કીર્તન મુક્તાવલી

અમે ડગલું માંડ્યું ને તમે આવી મળ્યા રાજ

૨-૩૦૫૮: સાધુ વિવેકશીલદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

દોહા

ધન્ય ધન્ય મનખો માહેરો, મળ્યા ગુરુહરિ રાજ,

સો સો વરસો જીવજો, હે બાપા અરજ અમારી આજ...

અમે ડગલું માંડ્યું ને તમે આવી મળ્યા રાજ,

જુગ જૂનો સંગાથ મળ્યો આજ પ્રમુખરાજ... અમે ડગલું

હે... અમે સામે જોયું ને નેહ છલકી ગયા રાજ,

અમે પીધું તે શ્રીજીનું સ્મિત ઢળ્યું આજ...

તમે અમૃત કટોરી ભરપુર પ્રમુખરાજ... જુગ જૂનો

હે... અમે ટહુકો કર્યો ને તમે મેઘ ચડ્યા રાજ,

અહો અંતરમાં મેઘધનુ રંગ ખીલ્યા આજ,

તમે કરુણાનો મીઠો વરસાદ પ્રમુખરાજ... જુગ જૂનો

હે... અમે પાંપણ ઢાળી ને તમે સૂર ઉગ્યા રાજ,

મારે અક્ષરના તેજ લીંપ્યા રોમ ઝૂમ્યા આજ,

તમે અંતરના આભમાં ઉઘાડ પ્રમુખરાજ... જુગ જૂનો

દોહા

ધન્ય ધન્ય આ જીવતર મારું આપ મળ્યા તારણહારા,

હે કૃપા કૃપા ને કૃપા તમારી પુણ્ય પૂરવનાં શું મારાં,

સહેજે સહેજે આવી મળીયા પ્રમુખ તમે જગથી ન્યારા,

કેફ કેફ ને કેફ છલકતો મળી ગયા શ્રીજી પ્યારા...

Ame ḍagalu mānḍyu ne tame āvī maḷyā rāj

2-3058: Sadhu Vivekshildas

Category: Pramukh Swami Maharajna Pad

Dohā

Dhanya dhanya manakho māhero, maḷyā guruhari rāj,

So so varaso jīvajo, he Bāpā araj amārī āj...

Ame ḍagalu mānḍyu ne tame āvī maḷyā rāj,

Jug jūno sangāth maḷyo āj Pramukh rāj... ame ḍagalu

He... ame sāme joyu ne neh chhalakī gayā rāj,

Ame pīdhu te Shrījīnu smit ḍhaḷyu āj...

Tame amṛut kaṭorī bharpur Pramukh rāj... jug jūno

He... ame ṭahuko karyo ne tame megh chaḍyā rāj,

Aho antarmā meghdhanu rang khīlyā āj,

Tame karuṇāno mīṭho varasād Pramukh rāj... jug jūno

He... ame pāpaṇ ḍhāḷī ne tame sūr ugyā rāj,

Māre Akṣharnā tej līpyā rom zūmyā āj,

Tame antarnā ābhmā ughāḍ Pramukh rāj... jug jūno

Dohā

Dhanya dhanya ā jīvatar māru āp maḷyā tāraṇhārā,

He kṛupā kṛupā ne kṛupā tamārī puṇya pūravnā shu mārā,

Saheje saheje āvī maḷīyā Pramukh tame jagthī nyārā,

Kef kef ne kef chhalakto maḷī gayā Shrījī pyārā...

loading