કીર્તન મુક્તાવલી

હે ગુરુદેવ હે પ્રમુખસ્વામી આપના અનંત છે ઉપકાર

૨-૩૦૬૨: સાધુ પ્રિયદર્શનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

હે ગુરુદેવ હે પ્રમુખસ્વામી,

આપના અનંત છે ઉપકાર,

હે ગુરુદેવ હે પ્રમુખસ્વામી...

ગુરુઋણ કેમ ચૂકવીએ, ગુરુદેવ વંદન કરીએ,

આપ અમારા સર્વસ્વ છો, એક જ આપ આધાર,

 હે ગુરુદેવ હે પ્રમુખસ્વામી...

 

સૂકાશા જીવતરના રણમાં, વરસ્યા આપ અનંત,​

પારસ સ્પર્શે અમ જીવનમાં ખીલી ઊઠી વસંત,

કરુણા સિંધુ ગુરુહરિ, અમ જીવનના ઘડનાર,

 હે ગુરુદેવ હે પ્રમુખસ્વામી...

 

અમે રે એવા રે એવા, કોઈને ના ગમીએ તેવા,

ઘડીએ ઘડીએ ભૂલો કરીએ, કર્મો જેવા તેવા,

માત બનીને ભૂલો ન ગણીને વરસ્યા સ્નેહ અપાર,​

પાલવ છાંયે અપનાવીને પ્રેમ પીયૂષ પાનાર,​

 ​હે ગુરુદેવ હે પ્રમુખસ્વામી...

 

અંધારે અટવાતા સૌનો ગુરુવર ઝાલ્યો હાથ,

દ્વારે દ્વારે ભટકાતા અમને આપે આપ્યો સાથ,

પગલે પગલે જીવનપથ પર પ્રકાશના દેનાર,

 હે ગુરુદેવ હે પ્રમુખસ્વામી...

 

સૂરજ શા સ્વામી છો સઘળે પ્રકાશ રેલાવો છો,

ભેદ ભૂલીને મેઘ સમા થઈ પીયૂષ વરસાવો છો,

છલ છલૈયા છલકે છે સહુના અંતર મલકે છે,​

 હૈયા મલકે છે...

મીત્ર બનીને અમ જેવા થઈ, આપો સ્મૃતિ અપાર,

 હે ગુરુદેવ હે પ્રમુખસ્વામી...

 

સકલ જગતમાં આજે સ્વામી આપનું ધાર્યું થાય,

આપ તણી આ દિવ્ય શક્તિથી ચમત્કાર સર્જાય,

આપ શક્તિએ જંજાનીલ આ, બને મલય લહર,

આપ દૃષ્ટિએ ચેતન જાગે, મળે નવું જીવન,

સકલ સૃષ્ટિના નાડીપ્રાણનું સંચાલન કરનાર,

 હે ગુરુદેવ હે પ્રમુખસ્વામી...

 

અમે તો પડાતા’તાને આપે લીધા ઝાલી,

મધ દરિયાની ફૂટી નાવના આપ બન્યા સુકાની,

ભવસાગરમાં ડૂબતાં અમને કાઢ્યા માયા પાર,

આપ અમારા તારણહાર છો, મોક્ષતણા દાતાર,

 હે ગુરુદેવ હે પ્રમુખસ્વામી...

He Gurudev he Pramukh Swāmī āpnā anant chhe upkār

2-3062: Sadhu Priyadarshandas

Category: Pramukh Swami Maharajna Pad

He Gurudev he Pramukh Swāmī,

Āpnā anant chhe upkār,

He Gurudev he Pramukh Swāmī...

Guruṛuṇ kem chūkavīe, Gurudev vandan karīe,

Āp amārā sarvasva chho, ek ja āp ādhār,

 He Gurudev he Pramukh Swāmī...

 

Sūkāshā jīvatarnā raṇmā, varasyā āp anant,​

Pāras sparshe am jīvanmā khīlī ūṭhī vasant,

Karuṇā sindhu guruhari, am jīvannā ghaḍanār,

 He Gurudev he Pramukh Swāmī...

 

Ame re evā re evā, koīne nā gamīe tevā,

Ghaḍīe ghaḍīe bhūlo karīe, karmo jevā tevā,

Māt banīne bhūlo na gaṇīne varasyā sneh apār,​

Pālav chhāye apanāvīne prem pīyūṣh pānār,​

 He Gurudev he Pramukh Swāmī...

 

Andhāre aṭavātā sauno guruvar zālyo hāth,

Dvāre dvāre bhaṭkātā amane āpe āpyo sāth,

Pagale pagale jīvan-path par prakāshnā denār,

 He Gurudev he Pramukh Swāmī...

Sūraj shā Swāmī chho saghaḷe prakāsh relāvo chho,

Bhed bhūlīne megh samā thaī pīyūṣh varasāvo chho,

Chhal chhalaiyā chhalake chhe sahunā antar malake chhe,​

 Haiyā malake chhe...

Mītra banīne am jevā thaī, āpo smṛuti apār,

 He Gurudev he Pramukh Swāmī...

 

Sakal jagatmā āje Swāmī āpnu dhāryu thāy,

Āp taṇī ā divya shaktithī chamatkār sarjāya,

Āp shaktie janjānīl ā, bane malaya lahar,

Āp draṣhṭie chetan jāge, maḷe navu jīvan,

Sakal sṛuṣhṭinā nāḍī-prāṇnu sanchālan karanār,

 He Gurudev he Pramukh Swāmī...

 

Ame to paḍātā’tāne āpe līdhā zālī,

Madh dariyānī fūṭī nāvnā āp banyā sukānī,

Bhav-sāgarmā ḍūbatā amane kāḍhyā māyā pār,

Āp amārā tāraṇahār chho, mokṣhtaṇā dātār,

 He Gurudev he Pramukh Swāmī...

loading