કીર્તન મુક્તાવલી

સારંગપુરનું આ ગીત નવું સાંભળજો

૨-૩૦૫૦: સાધુ મધુરવદનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

સારંગપુરનું આ ગીત નવું સાંભળજો, સારંગપુરનું આ ગીત,

ટહુકે જ્યાં સારંગો નીત તમે સાંભળજો, સારંગપુરની આ રીત...

મંગલ એ આરતીની ડાંડી પડે ને ઊઠે અંતરમાં નવલું પરભાત,

ઉગમણે આભમાંહી નિત્ય નવી ઉભરાતી ભગવી એ ભક્તિની ભાત,

અહીં ટહુકારે ટહુકારે પ્રીત તમે સાંભળજો, સારંગપુરનું આ ગીત... ૧

સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે (૨)

સ્વામિનારાયણ હરે વચનામૃત સારંગપુર પ્રકરણનું સાતમું, નૈમિષારણ્ય ક્ષેત્રનું...

જ્ઞાનને અખાડે જ્યાં પડઘાતા પડછંદા સાંભળી સ્વભાવો દે માગ,

સાધનાની સરગમને ઘૂંટીને આલાપે સારંગો વૈરાગી રાગ,

અહીં જીવાતું જીવનસંગીત તમે સાંભળજો સારંગપુરનું આ ગીત... ૨

સાધુતા અંગ ધરી વિદ્વત્તા રંગ ભરી સારંગો સજતા શણગાર,

દેશ અને પરદેશે અક્ષરપુરુષોત્તમના કલાપીઓ કરતા કે’કાર,

અહો ગરવો આ બાગ ગુણાતીત તમે સાંભળજો સારંગપુરનું આ ગીત...૩

મેઘ રાજ બની ચડી આવે પ્રમુખસ્વામી વરસાવે ગગન ભરી વહાલ,

જન્મો જનમની પ્રીત એક સામટી જ કળા કરી ઠમકારે તાલ,

અહીં અક્ષરધામની પ્રતીત તમે સાંભળજો સારંગપુરનું ગીત... ૪

કેમ પૂરું કરવું આ ગીત તમે સાંભળજો....

Sārangpurnu ā gīt navu sāmbhaḷjo

2-3050: Sadhu Madhurvadandas

Category: Pramukh Swami Maharajna Pad

Sārangpurnu ā gīt navu sāmbhaḷjo, Sārangpurnu ā gīt,

Ṭahuke jyā sārango nīt tame sāmbhaḷjo, Sārangpurnī ā rīt...

Mangal e āratīnī ḍānḍī paḍe ne ūṭhe antarmā navalu parabhāt,

Ugamaṇe ābhamāhī nitya navī ubharātī bhagavī e bhaktinī bhāt,

Ahī ṭahukāre ṭahukāre prīt tame sāmbhaḷjo, Sārangpurnu ā gīt... 1

Swāminārāyaṇ hare, Swāminārāyaṇ hare (2)

Swāminārāyaṇ hare Vachanāmṛut Sārangpur prakaraṇnu sātmu, Naimiṣhāraṇya Kshetranu...

Gnānne akhāḍe jyā paḍaghātā paḍachhandā sāmbhaḷī swabhāvo de māg,

Sādhanānī saragamne ghūnṭīne ālāpe sārango vairāgī rāg,

Ahī jīvātu jīvan-sangīt tame sāmbhaḷjo Sārangpurnu ā gīt... 2

Sādhutā ang dharī vidvattā rang bharī sārango sajatā shaṇagār,

Desh ane paradeshe Akṣhar-Puruṣhottamnā kalāpīo karatā ke’kār,

Aho garavo ā bāg Guṇātīt tame sāmbhaḷjo Sārangpurnu ā gīt...3

Megh rāj banī chaḍī āve Pramukh Swvāmī varasāve gagan bharī vahāl,

Janmo janamnī prīt ek sāmaṭī ja kaḷā karī ṭhamakāre tāl,

Ahī Akṣhardhāmnī pratīt tame sāmbhaḷjo Sārangpurnu gīt... 4

Kem pūru karavu ā gīt tame sāmbhaḷjo....

loading