કીર્તન મુક્તાવલી

હે પરમેશ્વર મંગલદાતા છીએ અમે સૌ તારા બાળ

૨-૨૨૬: સાધુ અક્ષરવત્સલદાસ

Category: બાળ કીર્તનો

હે પરમેશ્વર મંગલદાતા, છીએ અમે સૌ તારા બાળ;

દે દરશન તુજ દિવ્ય મનોહર, વંદન કરીએ વારમવાર... ૧

સવાર પડે ને પંખી જાગે, કિલકિલ ગાયે તારું ગાન;

ઝાલર ઝણણે મંદિર ગૂંજે, જય જય થાયે તારું નામ... ૨

પરહિતકારી તું છે સ્વામી, સકલ જગતનો સર્વાધાર;

નાના મોટા સૌ માનવનો, એક જ તું છે તારણહાર... ૩

ઊંચે આભ ને નીંચે ધરતી, સઘળે તારા છે આવાસ;

આષિશ અમને એવા દેજે, સદા રહે તારો સહવાસ... ૪

ભણતર ગણતર એવું દેજે, દેજે ભક્તિ ને તુજ જ્ઞાન;

માતાપિતા ને સંતગુરુના, રાજીપાનું કરીએ પાન... ૫

He Parameshwar mangaldātā chhīe ame sau tārā bāḷ

2-226: Sadhu Aksharvatsaldas

Category: Bal Kirtan

He Parameshwar mangaldātā, chhīe ame sau tārā bāḷ;

 De darshan tuj divya manohar, vandan karīe vāramvār... 1

Savār paḍe ne pankhī jāge, kilkil gāye tāru gān;

 Jhālar jhaṇaṇe mandir gunje, jay jay thāye tāru nām... 2

Parhītkārī tu chhe Swāmī, sakal jagatno sarvādhār;

 Nānā moṭā sau mānavno, ek ja tu chhe tāraṇhār... 3

Uche ābh ne niche dharti, saghale tārā chhe āvās;

 Āshish amane evā deje, sadā rahe tāro sahavās... 4

Bhaṇtar gaṇtar evu deje, deje bhakti ne tuj gnān;

 Mātāpītā ne santgurunā rājīpānu karīe pān... 5

loading