કીર્તન મુક્તાવલી

મારા કેસર ભીના કહાન રે ઊભા ગંગાજીને તીર

૨-૬૨: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: શ્રીહરિનાં પદો

મારા કેસર ભીના કહાન રે, ઊભા ગંગાજીને તીર... ꠶ટેક

ઉન્મત્ત ગંગા સોહામણી રે, ઉન્મત્ત ઉનરો નીર;

ઘણું ના’યા ઘનશ્યામજી રે, જળમાંહી બળવીર રે... ઊભા꠶ ૧

ખળખળિયો આ ખળકે ઘણું રે, ઘેલો ગુણ ગંભીર;

જેની ઉપમા નવ જડે રે, ક્યાંથી મતિ રહે સ્થિર રે... ઊભા꠶ ૨

પૂર્વ દિશામાં પાણી વહે છે, સુવર્ણ કેરી રેલ;

પાપ પુંજ દેખી ડરે રે, દાઝે દુષ્ટ હૃદિયાના હીર રે... ઊભા꠶ ૩

સહજાનંદજી સ્નાન કરીને, પહેર્યાં વસ્ત્ર અમૂલ્ય;

પ્રેમસખી કહે ન્યાલ કરી, નાવે તેની તુલ્ય રે... ઊભા꠶ ૪

નાથ ઘેલાજી

Mārā kesar bhīnā Kahān re ūbhā Gangājīne tīr

2-62: Sadguru Premanand Swami

Category: Shri Harina Pad

Mārā kesar bhīnā Kahān re, ūbhā Gangājīne tīr...

Unmatt Gangā sohāmaṇī re, unmatta unaro nīr;

 Ghaṇu nā’yā Ghanshyāmjī re, jaḷmāhī Baḷvīr re... ūbhā 1

Khaḷkhaḷīyo ā khaḷke ghaṇu re, Ghelo guṇ gambhīr;

 Jenī upmā nav jaḍe re, kyāthī matī rahe sthir re... ūbhā 2

Pūrva dishāmā pāṇī vahe chhe, suvarṇa kerī rel;

 Pāp punj dekhī ḍare re, dājhe dushṭ hradiyāṇā hīr re... ūbhā 3

Sahajānandjī snān karīne, paheryā vastra amūlya;

 Premsakhī kahe nyāl karī, nāve tenī tulya re... ūbhā 4

Nāth Ghelāji

loading