કીર્તન મુક્તાવલી

જીવું છું રસીલા તારા મુખડાને જોતી

૨-૯૦૧૯: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

જીવું છું રસીલા, તારા મુખડાને જોતી રે,

હૈડાના હાર પ્યારા, નથડીનાં મોતી રે... જીવું

મુખડું જોઈને તારું, મોહ્યું મન મારું રે,

પીયર સાસરિયું સર્વે, થયું મને ખારું રે... જીવું

અધર અમૃત પાને, થઈ હું તો ઘેલી રે,

નિઃશંક થઈ છું લજ્જા, લોક કેરી મેલી રે... જીવું

નટવર નિરખી તુંને, અંતર ઠરે છે રે,

દુરિજન લોક ઘોળ્યાં, દાઝીને મરે છે રે... જીવું

મન કર્મ વચને હું, થઈ રહી તારી રે,

મુખડાં ઉપર જાયે, બ્રહ્માનંદ વારી રે... જીવું

Jīvu chhu Rasīlā tārā mukhaḍāne jotī

2-9019: Sadguru Brahmanand Swami

Category: Murtina Pad

Jīvu chhu rasīlā, tārā mukhaḍāne jotī re,

Haiḍānā hār pyārā, nathaḍīnā motī re... Jīvu

Mukhaḍu joīne tāru, mohyu man māru re,

Pīyar sāsariyu sarve, thayu mane khāru re... Jīvu

Adhar amṛut pāne, thaī hu to ghelī re,

Nihshank thaī chhu lajjā, lok kerī melī re... Jīvu

Naṭvar nirakhī tune, antar ṭhare chhe re,

Durijan lok ghoḷyā, dāzīne mare chhe re... Jīvu

Man karma vachane hu, thaī rahī tārī re,

Mukhaḍā upar jāye, Brahmānand vārī re... Jīvu

loading