કીર્તન મુક્તાવલી

અમૃત મહોત્સવ આયો અમૃતનો કુંભ રેલાયો

૨-૩૦૪૪: અજાણ્ય

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

(‘સંત પરમ હિતકારી’ નૃત્ય નાટિકાનાં કીર્તનો)

અમૃત મહોત્સવ આયો, અમૃતનો કુંભ રેલાયો,

રસ અમૃતનો પાનાર, પ્રમુખસ્વામીનો કરો જય જયકાર...

પોણો સો વર્ષ જેણે મુખથી હસીને,

સેવા કરી છે જેને દેહ ઘસીને,

સુણતા દુખિયાના પોકાર, દોડ્યા સુખતણા દાતાર,

લૂંછ્યા આંસુડા આપણા વરસાવીને પ્યાર સહુ,

સહુ પ્રમુખસ્વામીનો કરો જય જયકાર... ૧

હૈયું શણગારી એની મૂર્તિ પધરાવો,

ભક્તિથી ફોરમતા ફૂલડે વધાવો,

એના ગુણના ગીતો ગાઓ, એના રંગોથી રંગાઓ,

આવો અવસર આવે નહીં વારંવાર,

સહુ પ્રમુખસ્વામીનો કરો જય જયકાર... ૨

સંગ ગુણાતીતનો રાખો જાવા અક્ષરધામ,

એમાં પ્રગટ સદા રહેવાનું, શ્રીજીનું વરદાન,

એની પરંપરામાં આજ, ગુરુ પ્રમુખસ્વામી મહારાજ,

જય જય પ્રમુખસ્વામી મહારાજ,

જય જય પ્રમુખસ્વામી મહારાજ... ૩

Amrut mahotsav āyo amrutno kumbh relāyo

2-3044: unknown

Category: Pramukh Swami Maharajna Pad

(‘Sant Param Hitkari’ Kirtans)

Amrut mahotsav āyo, amrutno kumbh relāyo

Ras amrutno pānār, Pramukh Swāmīno karo jayjay kār...

Poṇo so varsh jeṇe mukhthī hasīne,

Sevā karī chhe jeṇe deh ghasīne,

Suṇtā dukhīyānā pokār doḍyā sukhtaṇā dātār,

Lūchhyā ānsuḍā āpṇā varsāvīne pyār sahu,

Sahu Pramukh Swāmīno karo jayjay kār.

Haiyu shaṇgārī enī mūrti padhrāvo,

Bhaktithī foramtā fūlḍe vadhāvo,

Enā guṇnā gīto gāo, enā rangothī rangāo,

Āvo avsar āve nahi vāramvār,

Sahu Pramukh Swāmīno karo jayjay kār.

Sang Guṇātītno rākho jāvā Akshardhām,

Emā pragaṭ sadā rahevānu, Shrījīnu vardān,

Enī paramparāmā āj, guru Pramukh Swāmī Mahārāj,

Jay jay Pramukh Swāmī Mahārāj,

Jay jay Pramukh Swāmī Mahārāj.

loading