કીર્તન મુક્તાવલી

વડતાલ ગામે ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ

૨-૮૦: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: શ્રીહરિનાં પદો

વડતાલ ગામે ફૂલવાડીએ રે, હિંડોળો આંબાની ડાળ;

બાંધ્યો આંબલિયાની ડાળ, વહાલો મારો હીંચે હિંડોળે આંબાની ડાળ... ꠶ટેક

સોના તે કેરી રૂડી સાંકળું રે, હિંડોળો꠶ રૂપા કડાં બે ચાર, વહાલો મારો હીંચે... ꠶ ૧

મખમલ કેરાં ગાદલાં રે, હિડોળો꠶ અતલસના ઓછાડ, વહાલો મારો હીંચે... ꠶ ૨

કેડે તે તકિયા નાખિયા રે, હિંડોળો꠶ ગાલ મસુરિયાં લાલ, વહાલો મારો હીંચે... ꠶ ૩

સુરવાળ પહેર્યા શ્યામળે રે, હિંડોળો꠶ નાડી ફૂમકાદાર, વહાલો મારો હીંચે... ꠶ ૪

જરકસી જામો પહેર્યો રે, હિંડોળો꠶ શેલું બુટ્ટાદાર, વહાલો મારો હીંચે... ꠶ ૫

માથે મારવાડી બાંધ્યું મોળિયું રે, હિંડોળો꠶ કુંડળ મકરાકાર, વહાલો મારો હીંચે... ꠶ ૬

કંઠે તે કંઠમણિ શોભતો રે, હિંડોળો꠶ બરાસ કપૂરના હાર, વહાલો મારો હીંચે... ꠶ ૭

બાંયે બાજુ બંધ બેરખા રે, હિંડોળો꠶ પહોંચી નંગ જડાવ, વહાલો મારો હીંચે... ꠶ ૮

હેમ કડાં બેઉં હાથમાં રે, હિંડોળો꠶ દશે આંગળીએ વેઢ, વહાલો મારો હીંચે... ꠶ ૯

કેડે કટારો આંકડો રે, હિંડોળો꠶ સોરઠની તલવાર, વહાલો મારો હીંચે... ꠶ ૧૦

પગે મારવાડી પહેરી મોજડી રે, હિંડોળો꠶ ચાલે ચટકંતી ચાલ, વહાલો મારો હીંચે... ꠶ ૧૧

પગે સોના કેરાં સાંકળાં રે, હિંડોળો꠶ ઝાંઝરનો ઝમકાર, વહાલો મારો હીંચે... ꠶ ૧૨

ચારે પાયે ચાર ઘુઘરા રે, હિંડોળો꠶ નેપૂરનો ઝમકાર, વહાલો મારો હીંચે... ꠶ ૧૩

હળવે તે હીંચકો નાખતા રે, હિંડોળો꠶ રેશમ દોરી હાથ, વહાલો મારો હીંચે... ꠶ ૧૪

સાધુ બ્રહ્મચારી પાળા સાથમાં રે, હિંડોળો꠶ ઝૂલે વાડી મોઝાર, વહાલો મારો હીંચે... ꠶ ૧૫

આનંદસ્વામી ઉતારે આરતી રે, હિંડોળો꠶ પ્રેમાનંદ બલિહાર, વહાલો મારો હીંચે... ꠶ ૧૬

Vaḍtāl gām fūlvāḍīe re hinḍoḷo āmbānī dāḷ

2-80: Sadguru Premanand Swami

Category: Shri Harina Pad

Vaḍtāl gām fūlvāḍīe re, hinḍoḷo āmbānī dāḷ;

 Bāndhyo āmbalīyānī dāḷ,

 vahālo māro hīnche hinḍoḷe āmbānī dāḷ...

Sonā te kerī rūḍī sānkḷu re, hinḍoḷo

 Rūpā kaḍā be chār, vahālo māro hīnche... 1

Makhmal kerā gādlā re, hinḍoḷo

 Atlasnā ochhāḍ, vahālo māro hīnche... 2

Keḍe te takiyā nākhiyā re, hinḍoḷo

 Gāl masuriyā lāl, vahālo māro hīnche... 3

Survāḷ paheryā Shyāmaḷe re, hinḍoḷo

 Nāḍī fūmkādār, vahālo māro hīnche... 4

Jarkasī jāmo paheryo re, hinḍoḷo

 Shelu buṭṭādār, vahālo māro hīnche... 5

Māthe mārvāḍī bāndhyu moḷiyu re, hinḍoḷo

 Kunḍaḷ makarākār, vahālo māro hīnche... 6

Kanṭhe te kanṭhmaṇi shobhto re, hinḍoḷo

 Barās kapūrnā hār, vahālo māro hīnche... 7

Bāye bājū bandh berkhā re, hinḍoḷo

 Pahonchī nang jaḍāv, vahālo māro hīnche... 8

Hem kaḍā beu hāthmā re, hinḍoḷo

 Dashe āngaḷīye veḍh, vahālo māro hīnche... 9

Keḍe kaṭāro ānkḍo re, hinḍoḷo

 Sorathnī talvār, vahālo māro hīnche... 10

Page mārvāḍī paherī mojḍī re, hinḍoḷo

 Chāle chaṭkantī chāl, vahālo māro hīnche... 11

Page sonā kerā sānkḷā re, hinḍoḷo

 Jhānjharno jhamkār, vahālo māro hīnche... 12

Chāre pāye chār gughrā re, hinḍoḷo

 Nepurno jhamkār, vahālo māro hīnche... 13

Halve te hīnchko nākhtā re, hinḍoḷo

 Resham dorī hāth, vahālo māro hīnche... 14

Sādhu brahmachārī pāḷā sāthmā re, hinḍoḷo

 Jhule vāḍī mojhār, vahālo māro hīnche... 15

Ānand Swāmī utāre ārtī re, hinḍoḷo

 Premānand balihār, vahālo māro hīnche... 16

loading