કીર્તન મુક્તાવલી

ભાયલી ગામે આવિયા રાવજી શાંતિલાલ

૨-૩૦૪૧: અજાણ્ય

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

(‘સંત પરમ હિતકારી’ નૃત્ય નાટિકાનાં કીર્તનો)

ભાયલી ગામે આવિયા, રાવજી શાંતિલાલ,

ઘનશ્યામ સ્વામી ભેટીયા, કીધું અતિશે વ્હાલ. ૧

ભાયલીથી સૌ ચાલિયા, સાંકરદા શુભ ગામ,

અન્નકૂટ કરવા ત્યાં રહ્યા, સ્વામીશ્રી ઘનશ્યામ. ૨

શાંતિલાલને મોકલ્યા, શંકર ભગતની સાથ,

જા બોચાસણ ભેટશે, શાસ્ત્રીજી મહારાજ. ૩

પણ ત્યાં તો મળિયા નહીં, ગુરુહરિ સાક્ષાત્,

નિર્ગુણદાસ કહે ચલો, એ મળશે અમદાવાદ. ૪

પણ સ્વામી નિર્ગુણ તો, વિચરે ક્યાંના ક્યાંય,

ભાદરણ વડતાલ ને, વળી બોરસદમાં રોકાય. ૫

દિન વિયોગના આવિયા, આવે ગુરુ બહુ યાદ,

કાવિઠા થઈ પહોંચિયા, આખર એ નડિયાદ. ૬

વિરહ તાપમાં શાંતિને, ચઢીયો તાવ શરીર,

ત્યારે સ્વામીજી કહે, હવે વાર ના કરું લગીર. ૭

ચૌદ વરસ વનવાસશા, કાપ્યા ચૌદ દિનરાત,

આવ્યા અંતે તડપતા, શાંતિ અમદાવાદ. ૮

આંબલીવાળી પોળમાં મિલન થયું જે વાર,

થંભી ગઈ ગતિ કાળની, નીરખી બેનો પ્યાર. ૯

ધન્ય ઘડી મુજ જીવનની ને સૌથી શુભ દિન આજ,

ઘણી વાર કહે છે હજી પ્રમુખસ્વામી મહારાજ. ૧૦

Bhāylī gāme āviyā Rāvjī Shāntilāl

2-3041: unknown

Category: Pramukh Swami Maharajna Pad

(‘Sant Param Hitkari’ Kirtans)

Bhāylī gāme āviyā, Rāvjī Shāntilāl,

Ghanshyām Swāmī bheṭīyā, kīdhu atishe vhāl. 1

Bhāylīthī sau chāliyā, Sānkardā shubh gām,

Annakūṭ karvā tyā rahyā, Swāmīshrī Ghanshyām. 2

Shāntilālne mokalyā, Shankar Bhagatnī sāth,

Jā Bochāsaṇ bheṭshe, Shāstrījī Mahārāj. 3

Paṇ tyā to maḷiyā nahi, guruhari sākshāt,

Nirguṇdās kahe chalo, e maḷshe Amdāvād. 4

Paṇ Swāmī Nirguṇ to, vichare kyānā kyāy,

Bhādraṇ Vaḍtāl ne, vaḷī Borsadmā rokāy. 5

Din viyognā āviyā, āve guru bahu yād,

Kāviṭhā thaī pahochiyā, ākhar e Naḍiād. 6

Virah tāpmā Shāntine, chaḍhīyo tāv sharir,

Tyāre Swāmījī kahe, have vār nā karu lagīr. 7

Chaud varas vanvāsshā, kāpyā chaud dinrāt,

Āvyā ante taḍapatā, Shānti Amdāvād. 8

Āmbalīvāḷī Poḷmā milan thayu je vār,

Thambhī gaī gati kāḷnī nīrkhī beno pyār. 9

Dhanya ghaḍī muj jīvannī ne sauthī shubh din āj,

Ghaṇī vār kahe chhe hajī Pramukh Swāmī Mahārāj. 10

loading