કીર્તન મુક્તાવલી

હે પ્રમુખસ્વામી સ્વીકારો પ્રાર્થના મુજ ઉરની આજે

૨-૩૦૫૧: સાધુ બ્રહ્મમનનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

હે પ્રમુખસ્વામી સ્વીકારો, પ્રાર્થના મુજ ઉરની આજે,

જન્મ દિવસે આપનો હું, મુજ હૃદયમાં જન્મ યાચું.

ગુણ ગ્રહું હું ભક્તજનના, આપ ગુણથી સજ્જ કરજો,

ગુણ તણું અભિમાન ટાળી, આપ ચરણે રાખ કરજો,

આપના કોમળ હૃદયનું, ભક્તિ કેરુ ગાન યાચું... હે પ્રમુખસ્વામી

આપ વેણે વરતી જાવું, આપની અનુવૃત્તિ સમજી,

ઓશિયાળા આપના થઈ, રાજીપાની કરવી અરજી,

આપના સૂરભિત વદનનું, નિત્ય નવલું ભાસ યાચું... હે પ્રમુખસ્વામી

આપના પ્રેમલ સ્મરણથી, પૂર્ણ મનને સ્થિર રાખો,

આપની ઓળખ કરાવી, દિવ્યભાવે લીન રાખો,

આપ સમજો એમ સમજું, આપમાં વિશ્વાસ યાચું... હે પ્રમુખસ્વામી

He Pramukh Swāmī swīkāro prārthanā muj urnī āje

2-3051: Sadhu Brahmamanandas

Category: Pramukh Swami Maharajna Pad

He Pramukh Swāmī swīkāro, prārthanā muj urnī āje,

Janma divase āpno hu, muj ṛudaymā janma yāchu.

Guṇ grahu hu bhaktajannā, āp guṇthī sajja karajo,

Guṇ taṇu abhimān ṭāḷī, āp charaṇe rākh karajo,

Āpnā komaḷ ṛudaynu, bhakti keru gān yāchu... He Pramukh Swāmī

Āp veṇe varatī jāvu, āpnī anuvṛutti samajī,

Oshiyāḷā āpnā thaī, rājīpānī karavī arajī,

Āpnā sūrbhit vadannu, nitya navalu bhās yāchu... He Pramukh Swāmī

Āpnā premal smaraṇthī, pūrṇa manne sthir rākho,

Āpnī oḷakh karāvī, divyabhāve līn rākho,

Āp samajo em samaju, āpmā vishvās yāchu... He Pramukh Swāmī

loading