કીર્તન મુક્તાવલી

સહજાનંદજી! શરણ તમારે રાખો રે

૧-૯૧૬: અજાણ્ય

Category: ગુણાતીતાનંદ સ્વામીનાં પદો

અક્ષરબ્રહ્મ યશગાથા

સહજાનંદજી! શરણ તમારે રાખો રે

ગુણાતીતાનંદ! ભવનાં બંધન કાપો રે

ગાવે ગાવે હાં રે ગાથા ગાવે ભક્તો તમારા નામની... ꠶ટેક

મૂળ અક્ષર તમે પ્રગટ્યા સ્વામી, પુરુષોત્તમને સંગે

નેતિ નેતિ કરી નિગમ તમારું કરે ગાન ઉમંગે

 નાચે સૃષ્ટિ રંગે-ચંગે

ધ્યાવે ધ્યાવે હાં રે સહુ ધ્યાવે મૂરતિ સુખધામની... ૧

સારંગપુરમાં વસંત ખેલે, શ્રીહરિ છડી દઈ બોલે:

‘જુગ જુગ જીવો આવા જોગિયા કોઈ ન આવે તોલે

 જેને વેદની શ્રુતિઓ ખોળે’

પાવે પાવે હાં રે તમ સંગે ભક્તિ ઘનશ્યામની... ૨

તિલક કર્યું નિજ હાથ હરિએ, સહુ જનને સંભળાવ્યું:

‘હું જેવો ભગવાન ન દીસે, આ જેવા નહિ સાધુ

 હું આ સંતને સંગ રાચું’

ગૂંજે ગૂંજે હાં રે કણ કણમાં કીર્તિ તમારા નામની... ૩

મૂંજો સુરૂ ને વાલેરો કંઈ, લુંટારુ જન રીઢા

હૃદયો પલટી સૌનાં જીવન ભક્તિનિર્મળ કીધાં

 સૌને માયાથી નિર્ભય કીધાં

પૂજે પૂજે હાં રે તમને પૂજે સંગે ઘનશ્યામની... ૪

ચરણ તમારાં એવાં કીધાં, કડ કડ બોલે કાંટા

દુષ્ટ જનોએ તાડન કીધાં દુઃખ દીધાં બહુ માઠાં

 તોયે પુત્ર દઈ હિત વાંછ્યાં

જાણે જાણે હાં રે જગ જાણે સાધુતા સ્વામી! આપની... ૫

વાતો હરિની અવિરત કરતા, મૂર્તિ અંતર ધારી

કામ ક્રોધ મદ લોભ મોહની ગ્રંથિ સૌની ગાળી

 સ્થિતિ બ્રહ્મની સહેજે કરાવી

આવે આવે હાં રે ગઢ જૂને ભક્તો ગામો ગામથી... ૬

ચિરંજીવી છો આપ હે સ્વામી! પ્રમુખ સ્વરૂપે આજે

અક્ષરપુરુષોત્તમની નોબત જુઓ દિગંતે ગાજે

 પૃથ્વી પ્રગટ હરિથી રાજે

પામે પામે હાં રે સૌ પામે મુક્તિ ‘અક્ષર’ ધામની... ૭

Sahajānandjī! Sharaṇ tamāre rākho re

1-916: unknown

Category: Gunatitanand Swami

Aksharbrahma Yashgāthā

Sahajānandjī! Sharaṇ tamāre rākho re

 Guṇātītānand! Bhavnā bandhan kāpo re

Gāve gāve hā re gāthā gāve bhakto tamārā nāmnī...

 Mūḷ Akshar tame pragaṭyā Swāmī, Purushottamne sange

Neti neti karī nigam tamāru kare gān umange

 Nāche srushṭi range-change

 Dhyāve dhyāve hā re sahu dhyāve mūrti sukhdhāmnī... 1

Sārangpurmā vasant khele, Shrīhari chhaḍī daī bole

 ‘Jug jug jīvo āvā jogiyā koī na āve tole

Jene Vedanī shrūṭīo khoḷe’

 Pāve pāve hā re tam sange bhakti Ghanshyāmnī... 2

Tilak karyu nij hāth Harie, sahu janne sambhlāvyu:

 ‘Hu jevo Bhagwān na dīse, ā jevā nahi Sādhu

Hu ā santne sang rāchu’

 Gūnje gūnje hā re kaṇ kaṇmā kīrti tamārā nāmnī... 3

Mūnjo Suru ne Vālero kaī, lutāru jan rīḍhā

 Hradayo palṭī saunā jīvan bhakti-nirmaḷ kīdhā

Saune māyāthī nirbhay kīdhā

 Pūje pūje hā re tamne pūje sange Ghanshyāmnī... 4

Charaṇ tamārā evā kīḍhā, kaḍ kaḍ bole kāntā

 Dushṭ janoe tāḍan kīdhā dukh didhā bahu māṭhā

Toye putra daī hit vānchhyā

 Jāṇe jāṇe hā re jag jāṇe sādhutā Swāmī! Āpnī... 5

Vāto Harinī avirat kartā, mūrti antar dhārī

 Kām krodh mad lobh mohanī granthī sauni gāḷī

Sthiti Brahmanī saheje karāvī

 Āve āve hā re Gaḍh June bhakto gāmo gāmthī... 6

Chiranjīvī chho āp he Swāmī! Pramukh swarūpe āje

 Akshar Purushottamnī nobat juo digante gāje

Pruthvī pragaṭ Harithī rāje

 Pāme pāme hā re sau pāme mukti ‘Akshar’ dhāmnī... 7

loading