કીર્તન મુક્તાવલી

લોજની વાવ ઉપર અવતારી

૧-૭૮૪: આચાર્ય વિહારીલાલજી મહારાજ

Category: લીલાનાં પદો

લોજની વાવ ઉપર અવતારી, આવી બેઠા બટુક બ્રહ્મચારી... ꠶ટેક

નારી નગરની આવી જળ ભરવા, તેણે નીરખ્યા ત્યાં નવલવિહારી... ૧

દુર્બળ દેહ દેખી દયા ઊપજી, નાથજી પ્રત્યે બોલી સહુ નારી... ૨

બટુક તમે કિયે દેશ વસો છો, કોણ પિતા કોણ માત તમારી... ૩

કેમ તજ્યું ઘરબાર કહોજી, રીસથી કે વૈરાગ્યે વિચારી... ૪

કોમળ કમળ સમાન તનુ છે, દેખી દયા ઊપજે ઉર ભારી... ૫

વિચર્યા હશો કેમ કરી મહાવનમાં, જેમાં વાઘ વરુ ભયકારી... ૬

ભૂખડીમાં કોણ સુખડી દેતું, વિમળ કોણ પાતું હશે વારી... ૭

ઝડીઓ પડે વરસાદની જ્યારે, કોણ ધરતું હશે છત્ર સંભારી... ૮

આ તનને ઘટે શાલ દુશાલા, તે તમે વલ્કલ લીધાં છે ધારી... ૯

કંચન ઝારી ઘટે જળ પીવા, તે તમે કરમાં ધરી છે કઠારી... ૧૦

જે શિર ઉપર મુગટ શોભે, તે શિર પર જટા આપે વધારી... ૧૧

વાહન હાથી ઘોડા ઘટે છે, મોજડી પણ તમે મેલી વિસારી.... ૧૨

વર્ણીજી વહાલા વિશેષ લાગો છો, જોઈ મૂર્તિ ઠરે વૃત્તિ અમારી... ૧૩

બોલો બોલો બાળા બ્રહ્મચારી, આપ તણી છબી વિશ્વથી ન્યારી... ૧૪

સૂરજ છો કે સદાશિવ છો જી, કે અક્ષરપતિ આવ્યા મુરારી... ૧૫

જે પિતામાતા થકી તમે પ્રગટ્યા, ધન્ય ધન્ય તે જગમાં જયકારી... ૧૬

ચાલો બટુક તમે ભુવન અમારે, જુગતે રસોઈ જમાડીશું સારી... ૧૭

શોભા જોઈ તમારા શરીરની, કોટિક કામ તણી છબી હારી... ૧૮

શાલિગ્રામનો બટવો ગળામાં, કર જપમાળા ધરી અઘહારી... ૧૯

વિશ્વવિહારીલાલ અમારું, રક્ષણ કરજો સદા સુખકારી... ૨૦

Lojnī vāv upar avatārī

1-784: Acharya Viharilalji Maharaj

Category: Leelana Pad

Lojnī vāv upar avatārī,

 āvī beṭhā baṭuk Brahmachārī

Nārī nagarnī āvī jaḷ bharvā,

 tene nīrakhyā tyā Navalvihārī... 1

Durbaḷ deh dekhī dayā ūpjī,

 Nāthjī pratye bolī sahu nārī... 2

Batuk tame kiye desh vaso chho,

 koṇ pitā koṇ māt tamarī... 3

Kem tajyu gharbār kahojī,

 rīsthī ke vairāgye vichārī... 4

Komaḷ kamaḷ samān taṇu chhe,

 dekhī dayā ūpje ur bhārī... 5

Vicharyā hasho kem karī mahāvanmā,

 jemā vāgh varu bhaykārī... 6

Bhukhḍīmā koṇ sukhḍī detu,

 vimaḷ koṇ pātu hashe vārī... 7

Jhaḍīo paḍe varsādnī jyāre,

 koṇ dhartu hashe chhatra sambhārī... 8

Ā tanne ghaṭe shāl dushālā,

 te tame valkal lidhā chhe dhārī... 9

Kanchan jhārī ghaṭe jaḷ pīvā,

 te tame karmā dharī chhe kaṭhārī... 10

Je shir upar mugaṭ shobhe,

 te shir par jatā āpe vadhārī... 11

Vāhan hāthī gh ḍā ghaṭe chhe,

 mojḍī paṇ tame melī visārī... 12

Varṇījī vahālā vishesh lāgo chho,

 joī mūrti ṭhare vrutti amārī... 13

Bolo bolo bāḷā Brahmachārī,

 āp taṇī chhabī vishvathī nyārī... 14

Sūraj chh ke sadāshīv chho jī,

 ke Aksharpati āvyā Mūrārī... 15

Je pitāmātā thakī tame pragaṭyā,

 dhanya dhanya te jagmā jaykārī... 16

Chālo baṭuk tame bhuvan amāre,

 jugte rasoī jamaḍīshu sārī... 17

Shobhā joī tamārā sharīrnī,

 koṭik kām taṇī chhabī hārī... 18

Shāligrāmno batvo gaḷāmā,

 kar japmāḷā dharī aghhārī... 19

Vishvavīhārīlāl amāru,

 rakshaṇ karjo sadā sukhkārī... 20

loading