કીર્તન મુક્તાવલી
અલબેલાજી મારે ઓરડે રે આવોને અલબેલા
૨-૯૦૨૩: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
અલબેલાજી મારે ઓરડે રે, આવોને અલબેલા,
હું તો મોહિ છું બાજુ કેરે બોરડે રે, આવોને અલબેલા... ટેક꠶
વ્હાલા ભાવે કરીને સામું ભાળતા રે, આવોને અલબેલા,
હાથે ફૂલ દડાને ઉછાળતા રે, આવોને અલબેલા... અલબેલા ૧
માથે સુંદર છોગા મેલતા રે, આવોને અલબેલા,
રંગ ભીનાજી રંગડો રેલતા રે, આવોને અલબેલા... અલબેલા ૨
મારા તનડાના તાપ નિવારવા રે, આવોને અલબેલા,
બ્રહ્માનંદનો જનમ સુધારવા રે, આવોને અલબેલા... અલબેલા ૩
Albelājī māre oraḍe re āvone albelā
2-9023: Sadguru Brahmanand Swami
Category: Murtina Pad
Albelājī māre oraḍe re, āvone albelā,
Hu to mohi chhu bāju kere boraḍe re, āvone albelā... ṭek°
Vhālā bhāve karīne sāmu bhāḷatā re, āvone albelā,
Hāthe fūl daḍāne uchhāḷatā re, āvone albelā... Albelā 1
Māthe sundar chhogā melatā re, āvone albelā,
Rang bhīnājī rangaḍo relatā re, āvone albelā... Albelā 2
Mārā tanḍānā tāp nivārvā re, āvone albelā,
Brahmānandno janam sudhāravā re, āvone albelā... Albelā 3