સ્તોત્ર સિન્ધુ

૧૯. શ્રીપ્રમુખસ્વામિમહારાજ મહિમાષ્ટકમ્

(શાર્દૂલવિક્રીડિતમ)

શોભન્તે શુભસાધુશીલસરલા નિર્વેદપૂર્ણાઃ ક્ષિતૌ
શાસ્ત્રિશ્રીગુરુયોગિનોશ્ચ પરમા પ્રાપ્તા ભવદ્ભિઃ કૃપા ।
ધૃત્વા ધર્મધુરાં સમુદ્રમનસો ગમ્ભીરનમ્રા વિદા
નારાયણસ્વરૂપદાસગુણિનઃ સ્નેહેન વન્દે હ્યહો ॥૧॥

શોભો સાધુગુણે સદા સરળ ને, જક્તે અનાસક્ત છો,
શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપા તણું પાત્ર છો;
ધારી ધર્મધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જ છો,
નારાયણસ્વરૂપદાસ ગુણીને સ્નેહે જ વંદું અહો. (૧)

ગણ્યન્તે જલરાશિબિન્દુનિચયા આકાશતારાગણા
ભૂમે ર્ધૂલિકણા ભવદ્‌ગુણગણાઃ કિં કેશવિષ્ણ્વાદિભિઃ ।
વ્યાસો વેદપુરાણનિર્મિતપરોઽશક્તોઽભવત્ ત્વત્સ્તુતૌ
વન્દે ત્વાં પ્રમુખં ગુણાલયગુરું મોક્ષાય ભક્ત્યા સદા ॥૨॥

કદાચ સમુદ્રનાં બિંદુઓના સમૂહો ગણી શકાય, આકાશના તારાગણો પણ ગણી શકાય, પૃથ્વીનાં રજકણો પણ ગણી શકાય, પરંતુ બ્રહ્મા, શંકર અને વિષ્ણુ આદિ દેવો વડે પણ શું આપના ગુણોનો સમુદાય ગણી શકાય એમ છે? નહિ જ. વળી વેદ-પુરાણોના નિર્માણમાં તલ્લીન (પરાયણ) એવા વ્યાસમુનિ પણ આપની (બ્રહ્મની) સ્તુતિ કરવામાં અશક્ત થયા છે, એવા ગુણોના ભંડાર ગુરુવર્ય શ્રી પ્રમુખસ્વામી મહારાજ આપને હું મારા જીવના મોક્ષ માટે, સદા ભક્તિપૂર્વક વંદન કરું છું. (૨)

સ્પર્શઃ સ્પર્શમણેઃ કરોતિ કનકં લોહં સુજીર્ણં બલી
દેહ તુચ્છતમં વિચાર્ય ચરતો યોગોઽમલસ્તેઽનિશમ્ ।
સંયુક્તે વિમુખાન્ મહાવ્યસનિનો ભક્તૌ હરેર્નાસ્તિકાન્
વન્દે ત્વાં પ્રમુખં ગુણાલયગુરું મોક્ષાય ભક્ત્યા સદા ॥૩॥

બળવાન પારસમણિનો સ્પર્શ અત્યંત જૂના લોઢાને પણ સુવર્ણ બનાવી દે છે; તેમ જ દેહને તુચ્છ ગણીને (રાત-દિવસ) અવિરત વિચરણ કરતા એવા આપનો નિર્મળ પ્રસંગ વિમુખ મહાવ્યસની અને નાસ્તિક જનોને પણ ભગવાનની ભક્તિમાં જોડી દે છે એવા ગુણોના ભંડાર ગુરુવર્ય શ્રી પ્રમુખસ્વામી મહારાજ આપને હું મારા જીવના મોક્ષ માટે, સદા ભક્તિપૂર્વક વંદન કરું છું. (૩)

ધર્મજ્ઞાનવિરાગભક્તય ઇમે ખ્યાતા ગુણાસ્તાવકા
એકૈકં વિનિપાતિતું કૃતપણાઃ સ્પર્ધાવિલગ્ના નુ કિમ્ ।
માર્તણ્ડસ્ય મરીચિભિશ્ચ સદ્રશા ભાન્તિ પ્રહન્તું તમો
વન્દે ત્વાં પ્રમુખં ગુણાલયગુરું મોક્ષાય ભક્ત્યા સદા ॥૪॥

ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ આપના સદ્‌ગુણો પરસ્પર સ્પર્ધા કરે છે. સૂર્યનાં કિરણોની જેમ, જીવના અજ્ઞાન તમસનો નાશ કરવા માટે, આ બધા ગુણો આપને વિષે એકી સાથે પ્રકાશે છે એવા ગુણોના ભંડાર ગુરુવર્ય શ્રી પ્રમુખસ્વામી મહારાજ આપને હું મારા જીવના મોક્ષ માટે, સદા ભક્તિપૂર્વક વંદન કરું છું. (૪)

વાણી તેઽમૃતવર્ષિણી જનહિતા પાપૌઘવિધ્વંસિની
રમ્યં શાન્તિકરં નિતાન્તસુખદં ત્વદદ્‌દર્શનં પાવકમ્ ।
નૈપુણ્યં સકલોપમાનરહિતં સાધ્વી ક્રિયા જ્ઞાનદા
વન્દે ત્વાં પ્રમુખં ગુણાલયગુરું મોક્ષાય ભક્ત્યા સદા ॥૫॥

સર્વ લોકોનું હિત કરનારી, અમૃતને સિંચતી, આપની વાણી અનેકના પાપપૂંજનો નાશ કરે છે; આપનું રમ્ય દર્શન લોકોને પાવન કરે છે, શાંતિ આપે છે અને અત્યંત સુખદાયી છે; આપની કાર્ય-નિપુણતા તમામ ઉપમાઓથી રહિત છે; તેમ જ આપની ક્રિયાઓ સિદ્ધ થનારી તથા જ્ઞાનને આપનારી છે એવા ગુણોના ભંડાર ગુરુવર્ય શ્રી પ્રમુખસ્વામી મહારાજ આપને હું મારા જીવના મોક્ષ માટે, સદા ભક્તિપૂર્વક વંદન કરું છું. (૫)

પાંડિત્યે સતિ સાધુતા ન મહિતા તસ્યાં ન ચેત્ પ્રાજ્ઞતા
ચેદ્ યત્ર દ્વિતયં નહિ પ્રશમતા તસ્યાં નતિત્વં ન ચ ।
વૈરી તદ્‌ગુણરાજિરાશિરમિતઃ સાકં ત્વયિ દ્યોતતે
વન્દે ત્વાં પ્રમુખં ગુણાલયગુરું મોક્ષાય ભક્ત્યા સદા ॥૬॥

પાંડિત્ય હોય છે ત્યાં સાધુતા પૂજનીય હોતી નથી. કદાચિત્ સાધુતા હોય તો ત્યાં વિદ્વત્તા હોતી નથી. કદાચ આ બન્ને વિદ્યમાન હોય તો ત્યાં ઇન્દ્રિયનિગ્રહ હોતો નથી. જો કદાચ તે પણ હોય તો ત્યાં નમ્રતા હોતી નથી, પરસ્પર વિરોધી એવો આપના અપાર ગુણોની હારમાળાનો સમુદાય આપને વિષે એકી સાથે પ્રકાશે છે એવા ગુણોના ભંડાર ગુરુવર્ય શ્રી પ્રમુખસ્વામી મહારાજ આપને હું મારા જીવના મોક્ષ માટે, સદા ભક્તિપૂર્વક વંદન કરું છું. (૬)

સ્વામિંસ્તે પ્રસૃતપ્રભાવનિવહઃ સૂર્યપ્રભાવં તથા
શૈત્યં શીતકરસ્ય તચ્છિખરિણઃ સ્થૈર્યં ક્ષમત્વં ક્ષિતેઃ ।
નિર્લેપત્વગભીરતે સુરપથામ્ભોધ્યો ર્વિધત્તેપ્યધો
વન્દે ત્વાં પ્રમુખં ગુણાલયગુરું મોક્ષાય ભક્ત્યા સદા ॥૭॥

હે સ્વામી! આપનો વિશાળ પ્રભાવરાશિ, સૂર્યના પ્રભાવને; આપની શીતળતા ચંદ્રની શીતળતાને; સ્થિરતા પર્વતની સ્થિરતાને; ક્ષમા પૃથ્વીની ક્ષમાને; નિર્લેપતા આકાશની નિર્લેપતાને તથા ગંભીરતા સાગરની ગંભીરતાને પણ ઝાંખી પાડી દે છે એવા ગુણોના ભંડાર ગુરુવર્ય શ્રી પ્રમુખસ્વામી મહારાજ આપને હું મારા જીવના મોક્ષ માટે, સદા ભક્તિપૂર્વક વંદન કરું છું. (૭)

મેઘં વાંછતિ ચાતકોઽમૃતકરં પક્ષી ચકોરો યથા
પાતિવ્રત્યપરાયણા નિજપતિં વહ્નિં પતંગસ્તથા ।
શ્રીજીમૂર્તિસદાનિષક્ત – હૃદયશ્ચાન્યાન્ કરોતિ પ્રભૂન્
વન્દે ત્વાં પ્રમુખં ગુણાલયગુરું મોક્ષાય ભક્ત્યા સદા ॥૮॥

જેમ ચાતક વાદળને, ચકોરપક્ષી ચન્દ્રને, પતિવ્રતા સ્ત્રી પોતાના પતિને, પતંગિયું અગ્નિને ઇચ્છે છે, તેવી રીતે શ્રીજીમહારાજની મૂર્તિમાં હંમેશાં આસક્ત હૃદયવાળા આપ બીજાને પણ તેવા જ સમર્થ કરો છો, એવા ગુણોના ભંડાર ગુરુવર્ય શ્રી પ્રમુખસ્વામી મહારાજ આપને હું મારા જીવના મોક્ષ માટે, સદા ભક્તિપૂર્વક વંદન કરું છું. (૮)

ત્વમેવાસિ નારાયણસ્ય સ્વરૂપં,
ત્વમેવાસિ મૂલાક્ષરસ્ત્વં પ્રયાગઃ ।
ત્વમેવાસિ શાસ્ત્રી ચ યોગી ત્વમેવ,
ત્વમેવં ચિરાયુશ્ચિરંકૃત્ ત્વમેવ ॥૯॥

આપ જ નારાયણનું સ્વરૂપ છો, આપ જ મૂળ અક્ષરબ્રહ્મ છો, આપ જ પ્રાગજી ભક્ત છો, આપ જ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ છો, આપ જ ચિરાયુ છો, આપ જ ચિરંકૃત છો. (૯)


(તોટકવૃત્તમ્)

સરલં સુહૃદં પવિતં મનસા,
લલિતં મધુરં સુનૃતં વચસા ।
નિપુણં સુદૃઢં સુસહં ક્રિયયા,
પ્રણમામિ ગુરું પ્રમુખં ગુણિનમ્ ॥૧૦॥

સરળ નિર્મળ હૃદયવાળા, મનથી પવિત્ર, લલિત, મધુર, પ્રિય અને હિતકારી વાણીવાળા, ક્રિયામાં જે નિપુણ, સુદૃઢ અને સમર્થ એવા ગુણવાળા ગુરુ પ્રમુખસ્વામીને હું પ્રણામ કરું છું. (૧૦)

Stotra Selection

૧. રુચિર સ્તોત્રમ્ - સદ્‌ગુરુ નિત્યાનંદ સ્વામી

૨. શ્રીધર્મનન્દન અષ્ટકમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૩. શ્રીગુરુભજન સ્તોત્રમ્ - શ્રી દીનાનાથ ભટ્ટ

૪. શ્રીહરિપ્રાર્થના સ્તોત્રમ્ - સદ્‌ગુરુ શ્રી શતાનંદ મુનિ

૫. શ્રીનીલકંઠ ચિન્તનાષ્ટકમ્ - શ્રી દીનાનાથ ભટ્ટ

૬. શ્રીધર્મનન્દન સ્તોત્રમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૭. શ્રીધાર્મિક સ્તોત્રમ્ - સદ્‌ગુરુ શ્રી શતાનંદ મુનિ

૮. ભજનાષ્ટકમ્ - સદ્‌ગુરુ શ્રી યોગાનંદ મુનિ

૯. પ્રાતઃસ્મરણાષ્ટકમ્ - શ્રી ગિરિજાશંકર શાસ્ત્રી

૧૦. દિવ્યપતિ અષ્ટકમ્ - સદ્‌ગુરુ શ્રી યોગાનંદ મુનિ

૧૧. શ્રીહરિ ધ્યાનસ્તોત્રમ્

૧૨. શ્રીવૃષનન્દનાષ્ટકમ્ - શ્રી અચિન્યાનંદ બ્રહ્મચારી

૧૩. માનસ ચિન્તય - સદ્‌ગુરુ નિષ્કામાનંદ બ્રહ્મચારી

૧૪. શ્રીહરિ મહિમાષ્ટકમ્ - સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામી

૧૫. અક્ષરબ્રહ્મ સ્તોત્રમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૧૬. શ્રીપ્રાગજીભક્ત મહિમાષ્ટકમ્ - બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

૧૭. શ્રીશાસ્ત્રિજીમહારાજ પ્રણામાષ્ટકમ્ - પ્રો. જેઠાલાલ સ્વામિનારાયણ

૧૮. શ્રીયોગિજીમહારાજ વન્દનાષ્ટકમ્ - પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા પૂજ્ય વિવેકસાગર સ્વામી

૧૯. શ્રીપ્રમુખસ્વામિમહારાજ મહિમાષ્ટકમ્ - પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા પૂજ્ય વિવેકસાગર સ્વામી

૨૦. શ્રીમહન્તસ્વામિમહારાજાષ્ટકમ્ - સાધુ શ્રુતિપ્રકાશદાસ

અક્ષર મંદિર–ગોંડલના યોગીસ્મૃતિ મંદિરે નિત્ય થતી પ્રાર્થના–સ્તુતિ