☰ kirtans

કીર્તન મુક્તાવલી

નાથજીને નિરખી મારાં લોચન લોભાણાં

૨-૧૧૦૦૮: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

નાથજીને નિરખી મારાં, લોચન લોભાણાં,

વાલાજીની મૂર્તિમાં, મનડાં પ્રોવાણા... નાથજી

ઊભા રે અલબેલો વહાલો, આવીને આંગણિયે,

મુગટ જડિયો રે એનો, મોતીને મણિયે... નાથજી

ઝીણી રે પછેડી ઓઢી, ધર્મને લાલે,

પલવટ પાળી છે વહાલે, પીળે દુશાલે... નાથજી

કોટમાં કંઠી ને, કેસર તિલક કીધું,

મુખને મરકલડે મારું મન હરી લીધું... નાથજી

જોઈ રહું જીવન તમને, ચંદ જ્યું ચકોરી,

પ્રેમાનંદના નાથ મારી, છો જીવનદોરી... નાથજી

Nāthjīne Nirakhī Mārā Lochan Lobhāṇā

2-11008: Sadguru Premanand Swami

Category: Murtina Pad

Nāthjīne nirakhī mārā, lochan lobhāṇā,

Vālājīnī mūrtimā, manaḍā provāṇā... Nāthjī

Ūbhā re alabelo vahālo, āvīne āngaṇiye,

Mugaṭ jaḍiyo re eno, motīne maṇiye... Nāthjī

Zīṇī re pachheḍī oḍhī, Dharmane Lāle,

Palavaṭ pāḷī chhe vahāle, pīḷe dushāle... Nāthjī

Koṭamā kanṭhī ne, kesar tilak kīdhu,

Mukhane marakalaḍe māru man harī līdhu... Nāthajī

Joī rahu jīvan tamane, chand jyu chakorī,

Premānandnā Nāth mārī, chho jīvandorī... Nāthjī

loading