કીર્તન મુક્તાવલી

કોટિ કોટિ વંદન કરીએ સ્વામિનારાયણ ભગવાનને

૨-૨૦૦૦૩: અજાણ્ય

Category: મહંતસ્વામી મહારાજનાં પદો

કોટિ કોટિ વંદન કરીએ સ્વામિનારાયણ ભગવાનને,

કોટિ કોટિ વંદન કરીએ પ્રગટ અક્ષરબ્રહ્મને,

વંદન વંદન હો કરીએ વંદન....

ભૂતલ પ્રગટ્યા હે પુરુષોત્તમ અવતારી પરબ્રહ્મ,

સાથે લાવ્યા ધામ ગુણાતીત, અનાદિ અક્ષરબ્રહ્મ,

પ્રગટ બીરાજે એ તો ચિરંતન, જીવન ઉદ્ધારવાને,

વંદન વંદન હો કરીએ વંદન....

ભગતજી ને શાસ્ત્રી યોગીજી પ્રમુખસ્વામી મહારાજ,

ડંકા દીધા ઉપસનાના નવખંડ ધરામાં આજ,

મંદિર કીધા હજાર સંતો ભૂમીનું મંગલ કરવાને,

કોટિ કોટિ વંદન કરીએ પ્રગટ અક્ષરબ્રહ્મને,

વંદન વંદન હો કરીએ વંદન....

પ્રમુખસ્વામીએ કરુણા કરીને સત્યુગ સ્થાપી દીધો,

મહંતસ્વામીને ઓળખાવીને મોક્ષનો મારગ ચીંધ્યો,

પ્રગટ શ્રીહરિ પામ્યા અમે તો અક્ષરધામ જવાને,

વંદન વંદન હો કરીએ વંદન....

આવો આવો પધારો આંગણીએ મહંતસ્વામી મહારાજ,

અંતરમાં પધરાવીએ પુષ્પો વેર્યાં રાજ રે, આવો પધારો આંગણીએ.

હાથે કરીને સેવીએ મુક્તિ પામવા કાજ,

દૃષ્ટિ કરજો સાથે રહેજો તે વર આપો આજ.

આવો આવો પધારો આંગણીએ મહંતસ્વામી મહારાજ...

મહંતસ્વામી મહારાજ, મહંતસ્વામી મહારાજ...

Koṭi koṭi vandan karīe Swāminārāyaṇ Bhagwānne

2-20003: unknown

Category: Mahant Swami Maharajna Pad

Koṭi koṭi vandan karīe Swāminārāyaṇ Bhagwānne,

Koṭi koṭi vandan karīe pragaṭ akṣharbrahmane,

Vandan vandan ho karīe vandan....

Bhūtal pragaṭyā he Puruṣhottam avatārī Parabrahma,

Sāthe lāvyā dhām guṇātīt, anādi Akṣharbrahma,

Pragaṭ bīrāje e to chirantan, jīvan uddhārvāne,

Vandan vandan ho karīe vandan....

Bhagatjī ne Shāstrī Yogījī Pramukh Swāmī Mahārāj,

Ḍankā dīdhā upasanānā navkhanḍ dharāmā āj,

Mandir kīdhā hajār santo bhūmīnu mangal karavāne,

Koṭi koṭi vandan karīe pragaṭ Akṣharbrahmane,

Vandan vandan ho karīe vandan....

Pramukh Swāmīe karuṇā karīne satyug sthāpī dīdho,

Mahant Swāmīne oḷakhāvīne mokṣhano mārag chīndhyo,

Pragaṭ Shrīhari pāmyā ame to Akṣhardhām javāne,

Vandan vandan ho karīe vandan....

Āvo āvo padhāro āngaṇīe Mahant Swāmī Mahārāj,

Antarmā padharāvīe puṣhpo veryā rāj re, āvo padhāro āngaṇīe.

Hāthe karīne sevīe mukti pāmavā kāj,

Dṛuṣhṭi karajo sāthe rahejo te var āpo āj.

Āvo āvo padhāro āngaṇīe Mahant Swāmī Mahārāj...

Mahant Swāmī Mahārāj, Mahant Swāmī Mahārāj...

loading