ગઢડા મધ્ય ૨૪ - ૯૧)
૭૧૨. કૈકેયી; વાલ્મીકિ રામાયણ, અયોધ્યાકાંડ : ૬૮-૭૩. (ગઢડા મધ્ય ૨૬ - ૯૨)
૭૧૩. બ્રહ્મવૈવર્તપુરાણ, શ્રીકૃષ્ણજન્મખંડ, પૂર્વાર્ધ : ૯૭-૧૧૩. (ગઢડા મધ્ય ૨૬ - ૯૩)
૭૧૪. ભાગવત : ૧/૧૯/૨૫-૨૮. (ગઢડા મધ્ય ૨૭ - ૯૪)
૭૧૫. ભાગવત : ૫/૯-૧૦. (ગઢડા મધ્ય ૨૭ - ૯૫)
૭૧૬. ભાગવત : ૭/૫,૮. (ગઢડા મધ્ય ૨૭ - ૯૬)
૭૧૭. ભાગવત : ૩/૧૫. (ગઢડા મધ્ય ૨૭ - ૯૭)
૭૧૮. વાલ્મીકિ રામાયણમાં દશરથનું મૃગયા માટે ગમન (અયોધ્યાકાંડ-૫૭); અશ્વમેધ યજ્ઞ (બાલકાંડ-૧૩); રામચંદ્રજીનો યજ્ઞ (અરણ્યકાંડ-૮/૯). આ વિષયોમાં હિંસાત્મક યજ્ઞનું પ્રતિપાદન છે. (ગઢડા મધ્ય ૨૮ - ૯૮)
૭૧૯. વાલ્મીકિ રામાયણ, ઉત્તરકાંડ : ૪૪-૪૫. (ગઢડા મધ્ય ૨૮ - ૯૯)
૭૨૦. ભાગવત : ૧/૧૭/૩૯. (ગઢડા મધ્ય ૩૦ - ૧૦૦)
૭૨૧. અક્ષરબ્રહ્મસ્વરૂપ સત્પુરુષનો. (ગઢડા મધ્ય ૩૧ - ૧૦૧)
૭૨૨. અક્ષરબ્રહ્મ. અહીં પાંચ ભેદમાં 'પુરુષ' શબ્દથી ચોથો ભેદ દર્શાવ્યો છે તેને અક્ષરબ્રહ્મ જાણવા, કારણ કે વચ. ગ. પ્ર. ૭માં તથા 'સત્સંગિજીવન' વગેરે ગ્રંથોમાં આ ચોથો ભેદ બ્રહ્મ જ કહ્યો છે. અહીં દર્શાવેલ પુરુષ અક્ષરબ્રહ્માત્મક મુક્ત હોવાથી અને પુરુષનો સવિશેષ વિચાર-વિમર્શ ચાલતો હોવાથી 'પુરુષ' નામ લખ્યું છે, વસ્તુતઃ પુરુષનો ચૈતન્ય તો જીવો અથવા ઈશ્વરકોટિમાંથી આવેલ મુક્ત છે, તેથી પુરુષનો કોઈ સ્વતંત્ર ભેદ શ્રીહરિના મતે નથી. (ગઢડા મધ્ય ૩૧ - ૧૦૨)
૭૨૩. કાર્યરૂપ જડ તત્ત્વોના અભિમાની જે દેવતાઓ તે કારણરૂપ તત્ત્વ કહેવાય છે. (ગઢડા મધ્ય ૩૪ - ૧૦૩)
૭૨૪. એક જ પૃથ્વી ચામડી, માંસ વગેરે ભિન્ન ભિન્ન રૂપે તથા કારીગરની સૂઝ પ્રમાણે કાચના વિવિધ આકારો તેમજ હીરા, મોતી વગેરે મોંઘા પદાર્થરૂપે પણ થઈ છે. તેવી જ રીતે એક જ માયા શરીરરૂપે તથા ઇન્દ્રિયો વગેરે રૂપે ભિન્ન ભિન્ન થઈ છે. (ગઢડા મધ્ય ૩૪ - ૧૦૪)
૭૨૫. યોગનિદ્રા. (ગઢડા મધ્ય ૩૫ - ૧૦૫)
૭૨૬. "સદ્રશં ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતેર્જ્ઞાનવાનપિ ।
પ્રકૃતિં યાન્તિ ભૂતાનિ નિગ્રહઃ કિં કરિષ્યતિ ॥"
આ ગીતા (૩/૩૩)નો અર્થ છે.
(ગઢડા મધ્ય ૩૭ - ૧૦૬)
૭૨૭. શુષ્ક અદ્વૈત વેદાંતના. (ગઢડા મધ્ય ૩૯ - ૧૦૭)
૭૨૮. ભાગવત : ૫/૧૭/૨૦. (ગઢડા મધ્ય ૩૯ - ૧૦૮)
૭૨૯. ભાગવત : ૧૦/૩૯. (ગઢડા મધ્ય ૩૯ - ૧૦૯)
૭૩૦. વચ. પં. ૨ની ટીપણી-૧૭માં આ શ્લોકનો અર્થ તથા સંદર્ભ ક્રમાંક દર્શાવ્યો છે : અર્થ: શુકદેવજી કહે છે કે 'હું નિર્ગુણ બ્રહ્મમાં સ્થિતિ કરું છું, છતાં હે રાજર્ષિ ! ઉત્તમ કીર્તિવાળા ભગવાનની લીલા મારા મનને આકર્ષે છે અને તેથી જ આ ભાગવત આખ્યાન હું ભણ્યો છું.' (ભાગવત : ૨/૧/૯). (ગઢડા મધ્ય ૩૯ - ૧૧૦)
૭૩૧. પુરુષોત્તમનું નિર્ગુણપણું તથા સગુણપણું છે પરંતુ અલૌકિક ઐશ્વર્યરૂપ છે; જેનું નિરૂપણ વચ. કા. ૮માં છે. અહીં પ્રશ્ન પૂછનારના આશય પ્રમાણેનું સગુણ-નિર્ગુણપણું અક્ષરબ્રહ્મનું છે પણ પુરુષોત્તમનું નથી, તેમ તાત્પર્ય સમજવું. (ગઢડા મધ્ય ૪૨ - ૧૧૧)
૭૩૨. ભાગવત : ૧૦/૩૩/૨૦. (ગઢડા મધ્ય ૪૨ - ૧૧૨)
૭૩૩. પ્રીતિ એટલે રાગ. તે રજોગુણનું કાર્ય હોવાથી ગુણાતીત ભક્તમાં તે સંભવે નહિ, એમ જાણીને આ સંશય કર્યો છે. (ગઢડા મધ્ય ૪૩ - ૧૧૩)
૭૩૪. પણ આ નિર્ગુણ ભક્તની જે પ્રીતિ તે ભગવાનના માહાત્મ્યજ્ઞાનમૂલક છે; માટે નિર્ગુણ છે. (ગઢડા મધ્ય ૪૩ - ૧૧૪)
૭૩૫. આત્માની સાથે એકીભૂત; એટલે પૃથક્ નહિ રહેનારી. (ગઢડા મધ્ય ૪૩ - ૧૧૫)
૭૩૬. આત્માથી પૃથક્‌પણે રહેનારી. (ગઢડા મધ્ય ૪૩ - ૧૧૬)
૭૩૭. નિર્ગુણ ભક્તની પ્રીતિ ભગવાનના મહિમામૂલક છે. જે મહિમા છે તેનો આધાર આત્મા છે, માટે તે પ્રીતિ આત્માની સાથે એકીભૂત છે, પૃથક્ નથી. (ગઢડા મધ્ય ૪૩ - ૧૧૭)
૭૩૮. બ્રહ્મરૂપ થયેલ પોતાના આત્માથી અપૃથક્‌સિદ્ધ છે, માટે બ્રહ્મસ્વરૂપ કહી છે. જો કે 'બ્રહ્મસ્વરૂપ પ્રીતિ' શબ્દ શ્રીજીમહારાજે પોતાની આગવી શૈલીમાં અહીં નિરૂપ્યો છે. તેમણે જણાવેલ આચાર્યોએ માયાના ગુણો ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી અથવા માયાથી પર થયેલા મુક્તો પણ ભક્તિ કરે છે તેવા આશયના સંદર્ભો પોતાના ગ્રંથોમાં કહ્યા છે, જે આ મુજબ છે :- મધ્વાચાર્ય : ભાગવતતાત્પર્યનિર્ણય : ૨/૧/૭-૯: નિંબાર્કાચાર્ય પરંપરાના આચાર્યશ્રી પુરુષોત્તમાચાર્ય : વેદાન્તરત્નમંજૂષા : ૩, પૃ ૧૫૬; તથા શુકદેવકૃત ભાગવત પરની સિદ્ધાન્તપ્રદીપ ટીકા : ૧૧/૧૮/૪૬, ૧૧/૨૫/૩૫; વલ્લભાચાર્ય, ગીતા, તત્ત્વદીપિકા ટીકા : ૧૮/૫૪. (ગઢડા મધ્ય ૪૩ - ૧૧૮)
૭૩૯. તે કેમ નથી ? (ગઢડા મધ્ય ૪૫ - ૧૧૯)
૭૪૦. માટે સુખ-દુઃખમાં ભેદ છે. આ દેહથી ભોગવાતું કર્મ છે તે પ્રારબ્ધ કહ્યું છે; જે બીજા જન્મમાં ભોગવવા યોગ્ય અને આ જન્મમાં થતું કર્મ છે તે ક્રિયમાણ કહ્યું છે, તે ક્રિયમાણ કર્મમાં જે વિશેષ છે તેને કહે છે. (ગઢડા મધ્ય ૪૫ - ૧૨૦)
૭૪૧. જુઓ પરિશિષ્ટ : ૫, પૃ. ૬૮૮. (ગઢડા મધ્ય ૪૭ - ૧૨૧)
૭૪૨. સાધનાની દ્રષ્ટિએ અહીં ભગવાનનું નિરંતર સ્મરણ કરનારને નિરન્નમુક્તની ઉપમા આપી છે. પરંતુ સાધ્ય-ઉપાસ્ય સર્વાવતારી શ્રીજીમહારાજ હોય તો તે સર્વથી પર અક્ષરધામને જ પામે છે પરંતુ શ્વેતદ્વીપને નહીં. (ગઢડા મધ્ય ૪૮ - ૧૨૨)
૭૪૩. શ્રીજીમહારાજે અક્ષરબ્રહ્મ સાથે આ પ્રકારે પોતાના આત્માને લીન કરી દીધો છે, તે અન્ય જીવો, ઈશ્વરો તથા મુક્તોથી અક્ષરબ્રહ્મ પર અધિક પ્રેમ અને એકતાનું સૂચક છે. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના ઘણા જીવન પ્રસંગોમાં તેમની સાથેની આ પ્રકારની એકતા શ્રીજીમહારાજે દાખવી છે. (ગઢડા મધ્ય ૫૦ - ૧૨૩)
૭૪૪. શિવ, બ્રહ્માનાં આખ્યાનોના સંદર્ભ ક્રમાંકો વચ. ગ. પ્ર. ૨૩ની ટીપણીઓમાં અનુક્રમે ૧૦૫ અને ૧૦૬માં છે. (ગઢડા મધ્ય ૫૧ - ૧૨૪)
૭૪૫. બૃહદારણ્યકોપનિષદ : ૨/૩/૬. (ગઢડા મધ્ય ૫૩ - ૧૨૫)
૭૪૬. ન રોધયતિ માં યોગો ન સાંખ્યં ધર્મ એવ ચ । ન સ્વાધ્યાયસ્તપસ્ત્યાગો નેષ્ટાપૂર્તં ન દક્ષિણા ॥ વ્રતાનિ યજ્ઞશ્છન્દાંસિ તીર્થાનિ નિયમા યમાઃ । યથાવરુન્ધે સત્સંગઃ સર્વસંગાપહો હિ મામ્ ॥ આ શ્લોકનો અર્થ છે. (ભાગવત : ૧૧/૧૨/૧-૨). (ગઢડા મધ્ય ૫૪ - ૧૨૬)
૭૪૭. અર્થ : જે પુરુષને વાત, પિત્ત અને કફરૂપ ત્રણ ધાતુમય શરીરમાં આત્મબુદ્ધિ છે અને સ્ત્રી-પુત્રાદિકમાં મમત્વબુદ્ધિ છે અને ભૂમિના વિકારભૂત પ્રતિમાદિકમાં પૂજનીય દેવતાબુદ્ધિ છે અને જળમાં તીર્થબુદ્ધિ છે, તે પુરુષને જો આત્મબુદ્ધિ વગેરે ચારેય બુદ્ધિ ભગવાનના એકાંતિક જ્ઞાની ભક્તમાં ન હોય તો તેને પશુઓમાં પણ હલકો ગધેડો જાણવો. (ભાગવત : ૧૦/૮૪/૧૩). (ગઢડા મધ્ય ૫૪ - ૧૨૭)
૭૪૮. 'ભગવાનમાં જ સર્વથી અધિક પ્રીતિ સર્વ પ્રકારે કરવી;' કેમ જે. (ગઢડા મધ્ય ૫૬ - ૧૨૮)
૭૪૯. ભાગવત : ૬/૧૬/૧૫. (ગઢડા મધ્ય ૫૭ - ૧૨૯)
૭૫૦. જુઓ પરિશિષ્ટ : ૫, પૃ. ૬૮૫-૬૮૬. (ગઢડા મધ્ય ૫૭ - ૧૩૦)
૭૫૧. મુક્તાનંદ સ્વામીએ દર્શાવેલાં સાધનો અમુક કક્ષાના આશ્રિતોને જ પોષણ આપી શકે પરંતુ તમામ પ્રકારના આશ્રિતોને પ્રગટ ભગવાનનાં ચરિત્રોથી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ તમામ સદ્‌ગુણોનું પોષણ મળે તેવો આશય શ્રીહરિનો છે. (ગઢડા મધ્ય ૫૮ - ૧૩૧)
૭૫૨. ૧. ઋગ્વેદ : ઐતરેયોપનિષદ : ૩/૪. ૨. સામવેદ : છાંદોગ્યોપનિષદ : ૪/૯/૩; ૬/૧૪/૨. ૩. કૃષ્ણયજુર્વેદ : કઠોપનિષદ : ૧/૨/૮-૯. ૪. અથર્વવેદ : પ્રશ્નોપનિષદ : ૬/૮. (ગઢડા મધ્ય ૫૯ - ૧૩૨)
૭૫૩. ભાગવત : ૫/૫/૨. (ગઢડા મધ્ય ૫૯ - ૧૩૩)
૭૫૪. મહાભારત : આરણ્યક પર્વ : ૨૮૧/૨૯,૪૭; અનુશાસન પર્વ : ૬૯/૩૨. (ગઢડા મધ્ય ૫૯ - ૧૩૪)
૭૫૫. કણભા ગામના પાટીદાર ભક્ત. (ગઢડા મધ્ય ૫૯ - ૧૩૫)
૭૫૬. ડભાણના પાટીદાર ભક્ત. (ગઢડા મધ્ય ૫૯ - ૧૩૬)
૭૫૭. સુંદરિયાણાના વણિક ભક્ત. (ગઢડા મધ્ય ૫૯ - ૧૩૭)
૭૫૮. બોચાસણના પાટીદાર ભક્ત. (ગઢડા મધ્ય ૫૯ - ૧૩૮)
૭૫૯. સુરતના વણિક ભક્ત. (ગઢડા મધ્ય ૫૯ - ૧૩૯)
૭૬૦. અમદાવાદના પાટીદાર ભક્ત. (ગઢડા મધ્ય ૫૯ - ૧૪૦)
૭૬૧. ભાગવત : ૧/૧૮; ૧૨/૬/૧૧-૧૩. (ગઢડા મધ્ય ૬૧ - ૧૪૧)
૭૬૨. ભાગવત : ૪/૩-૭. (ગઢડા મધ્ય ૬૧ - ૧૪૨)
૭૬૩. ભાગવત : ૧૦/૨૯/૩૬. (ગઢડા મધ્ય ૬૨ - ૧૪૩)
૭૬૪. શ્રીકૃષ્ણ મિષે તમામ અવતારો સમાન ન સમજવા તેવો અહીં આશય છે. વચ. લો. ૧૪માં પણ અવતારોની સામર્થીમાં તારતમ્ય અંગેનાં વચનો પ્રાપ્ત થાય છે. (ગઢડા મધ્ય ૬૪ - ૧૪૪)
૭૬૫. પુરુષોત્તમ ભટ્ટને ઉદ્દેશીને અહીં જે શ્રીકૃષ્ણ તથા અક્ષરધામ વગેરેનું વર્ણન કરાયું છે તે અવતારી પુરુષોત્તમ નારાયણનો પોતાનો જ મહિમા છે અને પોતાના ધામનું જ વર્ણન છે, પરંતુ પ્રશ્ન પૂછનારને સમાસ થાય તે હેતુથી શ્રીજીમહારાજ અહીં બંને સ્વરૂપો - ગોલોકવાસી શ્રીકૃષ્ણ ભગવાન અને અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણના અવતાર-અવતારી ભેદને દર્શાવ્યા વગર નિરૂપણ કરે છે. ભાગવત, બ્રહ્મવૈવર્તપુરાણ, વિષ્ણુપુરાણ, હરિવંશ વગેરેમાં ગોલોકવાસી શ્રીકૃષ્ણનાં સામર્થ્યનું તથા તેમના ધામનું વર્ણન અહીં જણાવ્યા પ્રમાણે પૂર્ણપણે નથી. અહીં અવતારી તરીકે વર્ણવાયેલો આ મહિમા કેવળ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણનો જ છે. (ગઢડા મધ્ય ૬૪ - ૧૪૫)
૭૬૬. ભાગવત : ૧૦/૩૩/૨૦. (ગઢડા મધ્ય ૬૪ - ૧૪૬)
૭૬૭. પ્રાકૃત પ્રલયમાં જે બ્રહ્માંડની સો વરસની આવરદા પૂરી થઈ હોય તેનો જ નાશ થાય છે, અન્ય સર્વે બ્રહ્માંડોનું આયુષ્ય બાકી હોય તો તેનો નાશ ન થતો હોવાથી 'સર્વે બ્રહ્માંડ વસે જ છે તો' તેમ શ્રીજીમહારાજ જણાવે છે, પરંતુ આત્યંતિક પ્રલયના સંદર્ભમાં જણાવતા નથી. વચ. ગ. પ્ર. ૧૨, વચ. કા. ૭ તથા ભૂગોળ-ખગોળના વચનામૃતોના આધારે સર્વે બ્રહ્માંડોના નાશરૂપ આત્યંતિક પ્રલય પણ વાસ્તવિક રીતે થાય જ છે. (ગઢડા મધ્ય ૬૪ - ૧૪૭)
૭૬૮. ભાગવત : ૧/૭/૧૦-૧૧. (ગઢડા મધ્ય ૬૫ - ૧૪૮)
૭૬૯. તથા કરચરણાદિક અવયવ રહિત નિરવયવ છે તથા અણુ જેવો સૂક્ષ્મ છે તે તાત્પર્ય પણ સમજવું. (ગઢડા મધ્ય ૬૬ - ૧૪૯)
૭૭૦. આ લોકમાં ઘણા પુરુષો ભગવાનને ભજે છે; તેમાં કેટલાક ભક્તોને. (ગઢડા મધ્ય ૬૬ - ૧૫૦)
૭૭૧. માટે તે ભક્તોને ભગવાન અને તેમના સંતોને વિષે જ સર્વદા લગની થવી જોઈએ, છતાં પણ કોઈક ભક્તને. (ગઢડા મધ્ય ૬૬ - ૧૫૧)
૭૭૨. દેહાભિમાનીઓમાં જ માનદોષનો સંભવ છે. (ગઢડા મધ્ય ૬૬ - ૧૫૨)
૭૭૩. તેવા ભક્તે યોગસિદ્ધિવાળા અને આત્મદર્શનવાળાઓને વર્તવાની રીત જાણી નથી. શુકદેવ વગેરે યોગીઓ બ્રહ્મરૂપ થઈને પણ તે સ્થિતિને પૂર્ણ ન માનતાં ભગવાનની ભક્તિને જ કરતા હતા. આ બાબતોને નહિ જાણવાથી ભગવાન અને તેમના સંતોને વિષે વૃત્તિ ગૌણ થાય છે અને આત્મદર્શનમાં વધુ લગની થાય છે. માટે પ્રથમ પૂર્વના યોગીઓની વર્તવાની રીત અવશ્ય જાણવી જોઈએ. અને આ જે પોતાની ખોટ્ય તે ટાળવી અને. (ગઢડા મધ્ય ૬૬ - ૧૫૩)
૭૭૪. ભાગવત : ૧/૭/૧૧. (ગઢડા મધ્ય ૬૬ - ૧૫૪)
૭૭૫. ભાગવત : ૨/૯/૩૧. (ગઢડા મધ્ય ૬૬ - ૧૫૫)
૭૭૬. પ્રાણાયામ વગેરે સાધનો વગર પણ નિર્વિકલ્પ સમાધિ થઈ શકે છે. તેની રીત નિર્વિકલ્પ સમાધિનો અર્થ જણાવીને કહે છે. (વરતાલ ૧ - ૧)
૭૭૭. સર્ગઃ – મહત્તત્ત્વથી આરંભીને પૃથ્વી પર્યંત તત્ત્વોની ઉત્પત્તિ, અર્થાત્ વૈરાજપુરુષ સુધીની સૃષ્ટિ. વિસર્ગઃ – બ્રહ્માએ કરેલી સૃષ્ટિ. સ્થાનમ્ – ભગવાનની સર્વોત્કર્ષ શત્રુવિજયાદિરૂપ સ્થિતિ. પોષણમ્ – ભગવાનનો જગતના રક્ષણરૂપ અનુગ્રહ. ઊતયઃ – કર્મવાસના. મન્વંતરકથા – સદ્ધર્મ, ભગવાને અનુગ્રહ કરેલો મન્વંતરાધિપોનો ધર્મ. ઈશાનુકથા – ભગવાનનાં અવતારચરિત્રોની કથા તથા તેમના એકાંતિક ભક્તોનાં આખ્યાનોવાળી સત્કથા. નિરોધઃ – જીવ-સમુદાયનું પોતપોતાની કર્મશક્તિઓની સાથે સૂક્ષ્મ અવસ્થારૂપ પ્રકૃતિમાં લીન રહેવું તે. મુક્તિઃ – ત્રણ દેહ તથા ત્રણ ગુણનો ત્યાગ કરી અક્ષરબ્રહ્મ સાથે એકતા પામી, પરબ્રહ્મની સેવા તે. આશ્રયઃ – જેનાથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે, જેને ‘પરબ્રહ્મ પરમાત્મા’ ઇત્યદિક શબ્દથી શ્રુતિ-સ્મૃતિઓ કહે છે તેમની શરણાગતિ. (ભાગવત : ૨/૧૦/૧). (વરતાલ ૧ - ૨)
૭૭૮. ભગવાન અને સત્પુરુષનો યોગ પૂર્વજન્મમાં પ્રાપ્ત થયો હોય પરંતુ ઉપાસનામાં ખોટ્ય રહી ગઈ હોય અને દેહ પડી ગયો હોય તેવો ઉપાસક બીજો જન્મ પવિત્ર કુળમાં પામે તેને યોગભ્રષ્ટ જાણવો. આ વાત ગીતા (૬/૪૦-૪૧)માં પણ કહી છે. (વરતાલ ૧ - ૩)
૭૭૯. શ્વેતાશ્વતરોપનિષદ : ૧/૨માં "કાલઃ સ્વભાવો નિયતિર્યદ્રચ્છા...." આ મંત્રમાં કાળ વગેરેને જગતના કર્તાહર્તા માનનારા મતો આપ્યા છે. (વરતાલ ૨ - ૪)
૭૮૦. અને તેમને શાસ્ત્રનું લેશમાત્ર જ્ઞાન નથી એમ જણાય છે; કેમ કે "જ્ઞઃ કાલકાલઃ" (શ્વેતાશ્વતરોપનિષદ : ૬/૨) ઇત્યાદિ શ્રુતિ-સ્મૃતિમાં કાળાદિકને ભગવાનની શક્તિરૂપે વર્ણવ્યા છે. સૃષ્ટિના સર્જનમાં કાળ વગેરેની સ્વતંત્રતા નથી જ; કેમ કે તેઓ ભગવાનની પ્રેરણાથી જ સૃષ્ટિ વગેરે તે તે ક્રિયાઓ કરે છે. તે ભાગવતમાં કહ્યું છે કે "દ્રવ્યં કર્મ ચ કાલશ્ચ સ્વભાવો જીવ એવ ચ । યદનુગ્રહતઃ સન્તિ ન સન્તિ યદુપેક્ષયા ॥" (ભાગવત : ૨/૧૦/૧૨). જેમ ચક્રવર્તી રાજાની આજ્ઞાથી ખંડિયા રાજાઓ પ્રજાનું પ્રશાસન કરે છે તેમ જ ભગવાનની આજ્ઞાથી જ કાળાદિકનું જગતમાં કર્તૃત્વ છે. એવી રીતે જે જન ભગવાનને સર્વનિયંતા અને સર્વકર્તા જાણે તે જ ભક્ત કહેવાય છે અને જે એવી રીતે ન જાણે તે ભગવાનનો દ્રોહી કહેવાય છે. (વરતાલ ૨ - ૫)
૭૮૧. સાંખ્યશાસ્ત્ર તથા યોગશાસ્ત્રના સંદર્ભો વચનામૃત લો. ૧૫ની ટીપણી-૯૧ તથા ૯૪માં તથા વચનામૃત પં. ૨ની ટીપણી-૨માં આપ્યા છે. (વરતાલ ૨ - ૬)
૭૮૨. અહીં અક્ષરધામ એટલે વૈકુંઠધામ વાચક અથવા ગોલોકધામ વાચક એમ અર્થ સમજવો, કારણ કે પંચરાત્ર તંત્રની કોઈ પણ સંહિતાઓમાં પરમાત્માના એ ધામોનો અક્ષરધામ તરીકે શબ્દશઃ ઉલ્લેખ મળતો નથી. (વરતાલ ૨ - ૭)
૭૮૩. અને વેદાદિ શાસ્ત્રોનું તાત્પર્ય સાકાર વાસુદેવ ભગવાનમાં જ છે તે માટે. (વરતાલ ૨ - ૮)
૭૮૪. વેદોમાં મુખ્યત્વે નારાયણનું પ્રતિપાદન છે, અર્થાત્ વેદો નારાયણપરક છે. ઇન્દ્ર, ચન્દ્ર વગેરે દેવતાઓ પણ ભગવાન નારાયણને આધીન છે. સ્વર્ગાદિક લોકના પણ અધિપતિ નારાયણ જ છે. યજ્ઞો વડે પણ આરાધના કરવા યોગ્ય નારાયણ છે. યોગ, તપ, જ્ઞાન વગેરે સાધનો વડે પ્રાપ્ત કરવા યોગ્ય પણ નારાયણ જ છે. તેથી આ તમામ નારાયણપરક જ સમજવા. (ભાગવત : ૨/૫/૧૫-૧૬). (વરતાલ ૨ - ૯)
૭૮૫. વેદો વાસુદેવનો જ મહિમા ગાય છે. યજ્ઞો વડે આરાધ્ય વાસુદેવ છે. યોગશાસ્ત્ર વડે ધ્યેય પણ વાસુદેવ છે. તમામ ધાર્મિક ક્રિયાઓ જ્ઞાન, તપ, ધર્મ વડે પ્રાપ્ત કરવા યોગ્ય વાસુદેવ છે; અર્થાત્ ગતિરૂપ વાસુદેવ છે. (ભાગવત : ૧/૨/૨૮-૨૯). (વરતાલ ૨ - ૧૦)
૭૮૬. કર્ણ, જરાસંધાદિકમાં પણ ધર્મ હતો. (વરતાલ ૩ - ૧૧)
૭૮૭. ભક્તિ તો અસાધારણ અને સાધારણ (પરા અને અપરા) એવા ભેદથી બે પ્રકારની છે તેમાં. (વરતાલ ૩ - ૧૨)
૭૮૮. "વિધત્સ્વ કર્ણાયુતમેષ મે વરઃ" એમ ભાગવત (૪/૨૦/૨૪)માં કહ્યું છે. સામાન્યપણે બે કાન દ્વારા ભગવત્કથાનું શ્રવણ કરનાર ભક્ત તૃપ્તિ અનુભવે છે, પણ પૃથુરાજાએ દસ હજાર કાન આપો તોય તૃપ્તિ ન થાય એવી શ્રવણભક્તિમાં શ્રદ્ધા માંગી. (વરતાલ ૩ - ૧૩)
૭૮૯. ભાગવત : ૧૦/૨૯/૧૧. (વરતાલ ૩ - ૧૪)
૭૯૦. જે પુરુષને સામાન્યપણે ભગવાનમાં ભક્તિ હોય તેણે તો ધર્માદિક ત્રણ અંગ સિદ્ધ કરવાં. (વરતાલ ૩ - ૧૫)
૭૯૧. અહીં સદાય, માયાથી પર અક્ષરબ્રહ્મસ્વરૂપ સત્પુરુષનો સ્પષ્ટ નિર્દેષ સમજવો. (વરતાલ ૩ - ૧૬)
૭૯૨. એવી રીતે છ પ્રશ્નો છે. (વરતાલ ૪ - ૧૭)
૭૯૩. પહેલા, ત્રીજા અને ચોથા પ્રશ્નનો ઉત્તર આપે છે. (વરતાલ ૪ - ૧૮)
૭૯૪. બીજા પ્રશ્નનો ઉત્તર આપે છે. (વરતાલ ૪ - ૧૯)
૭૯૫. પાંચમા પ્રશ્નનો ઉત્તર આપે છે. (વરતાલ ૪ - ૨૦)
૭૯૬. છઠ્ઠા પ્રશ્નનો ઉત્તર આપે છે. (વરતાલ ૪ - ૨૧)
૭૯૭. વચનામૃત લોયાના ૧૩ની ટીપણી-૭૪માં આ શ્લોકનો અર્થ તથા સંદર્ભ ક્રમાંક દર્શાવ્યા છે : [અર્થ : મારી આ ગુણમયી દૈવી માયા દુસ્તર છે, પરંતુ જેઓ મારું જ શરણ લે છે તેઓ આ માયાને તરી જાય છે. (ગીતા : ૭/૧૪).] (વરતાલ ૫ - ૨૨)
૭૯૮. શરણાગતનું લક્ષણ શું છે ? એવો પ્રશ્નાર્થ સમજવો. (વરતાલ ૫ - ૨૩)
૭૯૯. ગીતા : ૧૮/૬૬. (વરતાલ ૫ - ૨૪)
૮૦૦. શ્લોકના નિરૂપણ પછી શ્રીકૃષ્ણ ભગવાને કહેલ શરણાગતના લક્ષણમાં રહેલ ન્યૂનતાને પૂરતાં જણાવે છે. (વરતાલ ૫ - ૨૫)
૮૦૧. અભિપ્રાય એટલો છે કે - જેમ બીજ, પૃથ્વી-જળાદિકના સંબંધ વિના અંકુરિત થતું નથી પરંતુ તેનો સંબંધ થવાથી જ અંકુરિત થાય છે; માટે અંકુર થવામાં પૃથ્વી-જળ વગેરે સાધારણ કારણ ગણાય છે. અંકુરોમાં જે વિચિત્રતા લાવવી તે પૃથ્વી-જળ વગેરેમાં નથી પરંતુ પોતપોતાના બીજમાં જ છે. માટે વિચિત્રતામાં પોતપોતાનું બીજ જ વિશેષ કારણ ગણાય છે. એટલે આંબા વગેરે પ્રત્યેક બીજના અંકુરોમાં પૃથ્વી-જળ વગેરે સાધારણ છે, પરંતુ જેવું બીજ હોય તેવી જ અંકુરોમાં વિચિત્રતા આવે છે. 'જ્યાં સુધી સાધારણ કારણથી નિર્વાહ થતો હોય ત્યાં સુધી પૃથ્વી-જળ વગેરેને વિશેષ કારણ કલ્પવાની જરૂર નથી,' એવો ન્યાય છે. એવી રીતે જગતની સૃષ્ટિ પરમાત્માની ઇચ્છા વિના થતી નથી પરંતુ તેમની ઇચ્છાથી જ થાય છે. માટે સૃષ્ટિ થવામાં પરમાત્મા કારણ છે, પણ તેમાં જે દેવ-મનુષ્યાદિક અને સુખી-દુઃખી આદિક વિચિત્રતા થઈ તેમાં પરમાત્મા કારણ નથી; તેમાં તો જીવગત જે અનાદિ કર્મવિશેષ તે જ વિશેષ કારણ છે. માટે પરમાત્મામાં વૈષમ્ય-નૈર્ઘૃણ્ય અર્થાત્ પક્ષપાત કે નિર્દયતારૂપ દોષ નથી. જેમ રાજા પ્રજાને કૃપા અથવા દંડ કરે છે તેમાં પોતે કર્તા છે છતાં પણ તેમનાં કર્મને અનુસારે કરે છે તેથી રાજા અકર્તા છે, એટલે રાજામાં વિષમતા અને નિર્દયતારૂપ દોષ નથી; તેમ પરમાત્મા કર્તા થકા અકર્તા છે, એટલે વૈષમ્ય-નૈર્ઘૃણ્ય નથી. (વરતાલ ૬ - ૨૬)
૮૦૨. હવે મતભેદથી કહેલા કાળાદિકના સ્વતંત્ર કર્તાપણાનો નિષેધ કરીને તેમનું કેવું કર્તાપણું છે તે યુક્તિથી પ્રતિપાદન કરે છે. (વરતાલ ૬ - ૨૭)
૮૦૩. યુગધર્મના અહીં કરેલ વર્ણનને અનુરૂપ સંક્ષિપ્ત વર્ણન સાંખ્યકારિકા પર લગભગ પાંચમી સદીમાં રચાયેલ 'યુક્તિદીપિકા' નામે ટીકાના આઠમા આહ્‌નિકમાં ૩૯મા શ્લોકમાં પણ પ્રાપ્ત થાય છે. (વરતાલ ૬ - ૨૮)
૮૦૪. ભાગવત : ૩/૨/૨૩ તથા ૧૦/૬/૩૫. (વરતાલ ૬ - ૨૯)
૮૦૫. ભાગવત : ૧૧/૫/૪૮. (વરતાલ ૬ - ૩૦)
૮૦૬. આસુરી જીવો પણ બે પ્રકારના છે : એક તો અનેક જન્મથી આસુરી ભાવવાળા હોય અને બીજા આસુરી મનુષ્યોના સંગથી આસુરી વૃત્તિ ધરાવતા હોય છે. તેમાં બીજા છે તે તો ઉત્તમ સત્પુરુષની નિષ્કપટભાવે સેવા કરે તથા ધર્મે સહિત નવ પ્રકારની ભક્તિ કરે તો દૈવી થાય. અને પ્રથમ જે છે તે - (વરતાલ ૭ - ૩૧)
૮૦૭. ભગવાનની ઇચ્છાથી નીકળીને ભક્તિ કરીને ફરીથી પણ તેમાં લીન થાય. (વરતાલ ૭ - ૩૨)
૮૦૮. માયા અને માયાના કાર્યમાં. (વરતાલ ૭ - ૩૩)
૮૦૯. જેમ ભગવાનને અક્ષરધામ અબંધક છે તેમ માયા પણ અબંધક છે એવું તાત્પર્ય અહીં અને આગળ આવતા 'ચોવીસ તત્ત્વ બ્રહ્મરૂપ થઈ જાય' ત્યાં, એમ બંને સ્થળે સમજવું. (વરતાલ ૭ - ૩૪)
૮૧૦. આ શ્લોકનો અર્થ વચનામૃત પં. ૭માં તથા સંદર્ભ ક્રમાંક તેની ટીપણી-૪૯માં છે : [ભાગવત : ૧/૧/૧. અહીં 'ધામ' શબ્દ ભગવાનના માહાત્મ્યજ્ઞાનપરક છે. માયાનો અંધકાર ભગવાનના માહાત્મ્યજ્ઞાનથી ટળે છે તેવો ભાવાર્થ શ્રીજીમહારાજ ઉપદેશે છે. 'ધામ' શબ્દથી સાધારણપણે અક્ષરધામ લેવાય છે. માયાના અજ્ઞાનને ટાળવાનું સામર્થ્ય તેમાં પણ છે. તેથી 'ધામ' શબ્દથી અક્ષરબ્રહ્મ પણ લઈ શકાય.] (વરતાલ ૭ - ૩૫)
૮૧૧. અરૂપ જેવી જણાય છે, એવો વાક્યાર્થ સમજવો. (વરતાલ ૮ - ૩૬)
૮૧૨. અને લાંબી. (વરતાલ ૮ - ૩૭)
૮૧૩. ભગવાનના ભક્તને ત્રણ અવસ્થામાં. (વરતાલ ૯ - ૩૮)
૮૧૪. અક્ષરધામનો. (વરતાલ ૯ - ૩૯)
૮૧૫. આ તમામ લક્ષણો, તેના અર્થો તથા સંદર્ભ ક્રમાંક વચ. ગ. પ્ર. ૬૨ની ટીપણી-૨૩૫માં નિરૂપ્યાં છે. [ભાગવત : ૧/૧૬/૨૬-૨૮. ૧. સત્યમ્ - સર્વ જીવપ્રાણીમાત્રનું હિત કરવું, સત્ય બોલવું. ૨. શૌચમ્ - પવિત્રતા, નિર્દોષપણું. ૩. દયા - અન્યનાં દુઃખો દૂર કરવાની વૃત્તિ. ૪. ક્ષાન્તિઃ - અપરાધીઓના અપરાધ સહન કરવા. ૫. ત્યાગઃ - યાચકો પ્રત્યે ઉદારતા અથવા પરમાત્માને આત્મસમર્પણ. ૬. સંતોષઃ - સદાય ક્લેશે રહિતપણું. ૭. આર્જવમ્ - મન, વાણી અને શરીરનું એકરૂપપણું. એટલે જેવું મનમાં તેવું જ વાણીમાં અને તેવી જ ક્રિયા કરવી; અર્થાત્ સરળતા. ૮. શમઃ - મનનો સંયમ. ૯. દમઃ - આંખ વગેરે બાહ્ય ઇન્દ્રિયો પર સંયમ. ૧૦. તપઃ - શરીર તથા મનને ક્લેશ થાય તેવાં વ્રતાદિ કરવાં. ૧૧. સામ્યમ્ - શત્રુ-મિત્ર પ્રત્યે સમાન ભાવ. ૧૨. તિતિક્ષા - સુખ-દુઃખ જેવાં દ્વન્દ્વોથી પરાભવ નહિ પામવાપણું, સહનશક્તિ. ૧૩. ઉપરતિઃ - અધિક લાભ તથા પ્રાપ્તિ પ્રત્યે ઉદાસીનતા. ૧૪. શ્રુતમ્ - સર્વ શાસ્ત્રાર્થનું યથાર્થ જાણવાપણું. ૧૫. જ્ઞાનમ્ - આશ્રિતોના અનિષ્ટની નિવૃત્તિ અને ઈષ્ટની પ્રાપ્તિ કરી આપવામાં ઉપયોગી જ્ઞાન અથવા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ તથા પરબ્રહ્મની અનુભવપૂર્ણ જાણકારી. ૧૬. વિરક્તિઃ - વૈરાગ્ય, વિષયમાં નિઃસ્પૃહપણું અથવા વિષયોથી ચિત્તનું આકર્ષણ ન થવાપણું. ૧૭. ઐશ્વર્યમ્ - સર્વ જીવપ્રાણીનું નિયંતાપણું. ૧૮. શૌર્યમ્ - શૂરવીરપણું. ૧૯. તેજઃ - પ્રભાવ, એટલે કોઈથી પણ પરાભવ ન પામવાપણું. ૨૦. બલમ્ - કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. ૨૧. સ્મૃતિઃ - પોતાનામાં અનન્યભાવે પ્રેમથી જોડાયેલ ભક્તોના અપરાધોને ન જોતા તેમને ક્ષણમાત્ર ન ભૂલે. તેમના ગુણોનું સ્મરણ કરે. ૨૨. સ્વાતંત્ર્યમ્ - અન્યની અપેક્ષાથી રહિતપણું. ૨૩. કૌશલમ્ - નિપુણપણું. ૨૪. કાન્તિઃ - આધ્યાત્મિક તેજ. ૨૫. ધૈર્યમ્ - સર્વદા અવ્યાકુળતા. ૨૬. માર્દવમ્ - ચિત્તની કોમળતા અથવા ક્રૂરતાએ રહિતપણું. ૨૭. પ્રાગલ્ભ્યમ્ - પીઢતા, જ્ઞાનની ગંભીરતા. ૨૮. પ્રશ્રયઃ - વિનયશીલતા, જ્ઞાન-ગરીબાઈ. ૨૯. શીલમ્ - સદાચાર. ૩૦. સહઃ - પ્રાણનું નિયમન-સામર્થ્ય. ૩૧. ઓજઃ - બ્રહ્મચર્યથી પ્રાપ્ત કરેલ દિવ્ય કાંતિ. ૩૨. બલમ્ - કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. ૩૩. ભગઃ - જ્ઞાનાદિ ગુણોની અધિકતા. ૩૪. ગાંભીર્યમ્ - જ્ઞાનનું ઊંડાણ, આછકલાપણાથી રહિત અથવા અભિપ્રાય ન જાણી શકાય તે. ૩૫. સ્થૈર્યમ્ - ક્રોધ થવાનાં નિમિત્ત સતે પણ વિકાર ન થાય તે અથવા ચંચળતાનો અભાવ. ૩૬. આસ્તિક્યમ્ - શાસ્ત્રાર્થમાં વિશ્વાસ અથવા ભગવાન સદાકર્તા, સાકાર, સર્વોપરી અને પ્રગટ છે તેવી દ્રઢ શ્રદ્ધા. ૩૭. કીર્તિઃ - યશ. ૩૮. માનઃ - પૂજાની યોગ્યતા. ૩૯. અનહંકૃતિઃ - અહંકારનો અભાવ, નિર્માનીપણું.] (વરતાલ ૧૦ - ૪૦)
૮૧૬. આ તમામ લક્ષણો, તેના અર્થો તથા સંદર્ભ ક્રમાંક વચનામૃત ગ. પ્ર. ૭૭ની ટીપણી-૩૧૨માં નિરૂપ્યાં છે : [૧. કૃપાલુ - સ્વાર્થની અપેક્ષા વિના પારકું દુઃખ સહન ન થાય તે અથવા પરદુઃખ ટાળવાની ઇચ્છાવાળો. ૨. સર્વદેહિનામ્ અકૃતદ્રોહ - સર્વદેહીઓમાં મિત્રાદિભાવ છે માટે કોઈનો પણ દ્રોહ નહિ કરનાર. ૩. તિતિક્ષુ - દ્વન્દ્વને સહન કરનાર. ૪. સત્યસાર - સત્યને જ એક બળ માનનાર. ૫. અનવદ્યાત્મા - દ્વેષ-અસૂયા આદિ દોષથી રહિત મનવાળો. ૬. સમ - સર્વમાં સમદ્રષ્ટિવાળો. ૭. સર્વોપકારક - સર્વને ઉપકાર જ કરનાર. ૮. કામૈરહતધી - વિષય-ભોગથી બુદ્ધિમાં ક્ષોભ નહિ પામનાર. ૯. દાન્ત - ઇન્દ્રિયોનું દમન કરનાર. ૧૦. મૃદુ - મૃદુ ચિત્તવાળો. ૧૧. શુચિ - બાહ્ય અને આન્તર શુદ્ધિવાળો, તેમાં સ્નાન વગેરેથી થતી બાહ્ય શુદ્ધિ અને ભગવાનનાં ચિંતનથી થતી આન્તર શુદ્ધિ કહી છે. ૧૨. અકિંચન - અન્ય પ્રયોજને રહિત. ૧૩. અનીહ - લૌકિક વ્યાપારે રહિત કોઈ પણ પ્રકારની ઇચ્છાએ રહિત. ૧૪. મિતભુક્ - મિતાહાર કરનાર. ૧૫. શાન્ત - અંતઃકરણ જેનું નિયમમાં છે. ૧૬. સ્થિર - સ્થિરચિત્તવાળો. ૧૭. મચ્છરણ - હું જ શરણ (રક્ષિતા અને પ્રાપ્તિનો ઉપાય) જેને છે. ૧૮. મુનિ - શુભાશ્રયનું મનન કરનાર. ૧૯. અપ્રમત્ત - સાવધાન. ૨૦. ગભીરાત્મા - જેનો અભિપ્રાય જાણી શકાય નહિ તે. ૨૧. ધૃતિમાન્ - આપત્કાળમાં ધૈર્યવાળો. ૨૨. જિતષડ્ગુણ - ભૂખ, તરસ, શોક, મોહ, જરા, મૃત્યુ એ છ દ્વંદ્વોને જીતનાર. ૨૩. અમાની - પોતાના દેહના સત્કારની અભિલાષા નહિ રાખનાર. ૨૪. માનદ - બીજાઓને માન આપનાર. ૨૫. કલ્પ - હિતોપદેશ કરવામાં સમર્થ. ૨૬. મૈત્ર - કોઈને નહિ ઠગનારો. ૨૭. કારુણિક - કરુણાથી જ પ્રવર્તનારો, પણ સ્વાર્થ કે લોભથી નહિ. ૨૮. કવિ - જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ - આ પાંચ તત્ત્વોને યથાર્થ જાણનાર. ૨૯. આજ્ઞાયૈવં ગુણાન્ દોષાન્ મયાદિષ્ટાનપિ સ્વકાન્ । ધર્માન્ સન્ત્યજ્ય યઃ સર્વાન્ મામ્ ભજેત - મેં વેદ દ્વારા ઉપદેશ કરેલા ગુણદોષોને જાણીને, પોતાના સર્વ ધર્મોનો ફળ દ્વારા ત્યાગ કરીને, મને સર્વભાવથી ભજનાર. ૩૦. જ્ઞાત્વા જ્ઞાત્વાઽથ યે વૈ માં યાવાન્ યશ્ચાસ્મિ યાદ્રશઃ ॥ ભજન્ત્યનન્યભાવેન - હું જેવા સ્વરૂપવાળો છું, જેવા સ્વભાવવાળો છું અને જેટલી વિભૂતિવાળો છું, તેવી રીતે જાણી જાણીને એટલે વારંવાર વિચાર કરીને અનન્યભાવથી મારી ભક્તિ કરનાર. એવી રીતે સાધુનાં ત્રીસ લક્ષણ કહ્યાં છે. (શ્રીમદ્‎‍ભાગવત : ૧૧/૧૧/૨૯-૩૩).] (વરતાલ ૧૦ - ૪૧)
૮૧૭. તેમાં સર્વ યોગકળાઓ હોય તથા ત્યાગ ને અષ્ટાંગયોગ હોય અને રસ તો એક શાંત નામનો જ હોય અને. (વરતાલ ૧૦ - ૪૨)
૮૧૮. અને ભગવાનમાં દ્રઢ ભક્તિ હોય. (વરતાલ ૧૦ - ૪૩)
૮૧૯. જુઓ પરિશિષ્ટ : ૫, પૃ. ૬૮૮. (વરતાલ ૧૧ - ૪૪)
૮૨૦. નરસિંહ મહેતાનું; જુઓ પરિશિષ્ટ : ૫, પૃ. ૬૮૮. (વરતાલ ૧૨ - ૪૫)
૮૨૧. અહો ! આશ્ચર્યની વાત છે કે આ વૃક્ષો, જેને તમોગુણી કર્મથી આવો જન્મ મળ્યો છે તે, દેવતાએ પૂજેલાં તમારાં ચરણારવિંદને, પોતાનાં તામસી કર્મના નાશ માટે પુષ્પ-ફળાદિ સામગ્રી વડે પૂજે છે ! (ભાગવત : ૧૦/૧૫/૫). (વરતાલ ૧૨ - ૪૬)
૮૨૨. અષ્ટાંગયોગ સિદ્ધ થયા પછી સમાધિ થવાનો નિયમ છે. તે વિના પણ તમારાં દર્શનમાત્રથી જ કેટલાકને સમાધિ થાય છે, તે થવામાં શો હેતુ છે ? એવો પ્રશ્નાર્થ સમજવો. (વરતાલ ૧૩ - ૪૭)
૮૨૩. ભગવાનનાં ઓગણચાલીસ તથા ત્રીસ લક્ષણો, તેના અર્થો તથા સંદર્ભ ક્રમાંક અનુક્રમે વચનામૃત ગ. પ્ર. ૬૨ની ટીપણી-૨૩૫ તથા ગ. પ્ર. ૭૭ની ટીપણી-૩૧૨માં નિરૂપ્યાં છે. (વરતાલ ૧૩ - ૪૮)
૮૨૪. ભાગવત : ૧૦/૨૮/૧૪-૧૬. (વરતાલ ૧૩ - ૪૯)
૮૨૫. ભાગવત : ૩/૧૫/૩૪. (વરતાલ ૧૫ - ૫૦)
૮૨૬. ભાગવત : ૭/૧૦/૪૩. (વરતાલ ૧૫ - ૫૧)
૮૨૭. મત્સ્યપુરાણ : ૧/૧૨. (વરતાલ ૧૬ - ૫૨)
૮૨૮. ભાગવત : ૬/૧૪/૧૧, ૬/૧૬/૧૫. (વરતાલ ૧૬ - ૫૩)
૮૨૯. કામ-ક્રોધાદિ વિકારની પ્રવૃત્તિ દેહે કરીને ન થવા દેવી, એ દોષોને વિષે શત્રુભાવ રાખી તેને ટાળવા પ્રયત્ન કરવો અને દેહ-અંતઃકરણથી જુદા આત્મારૂપે માનવું. (વરતાલ ૧૭ - ૫૪)
૮૩૦. ગુરુપરંપરાને જ સંપ્રદાય કહે છે. "આમ્નાયઃ સમ્પ્રદાયઃ સ્યાત્, પારમ્પર્યં ગુરુક્રમઃ" એમ હલાયુધ કોષ (૪૦૨)માં પણ કહ્યું છે. (વરતાલ ૧૮ - ૫૫)
૮૩૧. શ્રીજીમહારાજ સ્વયં રામકૃષ્ણાદિક અવતારોના કારણ છે, તેવું તેમણે જ વચનામૃત ગ. મ. ૧૩માં જણાવ્યું છે; પરંતુ તેમણે મનુષ્યશરીર ધારણ કર્યું હોવાથી અન્ય મુમુક્ષુઓના હિતને અર્થે ઉપાસક તરીકે પોતાને ઓળખાવી શ્રીકૃષ્ણ ભગવાનને ઇષ્ટદેવ તરીકે જણાવે છે. (વરતાલ ૧૮ - ૫૬)
૮૩૨. 'ગોલોક તેને મધ્યે જે અક્ષરધામ' આ વાક્ય સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશેષ પ્રસિદ્ધિ પામ્યું છે. જેનો મુખ્ય અર્થ એ છે કે ગોલોકાદિક અનંત ધામોની વચ્ચે પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું સર્વોપરી અક્ષરધામ રહેલું છે. જેનું વર્ણન વિવિધ દ્રષ્ટાંતો દ્વારા વચનામૃત ગ. પ્ર. ૬૩માં તથા સ્વામીની વાત (૩/૨૩)માં વિસ્તારપૂર્વક કરવામાં આવ્યું છે.
આ વાક્યનો બીજો અર્થ એ છે કે ગોલોકધામને વિષે સોળ દ્વાર ઓળંગીને બરાબર વચ્ચે તેજોમય મહાચોક છે જેને અક્ષરધામ કહે છે, જેનું વર્ણન વાસુદેવમાહાત્મ્યમાં ૧૭મા અધ્યાયમાં ૧-૨ શ્લોકમાં કર્યું છે. સ્વામીની વાત (૫/૨૮૮)માં પણ ગોલોક મધ્યે રહેલા આ અક્ષરધામનો ઉલ્લેખ કર્યો છે. અહીં આ વચનામૃતમાં પણ તે અક્ષરધામનું વર્ણન કર્યું છે, પરંતુ પ્રથમ અર્થમાં દર્શાવેલ પુરુષોત્તમ નારાયણના સર્વોપરી અક્ષરધામનું વર્ણન અહીં નથી તેમ જાણવું.
(વરતાલ ૧૮ - ૫૭)
૮૩૩. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. (વરતાલ ૧૮ - ૫૮)
૮૩૪. ભાગવત : ૧૧/૨૫/૩૪-૩૬. (વરતાલ ૧૮ - ૫૯)
૮૩૫. ભાગવત : ૧/૩/૨૬-૨૮. (વરતાલ ૧૮ - ૬૦)
૮૩૬. અર્થ : હે અર્જુન ! પૂર્વોક્ત પ્રકારે જે પુરુષ મારાં જન્મ, કર્મ યથાર્થપણે દિવ્ય જાણે છે તે પુરુષ દેહનો ત્યાગ કરીને ફરીથી જન્મને પામતો નથી પરંતુ મને જ પામે છે. (ગીતા : ૪/૯). (વરતાલ ૧૮ - ૬૧)
૮૩૭. શ્રીકૃષ્ણ ભગવાને બ્રહ્માજીને ચતુર્ભુજરૂપ દેખાડ્યું તેનો સંદર્ભ ભાગવત : ૧૦/૧૩/૪૬-૫૫ છે. તે સિવાયનાં શ્રીકૃષ્ણ ભગવાનનાં ચતુર્ભુજરૂપ તથા વિશ્વરૂપના પ્રસંગોના સંદર્ભ ક્રમાંકો વચનામૃત લો. ૧૮ની ટીપની(૧૦૩, ૧૦૪, ૧૦૬)માં છે. (વરતાલ ૧૮ - ૬૨)
૮૩૮. ભાગવત : ૧૧/૧૧/૨૯-૩૧; ગીતા : ૨/૫૫-૭૨ તથા ૧૪/૨૪-૨૫; વાસુદેવમાહાત્મ્ય : ૨૦-૨૩. (વરતાલ ૧૮ - ૬૩)
૮૩૯. આ સ્થળે 'ને તમારો સર્વેનો ભગવાન' આટલા શબ્દો શ્રીજીમહારાજ અધિક બોલ્યા હતા તેમ ગુણાતીત ગુરુપરંપરા દ્વારા જાણવા મળે છે. (વરતાલ ૧૮ - ૬૪)
૮૪૦. અક્ષરબ્રહ્મ. ભગવાન સ્વામિનારાયણે અહીં પોતાનું પ્રાગટ્ય અક્ષરબ્રહ્મરૂપ પરમ એકાંતિક ભગવાનના અખંડ સંબંધવાળા સાધુ - સત્પુરુષરૂપે કહ્યું છે. (વરતાલ ૧૯ - ૬૫)
૮૪૧. બ્રહ્મા, શિવ, પરાશરના પ્રસંગોનો સંદર્ભ ક્રમાંક અનુક્રમે વચનામૃત ગ. મ. ૨૧ની ટીપણી (૭૯, ૮૦, ૮૨)માં તથા નારદના પ્રસંગનો સંદર્ભ ક્રમાંક વચનામૃત ગ. પ્ર. ૨૩ની ટીપણી-૧૦૭માં આપ્યો છે. શૃંગિ ઋષિનો સંદર્ભ ક્રમાંક વાલ્મીકિ રામાયણ : બાલકાંડ-૯. (વરતાલ ૨૦ - ૬૬)
૮૪૨. મહાભારત, શાંતિપર્વ : ૩૦૮/૨૪-૨૫,૩૬. (વરતાલ ૨૦ - ૬૭)
૮૪૩. મહાભારત, શાંતિપર્વ : ૩૧૩. (વરતાલ ૨૦ - ૬૮)
૮૪૪. મહાભારત, શાંતિપર્વ : ૧૮૮. આ અધ્યાયમાં ધ્યાનના ચાર પ્રકારો નિરૂપ્યા છે, પંડિત કૃષ્ણવલ્લભાચાર્યે, આ વચનામૃત 'બ્રહ્મરસાયણભાષ્ય'માં પણ આ અધ્યાયને જ નોંધ્યો છે. (અમદાવાદ ૧ - ૧)
૮૪૫. અહીં 'શુદ્ધ સત્ત્વમય' શબ્દ પૂર્વાપર સંદર્ભ જોતા ગુણાતીતના અર્થમાં વપરાયો છે. (અમદાવાદ ૨ - ૨)
૮૪૬. ગીતામાં જણાવેલ આ ચાર પ્રકારના ભક્તનાં વર્ણન વચનામૃત ગ. પ્ર. ૫૬ની ટીપણી-૨૧૯માં કર્યું છે : [આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ । તેષાં જ્ઞાની નિત્યયુક્ત એકભક્તિર્વિશિષ્યતે ॥ અર્થ: અધિકારથી પડી ગયેલો અને ફરી પામવાને ઇચ્છે તે આર્ત, આત્મસ્વરૂપને જાણવાને ઇચ્છે તે જિજ્ઞાસુ, ઐશ્વર્ય પામવાને ઇચ્છે તે અર્થાર્થી, પોતાના આત્માને ત્રિગુણાત્મક માયાથી જુદો બ્રહ્મરૂપ માનીને ભગવાનને પામવાની ઇચ્છા કરનાર જ્ઞાની. આ ચારેયમાં જ્ઞાની પોતાના આત્માને બ્રહ્મસ્વરૂપ માની નિરંતર પરમાત્મામાં જોડાયેલ છે અને એકમાત્ર પરમાત્માની ભક્તિની જ ઇચ્છા રાખે છે, તેથી અધિક છે. (ગીતા : ૭/૧૬-૧૭).] (અમદાવાદ ૨ - ૩)
૮૪૭. ભાગવત : ૧૦/૨૯-૩૩. (ગઢડા અંત્ય ૧ - ૧)
૮૪૮. તે હેતના અંગવાળા તો સચ્ચિદાનંદ મુનિ, કૃપાનંદ મુનિ, પૂંજો ભક્ત વગેરે છે. (ગઢડા અંત્ય ૧ - ૨)
૮૪૯. સૂર્યોદય પછીના સવારના સમયે. (ગઢડા અંત્ય ૧ - ૩)
૮૫૦. જ્યારે ભગવાનનો નિશ્ચય થાય છે ત્યારે. (ગઢડા અંત્ય ૨ - ૪)
૮૫૧. તેમાં કોઈકને આત્મનિષ્ઠાનું અંગ બંધાય છે, કોઈકને દાસપણાનું અંગ બંધાય છે, તો કોઈકને પતિવ્રતાનું અંગ બંધાય છે. (ગઢડા અંત્ય ૨ - ૫)
૮૫૨. મૂળ શ્લોક તથા ક્રમાંક વચનામૃત ગ. મ. ૫૪ની ટીપણી-૧૨૬માં છે ‌: [ન રોધયતિ માં યોગો ન સાંખ્યં ધર્મ એવ ચ । ન સ્વાધ્યાયસ્તપસ્ત્યાગો નેષ્ટાપૂર્તં ન દક્ષિણા ॥ વ્રતાનિ યજ્ઞશ્છન્દાંસિ તીર્થાનિ નિયમા યમાઃ । યથાવરુન્ધે સત્સંગઃ સર્વસંગાપહો હિ મામ્ ॥ આ શ્લોકનો અર્થ છે. (ભાગવત : ૧૧/૧૨/૧-૨).] (ગઢડા અંત્ય ૨ - ૬)
૮૫૩. "યસ્ય દેવે પરાભક્તિર્યથા દેવે તથા ગુરૌ । તસ્યૈતે કથિતા હ્યર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ ॥" (શ્વેતાશ્વતરોપનિષદ : ૬/૨૩). (ગઢડા અંત્ય ૨ - ૭)
૮૫૪. ગઢડાના ખોજા ભક્ત. (ગઢડા અંત્ય ૩ - ૮)
૮૫૫. ભાગવત : ૫/૮. (ગઢડા અંત્ય ૩ - ૯)
૮૫૬. વચનામૃત પં. ૨ની ટીપણી-૧૭માં આ શ્લોકનો અર્થ તથા સંદર્ભ ક્રમાંક દર્શાવ્યા છે : [અર્થ : શુકદેવજી કહે છે કે 'હું નિર્ગુણ બ્રહ્મમાં સ્થિતિ કરું છું, છતાં હે રાજર્ષિ ! ઉત્તમ કીર્તિવાળા ભગવાનની લીલા મારા મનને આકર્ષે છે અને તેથી જ આ ભાગવત આખ્યાન હું ભણ્યો છું.' (ભાગવત : ૨/૧/૯).] (ગઢડા અંત્ય ૩ - ૧૦)
૮૫૭. અર્થ : ભગવાનના ગુણોથી જેની બુદ્ધિ આકર્ષિત થઈ છે અને વિષ્ણુજનો જેને પ્રિય છે એવા ભગવાન શુકમુનિ ભાગવતરૂપ જે મોટું આખ્યાન તેને નિરંતર ભણવા હવા. (ભાગવત : ૧/૭/૧૧). (ગઢડા અંત્ય ૩ - ૧૧)
૮૫૮. આ શ્લોકનો સંપૂર્ણ ભાગ વચનામૃત પં. ૨માં તથા તેનો અર્થ અને સંદર્ભ ક્રમાંક પાદ-ટીપણી-૧૬માં દર્શાવ્યા છે : [અર્થ : આત્મારામ અને રાગદ્વેષાદિરૂપ ગ્રંથિએ રહિત એવા મુનિઓ પણ ભગવાનની નિષ્કામ ભક્તિ કરે છે, કારણ કે ભગવાનમાં કારુણ્ય, સૌશીલ્ય, વાત્સલ્યાદિક ગુણો રહ્યા છે. (ભાગવત : ૧/૭/૧૦).] (ગઢડા અંત્ય ૩ - ૧૨)
૮૫૯. "પ્રાયેણ મુનયો રાજન્ નિવૃત્તા વિધિષેધતઃ । નૈર્ગુણ્યસ્થા રમન્તે સ્મ ગુણાનુકથને હરેઃ ॥" અર્થ : હે રાજન્ ! પ્રાયઃ વિધિ-નિષેધની અટપટી ક્રિયાઓમાંથી નિવૃત્ત થયેલ, નિર્ગુણભાવને અર્થાત્ સત્ત્વાદિક ત્રણ ગુણોથી પર થયેલ મુનિઓ ભગવાનના ચરિત્રરૂપ ગુણોનું ગાન કરે છે. (ભાગવત : ૨/૧/૭). (ગઢડા અંત્ય ૩ - ૧૩)
૮૬૦. વચનામૃત લો. ૭ની ટીપણી-૩૦માં આ શ્લોકનો અર્થ તથા સંદર્ભ ક્રમાંક દર્શાવ્યા છે : અર્થ : જે બ્રહ્મરૂપ થયો છે અને પ્રસન્ન મન છે એટલે ક્લેશ કર્માદિક દોષથી જેનું મન કલુષિત નથી અને કોઈનો પણ શોક કરતો નથી, તેમ કોઈ પદાર્થને ઇચ્છતો નથી, સર્વ ભૂતોમાં સમભાવથી રહેતો, કશાની આકાંક્ષા નહીં કરનારો, તે પુરુષ મારે વિષે પરાભક્તીને પામે છે - અર્થાત્ જેને આત્માનો 'બ્રહ્મરૂપે' સાક્ષાત્ અનુભવ થયો હોય તેને જ પરાભક્તિમાં અધિકાર પ્રાપ્ત થાય છે. (ગીતા : ૧૮/૫૪). (ગઢડા અંત્ય ૩ - ૧૪)
૮૬૧. લોકમાં કથનમાત્ર બ્રહ્મરૂપ, વાસ્તવિકતામાં નહિ. (ગઢડા અંત્ય ૩ - ૧૫)
૮૬૨. બાધિતાનુવૃત્તિ એટલે અંતરમાંથી નાશ થઈ ગયેલ વાસનાની અનુવૃત્તિ; જેમ વાસણમાંથી સુગંધી અથવા દુર્ગંધી પદાર્થ લઈ લીધા પછી પણ તેની સુગંધ અથવા દુર્ગંધ રહે છે તેમ. (ગઢડા અંત્ય ૪ - ૧૬)
૮૬૩. જે ભક્તિ માહાત્મ્યજ્ઞાને યુક્ત હોય તે ભક્તિ તો વિઘ્નોથી સર્વપ્રકારે પરાભવ ન પામે અને માહાત્મ્યજ્ઞાને રહિત હોય તે તો વિઘ્નોથી પરાભવ પામે; તે માહાત્મ્ય. (ગઢડા અંત્ય ૫ - ૧૭)
૮૬૪. અર્થ : હે ભગવાન ! કદાચિત્ પણ જે તમારા નામનું શ્રવણ-કીર્તન કરવાથી તથા તમોને પ્રણામ કરવાથી તથા તમારું સ્મરણ કરવાથી શ્વપચ પણ તત્કાળ યજ્ઞ કરવાને માટે કલ્પાય છે એટલે પવિત્ર થાય છે, તો તમારાં દર્શનથી પવિત્ર થાય અને કૃતાર્થ થાય તેમાં શું કહેવું ? આ એક આશ્ચર્યની વાત છે કે જે શ્વપચના પણ જીભના ટેરવે તમારું નામ છે તે શ્વપચ પણ તમારા નામોચ્ચારણથી તમારી ભક્તિએ રહિત એવા કર્મકાંડીઓથી શ્રેષ્ઠ થાય છે. વળી જે જનોએ તમારું નામ ઉચ્ચારણ કર્યું છે તેમણે જ તપ કર્યું છે, તેમણે જ હોમ કર્યો છે, તેમણે જ તીર્થમાં સ્નાન કર્યું છે, તે જ સદાચારવાળા છે, તેમણે જ વેદનો અભ્યાસ કર્યો છે, એમ જાણવું. (ભાગવત : ૩/૩૩/૬-૭). (ગઢડા અંત્ય ૫ - ૧૮)
૮૬૫. અર્થ : સમગ્ર જગતને સુખ આપનારો આ વાયુ મારા ભયથી વાય છે, સૂર્ય મારા ભયથી તપે છે, ઇન્દ્ર મારા ભયથી વર્ષે છે, અગ્નિ મારા ભયથી બાળે છે, મૃત્યુ મારા ભયથી પ્રાણીઓમાં વિચરે છે. (ભાગવત : ૩/૨૫/૪૨). (ગઢડા અંત્ય ૫ - ૧૯)
૮૬૬. આ મુખ્ય સાધન છે. (ગઢડા અંત્ય ૮ - ૨૦)
૮૬૭. તમો સર્વ ભક્તોએ પોતાની તેવી સ્થિતિ સારી રીતે સિદ્ધ કરવી. (ગઢડા અંત્ય ૯ - ૨૧)
૮૬૮. એકાંતિક ધર્મપાલનમાં આત્મજાગૃતિ, અંતર્દ્રષ્ટિ. (ગઢડા અંત્ય ૯ - ૨૨)
૮૬૯. ચૈતન્ય મહાપ્રભુ દ્વારા પ્રવર્તિત સંપ્રદાય; જે માધ્વી સંપ્રદાય, માધ્વગૌડેશ્વર સંપ્રદાય, માધ્વગૌડીય સંપ્રદાય અને ગૌડીય સંપ્રદાય વગેરે નામોથી પણ પ્રસિદ્ધ છે. (ગઢડા અંત્ય ૧૦ - ૨૩)
૮૭૦. માધ્વી સંપ્રદાયમાં ભગવાનના ધામ તરીકે વૃંદાવનને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. તેના સંદર્ભો શ્રી ચૈતન્યચરિત્રામૃત આદિલીલા : ૫/૧૭-૧૯, મધ્યલીલા : ૨૦/૪૦૨, અંત્યલીલા : ૧/૬૭ વગેરે છે. પદ્મપુરાણ, પાતાલખંડ : ૬૯/૬૯, ૭૧ તથા ૭૩/૨૬માં વૃંદાવન નિત્ય છે અર્થાત્ પ્રલયકાળમાં તેનો નાશ થતો નથી, તે સંદર્ભ મળે છે. (ગઢડા અંત્ય ૧૦ - ૨૪)
૮૭૧. સ્કંદપુરાણ, કાશીખંડ : ૨૨/૮૩-૮૫. (ગઢડા અંત્ય ૧૦ - ૨૫)
૮૭૨. ભાગવત : ૧૧/૩/૯-૧૫; ૧૧/૧૪/૨૦-૨૭. (ગઢડા અંત્ય ૧૦ - ૨૬)
૮૭૩. ભાગવત : ૧૨/૪. (ગઢડા અંત્ય ૧૦ - ૨૭)
૮૭૪. ગીતા : ૯/૭. (ગઢડા અંત્ય ૧૦ - ૨૮)
૮૭૫. તમારા પ્રશ્નનો ઉત્તર અને. (ગઢડા અંત્ય ૧૦ - ૨૯)
૮૭૬. વાલ્મીકિ રામાયણ, ઉત્તરકાંડ : ૪૭/૧૧-૧૨. (ગઢડા અંત્ય ૧૧ - ૩૦)
૮૭૭. સારાસારનો. (ગઢડા અંત્ય ૧૪ - ૩૧)
૮૭૮. માટે માયિક સુખ કોઈને પણ ક્યારેય પણ દુર્લભ નથી. ભગવાન સંબંધી સુખ તો સર્વ સુખથી અતિ દુર્લભ છે. તે સુખ મને પ્રાપ્ત થયું છે. તે સુખનો ત્યાગ કરીને બીજા તુચ્છ વિષયસુખની ઇચ્છા કેમ કરાય ? એવી રીતે જેને સારાસારનો વિવેક હોય તેને તો ભગવાનમાં જ અતિ અધિક પ્રીતિ થાય છે અને માયિક પદાર્થમાં ક્યારેય પણ અતિશય પ્રીતિ નથી થતી. આવા વિવેકે રહિત જે છે તે. (ગઢડા અંત્ય ૧૪ - ૩૨)
૮૭૯. રામચરિતમાનસ; અરણ્યકાંડ : ૭૨/૪, ભાગ : ૨, પૃ. ૬૪૯. (ગઢડા અંત્ય ૧૪ - ૩૩)
૮૮૦. પરમાત્માનો કોઈક એકાંતિક ભક્ત છે તેને. (ગઢડા અંત્ય ૧૪ - ૩૪)
૮૮૧. માટે નવ પ્રકારની ભક્તિમાંથી પોતાને અતિ પ્રિય જે કોઈ ભક્તિથી કામ-ક્રોધ વગેરે સ્મૃતિઓનો જ્યારે નાશ થાય ત્યારે ધ્યાન-પૂજાનું સુખ થાય. (ગઢડા અંત્ય ૧૫ - ૩૫)
૮૮૨. વાલ્મીકિ રામાયણ; ઉત્તરકાંડ : ૩૯/૧૫-૧૬. (ગઢડા અંત્ય ૧૬ - ૩૬)
૮૮૩. ભાગવત : ૫/૮-૯. (ગઢડા અંત્ય ૧૭ - ૩૭)
૮૮૪. તે ભક્તની જે જે ક્રિયાઓ હોય તે સર્વે ભગવાનની આજ્ઞાથી જ હોય, માટે તે ભગવાનની આજ્ઞા પ્રમાણે જ ક્રિયાઓને કરે પણ પોતાની ઇચ્છાથી કોઈ ક્રિયા કરે નહિ. (ગઢડા અંત્ય ૧૮ - ૩૮)
૮૮૫. માટે મુમુક્ષુ ત્યાગીએ અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો. (ગઢડા અંત્ય ૧૯ - ૩૯)
૮૮૬. ભાગવત : ૫/૮-૯. (ગઢડા અંત્ય ૧૯ - ૪૦)
૮૮૭. કાળ, કર્મ અને સ્વભાવ આ ત્રણ જીવોને સુખ-દુઃખની પ્રાપ્તિમાં નિમિત્ત છે; તેમાં. (ગઢડા અંત્ય ૨૦ - ૪૧)
૮૮૮. જે ધર્મ છે તે જગતને ધારણ કરનારો છે, માટે તેનું રક્ષણ કરવાથી સર્વ જગતનું રક્ષણ થાય છે. (ગઢડા અંત્ય ૨૧ - ૪૨)
૮૮૯. જુઓ પરિશિષ્ટ : ૫, પૃ. ૬૮૭. (ગઢડા અંત્ય ૨૨ - ૪૩)
૮૯૦. બંને ભક્તિમાં ક્રિયાભેદ હોવા છતાં પણ પ્રેમમાં ભેદ નથી. (ગઢડા અંત્ય ૨૨ - ૪૪)
૮૯૧. ભાગવત : ૩/૧૫-૧૬. (ગઢડા અંત્ય ૨૨ - ૪૫)
૮૯૨. મહાભારત, શાંતિપર્વ : ૧૨/૧૯૧/૬. (ગઢડા અંત્ય ૨૮ - ૪૬)
૮૯૩. વચનામૃત લો. ૧૦ની ટીપણી-૬૨માં શ્લોકનો અર્થ તથા સંદર્ભ ક્રમાંક દર્શાવ્યા છે : [અર્થ : બ્રહ્માદિ દેવો પણ તમારા મહિમાના પારને પામતા નથી, કેમ કે અપાર છે. વધારે શું કહીએ ? તમે પણ તમારા મહિમાના અંતને પામતા નથી. (ભાગવત : ૧૦/૮૭/૪૧).] (ગઢડા અંત્ય ૨૮ - ૪૭)
૮૯૪. અર્થ : અહો ! જે ગોપીઓ કોઈથી પણ ન ત્યાગ થઈ શકે એવા સંબંધીજનનો અને આર્યોના ધર્મમાર્ગનો ત્યાગ કરીને વેદોએ પણ ગોતવા યોગ્ય એવી મુકુંદ ભગવાનની પદવીને ભજતી હવી અર્થાત્ ભગવાનના ધ્યાનપરાયણ થતી હવી. તે આ ગોપીઓનાં ચરણરજના સ્પર્શવાળી વૃંદાવનમાં રહેલ ગુલ્મ, લતા, ઓષધી વગેરે મધ્યે હું પણ કોઈક થઉં એટલે કોઈક તૃણ કે કીટાદિરૂપે ગોપીઓનાં ચરણરેણુના સ્પર્શને યોગ્ય થઉં આવી ઇચ્છા કરું છુ. (ભાગવત : ૧૦/૪૭/૬૧). (ગઢડા અંત્ય ૨૮ - ૪૮)
૮૯૫. અર્થ : પરમાનંદરૂપ, સનાતન, પૂર્ણબ્રહ્મ જેમના મિત્રરૂપે રહ્યું છે, માટે તે નંદગોપ વ્રજવાસીઓનાં અહોભાગ્ય અહોભાગ્ય છે. તેમના ભાગ્યનું વર્ણન થઈ શકે તેમ નથી. (ભાગવત : ૧૦/૧૪/૩૨). (ગઢડા અંત્ય ૨૮ - ૪૯)
૮૯૬. જાબાલોપનિષદ : ૪. (ગઢડા અંત્ય ૨૯ - ૫૦)
૮૯૭. અહીં દર્શાવેલ 'તેજના રાશિ' અર્થાત્ સમૂહને 'સેતુમાલા ટીકા'માં અક્ષરધામ કહ્યું છે. (ગઢડા અંત્ય ૩૦ - ૫૧)
૮૯૮. સૂરદાસ કવિ વિરચિત; જુઓ પરિશિષ્ટ : ૫, પૃ. ૬૮૯. (ગઢડા અંત્ય ૩૧ - ૫૨)
૮૯૯. પ્રેમાનંદ મુનિ વિરચિત; જુઓ પરિશિષ્ટ : ૫, પૃ. ૬૮૯. (ગઢડા અંત્ય ૩૧ - ૫૩)
૯૦૦. અહીં દર્શાવેલ તેજના સમૂહને 'હરિવાક્યસુધાસિંધુ'માં ભગવાનના ધામરૂપ 'અક્ષરબ્રહ્મ' કહ્યું છે. (ગઢડા અંત્ય ૩૧ - ૫૪)
૯૦૧. અહીં 'આ પ્રકટ શ્રીકૃષ્ણની મૂર્તિ' ને બદલે 'અમારી આ પ્રકટ મૂર્તિ' તથા 'શ્રીકૃષ્ણની' એ શબ્દને બદલે 'અમારી' આવા શબ્દો મહારાજ બોલ્યા હતા એવું ગુણાતીત ગુરુપરંપરા દ્વારા જાણવા મળે છે. (ગઢડા અંત્ય ૩૧ - ૫૫)
૯૦૨. સંપૂર્ણ શ્લોક વચનામૃત લો. ૧૦માં તથા તેનો અર્થ અને સંદર્ભ ક્રમાંક તેની ટીપણી-૬૪માં દર્શાવ્યા છે : [અર્થ : કાન, આંખ વગેરે ઇન્દ્રિયોના આહારરૂપ સાંભળવું, જોવું વગેરે ક્રિયાઓને બંધ કરી દેતાં, શબ્દ-રૂપ વગેરે વિષયો આત્મા સુધી પહોંચી શકતા નથી, પરંતુ જે તે વિષયો પ્રત્યેની આસક્તિ વિષયના દૂર થવાથી ટળી જતી નથી; વિષયો પ્રત્યેની આસક્તિ અથવા સૂક્ષ્મ રાગ તો પરમાત્માનો સાક્ષાત્કાર થાય તો જ ટળે છે. (ગીતા : ૨/૫૯).] (ગઢડા અંત્ય ૩૨ - ૫૬)
૯૦૩. સંપૂર્ણ શ્લોક વચનામૃત લો. ૧૩માં તથા તેનો અર્થ અને સંદર્ભ ક્રમાંક તેની ટીપણી-૭૨માં દર્શાવ્યા છે : [અર્થ : બ્રહ્માએ સર્જેલા મરીચ્યાદિક, તેમણે સર્જેલા કશ્યપાદિક, તેમણે સર્જેલા દેવ-મનુષ્યાદિક તે સર્વેમાં એક નારાયણ ઋષિ સિવાય ક્યો પુરુષ સ્ત્રીરૂપી માયામાં મોહ ન પામે ? સૌનું મન આકર્ષણ પામે જ. (ભાગવત : ૩/૩૧/૩૭).] (ગઢડા અંત્ય ૩૩ - ૫૭)
૯૦૪. અર્થ : તમારા સિવાયના બીજા જીવો છે તે પોતે ત્યાગ કરેલા વિષયની વાસનામાત્રથી પણ ભય પામે છે. (ભાગવત : ૧૧/૬/૧૭). (ગઢડા અંત્ય ૩૩ - ૫૮)
૯૦૫. અંબરીષ રાજાનો દ્રોહ કરનાર દુર્વાસાની ભગવાને રક્ષા ન કરી અને ક્ષમા માગવા માટે અંબરીષ પાસે જ જવા જણાવ્યું; ભક્તના દ્રોહમાં ક્ષમા કરવા માટે પોતે અસમર્થ છે તેમ જણાવ્યું. (ભાગવત : ૯/૪/૬૩-૭૧). સનકાદિકનો દ્રોહ કરનાર પોતાના નિકટના દ્વારપાળ જય-વિજયનો પણ પક્ષ ભગવાને રાખ્યો નહીં અને કહ્યું કે 'આવા ભક્તનો દ્રોહ મારો હાથ કરે તો તેનો પણ હું નાશ કરું; આવા પવિત્ર બ્રાહ્મણ (સંત) મારું સ્વરૂપ છે.' (ભાગવત : ૩/૧૬/૬-૧૦). આ પ્રકારના ભાગવતના પ્રસંગોને અહીં શાસ્ત્રવચનથી જાણવા. (ગઢડા અંત્ય ૩૫ - ૫૯)
૯૦૬. ભાગવત : ૧૦/૪૪/૩૯. (ગઢડા અંત્ય ૩૫ - ૬૦)
૯૦૭. ભાગવત : ૧૦/૭૪/૪૫. (ગઢડા અંત્ય ૩૫ - ૬૧)
૯૦૮. ભાગવત : ૧૦/૬/૩૫. (ગઢડા અંત્ય ૩૫ - ૬૨)
૯૦૯. અને પરમાત્મા પણ નિત્ય નિર્વિકારી ગુણે યુક્ત છે, તે પરમાત્મામાં અને જીવાત્મામાં વાસ્તવિક ભેદ ક્યારેય પણ નથી. (ગઢડા અંત્ય ૩૬ - ૬૩)
૯૧૦. પરમાત્માને. (ગઢડા અંત્ય ૩૬ - ૬૪)
૯૧૧. માટે આત્મા-પરમાત્માનાં દર્શન કરવા ઇચ્છતા ભક્તોએ મનુષ્યરૂપે અવતરેલ ભગવાનનું ધ્યાન સર્વપ્રકારે કરવું; આવો અમારો સિદ્ધાંત છે. (ગઢડા અંત્ય ૩૬ - ૬૫)
૯૧૨. નિશ્ચયાત્મક. (ગઢડા અંત્ય ૩૭ - ૬૬)
૯૧૩. પણ સમજીને જે ભક્ત એવી રીતે કરશે તે જ સુખી થશે, બીજો સુખી થશે નહિ. (ગઢડા અંત્ય ૩૯ - ૬૭)
૯૧૪. અહં-મમત્વરૂપ માયાનો ત્યાગ કરીને ભગવાનમાં દ્રઢ પ્રીતિ કરી છે અને. (ગઢડા અંત્ય ૩૯ - ૬૮)
૯૧૫. હનુમાનજીએ શ્રીરામચંદ્રજી પાસે પ્રાર્થના દ્વારા માંગેલ વરદાન (વાલ્મીકિ રામાયણ, ઉત્તરકાંડ : ૩૯/૧૫-૧૬); નારદજીએ નૃસિંહ ભગવાન પાસે કરેલ પ્રાર્થના (ભાગવત : ૫/૧૯/૧૫); પ્રહ્‌લાદજીએ નૃસિંહ ભગવાન પાસે માગેલ વરદાન (ભાગવત : ૭/૧૦/૨-૧૦)નો સારાંશ અહીં શ્રીજીમહારાજ કહે છે. (ગઢડા અંત્ય ૩૯ - ૬૯)
૯૧૬. અર્થ : બ્રહ્માદિ દેવો પણ તમારા મહિમાના પારને પામતા નથી, કેમ કે તમારો મહિમા અપાર છે. વધારે તો શું કહિએ ! તમે પણ તમારા મહિમાના પારને પામતા નથી. જેના એક એક રોમછિદ્રમાં આઠ આવરણે સહિત અનેક બ્રહ્માંડો ઊડતાં ફરે છે તેવા તમે છો. (ભાગવત : ૧૦/૮૭/૪૧). (ગઢડા અંત્ય ૩૯ - ૭૦)
૯૧૭. અંગ્રેજી વચનામૃતની ટીપણીમાં મહારાજના રસોયા હરિભક્તનો ઉલ્લેખ જીવુબા અને લાડુબા તરીકે છે. (ગઢડા અંત્ય ૧૫ - ૭૧)
૯૧૮. ભાગવત : ૫/૧૯/૨૧. (વધારાનાં ૧૨ - ૧)
૯૧૯. જંબુદ્વીપના નવખંડ તથા ચૌદ લોકના વર્ણન માટે જુઓ ભાગવતપુરાણ : ૫/૨૦, દેવી ભાગવત : ૮/૪/૭-૧૮, પદ્મોદ્ભવસંહિતા : ૧૩. (વધારાનાં ૧૨ - ૨)
૯૨૦. શ્રીપદ્મોદ્ભવસંહિતા ૫/૧૪-૧૫. (વધારાનાં ૧૨ - ૩)
૯૨૧. ભાગવત ૩/૧૧. (વધારાનાં ૧૨ - ૪)
૯૨૨. પુરુષોત્તમ નારાયણના અનુપ્રવેશથી નરનારાયણ વગેરે ઈશ્વરો ઐશ્વર્ય પામીને અવતરે છે. તેથી પુરુષોત્તમ નારાયણ અને નરનારાયણ બંને તદ્દન ભિન્ન છે. તેમ છતાં સભામાં બેઠેલ ભક્તનાં જીવમાં નરનારાયણની પ્રધાનતા હોવાથી બંનેની એકતા જણાવે છે. (વધારાનાં ૧ - ૫)
૯૨૩. જુઓ વચનામૃત લોયા ૧૮, ટીપણી-૧૦૨. (વધારાનાં ૧ - ૬)
૯૨૪. ભાગવત : ૫/૬/૭. (વધારાનાં ૧ - ૭)
૯૨૫. ભાગવત : ૧૧/૩૦/૩૩. (વધારાનાં ૧ - ૮)
૯૨૬. સર્વાવતારીપણે પોતાનો મહિમા નિરૂપીને શ્રોતાઓને પચે તેવી હળવી વાત કરતાં જણાવે છે. (વધારાનાં ૩ - ૯)
૯૨૭. 'સર્વ અક્ષરબ્રહ્મ થકી' એટલે બ્રહ્મ સંજ્ઞાને પામેલા અનંત મુક્તો, તે કરતાં ભગવાનના ધામરૂપ જે અક્ષરબ્રહ્મ અર્થાત્ મૂર્તિમાન અક્ષર તે અનાદિ છે અને શ્રેષ્ઠ છે. (વધારાનાં ૩ - ૧૦)
૯૨૮. અક્ષરધામમાં બાગબગીચા વગેરેનું વર્ણન ભગવાનની વિશેષ સામર્થીરૂપે સમજવું. વસ્તુતઃ મુક્તને ભગવાનની મૂર્તિ સિવાય આવા કોઈ પદાર્થ અથવા ભોગની અપેક્ષા અને ઇચ્છા નથી. (વધારાનાં ૩ - ૧૧)
૯૨૯. ગો = કિરણો + લોક = સ્થાન = તેજોમય અક્ષરધામ; તેવો અર્થ 'ગોલોક' શબ્દનો સમજવો. (વધારાનાં ૩ - ૧૨)
૯૩૦. અહીં નરનારાયણના મિષે પોતાનો જ સર્વોપરીપણે મહિમા જણાવે છે, તે આ વાક્યમાં આવેલ ‘પ્રત્યક્ષ શ્રીનરનારાયણ’ શબ્દથી સ્પષ્ટ જણાય છે. (વધારાનાં ૪ - ૧૩)
૯૩૧. શ્રીહરિ અમદાવાદમાં બિરાજતા હોવાથી નરનારાયણને સ્વામી અને ઇષ્ટદેવ તરીકે અહીં નિરૂપે છે. વસ્તુતાએ તો તેઓ જ સર્વના ઇષ્ટદેવ અને સ્વામી છે. (વધારાનાં ૫ - ૧૪)
૯૩૨. મહાભારત, ઉદ્યોગપર્વ, અધ્યાસ : ૧૦૪-૧૧૨. (વધારાનાં ૭ - ૧૫)
૯૩૩. ‘આપોપું કરવું’ એવો પણ પાઠાંતર છે. (વધારાનાં ૭ - ૧૬)
૯૩૪. રામાયણ, સુંદરકાંડ : ૧૧/૪૧ (ગીતાપ્રેસ, ગોરખપુર). (વધારાનાં ૮ - ૧૭)
૯૩૫. રામાયણ, કિષ્કિન્ધાકાંડ : ૮/૨૨-૨૩. (ગીતાપ્રેસ, ગોરખપુર). (વધારાનાં ૮ - ૧૮)
૯૩૬. અહીં વિજયાર્થીઓની પરીક્ષારૂપ લક્ષ્યવેધ (આદિપર્વ : ૧૨૩/૫૮-૬૬) તથા દ્રોપદી સ્વયંવરરૂપ મત્સ્યવેધ (આદિપર્વ : ૧૭૯/૧૪-૧૬) બંનેની મિશ્ર કથા છે. (વધારાનાં ૧૦ - ૧૯)
૯૩૭. નરનારાયણનો જ મહિમા જાણનાર ગુણભાવી ભક્તોને પણ સમાસ થાય તે હેતુથી શ્રીહરિ અહીં પોતાને નરનારાયણ સ્વરૂપે નિરૂપે છે. (વધારાનાં ૧૧ - ૨૦)
૯૩૮. નરનારાયણદેવ તો બદરિકાશ્રમમાં તપ કરે છે. તેમની સાથે ‘અક્ષરધામના ધામી’ શબ્દ જોડીને શ્રીહરિ નરનારાયણના મિષે પોતાના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો નિર્દેશ કરે છે. (વધારાનાં ૧૧ - ૨૧)