કીર્તન મુક્તાવલી

મનનો મોરલીયો રટે તારું નામ

૨-૭૦૦૫: સદ્‍ગુરુ કૃષ્ણાનંદ સ્વામી

Category: પ્રાર્થના

મનનો મોરલીયો રટે તારું નામ,

મારી ઝુપડીએ આવો ઘનશ્યામ,

એક વાર આવી પૂરો હૈયા કેરી હામ... મારી

સૂરજ ઊગે ને મારી ઊગતી રે આષા,

સંધ્યા ઢળે ને હું તો બનું રે નિરાષા,

રાત દિવસ મુને સૂઝે નહીં કામ... મારી ૧

આંખલડીએ મુને ઓછું દેખાય છે,

દર્શન વિના મારું હૈયું દુભાય છે,

નહીં રે આવો તો વા’લા જાશે મારા પ્રાણ... મારી ૨

એક વાર વા’લા તારી ઝાંખી જો થાય,

આંસુના બિંદુથી ધોવુ મારા પાય,

માંગું સદાય તમારાં ચરણોમાં વાસ... મારી ૩

સુખકારી સહજાનંદ સ્વામીને સારું,

કરી નાંખ્યું જીવન કુરબાન મારું,

રાત દિવસ હું તો જોઉં તારી વાટ... મારી ૪

Manno moraliyo raṭe tāru nām

2-7005: Sadguru Krushnanand Swami

Category: Prarthana

Manno moraliyo raṭe tāru nām,

Mārī jhupaḍīe āvo Ghanshyām,

Ekvār āvī pūro haiyā kerī hām...

Sūraj ūge ne mārī ūgtī re āshā,

Sandhyā ḍhaḷe ne hu to banu re nirāshā,

Rāt divas mune sūjhe nahi kām... mārī 1

Ānkhalḍīe mune ochhu dekhāy chhe,

Darshan vinā māru haiyu dubhāy chhe,

Nahi re āvo to vā’lā jashe mārā prāṇ... mārī 2

Ekvār vā’lā tārī jhānkhī jo thāy,

Ānsunā binduthī dhovu mārā pāy,

Māngu sadāy tamārā charaṇomā vās... mārī 3

Sukhkārī Sahajānand Swāmīne sāru,

Karī nākhyu jīvan kurbān māru,

Rāt divas hu to jou tārī vāṭ... mārī 4

loading