કીર્તન મુક્તાવલી
મારા હૈયાના હાર છો સ્વામી નારાયણસ્વરૂપ તમે
૨-૩૦૪૭: સાધુ અક્ષરેશદાસ
Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો
મારા હૈયાના હાર છો સ્વામી નારાયણસ્વરૂપ તમે,
હો... તવ ચરણોમાં જીવન મારું અર્પણ કરવા આવ્યો,
સ્વામી સ્વીકારો આજ...
રટણ અહોનિશ થાય તમારું, તમને પલ પલ ઉરમાં ધારું,
હે દિનબંધુ કરુણાસાગર (૨),
મારા દોષો માફ કરીને જીવન ધન્ય બનાવો... મારા
આપ મળ્યાથી જનમો જનમનાં બંધન સઘળાં દૂર થયાં,
આપ મળ્યાથી શ્રીજી મળિયા (૨),
એ વર માંગું પ્રમુખસ્વામી આતમરૂપ બનાવો... મારા
Mārā haiyānā hār chho Swāmī Nārāyaṇswarūp tame
2-3047: Sadhu Akshareshdas
Category: Pramukh Swami Maharajna Pad
Mārā haiyānā hār chho Swāmī Nārāyaṇswarūp tame,
Ho... Tav charaṇomā jīvan māru arpaṇ karavā āvyo,
Swāmī svīkāro āj...
Raṭaṇ ahonish thāy tamāru, tamane pal pal urmā dhāru,
He dinbandhu karuṇāsāgar (2),
Mārā doṣho māf karīne jīvan dhanya banāvo... Mārā
Āp maḷyāthī janamo janamnā bandhan saghaḷā dūr thayā,
Āp maḷyāthī Shrījī maḷiyā (2),
E var māgu Pramukh Swāmī ātamrūp banāvo... Mārā