કીર્તન મુક્તાવલી
પધાર્યા રે સંત સ્વરૂપે ઘનશ્યામ
૨-૩૦૩૭: સાધુ વિવેકપ્રિયદાસ
Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો
પધાર્યા રે સંત સ્વરૂપે ઘનશ્યામ,
અંગ અંગ હરિ રંગ ઉમંગ છાયો,
નારાયણ સ્વરૂપનું નામ...
શ્રીસહજાનંદ સહેજે મળતા,
ધન્ય ધન્ય આ અવતાર,
હરખે હીલોળે અમરત રેલે,
પામી પ્રાણ આધાર,
કરુણા વરસે વહાલપ વિલસે,
કીધી ધરા બ્રહ્મધામ... પધાર્યા રે ૧
મંગલ મૂર્તિ અમંગલહારી,
સદ્ગુણના શણગાર,
જનમો જનમ રહું ગુરુહરિ ચરણે,
અવર શરણ નહિ સાર,
પુરુષોત્તમના પગલે પગલે,
પુલકીત પૂરણ કામ... પધાર્યા રે ૨
માત પિતા ગુરુ સ્વજન સહારા,
સુખ દુઃખમાં સંગાથ,
ભવતારણ ભવસાગર આવ્યા,
કીધા સબળ સનાથ,
મનખા દેહને હારી જાત જો,
મળત નહીં સુખધામ... પધાર્યા ૩
Padhāryā re sant swarūpe Ghanshyām
2-3037: Sadhu Vivekpriyadas
Category: Pramukh Swami Maharajna Pad
Padhāryā re sant swarūpe Ghanshyām,
Ang ang Hari rang umang chhāyo,
Nārāyaṇ swarūpnu nām...
Shrī Sahajānand saheje maḷtā,
Dhanya dhanya ā avatār,
Harkhe hiloḷe amrat rele,
Pāmī prāṇ ādhār,
Karuṇā varse vahālap vilse,
Kīdhī dharā brahmadhām... padhāryā re 1
Mangal mūrti amangalhārī,
Sadguṇnā shaṇgār,
Janamo janam rahu guruhari charaṇe,
Avar sharaṇ nahi sār,
Purushottamnā pagle pagale,
Pulkit pūraṇ kām... padhāryā re 2
Māt pitā guru svajan sahārā,
Sukh dukhmā sangāth
Bhavtāraṇ bhavsāgar āvyā,
Kīdhā sabaḷ sanāth,
Mankhā dehne hārī jāt jo,
Maḷat nahi sukhdhām... padhāryā re 3