સ્તોત્ર સિન્ધુ

૧૦. દિવ્યપતિ અષ્ટકમ્

સદ્‌ગુરુ શ્રી યોગાનંદ મુનિ (અષ્ટપદી)

જલધર – સુંદર મદન-મનોહર
  હૃદય – તમોહર કૃષ્ણ હરે ।
વૃષકુલ – ભૂષણ દલિતવિદૂષણ
  દિવ્ય – વિભૂષણ દિવ્યગતે ।
જયજય – જયકર દીનદયાકર
  જગતિ દિવાકર દિવ્યપતે ॥૧॥

હે મેઘના જેવા સુંદર શ્યામ વર્ણવાળા! કામદેવને મોહ પમાડનાર, હૃદયનું અજ્ઞાન હરનાર હે હરિ! હે કૃષ્ણ! ધર્મકુળ ભૂષણ, દોષોનું દમન કરનાર, દિવ્ય આભૂષણવાળા, દિવ્ય ગતિરૂપ! વિજય કરનાર, દીનજનો પર દયા કરનાર, જગતમાં સૂર્યસમ, હે દિવ્યપતિ! તમારો જય હો! જય હો! (૧)

નિજજનરંજન ભવભયભંજન
  ભુવનનિરંજન ભક્તરતે ।
મુનિજન-મંડન વિષય-વિખંડન
  ખલજન – દંડન દંડવિધે ।
જયજય - જયકર દીનદયાકર
  જગતિ દિવાકર દિવ્યપતે ॥૨॥

પોતાના જનને પ્રસન્ન કરનાર, જન્મમરણના ભયને ટાળનાર, સંસારથી નિર્લેપ રહેનાર, ભક્તોમાં પ્રીતિવાળા, મુનિગણ-સાધુજનોના શણગારરૂપ, વિષયનું ખંડન કરનાર, દુષ્ટજનોને (યોગ્ય રીતે) દંડ દેનાર હે દંડવિધે! વિજય કરનાર, દીનજનો પર દયા કરનાર, જગતમાં સૂર્યસમ, હે દિવ્યપતિ! તમારો જય હો! જય હો! (ર)

અસુર-નિકન્દન સુરવૃષ-નન્દન
  ચર્ચિત – ચન્દન મુક્તમુને ।
ભવજલતારણ દોષ – નિવારણ
  મંગલ – કારણ મુક્તપતે ।
જયજય – જયકર દીનદયાકર
  જગતિ દિવાકર દિવ્યપતે ॥૩॥

અસુરોનો નાશ કરનાર, દેવો અને ધર્મપિતાને આનંદ પમાડનાર, ચંદનથી પૂજાયેલા, મુક્ત ગણોમાં શ્રેષ્ઠ, સંસારરૂપી સમુદ્રમાંથી તારનાર, દોષોના નિવારણ કરનાર, સકળ મંગળના કારણ, હે મુક્તપતિ! વિજય કરનાર, દીનજનો પર દયા કરનાર, જગતમાં સૂર્યસમ, હે દિવ્યપતિ! તમારો જય હો! જય હો! (૩)

સરસિજ-લોચન જનિમૃતિ-મોચન
  રવિશશિ-રોચન રાગિરતે ।
અસુર-વિમોહન સુરસુખ-દોહન
  વારણ – રોહણ શીઘ્રગતે ।
જયજય - જયકર દીનદયાકર
  જગતિ દિવાકર દિવ્યપતે ॥૪॥

કમળ સરખાં નેત્રવાળા, જન્મ મૃત્યુથી છોડાવનાર, સૂર્ય ચંદ્રને પ્રકાશ દેનાર, કલાકારો જેને પ્રિય છે એવા, અસુરોને મોહ પમાડનાર, સુર ગણોને સુખ દેનાર, હાથી પર સવારી કરનાર, હે શીઘ્ર ગતિવાળા! વિજય કરનાર, દીનજનો પર દયા કરનાર, જગતમાં સૂર્યસમ, હે દિવ્યપતિ! તમારો જય હો! જય હો! (૪)

નિજહિત-શાસન શાપ-વિનાશન
  હય-ગરુડાસન સાદિવૃતે ।
દુર્ગપુરાસન ભક્ત-નિવાસન
  ભૂજિત-કુવાસન ભક્તરતે ।
જયજય - જયકર દીનદયાકર
  જગતિ દિવાકર દિવ્યપતે ॥૫॥

પોતાના આશ્રિતોને હિતોપદેશ આપનાર, શાપને ટાળનાર, અશ્વરૂપી ગરુડ (માણકી) પર આસન કરનાર, ઘોડેસવારીનો શોખ ધરાવનાર, દુર્ગપુરમાં વસનાર, ભક્તોમાં નિવાસ કરનાર, કુવાસનાને ટાળનાર, હે ભક્તોમાં પ્રીતિવાળા! વિજય કરનાર, દીનજનો પર દયા કરનાર, જગતમાં સૂર્યસમ, હે દિવ્યપતિ! તમારો જય હો! જય હો! (૫)

રચિત-નિજાવન ભક્તિ-વિભાવન
  પંક્તિ – સુપાવન પુણ્યપતે ।
શં કુરુ શંકર વૈરિભયંકર
  ધર્મધુરન્ધર યોગિગતે ।
જયજય - જયકર દીનદયાકર
  જગતિ દિવાકર દિવ્યપતે ॥૬॥

પોતાના ભક્તોનું રક્ષણ કરનાર, ભક્તિનો વિસ્તાર કરનાર, (પોતાની પુનિત હાજરીથી) સંત પંક્તિઓને પાવન કરનાર, પુણ્ય કર્મનાં ફળને આપનાર, હે શુભ કરનાર, અમારું કલ્યાણ કરો. વૈરી ગણને માટે ભયંકર, ધર્મ ધુરંધર, યોગીજનોની ગતિરૂપ - પરમપદ એવા, વિજય કરનાર, દીનજનો પર દયા કરનાર, જગતમાં સૂર્યસમ, હે દિવ્યપતિ! તમારો જય હો! જય હો! (૬)

ખંડિત – ચંડં પંડિત – મંડં
  જિત – પાખંડં દંડ – ભટમ્ ।
કમ્પિત – કાલં વૃષકુલ – પાલં
  વર - વનમાલં પીતપટમ્ ।
જયજય - જયકર દીનદયાકર
  જગતિ દિવાકર દિવ્યપતે ॥૭॥

ક્રોધ પ્રકૃતિવાળાના ક્રોધનું ખંડન કરનાર, પંડિતોનાં ભૂષણ, પાખંડીઓને જીતનાર, અસુરોને દંડ દેવામાં દંડ નાયક સમા, કાળને કંપાવનાર, ધર્મકુળના પાલક, સુંદર વનમાળા ને પીતાંબર ધારણ કરનાર, વિજય કરનાર, દીનજનો પર દયા કરનાર, જગતમાં સૂર્યસમ, હે દિવ્યપતિ! તમારો જય હો! જય હો! (૭)

શ્રિતસુખકન્દં બોધિતમન્દં
  સહજાનન્દં ત્વાધિભજે ।
કુરુ તવ દાસં ચરણનિવાસં
  ત્યક્તકુવાસં યોગમુનિમ્ ।
જયજય - જયકર દીનદયાકર
  જગતિ દિવાકર દિવ્યપતે ॥૮॥

પોતાના આશ્રિતોના સુખનું મૂળ, અજ્ઞાતજનોને બોધ આપનાર એવા જે સહજાનંદ આપને હું ભજું છું. યોગમુનિ એવા મને આપનાં ચરણારવિંદમાં નિવાસ કરનારો અને કુવાસનાઓનો ત્યાગી એવો આપનો દાસ બનાવો. વિજય કરનાર, દીનજનો પર દયા કરનાર, જગતમાં સૂર્યસમ, હે દિવ્યપતિ! તમારો જય હો! જય હો! (૮)

Jaladhar sundar madan manohar (Divyapati aṣhṭakam)

2-19004: Sadguru Yoganand Swami

Category: Sanskrut Stotro

Jaladhar - sundar madan-manohar

 Hṛudaya - tamohar Kṛuṣhṇa hare |

Vṛuṣhkul - bhūṣhaṇ dalitavidūṣhaṇ

 Divya - vibhūṣhaṇ divyagate |

Jayjay - jaykar dīn-dayākar

 Jagati divākar divyapate ||1||

Nij-jan-ranjan bhav-bhaya-bhanjan

 Bhuvan-niranjan bhaktarate |

Munijan-manḍan viṣhay-vikhanḍan

 Khaljan - danḍan danḍavidhe |

Jayjay - jaykar dīn-dayākar

 Jagati divākar divyapate ||2||

Asur-nikandan sur-vṛuṣha-nandan

 Charchit - chandan muktamune |

Bhavjal-tāraṇ doṣh - nivāraṇ

 Mangal - kāraṇ muktapate |

Jayjay - jaykar dīn-dayākar

 Jagati divākar divyapate ||3||

Sarsij-lochan janimṛuti-mochan

 Ravi-shashi-rochan rāgirate |

Asur-vimohan sur-sukh-dohan

 Vāraṇ - rohaṇ shīghragate |

Jayjay - jaykar dīn-dayākar

 Jagati divākar divyapate ||4||

Nijhit-shāsan shāp-vināshan

 Hay-garuḍāsan sādivṛute |

Durgapurāsan bhakta-nivāsan

 Bhṛujit-kuvāsan bhaktarate |

Jayjay - jaykar dīn-dayākar

 Jagati divākar divyapate ||5||

Rachit-nijāvan bhakti-vibhāvan

 Pankti - supāvan puṇyapate |

Sham kuru shankar vairibhayankar

 Dharmadhurandhar yogigate |

Jayjay - jaykar dīn-dayākar

 Jagati divākar divyapate ||6||

Khanḍit - chanḍam panḍit - manḍam

 jit - pākhanḍam danḍ - bhaṭam |

Kampit - kālam vṛuṣhakul - pālam

 Var - vanmālam pīt-paṭam |

Jayjay - jaykar dīn-dayākar

 Jagati divākar divyapate ||7||

Shrit-sukh-kandam bodhit-mandam

 Sahajānandam tvādhibhaje |

Kuru tav dāsam charaṇ-nivāsam

 Tyaktakuvāsam Yogamunim |

Jayjay - jaykar dīn-dayākar

 Jagati divākar divyapate ||8||

Stotra Selection

૧. રુચિર સ્તોત્રમ્ - સદ્‌ગુરુ નિત્યાનંદ સ્વામી

૨. શ્રીધર્મનન્દન અષ્ટકમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૩. શ્રીગુરુભજન સ્તોત્રમ્ - શ્રી દીનાનાથ ભટ્ટ

૪. શ્રીહરિપ્રાર્થના સ્તોત્રમ્ - સદ્‌ગુરુ શ્રી શતાનંદ મુનિ

૫. શ્રીનીલકંઠ ચિન્તનાષ્ટકમ્ - શ્રી દીનાનાથ ભટ્ટ

૬. શ્રીધર્મનન્દન સ્તોત્રમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૭. શ્રીધાર્મિક સ્તોત્રમ્ - સદ્‌ગુરુ શ્રી શતાનંદ મુનિ

૮. ભજનાષ્ટકમ્ - સદ્‌ગુરુ શ્રી યોગાનંદ મુનિ

૯. પ્રાતઃસ્મરણાષ્ટકમ્ - શ્રી ગિરિજાશંકર શાસ્ત્રી

૧૦. દિવ્યપતિ અષ્ટકમ્ - સદ્‌ગુરુ શ્રી યોગાનંદ મુનિ

૧૧. શ્રીહરિ ધ્યાનસ્તોત્રમ્

૧૨. શ્રીવૃષનન્દનાષ્ટકમ્ - શ્રી અચિન્યાનંદ બ્રહ્મચારી

૧૩. માનસ ચિન્તય - સદ્‌ગુરુ નિષ્કામાનંદ બ્રહ્મચારી

૧૪. શ્રીહરિ મહિમાષ્ટકમ્ - સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામી

૧૫. અક્ષરબ્રહ્મ સ્તોત્રમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૧૬. શ્રીપ્રાગજીભક્ત મહિમાષ્ટકમ્ - બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

૧૭. શ્રીશાસ્ત્રિજીમહારાજ પ્રણામાષ્ટકમ્ - પ્રો. જેઠાલાલ સ્વામિનારાયણ

૧૮. શ્રીયોગિજીમહારાજ વન્દનાષ્ટકમ્ - પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા પૂજ્ય વિવેકસાગર સ્વામી

૧૯. શ્રીપ્રમુખસ્વામિમહારાજ મહિમાષ્ટકમ્ - પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા પૂજ્ય વિવેકસાગર સ્વામી

૨૦. શ્રીમહન્તસ્વામિમહારાજાષ્ટકમ્ - સાધુ શ્રુતિપ્રકાશદાસ

અક્ષર મંદિર–ગોંડલના યોગીસ્મૃતિ મંદિરે નિત્ય થતી પ્રાર્થના–સ્તુતિ