કીર્તન મુક્તાવલી

આપ ચરણથી ધન્ય બની છે અવની આજે સ્વામી

૨-૩૦૫૨: સાધુ અખંડકીર્તનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

આપ ચરણથી ધન્ય બની છે, અવની આજે સ્વામી,

તમે દેહ ધરીને કૃપા કરી અમ કાજે પ્રમુખસ્વામી,

તવ ગુણ ગાવું રે, તવ ગુણ ગાવું રે...

પ્રમુખ સૂર્યના ઉદયે પ્રગટી સકલ વિશ્વમાં નવલ ઉષાઓ,

સત્‌ના તેજે લીંપી ધરતી, કલીપટ ત્યાગી જાગી દીશાઓ,

આપ તેજથી અંતરતલને અજવાળી દો સ્વામી... તમે દેહ ધરીને

આપ મળ્યાથી સૌના હૈયે, સદ્‌ગુણ રંગી પુષ્પો ખીલ્યાં,

સહજાનંદી સૌરભ પ્રસરી, જીવન ઉપવન મહેકી ઊઠ્યાં,

આપ સદાએ અમૃત વરસી અમને સિંચો સ્વામી... તમે દેહ ધરીને

હેત તણા ઝરણા તુજ ઉરથી, વહે નિરંતર સુખ છલકાવે,

હરિવર સંગે મોજ કરાવે, અક્ષરસુખ દઈ મન મલકાવે,

આપ સ્વરૂપે, દિવ્યભાવના સમજાવી દો સ્વામી... તમે દેહ ધરીને

Āp charaṇthī dhanya banī chhe avanī āje Swāmī

2-3052: Sadhu Akhandkirtandas

Category: Pramukh Swami Maharajna Pad

Āp charaṇthī dhanya banī chhe, avanī āje Swāmī,

Tame deh dharīne kṛupā karī am kāje Pramukh Swāmī,

Tav guṇ gāvu re, tav guṇ gāvu re...

Pramukh sūryanā udaye pragaṭī sakal vishvamā naval uṣhāo,

Satnā teje līpī dharatī, kalīpaṭ tyāgī jāgī dīshāo,

Āp tejthī antar-talne ajavāḷī do Swāmī... tame deh dharīne

Āp maḷyāthī saunā haiye, sad‌guṇ rangī puṣhpo khīlyā,

Sahajānandī saurabh prasarī, jīvan upavan mahekī ūṭhyā,

Āp sadāe amṛut varasī amane sincho Swāmī... tame deh dharīne

Het taṇā zaraṇā tuj urthī, vahe nirantar sukh chhalakāve,

Harivar sange moj karāve, Akṣhar-sukh daī man malakāve,

Āp swarūpe, divyabhāvnā samajāvī do Swāmī... tame deh dharīne

loading