કીર્તન મુક્તાવલી

ઓરા આવોને ધર્મકુમાર રે રાખું મારા નેણામાં

૨-૧૫: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: શ્રીહરિનાં પદો

(દોહા)

શ્રી સહજાનંદ કૃષ્ણ હરિ, (અને) હરિકૃષ્ણ ઘનશ્યામ;

નારાયણમુનિ ધર્મસુત, નીલકંઠ જેહી નામ.

સ્વામિનારાયણ પ્રગટ પ્રભુ, હરિકૃષ્ણ ઘનશ્યામ;

સો મમ હૃદયમેં બસત હું નિત્ય મંગલ કરન અનૂપ.

ઓરા આવોને ધર્મકુમાર રે, રાખું મારા નેણામાં,

તમે છો મારા પ્રાણ આધાર રે, રાખું મારા નેણામાં... ꠶ટેક

જોવું રસિક સહજાનંદરૂપ રે, છે પાવન પરમ અનૂપ રે... ૧

તમે પ્રગટ્યા અમારે કાજ રે, દીનબંધુ છો ગરીબનિવાજ રે... ૨

હરિકૃષ્ણ હરિ ઘનશ્યામ રે, નીલકંઠ નારાયન નામ રે... ૩

પુરુષોત્તમ પૂરણકામ રે, પ્રેમાનંદના છો સુખધામ રે... ૪

Orā āvone Dharmakumār re rākhu mārā neṇāmā

2-15: Sadguru Premanand Swami

Category: Shri Harina Pad

Dohā

Shrī Sahajānand Krishṇa Hari, (ane) Harikrishṇa Ghanshyām;

Nārāyanmuni Dharmasut, Nīlkanṭh jehī nām.

Swāminārāyaṇ pragaṭ Prabhu, Harikrishṇa Ghanshyām;

So mam hradayme basat hu nitya mangal karan anūp.

Orā āvone Dharmakumār re, rākhu mārā neṇāmā,

 Tame chho mārā prāṇ ādhār re, rākhu mārā neṇāmā...

Jovu rasik Sahajānandrūp re, chhe pāvan param anūp re 1

Tame pragaṭyā amāre kāj re, dīnbandhu chho garībnivāj re 2

Harikrishṇa Hari Ghanshyām re, Nīlkanṭh Nārāyaṇ nām re 3

Purushottām pūraṇkām re, Premānandnā chho sukhdhām re 4

loading