કીર્તન મુક્તાવલી

ચાલો સંતો જાઈએ ગઢ જૂને રે

૧-૯૧૫: જેરામ બ્રહ્મચારી

Category: ગુણાતીતાનંદ સ્વામીનાં પદો

ચાલો સંતો જાઈએ ગઢ જૂને રે,

 આજ એમ જણાય છે મુને... ꠶ટેક

બ્રહ્મ-મુક્તને રહેવાનું ધામ રે, સચ્ચિદાનંદ પૂરણ કામ રે,

 એનું અક્ષરબ્રહ્મ છે નામ... ચાલો꠶ ૧

સંતો સુણો અક્ષરની મોટાઈ રે, કેડે જાણવું ન રહે કાંઈ રે,

 સુણી સૌ જન ચકિત થાય... ચાલો꠶ ૨

અષ્ટાવરણે જુક્ત કોટિ અંડ રે, ઊડે એક રોમમાં અખંડ રે,

 એવું અક્ષર બ્રહ્મનું પંડ... ચાલો꠶ ૩

વળી સગુણ નિર્ગુણ રૂપ ધારે રે, જેની સ્તુતિ કરે વેદ ચારે રે,

 તેને મળવા ઉમંગ છે મારે... ચાલો꠶ ૪

તે અક્ષર નર દેહ પામી રે, જેને વંદે સહુ ધામ ધામી રે,

 તે જ ગુણાતીતાનંદ સ્વામી... ચાલો꠶ ૫

રહે શ્રીહરિ સાથે સદાઈ રે, રોમ એક ફેર નહીં કાંઈ રે,

 આવી રહ્યા જીર્ણગઢ માંહી... ચાલો꠶ ૬

સંત સેવ્યે ટળે કોટિ કામ રે, તજી દેહ જાય બ્રહ્મ ધામ રે,

 સાચું કહે છે ભક્ત જેરામ... ચાલો꠶ ૭

Chālo santo jāīe Gaḍh Jūne re

1-915: Jeram Brahmachari

Category: Gunatitanand Swami

Chālo santo jāīe Gaḍh Jūne re,

 Āj em janāy chhe mune...

Brahma-muktane rahevānu dhām re,

Sachchidānand pūraṇkām re,

 Enu Aksharabrahma chhe nām... chālo 1

Santo suṇo Aksharnī moṭāī re,

Keḍe jāṇvu na rahe kāī re,

 Suṇī sau jan chakit thāy... chālo 2

Ashṭāvraṇe jukta koṭi anḍ re,

Ūḍe ek rommā akhanḍ re,

 Evu Aksharbrahmanu panḍ... chālo 3

Vaḷī saguṇ nīrguṇ rūp dhāre re,

Jenī stūṭī kare Veda chāre re,

 Tene maḷvā umang chhe māre... chālo 4

Te Akshar nar deh pāmī re,

Jene vande sahu Dhām Dhāmī re,

 Te ja Guṇātītānand Swāmī... chālo 5

Rahe Shrīhari sāthe sadāī re,

Rom ek fer nahi kāī re,

 Āvī rahyā Jīrṇagaḍh māhi... chālo 6

Sant sevye ṭaḷe koṭi kām re,

Tajī deh jāy Brahma dhām re,

 Sāchu kahe chhe bhakta Jerām... chālo 7

loading