સ્તોત્ર સિન્ધુ

૬. શ્રીધર્મનન્દન સ્તોત્રમ્

શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી (હરિગીત છંદ)

સિતસાન્દ્ર - સદ્‌વસનાલિનં વરમાલ્યમંજુલમાલિનં
  ચલિતાલિનં પૃથુમાલિનં નવપુષ્પભૂષણશાલિનમ્ ।
વૃષપાલિનં શ્રિતલાલિનં જપમાલિકા-પરિચાલિનં
  પ્રણમામિ ધર્મસુતં હરિં શુભકારિ-સદ્‌ગુણમાલિનમ્ ॥૧॥

શ્વેત ઘાટાં સુંદર વસ્ત્રોથી શોભતા, શ્રેષ્ઠ પુષ્પોની સુંદર માળાવાળા, તે જ કારણથી જેમના ઉપર ભમરા ફરી રહ્યા છે એવા, મોટી માળાને ધારનાર, નવીન પુષ્પનાં આભૂષણ ગજરા બાજુબંધ આદિથી શોભતા, ધર્મનું રક્ષણ કરનાર, આશ્રિતોનું લાલન-પાલન કરનાર, જપમાળાને ફેરવતા અને કલ્યાણકારી અસંખ્ય સદ્‌ગુણોથી શોભતા એવા ધર્મપુત્ર શ્રીહરિને હું પ્રણામ કરું છું. (૧)

મલજાલભૃત્ – કલિકંડનં જનમિત્ર – સજ્જનમંડનં
  સ્મરતંડનં મદભંડનં કૃતદુષ્ટમાનવ – દંડનમ્ ।
જિત – ચંડનં સ્મયકંડનં કૃતભૂરિ – દુર્મતખંડનં
  પ્રણમામિ ધર્મસુતં હરિં શુભકારિ-સદ્‌ગુણમાલિનમ્ ॥૨॥

અનેક પ્રકારના પાપના સમુદાયને ધારણ કરનારો જે કળિયુગ તેનો નાશ કરનારા, કામદેવનો નાશ કરનારા, મદનું ખંડન કરનારા, દુરાચારીઓને દંડ આપનારા, જીત્યો છે ક્રોધ જેમણે એવા, ગર્વનો નાશ કરનારા, અનેક દુષ્ટમતોનું ખંડન કરનારા, સર્વજનના સુહૃદ, સત્પુરુષોના ભૂષણરૂપ અને કલ્યાણકારી અસંખ્ય સદ્‌ગુણોથી શોભતા એવા ધર્મપુત્ર શ્રીહરિને હું પ્રણામ કરું છું. (૨)

વૃષવૈરિ – દર્પવિદારિણં શ્રિતજાત – સંસૃતિહારિણં
  અવતારણં શુભકારિણં મણિહેમ-ભૂષણધારિણમ્ ।
જનભન્દનં મુનિવન્દનં પરિચર્ચિતોત્તમચન્દનં
  પ્રણમામિ ધર્મસુતં હરિં શુભકારિ-સદ્‌ગુણમાલિનમ્ ॥૩॥

ધર્મના વેરીઓના ગર્વને નાશ કરનારા, આશ્રિતજનોના સંસૃતિબંધનને નાશ કરનારા, અવતારોના અવતારી એવા, મંગળને કરનારા, મણિ અને સુવર્ણનાં અલંકારોને ધારણ કરનારા, જનોનું કલ્યાણ કરનારા, મુનિજનોનો સત્કાર કરવાવાળા, ઉત્તમ ચંદનથી પૂજા કરાયેલા અને કલ્યાણકારી અસંખ્ય સદ્‌ગુણોથી શોભતા એવા ધર્મપુત્ર શ્રીહરિને હું પ્રણામ કરું છું. (૩)

જિતદોષણં શ્રિતતોષણં કૃતધર્મવંશ – વિપોષણં
  ક્ષતરોષણં શ્રુતજોષણં નિજભક્ત-માનસપોષણમ્ ।
જનબોધનં મતિશોધનં પ્રિયનમ્ર – શાન્ત – તપોધનં
  પ્રણમામિ ધર્મસુતં હરિં શુભકારિ-સદ્‌ગુણમાલિનમ્ ॥૪॥

જેમણે દૂષણો જીતી લીધાં છે એવા, ભક્તોને સંતોષ આપનારા, ધર્મવંશનું પોષણ કરનારા, ક્રોધરાગદ્વેષાદિનો નાશ કરનારા, શાસ્ત્રમાં પ્રીતિવાળા, પોતાના ભક્તોના મનને પોષનારા, જનોને બોધ આપનારા, બુદ્ધિને નિર્મળ કરનારા, નમ્ર, શાંત તથા તપસ્વી ભક્તજનો જેમને પ્રિય છે એવા અને કલ્યાણકારી અસંખ્ય સદ્‌ગુણોથી શોભતા એવા ધર્મપુત્ર શ્રીહરિને હું પ્રણામ કરું છું. (૪)

હૃતભક્તિ – મજ્જનવાસનં શતકોટિભાસ્કરભાસનં
  જનશાસનં ગરુડાસનં સ્વનુરક્તભક્ત – સભાસનમ્ ।
હૃતશોચનં ઘનરોચનં કૃતબદ્ધજીવ – વિમોચનં
  પ્રણમામિ ધર્મસુતં હરિં શુભકારિ-સદ્‌ગુણમાલિનમ્ ॥૫॥

સ્વીકારી છે ભક્તિમાં ડૂબવાની વાસના જેમણે, સેંકડો સૂર્યોની માફક દેદીપ્યમાન, જનોને ઉપદેશ આપનારા, ગરુડના આસનવાળા, પોતામાં સારી પેઠે પ્રેમ રાખનારા ભક્તોની સભામાં વિરાજમાન, શોકાદિનો નાશ કરનારા, અત્યંત શોભતા, બદ્ધ જીવોને મુક્તિ આપનારા અને કલ્યાણકારી અસંખ્ય સદ્‌ગુણોથી શોભતા એવા ધર્મપુત્ર શ્રીહરિને હું પ્રણામ કરું છું. (૫)

ભુવનોદ્‌ભવાદિવિધાયિનં ભવહારિ-સદ્‌ગુણનાયિનં
  અનપાયિનિં સુખદાયિનં હિતકારિ-સજ્જનયાયિનમ્ ।
જનપાવનં સ્વજનાવનં શુભધર્મભક્તિ – વિભાવનં
  પ્રણમામિ ધર્મસુતં હરિં શુભકારિ-સદ્‌ગુણમાલિનમ્ ॥૬॥

બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ ને લય તેને કરનારા, ભવાટવીનો નાશ કરનારા ને ઉત્તમ ગુણોને ધારણ કરનારા, અવિનાશી સુખોને આપનારા, હિતકારી સજ્જનોને આશ્રય આપનારા, જનોને પવિત્ર કરનારા, પોતાના ભક્તોનું રક્ષણ કરનારા, ઉત્તમ ધર્મ તેમ જ ઉત્તમ ભક્તિનો વિસ્તાર કરનારા અને કલ્યાણકારી અસંખ્ય સદ્‌ગુણોથી શોભતા એવા ધર્મપુત્ર શ્રીહરિને હું પ્રણામ કરું છું. (૬)

નિજભક્ત – પદ્મવિકાશિનં દુરતિક્રમાર્તિ-વિનાશિનં
  સ્વવિલાસિનં મતિદાશિનં પ્રિયદંભહીન-નિરાશિનમ્ ।
ક્ષતખેદનં શુભવેદનં યમદૂત – ભીતિવિભેદનં
  પ્રણમામિ ધર્મસુતં હરિં શુભકારિ-સદ્‌ગુણમાલિનમ્ ॥૭॥

પોતાના ભક્તરૂપી કમળોનો વિકાસ કરનારા, અવશ્ય થનારી આપત્તિઓના નાશ કરનારા, નિજસ્વરૂપમાં રમણ કરનારા, સદ્‌બુદ્ધિને આપનારા, દંભી જનોની હીનવૃત્તિઓનો નાશ કરનારા, વાસનાજન્ય દુઃખોને ટાળનારા, કલ્યાણને આપનારા, યમના ભયને દૂર કરનારા અને કલ્યાણકારી અસંખ્ય સદ્‌ગુણોથી શોભતા એવા ધર્મપુત્ર શ્રીહરિને હું પ્રણામ કરું છું. (૭)

અસુરાંશ – દેશિકગંજનં શ્રિતવૃન્દ – માનસ – મંજનં
  નિજરંજનં ભવભંજનં ગુણનીરરાશિ – નિરંજનમ્ ।
મુનિમાનનં પ્રિયકાનનં નવપદ્મચન્દ્ર – વરાનનં
  પ્રણમામિ ધર્મસુતં હરિં શુભકારિ-સદ્‌ગુણમાલિનમ્ ॥૮॥

અસુરમાર્ગના ઉપદેશક ગુરુઓનો પરાજય કરનારા, આશ્રિત ભક્તોના સમુદાયના મનને પવિત્ર કરનારા, પોતાના ભક્તોને આનંદ આપનારા, જન્મ-મરણના ફેરાને ટાળનારા, સદ્‌ગુણોના સમુદ્ર, પ્રાકૃત ગુણોના સમુદાયથી મુક્ત, મુનિજનોને માન આપનારા, પ્રિય છે વન જેમને તેવા, નવીન કમળ અને ચંદ્ર સમાન શ્રેષ્ઠ મુખારવિંદવાળા અને કલ્યાણકારી અસંખ્ય સદ્‌ગુણોથી શોભતા એવા ધર્મપુત્ર શ્રીહરિને હું પ્રણામ કરું છું. (૮)

નૃપદેવમુક્ત – સભાજિતં શ્રુતિશાસ્ત્રવેદિ-સભાજિતં
  સકલાજિતં સુજનાજિતં ગુણભાજિવાજિ-નિરાજિતમ્ ।
શ્રિતનોદનં મુનિમોદનં દલિતક્ષમા-ખિલતોદનં
  પ્રણમામિ ધર્મસુતં હરિં શુભકારિ-સદ્‌ગુણમાલિનમ્ ॥૯॥

રાજાઓ, દેવો અને મુક્તો વડે પૂજાયેલા, વેદશાસ્ત્રને જાણનારાઓની સભાને જીતનારા, કોઈથી પણ પરાજય નહીં પામેલા, સજ્જનો વડે પમાયેલા, ગુણવાનોના સમુદાયમાં શોભતા, આશ્રિતોને પ્રેરણા આપનારા, મુનિજનોને આનંદ આપનારા, ક્ષમાથી દલિતોનાં સમગ્ર દુઃખોનો નાશ કરનારા અને કલ્યાણકારી અસંખ્ય સદ્‌ગુણોથી શોભતા એવા ધર્મપુત્ર શ્રીહરિને હું પ્રણામ કરું છું. (૯)

Sitasāndra sadvasanālinam... (Shrī Dharmanandan stotram)

2-19003: Achintyanand Brahmachari

Category: Sanskrut Stotro

Sitasāndra - sadvasanālinam varamālyamanjulamālinam

 Chalitālinam pṛuthumālinam navapuṣhpabhūṣhaṇashālinam |

Vṛuṣhapālinam shritalālinam japamālikā-parichālinam

 Praṇamāmi Dharmasutam Harim shubhakāri-sadguṇamālinam ||1||

Malajālabhṛut - kalikanḍanam janamitra - sajjanamanḍanam

 Smaratanḍanam madabhanḍanam kṛutaduṣhṭamānav - danḍanam |

Jit - chanḍanam smayakanḍanam kṛutabhūri - durmatakhanḍanam

 Praṇamāmi Dharmasutam Harim shubhakāri-sadguṇamālinam ||2||

Vṛuṣhavairi - darpavidāriṇam shritajāt - sansṛutihāriṇam

 Avatāriṇam shubhakāriṇam maṇihema-bhūṣhaṇadhāriṇam |

Janabhandanam munivandanam paricharchitottamachandanam

 Praṇamāmi Dharmasutam Harim shubhakāri-sadguṇamālinam ||3||

Jitadoṣhaṇam shritatoṣhaṇam kṛutadharmavansha - vipoṣhaṇam

 Kṣhataroṣhaṇam shrutajoṣhaṇam nijabhakta-mānasapoṣhaṇam |

Janabodhanam matishodhanam priyanamra - shānta - tapodhanam

 Praṇamāmi Dharmasutam Harim shubhakāri-sadguṇamālinam ||4||

Hṛutabhakti - majjanavāsanam shatakoṭibhākaskarabhāsanam

 Janashāsanam garuḍāsanam swanuraktabhakta - sabhāsanam |

Hṛutashochanam ghanarochanam kṛutabaddhajīv - vimochanam

 Praṇamāmi Dharmasutam Harim shubhakāri-sadguṇamālinam ||5||

Bhuvanod‍bhavādividhāyinam bhavahāri-sadguṇanāyinam

 Anapāyinam sukhadāyinam hitakāri-sajjanayāyinam |

Janapāvanam swajanāvanam shubhadharmabhakti - vibhāvanam

 Praṇamāmi Dharmasutam Harim shubhakāri-sadguṇamālinam ||6||

Nijabhakta - padmavikāshinam duratikramārti-vināshinam

 Swavilāsinam matidāshinam priyadanbhahīna-nirāshinam |

Kṣhatakhedanam shubhavedanam yamadūt - bhītivibhedanam

 Praṇamāmi Dharmasutam Harim shubhakāri-sadguṇamālinam ||7||

Asurānsha deshikaganjanam shritavṛunda - mānas - manjanam

 Nijaranjanam bhavabhanjanam guṇanīrarāshi - niranjanam |

Munimānanam priyakānanam navapadmachandra - varānanam

 Praṇamāmi Dharmasutam Harim shubhakāri-sadguṇamālinam ||8||

Nṛupadevamukta - sabhājitam shrutishāstravedi-sabhājitam

 Sakalājitam sujanājitam guṇabhājivāji-nirājitam |

Shritanodanam munimodanam dalitakṣhamā-khilatodanam

 Praṇamāmi Dharmasutam Harim shubhakāri-sadguṇamālinam ||9||

Stotra Selection

૧. રુચિર સ્તોત્રમ્ - સદ્‌ગુરુ નિત્યાનંદ સ્વામી

૨. શ્રીધર્મનન્દન અષ્ટકમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૩. શ્રીગુરુભજન સ્તોત્રમ્ - શ્રી દીનાનાથ ભટ્ટ

૪. શ્રીહરિપ્રાર્થના સ્તોત્રમ્ - સદ્‌ગુરુ શ્રી શતાનંદ મુનિ

૫. શ્રીનીલકંઠ ચિન્તનાષ્ટકમ્ - શ્રી દીનાનાથ ભટ્ટ

૬. શ્રીધર્મનન્દન સ્તોત્રમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૭. શ્રીધાર્મિક સ્તોત્રમ્ - સદ્‌ગુરુ શ્રી શતાનંદ મુનિ

૮. ભજનાષ્ટકમ્ - સદ્‌ગુરુ શ્રી યોગાનંદ મુનિ

૯. પ્રાતઃસ્મરણાષ્ટકમ્ - શ્રી ગિરિજાશંકર શાસ્ત્રી

૧૦. દિવ્યપતિ અષ્ટકમ્ - સદ્‌ગુરુ શ્રી યોગાનંદ મુનિ

૧૧. શ્રીહરિ ધ્યાનસ્તોત્રમ્

૧૨. શ્રીવૃષનન્દનાષ્ટકમ્ - શ્રી અચિન્યાનંદ બ્રહ્મચારી

૧૩. માનસ ચિન્તય - સદ્‌ગુરુ નિષ્કામાનંદ બ્રહ્મચારી

૧૪. શ્રીહરિ મહિમાષ્ટકમ્ - સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામી

૧૫. અક્ષરબ્રહ્મ સ્તોત્રમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૧૬. શ્રીપ્રાગજીભક્ત મહિમાષ્ટકમ્ - બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

૧૭. શ્રીશાસ્ત્રિજીમહારાજ પ્રણામાષ્ટકમ્ - પ્રો. જેઠાલાલ સ્વામિનારાયણ

૧૮. શ્રીયોગિજીમહારાજ વન્દનાષ્ટકમ્ - પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા પૂજ્ય વિવેકસાગર સ્વામી

૧૯. શ્રીપ્રમુખસ્વામિમહારાજ મહિમાષ્ટકમ્ - પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા પૂજ્ય વિવેકસાગર સ્વામી

૨૦. શ્રીમહન્તસ્વામિમહારાજાષ્ટકમ્ - સાધુ શ્રુતિપ્રકાશદાસ

અક્ષર મંદિર–ગોંડલના યોગીસ્મૃતિ મંદિરે નિત્ય થતી પ્રાર્થના–સ્તુતિ