કીર્તન મુક્તાવલી

ઉત્તરાયણની પુણ્ય પર્વની અવસર રુડો આજે

૨-૧૦૨૨: સાધુ અક્ષરજીવનદાસ

Category: ઉત્સવનાં પદો

(ઉત્તરાયણ - જાન્યુઆરી ૧૪)

ઉત્તરાયણની પુણ્ય પર્વની, અવસર રુડો આજે,

દાન ધર્મનો મહિમા મોટો, પ્રગટ હરિ બિરાજે,

ઝોલી પ્રમુખ સ્વામીની, આપણે છલકાવી દઈએ...

તપ તીરથ વ્રત કોટી યજ્ઞે, પુણ્ય પ્રાપ્ત ન થાયે,

એ પુણ્ય આજે પ્રગટ ગુરુહરિ, પળમાં પ્રાપ્ત કરાવે... ઝોળી ૧

કોઈનો પાડ ન રાખે હરિવર, અનંતગણુ કરી આપે,

કણ આપી સો મણ લેવાનો, લહાવ મળ્યો છે હાથે... ઝોળી ૨

દીધા સુદામે તાંદુલ હરિને, દ્રૌપદીએ ચીર બાંધ્યા,

કનક મહોલ ને વસ્ત્રપ્રવાહે, ભક્તોના દુઃખ ભાંગ્યા... ઝોળી ૩

દેહ ગેહ ને કુટુંબ સમાજે, સુખ શાંતિ યશ મળશે,

‘અક્ષર’ધામે હરિપદ સેવા, આ જ જન્મમાં ફળશે... ઝોળી ૪

Uttarāyaṇnī puṇya parvanī avasar ruḍo āje

2-1022: Sadhu Aksharjivandas

Category: Utsavna Pad

(Uttarāyaṇ - January 14)

Uttarāyaṇnī puṇya parvaṇī, avsar ruḍo āje,

Dān dharmano mahimā moṭo, pragaṭ Hari birāje,

Jhoḷī Pramukh Swāmīnī, āpṇe chhalkāvī daīe...

Tap tīrath vrat koṭi yagne, puṇya prāpt na thāye,

E puṇya āje pragaṭ guruhari, paḷmā prāpt karāve... jhoḷī 1

Koīno pāḍ na rākhe Harivar, anantgaṇu karī āpe,

Kaṇ āpī so maṇ levāno, lahāv maḷyo chhe hāthe... jhoḷī 2

Dīdhā Sudāme tāndul Harine, Draupadīe chīr bāndhyā,

Kanak mahol ne vastrapravāhe, bhaktonā dukh bhāngyā. jhoḷī 3

Deh geh ne kuṭumb samāje, sukh shānti yash maḷshe,

‘Akshar’dhāme Haripad sevā, ā j janmamā faḷshe... jhoḷī 4

loading