કીર્તન મુક્તાવલી

રંગભીના રસીલી તારી આંખલડી

૧-૩૭૦: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

રંગભીના રસીલી તારી આંખલડી,

 મારા મનને કીધું છે ગુલતાન રે કહાન

 રસિયા રસીલી તારી આંખલડી... ꠶ટેક

જાણે શરદ કમળ કેરી પાંખલડી,

 માંહી રેખા રાતી ગુણવાન રે કહાન,

કામણગારી રસાળી કાળી પુતળી,

 એ તો સામ દામ દંડ ગુણ ખાણ રે કહાન... મારા꠶ ૧

તારાં નેણાં જોઈને મોટા છત્રપતિ,

 તજી ભોગને ફરે છે રાનોરાન રે કહાન,

જોઉં તારાં નેણાં નિરંતર નાથજી,

 પ્રેમાનંદને આપો એ દાન રે કહાન... મારા꠶ ૨

Rangbhīnā rasīlī tārī ānkhalḍī

1-370: Sadguru Premanand Swami

Category: Murtina Pad

Rangbhīnā rasīlī tārī ānkhalḍī,

Mārā manne kīdhu chhe gultān re kahān

 Rasiyā rasīlī tārī ānkhalḍī...

Jāṇe sharad kamaḷ kerī pānkhalḍī,

 Māhī rekhā rāti guṇvān re kahān,

Kāmaṇgārī rasāḷī kāḷī putḷī,

 E to sām dām danḍ guṇ khāṇ re kahān... mārā 1

Tārā neṇā joīne moṭā chhatrapati,

 Tajī bhogne fare chhe rānorān re kahān,

Jou tārā neṇā nīrantar Nāthjī,

 Premānandne āpo e dān re kahān... mārā 2

loading