કીર્તન મુક્તાવલી

સહજાનંદ સ્વામી અંતરયામી મૂરતિ મનોહર

૨-૯૨: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: શ્રીહરિનાં પદો

સહજાનંદ સ્વામી અંતરયામી, મૂરતિ મનોહર મારા શ્યામની રે;

 મુને તાળી લાગી છે ઘનશ્યામની રે... ꠶ટેક

સુંદર શામળા હૃદયે બિરાજો, છોગલાવાળા છેલ;

છેલ છબીલા રંગના રેલા, કેસર ભીના મારા કા’નજી રે... મુને꠶ ૧

સોળે ચિહ્ન સહિત શોભે, ચરણકમળની જોડ;

તેમાં અમારું ચિત્તડું રે લાગ્યું મેં તો, ફિકર છોડી સારા ગામની રે... મુને꠶ ૨

ધર્મકુંવર ઘનશ્યામજી રે મારા, પ્રાણ તણા આધાર;

નિષ્કુળાનંદ કહે નાથજી દેજો મુને, કુંચી અક્ષરધામની રે... મુને꠶ ૩

Sahajānand Swāmī antaryāmī mūrti manohar

2-92: Sadguru Nishkulanand Swami

Category: Shri Harina Pad

Sahajānand Swāmī antaryāmī,

mūrti manohar mārā Shyāmnī re;

 Mune tāḷī lāgī re Ghanshyāmnī re...

Sundar Shāmḷā hradaye birājo,

 chhogalāvāḷā chhel;

Chhel chhabīlā rangnā relā,

 kesar bhīnā mārā Kā’njī re... mune 1

Soḷe chihna sahit shobhe,

 charaṇkamaḷnī joḍ;

Temā mārū chittdu re lāgyu me to,

 fikar chhoḍī sārā gāmnī re... mune 2

Dharmakuvar Ghanshyāmjī re mārā,

 prāṇ taṇā ādhār;

Nishkuḷānand kahe Nāthjī dejo mune,

 kunchī Akshardhāmnī re... mune 3

loading