કીર્તન મુક્તાવલી

આ દેહથી શું ન થાય રે પ્રમુખસ્વામીને કાજે

૨-૩૦૩૧: સાધુ ભક્તિપ્રિયદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

આ દેહથી શું ન થાય રે, પ્રમુખસ્વામીને કાજે,

લોક-લાજથી ન ડરાય રે, પ્રમુખસ્વામીને કાજે,

કરીએ કુરબાન બધું સ્વામીના છંદમાં,

સ્વામિનારાયણ ભજીએ આનંદમાં,

હૈયામાં કેફ છલકાય રે... ૧

ગુરુવચનમાં ટુક ટુક થઈએ,

સંસારી સુખ દુઃખ ઉરમાં ન લઈએ,

સૌના તે ગુણલા ગાઈએ... ૨

નિયમ ધરમમાં રહીએ શિર સાટે,

દિવ્યભાવ ભરીએ હૈયાની હાટે,

ભક્તોના સુહૃદ થઈએ રે... ૩

ગુરુનું ગૌરવ વિશ્વે વધારીએ,

દાસાનુદાસ થઈ અંતર ઉજાળીએ,

‘ભક્તિ’ પ્રગટની ગુંજાવીએ... ૪

Ā dehathī shu na thāy re Pramukh Swāmīne kāje

2-3031: Sadhu Bhaktipriyadas

Category: Pramukh Swami Maharajna Pad

Ā dehathī shu na thāy re, Pramukh Swāmīne kāje,

Lok-lājthī na ḍarāy re, Pramukh Swāmī ne kāje...

Karīe kurbān badhu Swāmīnā chhandmā,

Swāminārāyaṇ bhajīe ānandmā,

Haiyāmā kef chhalkāy re. 1

Guruvachanmā ṭuk ṭuk thaīe,

Sansārī sukh dukh urmā na laīe,

Saunā te guṇlā gāīe. 2

Niyam dharammā rahīe shir sāṭe,

Divyabhāv bharīe haiyānī hāṭe

Bhaktonā suhrad thaīe re. 3

Gurunu gaurav vishve vadhārīe,

Dāsānudās thaī antar ujāḷīe,

‘Bhakti’ pragaṭnī gunjavīe. 4

loading