કીર્તન મુક્તાવલી

તારી મૂરતિ લાગે છે મને પ્યારી રે

૨-૩૯: સદ્‍ગુરુ મંજુકેશાનંદ સ્વામી

Category: શ્રીહરિનાં પદો

તારી મૂરતિ લાગે છે મને પ્યારી રે... શ્રી ઘનશ્યામ હરિ

રૂડી ચાલ જગતથી ન્યારી રે... શ્રી ઘનશ્યામ હરિ꠶ ટેક

ઊંડી નાભી છે ગોળ ગંભીર રે... શ્રી ઘનશ્યામ હરિ

રૂડા લાગો છો શ્યામ શરીર રે... શ્રી ઘનશ્યામ હરિ꠶ ૧

તારી છાતી ઉપડતી શ્યામ રે... શ્રી ઘનશ્યામ હરિ

છે જો લક્ષ્મી [અક્ષર] કેરું ધામ રે... શ્રી ઘનશ્યામ હરિ꠶ ૨

તારા મુખની શોભા જોઈ રે... શ્રી ઘનશ્યામ હરિ

રાખું અંતરમાં પ્રોઈ રે... શ્રી ઘનશ્યામ હરિ꠶ ૩

તારાં નેણાં કમળ પર વારી રે... શ્રી ઘનશ્યામ હરિ

મંજુકેશાનંદ બલિહારી રે... શ્રી ઘનશ્યામ હરિ꠶ ૪

Tārī mūrti lāge chhe mane pyārī re

2-39: Sadguru Manjukeshanand Swami

Category: Shri Harina Pad

Tārī mūrti lāge chhe mane pyārī re, Shrī Ghanshyām Hari

 Rūḍī chāl jagat thī nyārī re, Shrī Ghanshyām Hari...

Ūnḍi nābhī chhe goḷ gambhīr re, Shrī Ghanshyām Hari

 Rūḍā lāgo chho Shyām sharīr re, Shrī Ghanshyām Hari. 1

Tārī chhātī upḍatī Shyām re, Shrī Ghanshyām Hari

 Chhe jo Lakshmī keru Dhām re, Shrī Ghanshyām Hari. 2

Tārā mukhnī shobhā joī re, Shrī Ghanshyām Hari

 Rākhu antarmā proī re, Shrī Ghanshyām Hari. 3

Tārā neṇā kamaḷ par vārī re, Shrī Ghanshyām Hari

 Manjukeshānand balihārī re, Shrī Ghanshyām Hari. 4

loading